LIC નવી સ્કીમ જનસુરક્ષા વીમા યોજના LIC Jan Suraksha plan 880

LIC એ 15 ઓક્ટોબર 2025 નવી સ્કીમ લોન્ચ કરી છે જેનું નામ છે જન સુરક્ષા પ્લાન નંબર 880 જે નાના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેની આવક બહુ ઓછી હોય.
- ફાયદાઓ શું છે ?
- ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે
- કોઈપણ તબીબી તપાસ વિના ( મેડિકલ ચેકઅપ ની જરૂર નથી)
- ગેરંટી બોનસ
- મર્યાદિત પ્રીમિયમ ચુકવણી
- આ પ્લાન કોણ લઇ શકે છે તમારી ઉંમર 18 થી 55 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ
- ઓછામાં ઓછી વીમા પોલિસી રકમ એક લાખ રૂપિયા
- વધારે વધારે વીમા પોલિસી રકમ બે લાખ રૂપિયા આનો મતલબ એવો નથી કે તમારે આટલા પૈસા બે લાખ રૂપિયા રોકાણ કરવાનું છે પરંતુ એના આધારે તમને ફાયદાઓ નક્કી કરવામાં આવશે
અહીયા વધારામાં વધારે વીમા પોલિસી બે લાખ રૂપિયા એટલા માટે રાખવામાં આવી છે તેમાં તમારે મેડિકલ સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત નહીં રહે સાથે સાથે જેને આવક ઓછી હોય તેના માટે ખાસ આ પ્લાન બનાવવામાં આવ્યો છે
પોલિસી મુદ્દત મતલબ કેટલા વર્ષ ની વીમા પોલિસી લઈ શકો તો 12 થી 20 વર્ષ ની રાખવામાં આવી છે તેમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો
કેટલા વર્ષ પૈસા ભરવાના રહેશે ? ઉપર આપેલ 12 થી 20 માં કોઈપણ પોલીસી તમે પસંદ કરો તેમાંથી પાંચ વર્ષ ઓછા થઈ જશે મતલબ કે પાંચ વર્ષ તમારે ઓછા પૈસા ભરવાના રહેશે.
ઉદાહરણ તરીકે બાર વર્ષની પોલીસી તમે લીધી હોય સાત વર્ષ પૈસા ભરવાના રહેશે.

એક ઉદાહરણ ના માધ્યમથી આ પ્લાન ને ડીટેલમાં સમજીએ
- માની લો તમારી ઉંમર 30 વર્ષની છે અને
- તમે વીમા પોલિસી ની ₹1,00,000 ની લેવા માંગો છો
- પોલિસી નો સમય ગાળો 20 વર્ષ પસંદ કર્યો
- તો પ્રીમિયમ ભરવાની મુદ્દત 15 વર્ષ થઈ જશે મતલબ 15 વર્ષ સુધી પૈસા ભરવાના રહેશે
- તો તમારે વાર્ષિક પ્રીમિયમ 5835રું ભરવાના રહેશે
- 15 વર્ષ સુધી ભરવાના રહેશે
- ત્યારબાદ બાકીના પાંચ વર્ષમાં કોઈ પૈસા ભરવાના નથી ફક્ત 20 વર્ષ પૂરા થઈ જાય તેની રાહ જોવાની છે
- 15 વર્ષ માં તમે ભરેલી કુલ રકમ 87500રું થાઈ છે
ત્યારબાદ તમારી પોલીસીના 20 વર્ષ પૂરા થઈ જાય એટલે maturity થાય ત્યારે તમને મૂળ વીમા રકમ મળે છે અને ગેરેન્ટેડ બોનસ મળે છે તો આપડે 1,0,0000 રું ની વીમા પોલિસી લીધેલ તો એક લાખ રૂપિયા મળશે
આ પ્લાન વિશે પણ જાણો LIC New scheme વીમા લક્ષ્મી યોજના
સાથે સાથે ગેરેન્ટેડ બોનસ પણ મળે છે તો 15 વર્ષ તમે જેટલું પ્રીમિયમ અમાઉન્ટ ભર્યો હોય તેના ચાર ટકા મળશે
આ પણ વાંચો ફકત 399 માં દસ લાખનો વીમો પોસ્ટ ઓફિસ માં
- પહેલા વર્ષમાં તમે જે પ્રીમિયમ ભર્યું છે એ રકમ 5,835
| વર્ષ | રકમ | વ્યાજદર | રકમ |
| Fst 1 | 5835 | 4% | 233.4 |
| બીજું વર્ષ | 5835 | 4% | 233.4 |
| ટોટલ | 11670 | 4% | 700.20રું |
- તો 15 વર્ષમાં ભરેલી રકમ કુલ 87525 થાય છે
- અને 20 વર્ષ માં કુલ બોનસ 45513 થશે
- કેટલા વર્ષ માં કેટલું બોનસ મળશે તે કોષ્ટક માં જોઈ શકોશો

તો આમ 20 વર્ષમાં એક લાખ વીમા પોલિસી ની મૂળ રકમ અને 45,513 બોનસ મળીને કુલ 1,45,513 રૂપિયા મળશે.
વચ્ચે પોલિસી ધારક નું મૃત્યુ થઈ જાય તો શું બેનિફિટ મળશે.
એલ.આઇ.સી તરફથી જણાવવામાં આવ્યું છે કે પોલીસી ધારક નું વચ્ચે મૃત્યુ થઈ જાય તો તેને વિમાની મૂળ રકમ (1 અથવા 2 લાખ) મળશે અને ગેરેન્ટેડ બોનસ મળશે.
- માની લો પોલીસી ધારકનું છઠ્ઠા વર્ષે મૃત્યુ થઈ જાય
- તો તેને 1 લાખ રૂપિયા મૂળ વીમા રકમ મળશે
- સાથે 6 વર્ષ નું બોનસ 4901 મળશે
- આમ કુલ રકમ 1,0,4901 રું મળશે
નોંઘ અહીં આપેલી માહિતી તો ફક્ત તમારા નોલેજ માટે જ છે અહીં કોઈ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી રોકાણ કરવા માટે તમે તમારા સલાહકારને પૂછી અથવા lic ના અધિકારીઓને પૂછી અને યોગ્ય લાગે એ પ્રમાણે રોકાણ કરી શકો છો આભાર