પોસ્ટ ઓફીસ ફિક્સ ડિપોઝિટ માં આજે એક લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે જુઓ કઈ સ્કીમમાં વધારે વ્યાજ મળશે

આજે પોસ્ટ ફિક્સ ડિપોઝિટ વિશે વાત કરીશું એક લાખ રૂપિયા નો રોકાણ કરશો તો કેટલું વ્યાજ દર મળશે એક વર્ષમાં બે વર્ષમાં ત્રણ વર્ષમાં અને પાંચ વર્ષમાં કેટલું વ્યાજ દર તમને મળશે એનું કેલ્ક્યુલેશન કરીશું
સાથે સાથે એ પણ જાણીશું કે પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝીટ માં કઈ સ્કીમ માં રોકાણ કરવાથી વધારે વ્યાજ દર મળશે.
આ આ કોષ્ટક દ્વારા આપણે સમજીએ વ્યાજ દર
| વર્ષ | રકમ | ટકાવારી % | વ્યાજ રકમ |
| 1 વર્ષ માટે | 1લાખ | 6.9% | 7080 રું |
| 2 વર્ષ માટે | 1લાખ | 7.00% | 14371રું |
| 3 વર્ષ માટે | 1લાખ | 7.1% | 21873રું |
| 5 વર્ષ માટે | 1લાખ | 7.5% | 38567રું |
આ માહિતી post interest app માંથી લેવામાં આવી છે
ઉપર ઉપર દર્શાવેલ માહિતી પોસ્ટ ઓફિસ ની ફિક્સ ડિપોઝિટ માની એક TD (ટાઈમ ડિપોઝિટ) સ્કીમ ની માહિતી છે આ યોજના માં તમે એક વર્ષ માટે એફડી કરી શકો, બે વર્ષ માટે એફડી કરી શકો, ત્રણ વર્ષ માટે એફડી કરી શકો, અને પાંચ વર્ષ માટે એફ ડી કરી શકો.
પરંતુ માની લો કે તમારે પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ માં પૈસા મૂકવા હોય તો પોસ્ટ ઓફિસ ની બીજી સ્કીમમાં તમે આના કરતાં પણ વધારે વ્યાજ મેળવી શકો છો, અને તેમાં રોકાણ કરી શકો છો એ સ્કીમ નું નામ છે NSC (National Savings Certificate,)
NSC સ્કીમ માં તમને 7.7 % વાર્ષીક વ્યાજદર મળે છે પરંતુ તેમાં તમે વચ્ચે પૈસા ઉપાડી શકો નહિ તેમાં પાંચ વર્ષ પૂરા જમાં રેહવા દેવા પડે
આ કોષ્ટક માં NSC માં કેટલું વ્યાજ દર પાંચ વર્ષમાં મળે છે એના વિશે તમે જાણો.
| વર્ષ | રકમ | ટકાવારી | કુલ વ્યાજ |
| 5 વર્ષ ફિક્સ | 1 લાખ | 7.7% | 44903 |
| 5 વર્ષ પછી | કુલ | રકમ | 1,44,903રું |
આમ TD ટાઈમ ડિપોઝિટ સ્કીમ કથા NSC માં જો તમે રોકાણ કરો તો પાંચ વર્ષમાં 6336રું નો વધારાનો ફાયદો થશે.
disclaimer અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારા નોલેજ માટે છે અહીં કોઈપણ રોકાણ કરવા માટેની સલાહ આપવામાં નથી આવતી. તમે જો રોકાણ કરવા માગતા હોય તો તમારા સલાહકાર અથવા તો પોસ્ટ ઓફિસ છે જઈ અને તમે રોકાણ કરી શકો છો