જો તમે sbi સરકારી બેન્ક માં આવનારા સમયમાં કોઈપણ સ્કીમ માં પૈસા એફ ડી કરવા માગતા હોય તો નવા વ્યાજ સપ્ટેમ્બર 2026 મુજબ જાણી લેવા જરૂરી છે આજે આપણે આર્ટિકલના માધ્યમથી એસબીઆઈની તમામ સ્કીમોનો વ્યાજદર જાણીશું.
આજે લોકો શેર બજારના ખૂબ જ ઉતાર ચડાવથી લોકોને રિટર્ન મળવાને બદલે પોતાના પૈસા જવાનો ખૂબ જ ડર વધી ગયો છે એટલા માટે લોકો હવે એક્સેપ જગ્યાએ રોકાણ કરવા ઈચ્છે છે એટલે તમે પણ જો સુરક્ષિત જગ્યાએ તમારા પૈસા રોકાણ કરવામાં માગતા હોય અને એક ગેરેન્ટેડ રિટર્ન મેળવવા માંગતા હોય તો sbi માં તમામ સ્કીમોનો વ્યાજદર જાણી અને કોઈ પણ એક જગ્યાએ રોકાણ કરી શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના તમામ સ્કીમોના નવા વ્યાજદરો:
દેશના કરોડો નાગરિકો SBI પર વિશ્વાસ મૂકીને પોતાની મહેનતની કમાણી બચત ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તેમજ વિવિધ સરકારી યોજનાઓમાં રોકાણ કરે છે. સમય-સમય પર બદલાતી નાણાકીય નીતિઓ અને રેપો રેટને ધ્યાનમાં રાખીને બેંક દ્વારા વ્યાજદરોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે
૧. SBI બચત ખાતું (Savings Account Interest Rates) સૌપ્રથમ વાત કરીશું એસબીઆઇ સેવિંગ એકાઉન્ટ વિશે જેમાં પોતાની બચત રકમ પ્રમાણે વ્યાજ દર મળે છે જે આ પ્રમાણે છે.
- ₹10 કરોડ સુધીનું બેલેન્સ: વાર્ષિક 2.70% ના દરે વ્યાજ આપવામાં આવે છે.
- ₹10 કરોડથી વધુનું બેલેન્સ: વાર્ષિક 3.00% ના દરે વ્યાજ મળવાપાત્ર છે.
આ વ્યાજ દૈનિક ધોરણે ગ્રાહકોના ખાતામાં જે પ્રમાણે બેલેન્સ હોય તે પ્રમાણે ગણવામાં આવશે અને દર ત્રણ મહિને વ્યાજ જમા કરવામાં આવશે.
ફિક્સ્ડ ડિપોઝિટ (SBI FD Interest Rates)
એક નિશ્ચિત પડતર માટે પૈસાની સુરક્ષા માટે એસબીઆઇ ફિક્સ ડિપોઝિટ સૌથી સારો રસ્તો લોકપ્રિય માધ્યમ કહી શકાય sbi માં સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો મુદતના આધારે આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે જેમાં વરિષ્ઠ નાગરિકો માટે 0.50% વધારે વ્યાજ મળે છે.
| સમયગાળો (Tenure) | સામાન્ય નાગરિકો (General) | વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) |
|---|---|---|
| 7 દિવસ થી 45 દિવસ | 3.05% | 3.55% |
| 46 દિવસ થી 179 દિવસ | 4.90% | 5.40% |
| 180 દિવસ થી 210 દિવસ | 5.65% | 6.15% |
| 211 દિવસ થી 1 વર્ષથી ઓછું | 5.90% | 6.40% |
| 1 વર્ષ થી 2 વર્ષ | 6.25% | 6.75% |
| 2 વર્ષ થી 3 વર્ષ | 6.40% | 6.90% |
| 3 વર્ષ થી 5 વર્ષ | 6.30% | 6.80% |
| 5 વર્ષ થી 10 વર્ષ | 6.05% | 7.05% |
| અમૃત વૃષ્ટિ (444 દિવસ) | 6.45% | 6.95% |
ખાસ નોંધ: SBI ની ‘અમૃત કળશ’ (400 દિવસ) અને ‘અમૃત વૃષ્ટિ’ (444 દિવસ) જેવી સ્કીમો રોકાણકારોમાં ભારે લોકપ્રિય છે જેમાં ઊંચા વ્યાજદરનો લાભ મળી રહ્યો છે.
તમામ સમય ગાળા માં એક લાખનું વાર્ષિક વ્યાજ કેટલું મળશે ?
| સમયગાળો (Tenure) | સામાન્ય નાગરિક વ્યાજદર | સામાન્ય નાગરિક વાર્ષિક વ્યાજ (₹1,00,000 પર) | વરિષ્ઠ નાગરિક વ્યાજદર | વરિષ્ઠ નાગરિક વાર્ષિક વ્યાજ (₹1,00,000 પર) |
|---|---|---|---|---|
| 7 દિવસ થી 45 દિવસ | 3.05% | ₹3,050 | 3.55% | ₹3,550 |
| 46 દિવસ થી 179 દિવસ | 4.90% | ₹4,900 | 5.40% | ₹5,400 |
| 180 દિવસ થી 210 દિવસ | 5.65% | ₹5,650 | 6.15% | ₹6,150 |
| 211 દિવસ થી 1 વર્ષથી ઓછું | 5.90% | ₹5,900 | 6.40% | ₹6,400 |
| 1 વર્ષ થી 2 વર્ષ | 6.25% | ₹6,250 | 6.75% | ₹6,750 |
| 2 વર્ષ થી 3 વર્ષ | 6.40% | ₹6,400 | 6.90% | ₹6,900 |
| 3 વર્ષ થી 5 વર્ષ | 6.30% | ₹6,300 | 6.80% | ₹6,800 |
| 5 વર્ષ થી 10 વર્ષ | 6.05% | ₹6,050 | 7.05% | ₹7,050 |
| અમૃત વૃષ્ટિ (444 દિવસ) | 6.45% | ₹6,450 | 6.95% | ₹6,950 |
3.રિકરિંગ ડિપોઝિટ (SBI RD Interest Rates)
જે લોકો એક સાથે ₹50,000 અથવા ₹1લાખ રૂપિયા રોકાણ કરવાની કેપેસિટી ના હોય તો તે દર મહિને થોડું થોડું રોકાણ કરી એક મોટું ભંડોળ ઊભું કરી શકે છે જે sbi માં આરડી સ્કીમ મતલબ કે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરી શકે છે RD ના વ્યાજદરો આ પ્રમાણે છે.
SBI ની તમામ સ્કીમોના નવા વ્યાજદરો જાહેર!
- 1 વર્ષથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે RD પર 6.50% થી 7.10% સુધીનું વ્યાજ મળી શકે છે.
- વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરના લોકો માટે આ દરોમાં વધારાનો 0.50% લાભ મળે છે.
નિવૃત્તિ પછીની સુરક્ષિત અને નિયમિત આવકનો શ્રેષ્ઠ વિકલ્પ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) વ્યાજદર
- PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ): વાર્ષિક 7.1% ના દરે વ્યાજ મળે છે, જે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.
- મૂળ સમયગાળો: આ સ્કીમમાં ૧૫ વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછા રૂ. ૫૦૦ અને વધુમાં વધુ રૂ. ૧.૫ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના સૌથી વધારે વ્યાજ દર
- સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): દીકરીઓના ભવિષ્ય માટે આ યોજના પર 8.2% જેટલું ઊંચું વ્યાજ મળી રહ્યું છે.
- કુલ 21 વર્ષ સુધીની સ્કીમ છે પરંતુ પૈસા 15 વર્ષ સુધી ભરવાના છે
- 0 થી 10 વર્ષની દીકરીઓના ખાતા ખોલાવી શકાય
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)
- સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): વરિષ્ઠ નાગરિકો માટે આ યોજનામાં 8.2% વ્યાજ દર નિર્ધારિત છે.
- જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તેના માટે જ આ યોજના છે.
લોન યોજનાઓ અને વ્યાજદરો (SBI Loan Interest Rates)
SBI બેન્ક મા માત્ર બચત જ નહિ તમે બેન્ક માંથી લોક કરાવો જેમ કે હોમલોન, કારલોન, પર્સનલ લોન, ના વ્યાજદર પણ ખૂબ આકર્ષક છે
- હોમ લોન (Home Loan): CIBIL સ્કોર અને લોનની રકમના આધારે 8.50% થી શરૂ થાય છે.
- કાર લોન (Car Loan): 8.70% થી શરૂ થઈને સ્પર્ધાત્મક દરો પર ઉપલબ્ધ છે.
- પર્સનલ લોન (Personal Loan): કટોકટીના સમયે 11% થી 14% સુધીના વ્યાજદરે ઉપલબ્ધ છે.
નિષ્કર્ષ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આ તમામ યોજનાઓ સુરક્ષિત રોકાણ અને ઉત્તમ વળતરની ખાતરી આપે છે. જો તમે તમારી બચતને સુરક્ષિત રાખીને સારું વળતર મેળવવા માંગતા હોવ, તો FD, PPF અથવા વિશેષ અમૃત સ્કીમોમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…