MIS સ્કીમ: એકવાર કરો રોકાણ અને 5 વર્ષ સુધી મેળવો દર મહિને ફિક્સ આવક Monthly Income Scheme full Detail in Gujarati

શેર કરો

જો તમે તમારા પૈસા સુરક્ષિત રાખવા માંગતા હોવ, બિલકુલ જોખમ લેવા ન માંગતા હોવ અને એવું ઈચ્છતા હોવ કે દર મહિને ચોક્કસ આવક આવતી રહે, તો તમારા માટે પોસ્ટ ઓફિસની Monthly Income Scheme સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

સૌથી મોટી ખાસિયત એ છે કે પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે, કારણ કે આ યોજનાનું સંચાલન સીધું ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. બેંક કે શેરબજારના ચડાવ-ઉતારની આ સ્કીમ પર કોઈ અસર થતી નથી.

માટે આજે જે પણ લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખી અને એક નિયમિત આવક મેળવવા માગતા હોય છે તો પોસ્ટ ઓફિસની MIS મંથલી ઇન્કમ સ્કીમ પસંદ કરે છે MIS સ્કીમ એવા લોકો માટે છે દર મહિને એક પગારની જેમ તમારા ખાતામાં પૈસા જમા કરાવવા માગતા હોય એમાં તમે જેટલા પૈસા રોકાણ કરશો એ પ્રમાણે દર મહિને તમારા ખાતામાં પૈસા જમા થશે.

તો આજે આપણે પોસ્ટ ઓફિસની (MIS)Monthly Income Schemeવિશે તમામ માહિતી જાણીશું

આ યોજના એક બચત યોજના છે જેમાં તમે એક જ વખત પૈસાનો રોકાણ કરી અને હર મહિને ફિક્સ રકમ મેળવી શકો

આ સ્કીમની મુખ્ય વિશેષતાઓ

  • સુરક્ષા :- આ સ્કીમ માં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે કારણ કે આ સ્કીમ નો મેનેજ ખુદ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર કરે છે
  • મુદત :- આ સ્કીમ માં રોકાણ કરવા માટેનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે પાંચ વર્ષ પછી તમને મૂળ રકમ મળી જાય છે
  • રીન્યુ :- 5 વર્ષ પછી રીન્યુ કરાવવી હોય તો તમારે ફરીથી નવું એકાઉન્ટ ખોલાવવું પડે
  • ખાતાના પ્રકારો : આ સ્કીમમાં વ્યક્તિગત તમે સિંગલ ખાતું ખોલાવી શકો, અને જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકો જોઈન્ટ ખાતામાં વધારેમાં વધારે ત્રણ વ્યક્તિઓ ખોલાવી શકે છે સાથે

હાલમાં કેટલું વ્યાજદર મળે છે (MIS સ્કીમમાં) (એપ્રિલ-જૂન ૨૦૨૬ ના ક્વાર્ટર મુજબ), વાર્ષીક 7.4% વ્યાજ મળે છે આ (સ્કીમમાં દર ત્રણ મહિને વ્યાજ દર બદલાતા રહે છે પરંતુ બહુ જાજો ફરક પડતો નથી ) તેમા તમારે ગભરાવાની જરૂરિયાત નથી તમે એક વખત આ સ્કીમમાં FD કરી દેશો તો પાંચ વર્ષ સુધી એ જ વ્યાજ દર રહેશે

આ પણ જાણો SBI ની ધમાકા ઓફર! દર મહિને મેળવો ₹15,000 વ્યાજ

ઓછામાં ઓછું અને વધારે માં વધારે કેટલું રોકાણ કરી શકો ?

  • MIS સ્કીમ માં જો વ્યક્તિગત સિંગલ ખાતું હોય તો ઓછામાં ઓછું ₹1,000 રૂપિયાનું રોકાણ કરી શકો વધારામાં વધારે ₹9 લાખ.રૂપિયા નું રોકાણ કરી શકે
  • જો તમારું એકથી વધારે વ્યક્તિનું જોઈન્ટ ખાતું હોય તો તમે વધારેમાં વધારે ₹15 લાખ રૂપિયાનુ રોકાણ કરી શકો છો.

MIS સ્કીમ માંથી વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં

પાંચ વર્ષ પૈસા જમા રાખવાનો નિયમ છે પરંતુ પાંચ વર્ષ પહેલા તમારે પૈસા ઉપાડવા હોય તેની અમુક પેનલ્ટી વર્ષ આપવી પડે

  • ઓછામાં ઓછાં એક વર્ષ પૈસા જમા રાખવા પડે
  • 1 થી 3 વર્ષ ની અંદર પૈસા ઉપાડો તો 2% મૂળ રકમ માંથી કપાઈ જશે
  • દા.ત તમે ₹1 લાખ નું રોકાણ કર્યું હોઈ તો ₹2000 કપાઈ જાય
  • 3 થી 5 વર્ષની વચ્ચે પૈસા ઉપાડો તો 1% ચાર્જ લાગશે
  • દા.ત તમે ₹1 લાખ નું રોકાણ કર્યું હોઈ તો ₹1000 કપાઈ જાય

ટેક્સનો ફાયદો શું મળશે Monthly Income Scheme ?

  • સેકશન 80C હેઠળ પોસ્ટ ઓફિસ MIS સ્કીમ માં ટેકસ બેનિફિટ નથી મળતો
  • તમને દર મહિને મળતું વ્યાજ તમારી આવકમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ લાગે છે
  • TDS ની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની MIS સ્કીમ માં TDS કપાતું નથી પરંતુ રોકાણકારે રિટર્ન ફાઇલ સમયે આવક બતાવવી પડે છે.
  • તમારી કુલ વાર્ષિક આવક જો ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર મર્યાદાથી વધુ હોય, તો તમારે તેના પર ટેક્સ ભરવો પડે છે.

રોકાણ મુજબ માસિક વ્યાજની ગણતરી અંદાજિત (એપ્રિલ-જૂન ૨૦૨૬ ના ક્વાર્ટર મુજબ),

કુલ રોકાણ રકમદર મહિને મળતું વ્યાજવાર્ષિક વ્યાજ 7.4%5 વર્ષે કુલ વ્યાજ
₹1,00000₹617₹7,400₹37,020
₹2,00000₹1233₹14,800₹74,000
₹3,00000₹1850₹22,200₹1,11,000
₹4,00000₹2467₹29,613₹1,48,000
₹5,00000₹3083₹37,000₹1,85,000
₹9,00000₹5550₹66,600₹3,33,000
₹15,00000₹9,250₹1,11,000₹5,55,000

ખાતું કોણ ખોલાવી શકે? (Eligibility Criteria)

  • ભારતનો કોઈ પણ નાગરિક ખાતું ખોલાવી શકે છે
  • NRI (વિદેશી ભારતીય)આમા ખાતું ખોલાવી ના શકે
  • બાળક થી લઇ મોટા કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકો
  • બાળકની ઉંમર 10 વર્ષથી ઉપર હોઈ તે ખાતું ખોલાવી શકો
  • સંયુક્ત ખાતું ખોલાવી શકો વધારે માં વધારે 3 વ્યક્તિ ખોલાવી શકે.

પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ (TD): ₹1 લાખના રોકાણ પર 1 થી 5 વર્ષમાં કેટલું વળતર મળશે?

કોણે કોણે આ સ્કીમ માં રોકાણ કરવું જોઈએ?

આમા એવા વ્યક્તિએ રોકાણ કરવું જોઈએ જે પોતાના વ્યવસાય માટે અથવા તો ઘર ખર્ચ માટે દર મહિને એક રેગ્યુલર આવક મેળવવા માગતા હોય અને બીજું જે લોકો રીટાયર્ડ થયા હોય નિવૃત્ત કર્મચારી હોય જે પોતે કમાવી શકે એવી પરિસ્થિતિ ના હોય તો તેઓ લોકો માટે આ એક સૌથી ઉત્તમ રસ્તો બની શકે કે જેને પોતાના ઘર ખર્ચ માટે મહિને એક પગારની જેમ આવક આવતી રહેશે.

એક મહત્ત્વ ની ટિપ્સ જો તમે દર મહિને મળતા વ્યાજનો સીધો ઉપયોગ કરવા ના માંગતા હોઈ મતલબ તમારે હમણાં જરિયાત ના હોઈ તો પોસ્ટ ઓફિસની બીજી સ્કીમ જેનું નામ RD (Recurring Deposit) જેમા ખાતુ ખોલાવી અને ઓટો ડેબિટ તમારા ખાતા માંથી કરાવી શકો છો જેથી પૈસા ની બચત પણ થશે અને 5 વર્ષ પછી એક મોટુ ફંડ પણ ભેગુ કરી શકશો

MIS માં ખાતુ ખોલવા જરૂરી ડોક્યુમેન્ટ ?

  • (૧) આધારકાર્ડ
  • (૨) પાનકાર્ડ
  • (૩) પાસપોર્ટ 2 ફોટો
  • (૪) રેશન કાર્ડ અથવા અન્ય સરનામાનો પુરાવો
  • (૫) બેંક પાસબુક (ફોટા સાથે)

પોસ્ટ ઓફિસ ધમાકા ઓફર ૨૦૨૬: માત્ર ₹૧૭૦ માં મેળવો ₹૧૦ લાખનો આજીવન વીમો!

ક્યા ખાતું ખોલાવવું તમારી આજુબાજુ માં જ્યા પણ પોસ્ટ ઓફિસ ની બ્રાન્ચ જઈ ત્યાં ડોક્યુમેન્ટ લઈ ખાતુ ખોલવા નું રહેશે જો સંયુક્ત મા ખોલાવવું હોઈ તો બધા સાથે જવું પડશે


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment