FD ને ભૂલી જશો! SBI ના આ ફંડમાં મળ્યું જોરદાર વળતર, જાણો રોકાણની પૂરી વિગત SBI Equity Hybrid Fund full Detail

શેર કરો

આ પોસ્ટ વિશે

શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો? આજના સમયમાં સુરક્ષા અને ગ્રોથ બંને મેળવવા માટે SBI Equity Hybrid Fund Direct Growth એક બેસ્ટ વિકલ્પ છે. આ આર્ટિકલમાં આપણે જોઈશું કે આ ફંડ કેવી રીતે કામ કરે છે અને તમને કેટલું વળતર આપી શકે છે.”

આજે SBI મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં સૌથી વન નંબરનો મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરતો ફંડ બની ગયો છે મે 2026 મુજબ અત્યારે ₹12.76 લાખ કરોડ જેટલું મોટું ફંડ છે જેનો મતલબ છે લાખો લોકોએ આ ફંડ પર ભરોસો કર્યો છે અને રોકાણ પણ કર્યું છે.

માટે જો તમે પૈસાનું રોકાણ કરવા માગતા હોય અને સેફ જગ્યાએ રોકાણ અને વધારે રિટર્ન મેળવવા માગતા હોય તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ SBI Equity Hybrid Fund વિશે પૂરી માહિતી

આ ફંડમાં આજે તમે ફક્ત ₹50,000 અથવા તો એક લાખ રૂપિયાનું રોકાણ કરો તો ભવિષ્યમાં તમને એ અનેક ગણું રિટર્ન આપી શકે છે, તેનું એક કેલ્ક્યુલેશન કરીને પણ આપણે આગળ જોશું. SBI Equity Hybrid Fund

બાકી જો તમે બેંકમાં પૈસા જમા કરી અને આ એવું વિચારો છો કે અમારા પૈસા વધતા રહેશે તો એ તમારી કદાચ ભૂલ હશે કારણ કે આવી મોંઘવારીના જમાનામાં બેંકમાં વાર્ષિક 6/7 % રીટર્ન મળે છે તેના કરતા અનેક ગણી દર વર્ષે 8/9% મોંઘવારી વધતી રહેલી છે તેના સામે તમારા પૈસાનું સમય જતા મૂલ્ય ઓછું થતું જાય છે.

લોકો વિચારે છે તે સિક્યોર ક્યારે બનશે સક્ષમ ક્યારે બનશે પરંતુ સિકયોર તો તમે ત્યારેજ બની શક્શો જ્યારે પૈસા તમારા માટે કામ કરે તમે જયા સુધી તમે પૈસા પાછળ ભાગતા રહેશો ત્યાં સુધી તમે સિકયોર નહીં બની શકો.

આજ જે SBI LUMPSUM PLAN ની વાત કરવા જઈ રહ્યા છે તેમાં ફક્ત એકજ વાર રોકાણ કરવાનું હોઈ છે પછી રોકાણ નથી કરવાનું .

SBIના આ ફંડ વિશે પણ જાણો જેને 5 વર્ષમાં 19% રીટર્ન આપ્યું

ફંડ વિશે આટલી બાબતો જાણીશું SBI Equity Hybrid Fund

  • એક લાખ પર તમને કેટલું રિટર્ન મળી શકે ?
  • દર મહિને 2000 ની SIP કરાવો તો અંદાજિત કેટલું વળતર મળી શકે?
  • આમાં તમને કેટલા વર્ષમાં કેટલું રિટર્ન મળી શક્શે ?
  • શું આ ફંડ આપણા માટે યોગ્ય છે?
  • શું આપણે તેમાં રોકાણ કરવું જોઈએ?
  • શું આ ફંડ તમારા ભવિષ્યને સુરક્ષિત કરશે?
  • રોકાણ કેવીરીતે કરવું ?
  • વચ્ચે ઉપાડી શકાય કે નહિ ?
  • ટેકસ કેટલો લાગશે

ફંડનું નામ શું છે SBI EQUITY HYBRID FUND DIRECT GROWTH

  • આ એક બેલેન્સ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે
  • ઈક્વિટી તમને ગ્રોથ આપે છે
  • DEBT તમને સ્થિરતા આપે છે
  • આ ફંડ SBI એ 2013 માં લોન્ચ કર્યો હતો
  • આ ફંડનો NAV (નેટ એસેટ વેલ્યુ) ₹342 છે, જે ફંડના એક યુનિટની કિંમત છે.
  • એક્સપેન્સ રેશિયો 0.71% છે જે તમારા ફંડને મેનેજ કરવા માટે એક નાનો ચાર્જ હોય છે.
  • તેનો ફંડ સાઇઝ (AUM)Assets Under Management “(લેટેસ્ટ ડેટા મુજબ)” ₹76,291 કરોડ છે મતલબ લાખો લોકોએ રોકાણ કર્યું છે
  • રોકાણ કર્યા ના એક વર્ષની અંદર પૈસા (Exit Load) ઉપાડો તો 01% નો ચાર્જ” લાગે છે
  • આમાં ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો કોઈ લોકીંગ પિરિયડ નથી

ટેક્સ કેટલો લાગશે ? ટેક્સ તમને બે રીતે લાગશે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ

(૧) શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG)

  • જો તમે રોકાણ કર્યાના એક વર્ષની અંદર પૈસા ઉપાડી લેશો તો તેને શોર્ટ ટર્મ ગણવામાં આવશે અને તમારું જે પણ પ્રોફિટ થયો હશે તેમા 20% ટેક્સ લાગશે
  • ઉદાહરણ તરીકે એક વર્ષમાં ₹10,000 નો નફો કર્યો છે તો ₹2000 રૂપિયા ટેક્સ ભરવો પડશે

(૨) લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG)

  • રોકાણ કર્યા ને એક વર્ષ પછી ગમે ત્યારે પણ તમે વેચશો તો તેને લોંગ ટર્મ કેપિટલ ગણવામાં આવશે
  • ટેક્સ પર છૂટછાટ : એક નાણાકીય વર્ષમાં ₹1.25 લાખ સુધીનો નફો થશે એમાં કોઈ ટેક્સ નહીં લાગે
  • પરંતુ ₹1.25 લાખ કરતા વધારે જેટલો નફો થશે તેમાં LTCG 12.5 ટકા ટેક્સ લાગશે.
  • ઉદાહરણ તરીકે ₹5 લાખનું રોકાણ કર્યું હોય તમે બે વર્ષ પછી વેચતા
  • ₹2.5 લાખ નો નફો થયો હોય તો તેમાંથી ₹1.25 લાખ ટેકસ ફ્રી રહેશે
  • બાકી વધેલા ₹1.25 લાખ નફા પર 12.5% લેખે ₹15,625 ટેકસ આપવાનો રહેશે

રોકાણ કેવિરિતે કરવું ? આ ફંડ માં (SBI Equity Hybrid Fund) રોકાણ બે રીતે કરી શક્શો

  • (૧) SIP જેમાં હર મહિને ઓછામા ઓછા ₹500 થી શરૂવાત કરી શકો છો
  • (૨) Lumpsum જેમાં તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું હોય છે મીનીમમ ₹1000 વધારામાં વધારે કોઈ લિમિટ નથી
  • Zerodha, અથવા “Groww”, માં ખાતું ખોલાવી તમે રોકાણ કરી શકો છો.

SBI EQUITY HYBRID FUND 112 ટોપ કંપનીઓમાં રોકાણ કરે છે

  • (૧)HDFC બેંક લિમિટેડ
  • (૨) ભારતી એરટેલ લિમિટેડ
  • (૩) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
  • (૪) કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ
  • (૫) ICICI બેંક લિમિટેડ
  • (૬) સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ
  • (૭) મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ
  • (૮) અદાણી પાવર લિમિટેડ
  • (૯) હિંડાલકો ઇન્ડસ્ટ્રીઝ
  • (૧૦) MRF
  • આવી ઘણીબધી કંપનીમાં રોકાણ કરે છે

તમે આ ફંડમાં આજે (SBI Equity Hybrid Fund) ₹10,000 રોકાણ કરો તો દરેક કંપનીઓમાં 10 10 રૂપિયા ડિવાઇડ થઈ જાય માટે જોખમ બહુ નહિવત રહેશે

MIS સ્કીમ: એકવાર કરો રોકાણ અને 5 વર્ષ સુધી મેળવો દર મહિને ફિક્સ આવક Clic Here

છેલ્લા પાંચ વર્ષમાં લોકોને કેટલું રિટર્ન આપ્યું ?

વર્ષ રીટર્ન
છેલ્લા છ મહિનામાં4% રીટર્ન
છેલ્લા એક વર્ષમાં 7% રીટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં 16% રીટર્ન
છેલ્લા પાંચ વર્ષમાં14% રીટર્ન
એવરેજ વાર્ષીક 15% રીટર્ન

જો તમે પાંચ વર્ષ પહેલાં ₹1 લાખનો એક લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તે ₹2,0,1136 થઈ ગયા હોત. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળે તમને સારું વળતર મળી શકે છે. પરંતુ એ વાત પણ યાદ રાખો મ્યુચ્યુઅલ ફંડ માં રિટર્ન કોઈ ફિકસ નથી હોતું ઓછાવત્તા થાય છે

વારંવાર પૂછાતા પ્રશ્ન તેના જવાબો

  • પ્રશ્ન 1 શું આમાં પૈસા ડૂબવાની શક્યતાઓ છે
  • જવાબ: આ ફંડ માં 70 થી 65 ટકા ઈક્વિટીમાં પૈસા રોકાય છે માટે ક્યારેક મોટો શેર બજારમાં મોટો કડાકો આવ્યો હોય જેમ કે 2008 અને કોરોના કાલ તો આ ફંડમાં પણ NAV ઘટી શકે છે.
  • પ્રશ્ન 2 હાઇબ્રીડ સ્ટ્રક્ચર શું સૌથી સુરક્ષિત છે ?
  • જવાબ: આ ફંડ જે 100% સ્ટોક માં રોકાણ કરે છે પરંતુ આમા કુલ ફંડનું 20 થી 35 ટકા સરકારી સિક્યુરિટી તરીકે ડેટ હોય છે એટલે જ્યારે બજાર બહુ નીચે પડે છે ક્યારેક ડેટ સપોર્ટ તરીકે કામ કરે છે તેના કરતાં સુરક્ષિત ગણાય છે
  • પ્રશ્ન 3 સમયગાળો સૌથી મહત્વનો છે
  • જો તમે એક બે વર્ષ માટે રોકાણ કરવા માગતા હોય તો જોખમનું સ્તર વધી શકે છે કારણકે મ્યુચ્યુઅલ ફંડ એ લાંબાગાળા માં રોકાણ કરવા માટે જ છે માટે ઓછામાં ઓછા પાંચ વર્ષની તૈયારી હોય તો તો આમા વિચારી શકો
  • એટલે આવા ફંડમાં પૈસા ડૂબવાની શક્યતા બહુ નહીવત હોય છે

એક ઉદાહરણ થી સમજીએ:- માની લો આજે તમે આ ફંડ માં એક લાખ રૂપિયા રોકાણ કરો અને વાર્ષીક 15% રીટર્ન મળે તો ભવિષ્ય મા અંદાજિત કેટલું વળતર મળી શકે ?

વર્ષ અંદાજીત રિટર્ન કુલ રાશિ
5 વર્ષ જમાં₹1,01,136₹2,01,136
10 વર્ષ જમાં₹3,04,556₹4,04,556
15 વર્ષ જમાં₹7,13,706₹8,13,706
20 વર્ષ જમાં₹15,36,654₹16,36,654
25 વર્ષ જમાં₹31,91,895₹32,91,895
30 વર્ષ જમાં₹65,21,177₹66,21,177

“જો તમે આ ફંડમાં દર મહિને ₹2000 ની SIP કરો અને આગામી 30 વર્ષ સુધી તેમાં 15% અંદાજિત વળતર મળે, તો મેચ્યોરિટી પર તમને અંદાજે કેટલી રકમ મળી શકે?”

રોકાણ રકમ ₹7,20,000
અંદાજિત વળતર₹1,05,43,541
કુલ રકમ ₹1,12,63,541

“મ્યુચ્યુઅલ ફંડમાં વળતર બજારના જોખમોને આધીન હોય છે, તેથી તેમાં કોઈ ફિક્સ રિટર્નની ખાતરી આપી શકાય નહીં.” અહી આપેલ ભૂતકાળ વળતર ને લઈ ગણતરી કરવામાં આવી છે

HDFC ના આ ફંડ વિશે પણ જાણો જેને માત્ર ત્રણ વર્ષમાં 22% રીટર્ન આપ્યું

વીડિયો મા માહિતી


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment