LIC ની એક એવી સ્કીમ જેમાં એક જ વાર રોકાણ કરવાથી આજીવન પેન્શન મળશે LIC જીવન શાંતિ યોજના પ્લાન 758

LIC જીવન શાંતિ પેન્શન યોજના એક એવી યોજના છે જેમાં તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું છે પછી આજીવન પેન્શન મળશે તો આજે આપણે LIC જીવન શાંતિ યોજના નો પ્લાન નંબર 758 વિશે વાત કરીશું
એમા પહેલેથી જ કહેવામાં આવે છે કે તમને આટલું ગેરંટેડ પેન્શન મળી શકશે માર્કેટના ભરોસે આ સ્કીમ નથી માર્કેટ ઉચી નીચી હોઈ શકે પરંતુ આમાં તમને ચિંતા નહીં રહે ગેરંટેડ રિટર્ન પેન્શન તમને મળશે
સરકારી કર્મચારી ને પેન્શન મળતું પરંતુ તે પણ હવે બંધ થઈ ગયું એટલે આ યોજના પેન્શન ધારકો માટે સૌથી સારી કહી શકાય
આટલા મુદ્દા વિશે જાણીશું
- સિંગલ પ્રીમિયમ.
- ઉમર મર્યાદા
- Pension Frequency તમારી મરજી મુજબ પેન્શન
- Deferment Advantage Delay
- ટેકસ લાભો અને સુગમતા
- લોન સુવિધા
- વધારાનાં ફાયદાઓ
આ સ્કીમ વિશે પણ જાણો LIC New scheme વીમા લક્ષ્મી યોજના
* સિંગલ પ્રીમિયમ (એક વખતનું રોકાણ) આ યોજના માટે તમારે ફક્ત એકજ વાર રોકાણ કરવાની જરૂર છે.ઓછામાં ઓછા રકમ ₹1.5 લાખ છે, અને વધુ માં વધુ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. હા,
સરકાર આના પર 1.8% GST લાગુ થશે, જે યોજનાને પારદર્શક બનાવે છે.”
વયમર્યાદા કેટલી આ યોજના 30 થી 79 વર્ષની વયના વ્યક્તિઓ માટે રોકાણ કરી શકો છો .તમે સિંગલ ખાતું અને સંયુક્ત ખાતું નો વિકલ્પ વચ્ચે પસંદગી કરી શકો છો.સંયુક્ત લાઇફ હેઠળ, તમે તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્યને ઉમેરી શકો છો. જેમાં દાદા-દાદી, માતાપિતા, બાળકો અથવા તો ભાઈ-બહેનો માટે પણ ઉપલબ્ધ છે.
Pension Frequency (તમારી મરજી મુજબ પેન્શન ઉપાડી શકો) પેન્શન મેળવવા માટે ચાર વિકલ્પો છે:(૧)માસિક(૨) ત્રિમાસિક(૩) છ માસિક અને (૪)વાર્ષિક તમે એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો જ્યારે તમારે પેન્શન લેવું હોઈ તે ઓપ્શન સિલેક્ટ કરી શકશો
એક વર્ષ પેન્શન લેવાનું ઓપ્શન સિલેક્ટ કરશો તો વ્યાજદર વધારે મળશે માસિક ચુકવણી લગભગ 4% ઓછું છે, અર્ધ-વાર્ષિક ચુકવણી 2% ઓછું છે, અને ત્રિમાસિક ચુકવણી 3% ઓછું છે.તમે તમારી જરૂરિયાતો અને સુવિધા અનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો.
Deferment Advantage Delay મોડું પેન્શન લેવાનો ફાયદો તમે જેટલા વર્ષ મોડું પૅન્શન લેશો એટલો તમને ફાયદો થશે રોકાણ કર્યાના 1થી 5 વર્ષ પછી ગમે ત્યારે પૅન્શન મેળવવાનું સરું કરી શકો છો. તમે જેટલું લાંબું તમારું પેન્શન મુલતવી રાખશો, તેટલું તમારું માસિક પેન્શન વધારે થશે.
Tax Benefits & Flexibility કલમ 80C હેઠળ તમારા રોકાણ પર તમને કર મુક્તિ મળશે.જોકે, તમારે તમારા આવક સ્લેબ અનુસાર તમારા પેન્શન પર કર ચૂકવવો પડશે.LIC TDS કાપતું નથી.
જો તમને ક્યારેય પૈસાની જરૂર હોય, તો તમે 3 મહિના પછી લોન સુવિધાનો લાભ લઈ શકો છો, જ્યાં તમે તમારા સરેન્ડર મૂલ્યના 80% સુધી લોન લઈ શકો છો.
એક ઉદાહરણ થી બેનિફિટ્સ વિશે સમજીએતમારી ઉંમર ૫૫ વર્ષ છે અને તમે ₹20 લાખનું રોકાણ કર્યું છે.
એક વર્ષના , તમને આશરે ₹11130 માસિક પેન્શન મળશે, જે આશરે 6.18 % ના વાર્ષિક વળતરની સમકક્ષ છે.
જો તમે 5 વર્ષના મુલતવી રાખવાનો વિકલ્પ પસંદ કરો છો, તો માસિક પેન્શન વધીને ₹1,3470 થશે, જેનો અર્થ લગભગ 8% વળતર થશે.
જો તમે તમારા જીવનસાથીને સંયુક્ત જીવન વિકલ્પમાં ઉમેરો છો, તો 1 વર્ષના પછી, માસિક પેન્શન ₹1,118 મળશે .પરંતુ પાંચ વર્ષ મુલતવી રાખો તો, આ રકમ ₹1,294 થશે. પ્રથમ ખાતા ધારકને આજીવન પેન્શન મળશે,તેના મૃત્યુ બાદ ઉમેરાયેલા સભ્યને મળશે, અને બંનેના મૃત્યુ પછી, રોકાણ ની રકમ નોમિની તેના (વારસદાર) ને મળશે .
LIC પોલિસી ધારકો માટે વધારાના લાભો જો તમે જૂના કસ્ટમર છો કોઈ પોલિસી ધારક છો તો પેન્શન દર પર દોઢસો ટકા બોનસ જો રોકાણ રકમ વધારો તો બોનસ માં તેનાથી પણ વધારો થશે જો તમે પ્લાન્ અધવચ્ચે છોડી દો તો ગેરંટીકૃત અને ખાસ સમર્પણ મૂલ્ય આપવામાં આવશે.
રોકાણકારો ઘણીવાર બેંક એફડી અથવા બજાર દરમાં રોકાણ કરતી વખતે ઊંચા વળતરની અપેક્ષા રાખે છે, પરંતુ સમય જતાં એફડી અને બજાર દર ઘટી શકે છે.
અહીં, તમારો દર સ્થિર છે. આજે તમે જે પેન્શન નક્કી કરો છો તે જીવનભર તમારું રહેશે. તેથી જ તેને “જીવન શાંતિ” કહેવામાં આવે છે.
માટે જો તમે જીવનભર રિસ્ક વગર પેન્શન મેળવવા માંગતા હોઈ આ ” જીવન શાંતિ યોજના પ્લાન નંબર 758 “ તમારા માટે બેસ્ટ રહેશે
નોંધ:- અહી આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટેજ છે આ કોઈ રોકાણ કરવાની સલાહ નથી આપવામાં આવતી માટે તમે જ્યાં પણ રોકાણ કરો તે સલાહકાર ને પૂછી ને રોકાણ કરવું ” આભાર“