LIC New Jeevan Dhara-II Plan 892: નિવૃત્તિ પછી પેન્શન મેળવવાની સંપૂર્ણ માહિતી

શેર કરો

આજે આપડે જાણવા ના છે LIC ની નવી યોજના LIC Jeevan Dhara 2 પ્લાન નંબર 892 વિશે જે LICની પ્રેસ રિલીઝ 13 ઓક્ટોબર 2026ના રોજ બહાર પડી હતી અને યોજના 19 ઓક્ટોબર 2026થી વેચાણ માટે ઉપલબ્ધ થઈ હતી.

આ એન્યુઈટી પ્લાન છે જો તમે ઈચ્છો છો કે મારે આવનારા સમયમાં પેન્શન અથવા (માસિક, ત્રિમાસિક કે વાર્ષિક) આવક (પૈસા) મળે અને સાથે સાથે વીમો પણ હોવો જોઈએ તો આ પ્લાન તમારા માટે સહી સાબિત થઈ શકે.

એમાં તમને કુલ 11 ઓપ્શન મળશે જેમાં તમારી જરૂરિયાત મુજબ કોઈપણ એક પસંદ કરી શકો છો તમામ આપણે આગળ જોઈશું

LIC New Jeevan Dhara-II શું છે?

ખાસ વાત એ છે કે આ યોજનામાં પોલિસી શરૂ કરતી વખતે પસંદ કરેલા વિકલ્પ મુજબ વાર્ષિકીનો દર નક્કી થાય છે.
આ નોન-પાર્ટિસિપેટિંગ યોજના હોવાથી તેમાં બોનસ અથવા નફામાં ભાગીદારી મળતી નથી.

Deferred Annuity Plan એટલે શું?

આ યોજનામાં તમે આજે પ્રીમિયમ ભરો છો, પરંતુ પેન્શન તરત શરૂ થતું નથી. તમે પસંદ કરેલી મુદત પૂરી થયા પછી પેન્શન શરૂ થાય છે

.ઉદાહરણ: તમે આજે આ યોજનામાં રોકાણ કરો અને પેન્શન શરૂ થવા માટે 10 વર્ષ પસંદ કરો, તો નિયમો મુજબ 10 વર્ષ પછી પેન્શન શરૂ થઈ શકે છે. તેથી તમે 1 થી લઇ 15 ની વચ્ચે નક્કી કરેલી ભવિષ્યની તારીખથી શરૂ થાય છે આજીવન પેન્શન મળતું રહે છે

  • સત્તાવાર માહિતી મુજબ
  • યોજનાનું નામ: LIC’s New Jeevan Dhara-II
  • પ્લાન નંબર: 892
  • UIN: 512N398V01
  • યોજનાનો પ્રકાર: નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત બચત અને સ્થગિત વાર્ષિકી યોજના.
  • પેન્શન: પસંદ કરેલા વિકલ્પ અને નિયમો મુજબ, સ્થગિત સમયગાળો પૂરો થયા પછી જીવનભર વાર્ષિકી મળી શકે છે.
  • ગેરંટી: વાર્ષિકીનો દર પોલિસી શરૂ કરતી વખતે નક્કી થાય છે, પસંદ કરેલી શરતોને આધીન

યોજનાનો પ્રકાર શું છે ?

આ યોજના એક એક નોન-પાર્ટિસિપેટિંગનો પ્લાન છે મતલબ કે શેર બજારમાં થતા ઉતાર ચડાવ આ યોજનાને કોઈ ફરક પડતો નથી સામાન્ય રીતે નફામાં ભાગીદારી અથવા બોનસ મળતું નથી. તમને લાભો પસંદ કરેલા વિકલ્પ અને પોલિસીની શરતો મુજબ નક્કી થાય છે.

યોજનામાં કોણ જોડાઈ શકે છે ?

આ યોજનામાં જોડાવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ પરંતુ મહત્તમ ઉંમર તમ પસંદ કરેલા પ્લાન પર નિર્ભર રહે છે.

  • જોઈન્ટ ખાતું ખોલાવવા માગતા હોય તો તેની ઉંમર પણ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ
  • મહત્તમ પ્રવેશ ઉંમર પસંદ કરેલા વિકલ્પ અને પેન્શન શરૂ થવા પહેલાંના સમયગાળા (DP) પર આધારિત છે.
  • વિકલ્પ 1, 3, 4 અને 8: મહત્તમ ઉંમર 65 વર્ષમાંથી DP બાદ કર્યા પછીની રકમ.
  • વિકલ્પ 2, 5, 6, 7, 9, 10 અને 11: મહત્તમ ઉંમર 70 વર્ષમાંથી DP બાદ કર્યા પછીની રકમ.
  • પોલિસી ખરીદતા પહેલાં નીચેની બાબતો તપાસવી જોઈએ:
  • પ્રવેશ માટેની લઘુત્તમ અને મહત્તમ ઉંમર.
  • પસંદ કરેલા વિકલ્પ માટેની પાત્રતા.
  • લઘુત્તમ પ્રીમિયમ અથવા ખરીદી કિંમત.
  • પેન્શન શરૂ કરવા માટેનો સ્થગિત સમયગાળો.
  • ઉપલબ્ધ વાર્ષિકી વિકલ્પો અને તેમની શરતો.
  • ચોક્કસ માહિતી માટે LICના અધિકૃત એજન્ટ અથવા શાખાનો સંપર્ક કરી શકાય છે.

આ પ્લાન માં પ્રીમિયમ ભરવા માટે બે વિકલ્પ (૧) રેગ્યુલર પ્રીમિયમ (૨) સિંગલ પ્રીમિયમ

આ ચાર પ્રકારમાં 11 વિકલ્પો વહેંચાયેલા છે:

  • નિયમિત પ્રીમિયમ + એક વ્યક્તિ: વિકલ્પ 1થી 7
  • નિયમિત પ્રીમિયમ + બે વ્યક્તિ: વિકલ્પ 8 અને 9
  • એક મુશ્ત પ્રીમિયમ + એક વ્યક્તિ: વિકલ્પ 10
  • એકમુશ્ત પ્રીમિયમ + બે વ્યક્તિ: વિકલ્પ 11
  • LIC જીવનધારા-II માં પેન્શન મેળવવા માટે 11 વિકલ્પો છે.
  • (૧) Regular Premium: હપ્તે-હપ્તે પ્રીમિયમ ભરો.
  • (૨) Single Premium: એક જ વખત આખું પ્રીમિયમ ભરો.
  • (૩) Single Life: એક વ્યક્તિ માટે પેન્શન.
  • (૪) Joint Life: બે વ્યક્તિઓ માટે પેન્શન, જેમ કે પતિ-પત્ની.
પ્રીમિયમ ભરવાનો પ્રકાર પેન્શનનો પ્રકાર વિકલ્પ વિકલ્પની માહિતી
નિયમિત પ્રીમિયમ એક વ્યક્તિ માટે પેન્શન 1 એક વ્યક્તિને જીવનભર પેન્શન
2 જીવનભર પેન્શન સાથે પ્રીમિયમ પરત
3 75 વર્ષની ઉંમરે 50% પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ
4 75 વર્ષની ઉંમરે 100% પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ
5 80 વર્ષની ઉંમરે 50% પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ
6 80 વર્ષની ઉંમરે 100% પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ
7 76થી 95 વર્ષની ઉંમર સંબંધિત 5% રિટર્નની જોગવાઈ
બે વ્યક્તિઓ માટે પેન્શન 8 બે વ્યક્તિઓ માટે જીવનભર પેન્શન
9 બે વ્યક્તિઓ માટે પેન્શન સાથે પ્રીમિયમ પરત
એકમુશ્ત પ્રીમિયમ એક વ્યક્તિ માટે પેન્શન 10 એકમુશ્ત રકમ ભરીને પેન્શન અને નિયમો મુજબ ખરીદીની રકમ પરત
એકમુશ્ત પ્રીમિયમ બે વ્યક્તિઓ માટે પેન્શન 11 બે વ્યક્તિઓ માટે પેન્શન અને નિયમો મુજબ ખરીદીની રકમ પરત
વિગતો વિકલ્પ સમયગાળો
પેન્શન શરૂ થવા પહેલાંનો સમયગાળો વિકલ્પ 1 થી 9
(નિયમિત પ્રીમિયમ)
2 થી 15 વર્ષ
વિકલ્પ 10 અને 11
(એકમુશ્ત પ્રીમિયમ)
1 થી 15 વર્ષ

આ પ્લાનમાં વિકલ્પ 1થી 9 માટે નિયમિત પ્રીમિયમ ભરીને 2થી 15 વર્ષ પછી પેન્શન શરૂ કરી શકાય છે

ઉદાહરણ: જો તમે નિયમિત પ્રીમિયમ હેઠળ 10 વર્ષનો સમયગાળો પસંદ કરો છો, તો પેન્શન સામાન્ય રીતે 10 વર્ષ પછી શરૂ થશે. એકમુશ્ત પ્રીમિયમ હેઠળ પણ પસંદ કરેલા સમયગાળા મુજબ પેન્શન શરૂ થઈ શકે છે.

વિકલ્પ 10 અને 11માં એકમુશ્ત પ્રીમિયમ ભરીને 1થી 15 વર્ષ પછી પેન્શન શરૂ કરી શકાય છે.

પ્રીમિયમ ભરવાનો સમયગાળો: નિયમિત પ્રીમિયમમાં પેન્શન શરૂ થવા પહેલાંના સમયગાળા જેટલા વર્ષ પ્રીમિયમ ભરવાનું હોય છે, પ્રીમિયમ ભરવાની રીત: વાર્ષિક, છ મહિને, ત્રણ મહિને અથવા માસિક હપ્તામાં ભરી શકાય છે

અને એકમુશ્ત પ્રીમિયમ એકજ વાર માં ભરવાનું હોઈ છે .

પેન્શન મેળવવાની રીત: પેન્શન દર વર્ષે, છ મહિને, ત્રણ મહિને અથવા દર મહિને મેળવી શકાય છે.

LIC Bima Platinum Plan 770: ભવિષ્યની સુરક્ષા અને વળતર આપતી નવી યોજનાની સંપૂર્ણ માહિતી

નિયમિત પ્રીમિયમ માટે ન્યૂનતમ વાર્ષિક પ્રીમિયમ

નિયમિત પ્રીમિયમ માટે ન્યૂનતમ વાર્ષિક પ્રીમિયમ (₹)
પેન્શન વિકલ્પ DP (10 થી 15 વર્ષ) DP (7 થી 9 વર્ષ) DP (5 થી 6 વર્ષ) DP (2 થી 4 વર્ષ)
55 વર્ષ કે વધુ 55 વર્ષથી ઓછી 55 વર્ષ કે વધુ 55 વર્ષથી ઓછી 55 વર્ષ કે વધુ 55 વર્ષથી ઓછી 55 વર્ષ કે વધુ 55 વર્ષથી ઓછી
વિકલ્પ 1₹11,000₹16,000₹18,000₹25,000₹29,000₹38,000₹85,000₹1,07,000
વિકલ્પ 2₹15,000₹17,000₹25,000₹27,000₹39,000₹41,000₹1,22,000₹1,15,000
વિકલ્પ 3₹17,000₹17,000₹29,000₹28,000₹46,000₹43,000₹1,44,000₹1,26,000
વિકલ્પ 4₹20,000₹19,000₹35,000₹32,000₹57,000₹49,000₹1,92,000₹1,40,000
વિકલ્પ 5₹16,000₹17,000₹27,000₹27,000₹44,000₹41,000₹1,40,000₹1,20,000
વિકલ્પ 6₹17,000₹17,000₹31,000₹28,000₹52,000₹43,000₹1,76,000₹1,26,000
વિકલ્પ 7₹16,000₹17,000₹28,000₹27,000₹45,000₹42,000₹1,44,000₹1,21,000
વિકલ્પ 8₹16,000₹17,000₹26,000₹27,000₹39,000₹40,000₹1,11,000₹1,12,000
વિકલ્પ 9₹17,000₹17,000₹27,000₹27,000₹41,000₹41,000₹1,16,000₹1,15,000
એકમુશ્ત પ્રીમિયમ માટે ન્યૂનતમ ખરીદી કિંમત (₹)
વિકલ્પ 10 અને 11 માટે પ્રવેશ સમયે ઉંમર તથા પેન્શન શરૂ થવા પહેલાંના સમયગાળા પ્રમાણે ન્યૂનતમ ખરીદી કિંમત
પેન્શન વિકલ્પ DP (10 થી 15 વર્ષ) DP (5 થી 9 વર્ષ) DP (1 થી 4 વર્ષ)
55 વર્ષ કે વધુ 55 વર્ષથી ઓછી 55 વર્ષ કે વધુ 55 વર્ષથી ઓછી 55 વર્ષ કે વધુ 55 વર્ષથી ઓછી
વિકલ્પ 10 ₹1,01,000 ₹1,27,000 ₹1,56,000 ₹1,70,000 ₹2,12,000 ₹2,16,000
વિકલ્પ 11 ₹1,27,000 ₹1,29,000 ₹1,71,000 ₹1,72,000 ₹2,16,000 ₹2,17,000
ન્યૂનતમ પેન્શન
પેન્શનનો પ્રકાર માસિક ત્રિમાસિક છ માસિક વાર્ષિક
ન્યૂનતમ પેન્શન ₹1,000
દર મહિને
₹3,000
દર ત્રણ મહિને
₹6,000
દર છ મહિને
₹12,000
દર વર્ષે
મહત્તમ પેન્શન: મહત્તમ પેન્શનની રકમ મહત્તમ પ્રીમિયમની મર્યાદા પર આધારિત છે.

જ્યારે તમારું પેન્શન મળવાનું સરું થાય ત્યારે મીનીમમ ₹1000 મહિને હોવું જોઈએ

એક ઉદાહરણ થી પ્લાન બેનિફિટ સમજીએ

  • પ્રવેશ સમયે ઉંમર: 40 વર્ષ.
  • માસિક પ્રીમિયમ: ₹5,000.
  • પે ન્શન શરૂ થવા પહેલાંનો સમયગાળો: 15 વર્ષ.
  • 15 વર્ષમાં કુલ ભરેલું પ્રીમિયમ: ₹9,00,000 (₹5,000 × 12 × 15).
  • પેન્શન મેળવવાની રીત: દર મહિને.
  • Joint Life માટે ઉંમર: 38 વર્ષ
    છે
  • આ ઉદાહરણ માં સિંગલ વ્યક્તિ ને આજીવન દર મહિને ₹8661 મળશે 15 વર્ષ પછી

સિંગલ વ્યક્તિ ના કિસ્સા માં ડેથ બેનિફિટ કેટલું મળશે ?

પેન્શન શરૂ થાય તે પહેલાં અવસાન થાય તો: સામાન્ય રીતે અત્યાર સુધી ભરેલા કુલ પ્રીમિયમના 105% મુજબ ડેથ બેનિફિટ મળે છે. જોકે, લાગુ નિયમો મુજબ આ રકમ સરેન્ડર વેલ્યૂ કરતાં ઓછી ન હોઈ શકે.

ધારો કે, પોલિસીધારકનું અવસાન પોલિસીના 5મા વર્ષમાં થાય છે (અને 5 વર્ષના પ્રીમિયમ ભરાઈ ગયા છે)

  • 1. કુલ ભરેલું પ્રીમિયમ (Total Premiums Paid): · વાર્ષિક પ્રીમિયમ: ₹60,000 ·
  • 2. ભરેલા વર્ષ: 5 વર્ષ · કુલ પ્રીમિયમ = ₹60,000 × 5 = ₹3,00,000
  • 3. વળતરની ગણતરી (Death Benefit Calculation): ·
  • નિયમ મુજબ વળતર = કુલ પ્રીમિયમના 105% · ₹3,00,000 ના 105% = (3,00,000 × 105) / 100 = ₹3,15,000
  • આ ગણતરી પેન્શન શરૂ થાય તે પહેલાંના મૃત્યુના કિસ્સામાં છે. લાગુ પોલિસીની શરતો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.

કેમ આટલું ઓછું તો આ એક પેન્શન પ્લાન છે આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય તમને રિટાયરમેન્ટ પછી આજીવન પેન્શન (₹8,661 દર મહિને) આપવાનો છે.

એન્યુટી વિકલ્પ 2 (Annuity Option 2) ડેફરમેન્ટ પીરિયડ પછી મળતી રકમ ₹7,416 પ્રતિ મહિને છે.

ઓપ્શન 2 ડેથ બેનિફિટ પેન્શન શરૂ થયા પછી પોલિસીધારકનું અવસાન થાય તો, નિયમો મુજબ અત્યાર સુધી ભરેલા કુલ પ્રીમિયમના 100% જેટલો ડેથ બેનિફિટ મળી શકે છે

LIC જીવનધારા-II (પ્લાન નંબર 892)માં ગ્રાહકોની જરૂરિયાત મુજબ કુલ 11 પેન્શન વિકલ્પો આપવામાં આવ્યા છે.-

  • વિકલ્પ 1: એક વ્યક્તિને જીવનભર પેન્શન મળે છે.
  • વિકલ્પ 2: જીવનભર પેન્શન સાથે પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ.-
  • વિકલ્પ 3 અને 4: 75 વર્ષની ઉંમર પછી અનુક્રમે 50% અને 100% પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ.-
  • વિકલ્પ 5 અને 6: 80 વર્ષની ઉંમર પછી અનુક્રમે 50% અને 100% પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ.-
  • વિકલ્પ 7: 76થી 95 વર્ષની ઉંમર સંબંધિત 5% પ્રીમિયમ રિટર્નની જોગવાઈ.-
  • વિકલ્પ 8: બે વ્યક્તિઓ માટે જીવનભર પેન્શન.-
  • વિકલ્પ 9: બે વ્યક્તિઓ માટે પેન્શન સાથે પ્રીમિયમ પરત કરવાની જોગવાઈ.-
  • વિકલ્પ 10: એકમુશ્ત રકમ ભરીને એક વ્યક્તિ માટે પેન્શન અને નિયમો મુજબ ખરીદીની રકમ પરત.-
  • વિકલ્પ 11: એકમુશ્ત રકમ ભરીને બે વ્યક્તિઓ માટે પેન્શન અને નિયમો મુજબ ખરીદીની રકમ પરત.
  • ખાસ નોંધ: પ્રીમિયમ પરત મળવાની શરતો અને દરેક વિકલ્પના લાભ માટે LICના સત્તાવાર બ્રોશરની વિગતો તપાસવી જરૂરી છે.

Benefits Details (Options 1 – 11)
Annuity Option Monthly Annuity Survival Benefit After Deferment Period Death Benefit
During Deferment Period After Deferment Period
1 ₹8,661 Annuity for Life 105% of Total Premiums Paid Nothing is Payable
2 ₹7,416 Annuity for Life 105% of Total Premiums Paid 100% of Total Premiums Paid
3 ₹7,087 Annuity for Life Plus ₹4,50,000 at Age 75 105% of Total Premiums Paid 100% of Total Premiums Paid in case of death up to Age 75, thereafter 50% of Premiums Paid
4 ₹6,756 Annuity for Life Plus ₹9,00,000 at Age 75 105% of Total Premiums Paid 100% of Total Premiums Paid in case of death up to Age 75, thereafter Nothing is Payable
5 ₹7,247 Annuity for Life Plus ₹4,50,000 at Age 80 105% of Total Premiums Paid 100% of Total Premiums Paid in case of death up to Age 80, thereafter 50% of Premiums Paid
6 ₹7,077 Annuity for Life Plus ₹9,00,000 at Age 80 105% of Total Premiums Paid 100% of Total Premiums Paid in case of death up to Age 80, thereafter Nothing is Payable
7 ₹7,223 Annuity for Life Plus ₹45,000 every year from Age 76 to 95 105% of Total Premiums Paid 100% of Total Premiums Paid in case of death up to Age 76. From Age 76 to 95: 100% of Total Premiums Paid less Sum of Premiums Returned till death; thereafter nothing is payable
8 ₹7,764 Annuity for Life Upto Last Survivor On First Death: Nothing is Payable. On Death of Survivor: 105% of Total Premiums Paid On First Death: 100% Annuity to Survivor will continue. On Death of Survivor: Nothing is payable
9 ₹7,047 Annuity for Life Upto Last Survivor On First Death: Nothing is Payable. On Death of Survivor: 105% of Total Premiums Paid On First Death: 100% Annuity to Survivor will continue. On Death of Survivor: 100% of Total Premiums Paid
10 ₹12,154 Annuity for Life 105% of Single Premium Paid 100% of Single Premium Paid
11 ₹11,246 Annuity for Life Upto Last Survivor On First Death: Nothing is Payable. On Death of Survivor: 105% of Single Premium Paid On First Death: 100% Annuity to Survivor will continue. On Death of Survivor: 100% of Single Premium Paid

પોલિસી સરેન્ડર કરાવી શકાય કે નહીં ?

તો બિલકુલ તમે પોલીસી સેન્ટર કરાવી શકો છો જો તમે સિંગલ પ્રીમિયમ લીધું હોય તો તમે ગમે ત્યારે સરેન્ડર કરાવી શકો છો

રેગ્યુલર પ્રીમિયમ પોલિસી પ્રીમિયમ ભરવાની મુદત પાંચ વર્ષથી ઓછી હોય તો ઓછામાં ઓછા એક સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ભર્યા પછી સરેન્ડર કરી શકાય છે. મુદત પાંચ વર્ષ કે તેથી વધુ હોય તો પ્રથમ પોલિસી વર્ષ પૂર્ણ થયા પછી અને ઓછામાં ઓછા એક સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ભરેલું હોય ત્યારે સરેન્ડર કરી શકાય છે.

લોન સુવિધા મળે કે નહિ ?

Policy Loan) અંગેના નિયમો આપવામાં આવ્યા છે, જેને નીચે મુજબ સમજી શકાય છે:

  • રેગ્યુલર પ્રીમિયમ (Regular Premium):
  • વિકલ્પ 2, 3, 4, 5, 6, 7 અને 9 હેઠળ આવતી પોલિસીઓમાં 1 વર્ષનું પ્રીમિયમ ભર્યા પછી લોન મળી શકે છે.
  • સિંગલ પ્રીમિયમ (Single Premium):
  • વિકલ્પ 10 અને 11 હેઠળ આવતી પોલિસીઓમાં 3 મહિના પછી લોન મળી શકે છે.
LIC Official Website

શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment