
આજના મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિ હોય છે તેને દર મહિને એક ફિક્સ અમાઉન્ટ પોતાની નોકરી અથવા ધંધાની સાથે સાથે મળતું રહે તમે પણ જુઓ એક ચોક્કસ ફિક્સ અમાઉન્ટ મેળવવા માગતા હોય આજે આપણે વાત કરવાના છીએ (SBI Monthly Interest Payout Option)વિશે સંપૂર્ણ માહિતી જાણીશું જેમાં તમે દર મહિને ₹૧૫,૦૦૦ સુધીની અથવા તેનાથી વધુની માસિક આવક મેળવી શકો છો.
આ યોજના ખાસ કરીને એવા લોકો માટે કે જેની આવક ઓછી હોય અથવા તો જે રીટાયર્ડ કર્મચારીઓ હોય, કે દર મહિને પોતાની આવક મેળવ માગતા હોય અને એક પણ રૂપિયાનું જોખમ લેવા ન માગતા હોય તો તેના માટે ભારતની નંબર વન ભરોસે પાત્ર જો કોઈ બેંક હોય તો એસબીઆઈ છે અને એસબીઆઈ ની એક સ્કીમ જે ફિક્સ ડિપોઝીટ જ છે પરંતુ તેમાં મંથલી ઇન્કમ પે આઉટ નો વિકલ્પ પસંદ કરવાનો હોય છે
SBI માસિક યોજના શું છે ?
સૌપ્રથમ તો આપણે એ જાણી લઈએ sbi માં કોઈ માસીક યોજના વાળી કોઈ અલગથી કોઈ સ્કીમ નથી પરંતુ બેંક પોતાની એન્યુઇટી ડિપોઝિટ સ્કીમ (SBI Annuity Deposit Scheme) અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના માસિક વ્યાજ ચૂકવણીના વિકલ્પ (Monthly Interest Payout Option) વિકલ્પો પસંદ કરવા માટેની સુવિધાઓ આપે છે તમારે હર મહિને આવક જોતી હોય તો મંથલી ઇન્કમ પે આઉટ વાળો વિકલ્પ પસંદ કરવાનો હોય છે.
આ યોજના હેઠળ ગ્રાહકોએ એક જ વખત પૈસા જમા કરાવવાના હોય છે જેમ કે ડિપોઝિટ કરીએ છીએ એ પ્રમાણે અને ત્યારબાદ હર મહિને રોકાણ રકમ અનુસાર વ્યાજ મળતું રહેશે.
આ યોજનાના મુખ્ય આકર્ષણો અને ફીચર્સ ?
SBI ની માસિક આવક વાળી યોજના લોકોને કેમ એટલી બધી પ્રિય છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે
- સુરક્ષા:- આ યોજના દેશની મોટામાં મોટી અને ભરોસાપાત્ર બેંક SBI દ્વારા ચલાવવામાં આવે છે માટે તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે બીજી બેંકો કરતા લોકોને SBI ઉપર વધારે ભરોસો છે
- ગેરેન્ટેડ વળતર:- શેરબજારના ઉતાર ચડાવ આ સ્કીમમાં લાગુ નથી પડતા તમને પહેલા જણાવી દેવામા આવે છે કે તમને હર મહિને આટલું વ્યાજ મળશે જે પ્રમાણે તમારું રોકાણ હશે તે પ્રમાણે તમને વળતર મળશે
- રોકાણની મુદત: ઓછામાં ઓછા એક વર્ષ લઈને વધારામાં વધારે દસ વર્ષ સુધી તમે આમા પૈસા રોકાણ કરી શકો છો બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ તમને અનુકૂળતા પ્રમાણે વર્ષ સિલેક્ટ કરી શકો છો
- આ યોજનામાં વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ લાભ આપવામાં આવે છે જો તમારી ઉંમર 60 વર્ષ અથવા તો 60 વર્ષથી વધારે હોય તો તેને સામાન્ય નાગરિકો કરતા 0.50% થી 0.75% સુધી વધુ વ્યાજ મળે છે.
- લોન સુવિધા ઉપલબ્ધ:- કટોકટીના સમયમાં તમને જો પૈસાની અચાનક જરૂર પડી હોય તો તમારા આ એફડી તોડવાની જરૂર નહીં પડે તમને આમાં તમારા પૈસાના 75% લોન મળી જશે અને એ લોનનું વ્યાજદર તમને જે વ્યાજ મળે છે એના કરતાં એક ટકા વધારે હોય છે તમે ભરી દેશો એટલે તમારું કામ પણ થઈ જશે અને તમારી ફિક્સ ડિપોઝિટ તોડવાની જરૂર નહીં પડે.
- પૈસા પરત મલશે તમે જેટલા વર્ષ માટે પૈસા જમા રાખ્યા હશે એટલા વર્ષના મહિના સુધી તમને હર મહિને વ્યાજ મળતું રહેશે સમય પૂરો થતાં તમારા જમા પૈસા તમને પરત મળી જશે
SBI ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજદર કોષ્ટક ૨૦૨૬
| રોકાણની મુદત (Tenure) | સામાન્ય નાગરિક (Public) | વરિષ્ઠ નાગરિક (Senior Citizen) | વ્યાજ ચૂકવણીનો પ્રકાર |
|---|---|---|---|
| ૭ દિવસ થી ૪૫ દિવસ | ૩.૦૫% | ૩.૫૫% | સ્કીમ પૂરી થાય ત્યારે એકસાથે |
| ૪૬ દિવસ થી ૧૭૯ દિવસ | ૪.૯૦% | ૫.૪૦% | સ્કીમ પૂરી થાય ત્યારે એકસાથે |
| ૧૮૦ દિવસ થી ૨૧૦ દિવસ | ૫.૬૫% | ૬.૧૫% | સ્કીમ પૂરી થાય ત્યારે એકસાથે |
| ૨૧૧ દિવસ થી ૧ વર્ષથી ઓછી | ૫.૯૦% | ૬.૪૦% | સ્કીમ પૂરી થાય ત્યારે એકસાથે |
| ૧ વર્ષ થી ૨ વર્ષથી ઓછી | ૬.૨૫% | ૬.૭૫% | માસિક (Monthly) વિકલ્પ ઉપલબ્ધ |
| ૨ વર્ષ થી ૩ વર્ષથી ઓછી | ૬.૪૦% | ૬.૯૦% | માસિક (Monthly) વિકલ્પ ઉપલબ્ધ |
| ૩ વર્ષ થી ૫ વર્ષથી ઓછી | ૬.૩૦% | ૬.८૦% | માસિક (Monthly) વિકલ્પ ઉપલબ્ધ |
| ૫ વર્ષ થી ૧૦ વર્ષ સુધી | ૬.૦૫% | ૭.૦૫% | માસિક (Monthly) વિકલ્પ ઉપલબ્ધ |
નોંઘ આ વ્યાજદર ડિસેમ્બર 2025 નવા અપડેટ થયેલા છે વ્યાસદરો બદલાતા રહે છે
કોણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે?
- ભારતીય નાગરિક હોવો જોઈએ
- NRI આમાં ખાધ નહીં ખુલાવી શકે
- ઉંમરની મર્યાદા :- આમાં કોઈ ચોક્કસ ઉંમર મર્યાદા નથી ૧૮ વર્ષથી નીચેના બાળકો જોઈન્ટમાં ખાતું ખોલાવી શકે છે
ઓછામાં ઓછા અને વધારેમાં વધારે કેટલા રૂપિયાનું રોકાણ કરી શકો
- આ યોજનામાં મનથી ઇનકમ મેળવવા માટે ઓછામાં ઓછું તમારે ₹36,000 થી ₹40,000 નું રોકાણ કરવું પડશે
- આ યોજનામાં વધારવામાં વધારે રોકાણની કોઈપણ મર્યાદા નથી તમે કરોડ રૂપિયા પણ રોકી શકો છો
💰 કેટલા રૂપિયાના રોકાણ પર દર મહિને કેટલું વ્યાજ મળશે? (ગણતરી સાથે જુઓ)
- તમે ૧ લાખ રૂપિયાને ૧ વર્ષના બદલે ૫ વર્ષથી ૧૦ વર્ષની લાંબી મુદત માટે ફિક્સ કરો છો, તો વરિષ્ઠ નાગરિકોને ૭.૦૫% ના સૌથી ઊંચા વ્યાજદર મુજબ દર મહિને આશરે ₹૫૮૮ ની માસિક આવક મળી શકે છે.”
- જો તમે ₹૫ લાખનું રોકાણ કરો છો:સામાન્ય નાગરિક (૬.૨૫%): દર મહિને આશરે ₹૨,૬૦૪ વ્યાજ મળશે.વરિષ્ઠ નાગરિક (૬.૭૫%): દર મહિને આશરે ₹૨,૮૧૨ વ્યાજ મળશે.
- જો તમે ₹૧૦ લાખનું રોકાણ કરો છો:સામાન્ય નાગરિક (૬.૨૫%): દર મહિને આશરે ₹૫,૨૦૮ વ્યાજ મળશે.વરિષ્ઠ નાગરિક (૬.૭૫%): દર મહિને આશરે ₹૫,૬૨૫ વ્યાજ મળશે.
- જો તમે ₹૨૦ લાખનું રોકાણ કરો છો:સામાન્ય નાગરિક (૬.૨૫%): દર મહિને આશરે ₹૧૦,૪૧૬ વ્યાજ મળશે.વરિષ્ઠ નાગરિક (૬.૭૫%): દર મહિને આશરે ₹૧૧,૨૫૦ વ્યાજ મળશે.
દર મહિને ₹૧૫,૦૦૦ ની આવક માટે કેટલું રોકાણ જરૂરી?
- વરિષ્ઠ નાગરિકોએ આશરે ₹૨૬,૭૦,૦૦૦ (૨૬.૭ લાખ) નું વન-ટાઇમ રોકાણ કરવું પડશે.સામાન્ય નાગરિકોએ આશરે ₹૨૮,૮૦,૦૦૦ (૨૮.૮ લાખ) નું વન-ટાઇમ રોકાણ કરવું પડશે
TDS (Tax Deducted at Source) ક્યારે કપાશે ? એક એપ્રિલ થી 31 માર્ચ સુધીમાં તમારી વાર્ષીક વ્યાજ રકમ ₹50,000 થી વધુ થશે તો TDS કપાશે જ્યારે સિનિયર સિટીઝન માં ₹1 લાખથી વધારે વ્યાજ કપાશે
SBI માસિક આવક યોજના પર ટેક્સના નિયમો (TDS & Income Tax)
કોઈપણ સરકારી બેંકોમાં તમે પૈસા નું રોકાણ કરો તો તે સો ટકા સુરક્ષિત હોય છે અને વ્યાજ પણ વ્યાજબી મળે છે પરંતુ સરકાર તેની સાથે સાથે ટેક્સ પણ કાપે છે તેના વિશે પણ જાણી લેવું એટલું જ જરૂરી છે
- 1 તમારા વ્યાજ પર ટેક્સ SBI ની આ મંથલી ઇન્કમ સ્કીમ માં દર મહિને તમને વ્યાજ મળે છે તેના ઉપર ટેક્સ લાગશે પરંતુ ટેક્સ ત્યારે જ લાગશે જ્યારે તમે એ ડાયરામાં આવતા હોય મહિને થતી આવક તમારી વાર્ષિક આવકમાં ઉમેરાય છે. અને ટેક્સ ના ડાયરામાં આવતા હશો તો ટેક્સ કપાશે
- તમારી આવક વાર્ષીક ₹12 લાખ થી વધારે થશે તો ટેકસ લાગે છે પરંતુ ₹12લાખ થી ઓછી રહેશે તો ટેકસ ફ્રી રહેશે
- જો તમારી કુલ આવક ટેક્સ લાયક નથી, તો તમે બેંકમાં Form 15G અથવા Form 15H જમા કરાવીને TDS કપાતો અટકાવી શકો છો.
સમય પહેલા પૈસા ઉપાડો તો પેનલ્ટી લાગી શકે છે ? જી સમય પહેલા પૈસા ઉપાડશો તો પેનલ્ટી લાગશે પરંતુ તમારી મૂળ રકમ પર પેનલ્ટી નહીં લાગે તમે જે વ્યાજ કમાયા હશો તો એના ઉપર તમને 1% અથવા 2% પેનલ્ટી લાગશે તમે જેટલા સમયમાં ઉપાડો એ પ્રમાણે પેનલ્ટી લાગી શકે છે
રકમના આધારે પેનલ્ટી
- પાંચ લાખની ડિપોઝિટ પર :- જો તમારે ફિક્સ ડિપોઝિટ પાંચ લાખ અથવા તેથી ઓછી હોય તો 0.50 ટકા પેનલ્ટી લાગશે
- પાંચ લાખ થી 3 કરોડ સુધી :- જો તમારી ટિક્સ ડિપોઝિટ પાંચ કલાક અથવા તો એનાથી વધારે ત્રણ કરોડ સુધી હોય 1% ની પેનલ્ટી લાગશે
- આ પેનલ તમારા વ્યાજતર ઉપર લાગશે મૂળ રકમ પર નહીં લાગે
- જો કોઈ કારણોસર જમાં કરતા નું અવસાન થઈ ગયું હોય કોઈપણ પ્રકારની પેનલ્ટી વસૂલવામાં આવતી નથી
Post Ofice MIS સ્કીમ: એકવાર કરો રોકાણ અને 5 વર્ષ સુધી મેળવો દર મહિને ફિક્સ આવક
ખાતું કેવી રીતે ખોલાવવું?
તમારા નજીકમાં આજુબાજુમાં એસપી ની કોઈપણ બ્રાન્ચ હોય ત્યાં ડોક્યુમેન્ટ સાથે જઈ ફિક્સ ડિપોઝિટ માટે ફોર્મ ભરવાનું રહેશે જેમાં વ્યાસ ચુકવણી માટેનું ઓપ્શન તમારે મંથલી સિલેક્ટ કરવાનું રહેશે
- જેમાં આધારકાર્ડ
- પાનકાર્ડ અને
- પાસપોર્ટ સાઈઝ ફોટા 3 જોશે
આવા મોંઘવારીના સમયમાં તમે તમારા પૈસાનું બિલકુલ રિસ્ક લેવા ન માગતા હોય શેર બજારના ઉતાર ચડાવ નું રિસ્ક ન લેવા માંગતા હોય તો SBI ની આ મંથલી ઇનકમ સ્કીમ તમારા માટે સૌથી સારી રહેશે બેસ્ટ ઓફ લક
Video Ma Mahiti

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…