પોસ્ટ ઓફિસ FD vs SBI FD 2026: ક્યાં મળે છે વધુ વ્યાજ? સમય પહેલાં FD તોડવાના નિયમો જાણો

શેર કરો

જો તમારી ઈચ્છા બચતને સુરક્ષિત રાખવાની અને તેના પર નિશ્ચિત વ્યાજ મેળવવાની હોય, તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (FD) અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ની ફિક્સ્ડ ડિપોઝિટ — બંને પ્રચલિત વિકલ્પો ગણાય છે.

પરંતુ ઘણા બધા લોકોને પ્રશ્ન એવો થતો હોય છે પોસ્ટ ઓફિસમાં વ્યાજસ્તર વધુ મળે છે અને sbi માં વ્યાજ દર ઓછું મળે છે પરંતુ ફક્ત વ્યાજ દર જોઈને કોઈપણ બેંકમાં રોકાણ કરવું ન જોઈએ એના સિવાયના અલગ બીજા પણ વિકલ્પો છે જેનો તપાસ કરવો જોઈએ.

આ લેખમાં આપણે પોસ્ટ ઓફિસ FD અને SBI FDના વ્યાજદર, સમયગાળો, સમય પહેલાં પૈસા ઉપાડવાના નિયમો, ટેક્સ અને બંને વચ્ચેના મુખ્ય તફાવતો વિશે સરળ ભાષામાં જાણીશું.

મહત્ત્વપૂર્ણ નોંધ: વ્યાજદર સમયાંતરે બદલાઈ શકે છે. FD ખોલતાં પહેલાં સંબંધિત સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર વર્તમાન વ્યાજદર અને નિયમો તપાસવા જરૂરી છે.

પોસ્ટ ઓફિસ FD શું છે ?

પોસ્ટ ઓફિસની FD સ્કીમને નેશનલ સર્વિસ સર્ટિફિકેટ તરીકે પણ ઓળખે છે જેને ટૂંકમાં (NSC) કહેવામાં આવે છે અને આ ભારતની નાની બચત યોજનાઓ માની એક યોજના છે

આ યોજનામાં લોકો એક નિશ્ચિત સમય માટે નાણાં નું રોકાણ કરી શકે છે જેમ કે ટાઈમ ડિપોઝિટ માટે (TD) સામાન્ય રીતે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકાય છે.

આ યોજનાની મુખ્ય વિશેષતાઓ:

  • આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે
  • નિશ્ચિત સમય ગાળા માટે રોકાણ કરવાની સુવિધા
  • પહેલાથી જ નક્કી કરેલા વ્યાજગરો મળે છે.
  • 1, 2, 3 અને 5 વર્ષના વિકલ્પો.
  • પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર લાગુ આવકવેરાના નિયમો અનુસાર કરકપાતનો લાભ મળી શકે છે.

સત્તાવાર માહિતી: National Savings Institute

પોસ્ટ ઓફિસ FDના વ્યાજદર 2026

આ વ્યાજદર 1 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર 2026ના ત્રિમાસિક ગાળા માટે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટના વ્યાજદર લાગુ રહશે

FDનો સમયગાળો વાર્ષિક વ્યાજદર
૧ વર્ષ ૬.૯%
૨ વર્ષ ૭.૦%
૩ વર્ષ ૭.૧%
૫ વર્ષ ૭.૫%

SBI FD શું છે?

SBI એટલે State Bank of India, જે ભારતની જાણીતી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે.

એસબીઆઈ (SBI) માં ખાતાદાર ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ચોક્કસ મુદત માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવી શકે છે. આ સ્કીમમાં વ્યાજના દર મુખ્યત્વે રોકાણના સમયગાળા અને કુલ જમા રકમના આધારે નક્કી કરવામાં આવે છે.

SBI FDની કેટલીક વિશેષતાઓ:

  • 7 દિવસ થી 10 વર્ષ માટે નાણાં રોકાણ માટેની સુવિધા
  • સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ વ્યાજદર હોઈ શકે
  • વ્યાજની ચુકવણી અને પુન રોકાણ માટેના વિકલ્પો ઉપલબ્ધ
  • રોકાણ પર મળતા વ્યાજ ઉપર આવકવેરા ટેક્સ નિયમો લાગુ પડે છે

SBIની સત્તાવાર વેબસાઇટ: SBI Fixed Deposit Interest Rates

SBI FDના વ્યાજદર 2026

SBI ની સત્તાવાર વેબસાઈટ પર સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે

FDનો સમયગાળો સામાન્ય ગ્રાહકો વરિષ્ઠ નાગરિકો
1 વર્ષથી 2 વર્ષથી ઓછો 6.25% 6.75%
2 વર્ષથી 3 વર્ષથી ઓછો 6.40% 6.90%
3 વર્ષથી 5 વર્ષથી ઓછો 6.30% 6.80%
5 વર્ષથી 10 વર્ષ 6.05% 7.05%

નોંધ: વ્યજદરો સમયાંતરે બદલાતા રહે છે માટે સત્તાવાર વેબસાઈટ માં જોતું રહેવું

પોસ્ટ ઓફિસ FD અને SBI FD વચ્ચેનો તફાવત

મુદ્દો પોસ્ટ ઓફિસ FD SBI FD
સંચાલન ભારત સરકારની નાની બચત યોજના સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા
સામાન્ય સમયગાળો 1, 2, 3 અને 5 વર્ષ વિવિધ સમયગાળાના વિકલ્પો
વ્યાજદર સરકાર દ્વારા ત્રિમાસિક ધોરણે જાહેર થાય છે SBIની નીતિ પ્રમાણે બદલાઈ શકે છે
વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું વ્યાજ સામાન્ય ટાઈમ ડિપોઝિટમાં અલગ વરિષ્ઠ નાગરિક દર નથી પાત્રતા અને FDના પ્રકાર પ્રમાણે વધારાનો દર મળી શકે છે
સમય પહેલાં બંધ કરવી નિર્ધારિત નિયમો અને શરતો લાગુ પડે છે નિર્ધારિત નિયમો અને પેનલ્ટી લાગુ પડી શકે છે
પાંચ વર્ષની FD ઉપલબ્ધ ઉપલબ્ધ FDના પ્રકાર અને શરતો તપાસવી
કરકપાત પાંચ વર્ષની પાત્ર ટાઈમ ડિપોઝિટ પર લાગુ નિયમો મુજબ લાભ મળી શકે પાત્ર પાંચ વર્ષની ટેક્સ-સેવિંગ FD પર લાગુ નિયમો મુજબ લાભ મળી શકે

₹1 લાખની FD પર કેટલું વ્યાજ મળી શકે?

હવે આપણે સમજીએ કે એક લાખની FD તમે કરાવો પોસ્ટ ઓફિસમાં તો તમને કેટલું ટોટલ વ્યાજ મળી શકશે

  • રોકાણ ₹1 લાખ
  • મુદત 5 વર્ષ
  • વાર્ષિક જાહેર વ્યાજદર: 7.5%
  • કુલ મળતું વ્યાજ ₹38567
  • કુલ મળતી રકમ ₹1,38,567

SBI માં ₹1 લાખનું રોકાણ પર કેટલું વળતર ?

  • રોકાણ ₹1 લાખ
  • મુદત 5 વર્ષ
  • વાર્ષિક જાહેર વ્યાજદર: 6.30% વાર્ષિક
  • કુલ મળતું વ્યાજ ₹31,500
  • કુલ મળતી રકમ ₹ 131,500

New Interest Rates September 2026: SBI ની તમામ સ્કીમોના નવા વ્યાજદરો જાહેર!

બંનેને વ્યાજદર કમ્પેરીઝન આ પ્રમાણે છે

પોસ્ટ ઓફિસ FD સમય પહેલાં બંધ કરવાના નિયમો

  • ખાતુ ખોલિયાના છ મહિના સુધી સામાન્ય રીતે બંધ કરી શકાતું નથી
  • છ મહિના પછી પણ બંધ કરાવવા માટે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે
  • સમય પહેલા જો ખાતું બંધ કરવામાં આવે તો મળતા વ્યાજદરમાં કટોતી થઈ શકે

SBI FD સમય પહેલાં બંધ કરવાના નિયમો

  • SBIની સત્તાવાર માહિતી મુજબ, કેટલીક રિટેલ ટર્મ ડિપોઝિટ માટે સમય પહેલાં ઉપાડની પેનલ્ટી આ પ્રમાણે દર્શાવવામાં આવી છે
ડિપોઝિટની રકમ દર્શાવેલી પેનલ્ટી
₹5 લાખ સુધી 0.50%
₹5 લાખથી વધુ અને ₹2 કરોડથી ઓછી 1%

સાત દિવસથી ઓછા સમય માટે રહેલી કેટલીક ડિપોઝિટ પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી.

વરિષ્ઠ નાગરિકો માટે કઈ FD યોગ્ય?

વરિષ્ઠ નાગરિકોએ FD પસંદ કરતી વખતે માત્ર સૌથી વધુ વ્યાજદર જ ન જોવો જોઈએ.

SBIમાં કેટલીક FD માટે વરિષ્ઠ નાગરિકોને વધારાનું વ્યાજ મળી શકે છે. બીજી તરફ, પોસ્ટ ઓફિસની સામાન્ય ટાઈમ ડિપોઝિટમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ વધારાનો વ્યાજદર નથી.

વરિષ્ઠ નાગરિકો નિયમિત ત્રિમાસિક આવક મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની Senior Citizens Savings Scheme (SCSS) જેવી અલગ યોજનાની પાત્રતા અને શરતો પણ તપાસી શકે છે. SCSS અને સામાન્ય FD એક જ યોજના નથી.

FD પર ટેક્સ લાગે છે?

હા. FDમાંથી મળતું વ્યાજ લાગુ આવકવેરાના નિયમો મુજબ કરપાત્ર હોઈ શકે છે. અમુક બાબતો ધ્યાન માં રાખવી

  • FDના વ્યાજની આવક પર લાગુ ટેક્સના નિયમો પ્રમાણે કર ચૂકવવો પડી શકે છે.
  • નિર્ધારિત મર્યાદા અને લાગુ નિયમો મુજબ TDS કપાઈ શકે છે
  • TDS કપાયો હોય તો પણ તે અંતિમ ટેક્સ જવાબદારી સમાન જ હોય એવું નથી
  • પાંચ વર્ષની પાત્ર ટેક્સ-સેવિંગ FD પર કરકપાતનો લાભ ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ લાગુ કાયદા અને વ્યક્તિની પાત્રતા તપાસવી જરૂરી છે.

પોસ્ટ ઓફિસ FD કે SBI FD: કઈ પસંદ કરવી ?

  • બંનેમાંથી કઈ FD વધુ યોગ્ય છે તે દરેક વ્યક્તિની જરૂરિયાત પર આધારિત છે.
  • પોસ્ટ ઓફિસ FD પસંદ કરતાં પહેલાં તેના સરકારી નાની બચત યોજનાના નિયમો, નિશ્ચિત સમયગાળા અને વર્તમાન વ્યાજદર તપાસો.
  • SBI FD પસંદ કરતાં પહેલાં સંબંધિત સમયગાળાનો વર્તમાન વ્યાજદર, વરિષ્ઠ નાગરિકો માટેની પાત્રતા, વ્યાજ ચુકવણીના વિકલ્પો અને સમય પહેલાં ઉપાડના નિયમો તપાસો
  • માત્ર વ્યાજદર વધારે છે એટલા માટે જ કોઈ એક યોજના દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ છે એવું કહી શકાય નહીં.

શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment