RBI લાવી રહી 8 નવા બેંકિંગ નિયમો સાયબર છેતરપિંડી માટે રહેશે બેંકની જવાબદારી, લોકર ચોરી માટે 100 ગણો દંડ, એક સરખું વ્યાજદર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશના બેંકિંગ ક્ષેત્રમાં મોટા સુધારાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કુલ 238 નિયમોનું માળખું તૈયાર કર્યું છે પરંતુ તેમના મુખ્ય આઠ નિયમો વિશે જાણીએ.
આરબીઆઇ ના નવા નિયમોમાં મુખ્યત્વે ગ્રાહક સુરક્ષા અને બેંક જવાબદારી પર ધ્યાન આપ્યું છે.
પેહલા નિયમ કોઈપણ બેંકમાં તમારું ખાતું હોઈ અને તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ હોય અને જો તમે ત્રણ દિવસની અંદર બેંકમાં અરજી કરી દેશો તો જવાબદારી 100% બેંકની રહેશે, પહેલા આ નિયમ ન હતો તેથી લોકોના પૈસા મળતા ન હતા આના ઉપર બેંક કાર્યવાહી ન કરે અથવ વાર લગાડશે તો 25000 રૂપિયાનો દંડ બેંકને થશે
બીજો નિયમ લોકર ચોરી નુકસાન બેંકમાં તમારું કોઈપણ થાપણ રાખ્યું હોઈ જેમ કે સોનું, ચાંદી, ઝવેરાત, અને બેંક માંથી ચોરી થઈ જાય તો બેન્કે 100 ગણો દંડ ભરવો પડશે પહેલા આ નિયમ ન હતો.
ત્રીજો નિયમ ક્લેમ સેટલમેન્ટ તમારો કોઈ વીમો પાક્યો હોઈ તો બેંકો માટે 15 દિવસની અંદર દાવાઓનું સમાધાન કરવું ફરજિયાત રહેશે, પહેલા એના માટે કોઈ સમય મર્યાદા ન હતી.
ચોથો નિયમ:- એક સમાન વ્યાજદર અત્યાર સુધી એવું ચાલતું હતું કે એક જ પ્રકારની લોનના દરેક બેંકો માં વ્યાજદર અલગ અલગ હોઈ પરંતુ હવે એવું નહિ ચાલે હવે દરેક બેંકમાં એકજ વ્યાજદર જોવા મળશે.
પાંચમો નિયમ KYC કરાવવું ફરજિયાત સામાન્ય લોકોને દર દસ વર્ષે KYC કરાવવું પડશે મધ્યમ જોખમ ધરાવતા રોકાણકારો માટે દર 8 વર્ષે અને ઉચ્ચ જોખમ (વધારે પૈસા) ધરાવતા રોકાણકારો માટે દર 2 વર્ષે KYC ફરજિયાત રહેશે.
KYC હવે જે તે બેંકોના કર્મચારીઓ જ કરશે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ અથવા એજન્સી નહિ કરી શકે જેથી છેતરપિંડી ની સંભાવનાઓ ખતમ થઈ જશે.
છઠ્ઠો નિયમ ગોલ્ડ લોન હરાજી: તમે ગોલ્ડ લોન લીધી હોઈ અને લોનની ચુકવણી ન કરી શક્યા હોઈ તેવા કિસ્સામાં સોનાની હરાજી માટે ગ્રાહકની હાજરી અને સોગંદનામું ફરજિયાત રહેશે, જેથી ગ્રાહક સાથે અન્યાય ન થાય
સાતમો નિયમ :- લોન ડાઉનપેમેન્ટમાં વધારો: ₹20 લાખથી વધુની હોમ લોન પર હવે લોનની રકમના મહત્તમ 80% જ મળશે. પહેલાં, આ મર્યાદા 90% હતી, એટલે કે ગ્રાહકોએ હવે વધુ ડાઉનપેમેન્ટ કરવું પડશે.
આઠમો નિયમ :- પ્રી પેમેન્ટ પેનલ્ટી ખતમ તમામ પ્રકારની લોન (રિટેલ લોન સહિત) પર પૂર્વ ચુકવણી માટે કોઈ વધારાની ફી કે દંડ રહેશે નહીં. આનાથી ગ્રાહકો માટે તેમની લોન વહેલી ચૂકવવાનું સરળ બનશે.
ક્યારે લાગુ પડશે આ નિયમો ?
આ પ્રસ્તાવિત સુધારાઓ 1 જાન્યુઆરી 2026 થી 1 એપ્રિલ, 2026 સુધી તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે, જેનાથી ગ્રાહકો માટે બેંકિંગ અનુભવ વધુ સુરક્ષિત, પારદર્શક અને જવાબદાર બનશે.