HDFC ફ્લેક્સી કેપ ફંડ વિશે પૂરી માહિતી HDFC Flexi Cap Direct Plan Growth

શેર કરો

HDFC ફ્લેક્સી કેપ ફંડ ની મુખ્ય ખાસીયત એ છે માર્કેટના ઉતાર ચડાવ માં ગમે ત્યાં રોકાણ કરી શકે છે આ ફંડ મિડકેપ , લાર્જ કેપ અને સ્મોલ કેપ તમામમાં રોકાણ કરે છે જેથી રિસ્ક ઓછું અને લાંબા ગાળે રિટર્ન વધારે મળી શકે છે.

HDFC મ્યુચ્યુઅલ ફંડ આજે ભારતમાં બીજા નંબરનું ફંડ મેનેજ કરનાર ફંડ બની ગયું છે HDFC ના અલગ અલગ ફંડમાં અત્યાર સુધીમાં 9 લાખ કરોડ કરતાં પણ વધારે પૈસાનું રોકાણ લોકોએ કર્યું છે મ્યુચ્યુઅલ ફંડ મેનેજ જેમાં પ્રથમ નંબરે SIB આવે છે.

HDFC ફ્લેક્સી કેપ ફંડ એક ઇક્વિટી સ્કીમ છે જે વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન જેમ કે (લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ) ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે. આનો અર્થ એ છે કે ફંડ મેનેજર પાસે બજારની સ્થિતિના આધારે કોઈપણ કદની કંપનીઓમાં રોકાણ કરવાની પરવાનગી હોઈ છે.

આ ફંડમાં કોને કોને રોકાણ કરવું જોઈએ?

  • 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે છે.
  • એવા રોકાણકારો કે જેઓ તેમના પોર્ટફોલિયોમાં સ્થિરતા અને વૃદ્ધિ બંને ઇચ્છે છે.
  • એવા રોકાણકારો કે જેમની પાસે બજારના વધઘટનો સામનો કરવાની ક્ષમતા હોય.
  • જેટલો લાંબો સમય સુધી તમે પૈસા જમા રહેવા દેશો એટલું જ રિટર્ન તમને વધારે મળશે
  • મ્યુચલ ફંડમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે મતલબ તમારું જે રિટર્ન મળ્યું છે તે ફરી એમાં ને એમાં રોકાણ થતું જાય છે.
  • લાંબા ગાળે અનેક ગણું રિટર્ન મળી શકે છે
  • લોકોએ આ ફંડ ને 5 ✨ રેટિંગ આપ્યું છે.

આજના મોંઘવારીના સમયમાં સમય સાથે ચાલવા માટે પૈસાનું રોકાણ પણ સારી જગ્યાએ કરવું ખૂબ જરૂરી છે,તમે પણ રોકાણ એવી જગ્યાએ કરવા માગતા હોય જ્યાં સારું રિટર્ન મળે ઓછું રિસ્ક હોય તો HDFC નો આ ફ્લેક્સી કેપ ફંડ તમારા માટે બેસ્ટ રહેશે.

આજે તમે ફિક્સ ડિપોઝિટ માં પૈસા જમા કરો તો વાર્ષિક 6/7 % ટકા વ્યાજ દર મળે છે તેની સામે મોંઘવારી 8/10% વધે છે મતલબ તમારા પૈસા વધવાને બદલે ઘટે છે.

પરંતુ તેની સામે મ્યુચ્યુઅલ ફંડમાં તમે પૈસા રોકાણ કરો તો તેમાં તમને લાંબા ગાળામાં અનેક ગણું રિટર્ન મળી શકે છે, પરંતુ મ્યુચલ ફંડમાં રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી ઓછા વત્તા થઈ શકે છે પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ફિક્સ ડિપોઝિટ કરતા મ્યુચલ ફંડમાં અનેક ગણું રિટર્ન મળી શકે.

HDFC ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું ?

સમય ગાળો વર્ષવળતર
છેલ્લા એક વર્ષમાં 13%
છેલ્લા ત્રણ વર્ષમાં 22%
છેલ્લા પાંચ વર્ષમાં 23%
અત્યાર સુધી વાર્ષીક17% રીટર્ન

વાર્ષીક 17% રિટર્ન એટલે આજથી 5 વર્ષ પહેલા આ ફંડમાં જો 1 લાખ રૂપિયા તમે રોકાણ કર્યા હતા તો આજે તેની કિંમત 2,19000 થઈ ગઈ હોત .

HDFC FLEXICAP DIRECT PLAN GROWTH ફંડ માં ખાસ શું છે ?

  • આ ફંડ 2013માં HDFC એ લોન્ચ કર્યો હતો જે ડાયરેક્ટ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે, બાકી રેગ્યુલર પ્લાન 1995 થી ચાલે છે
  • વર્તમાન ફંડ NAV – ₹2281 છે જે એક યુનિટની કિંમત છે
  • ફંડ AUM (ફંડનું કદ) – ₹96294 કરોડ છે મતલબ લાખો લોકોએ તેમાં રોકાણ કર્યુ છે.
  • ખર્ચ ગુણોત્તર – 0.72% છે
  • જો તમે એક વર્ષ પહેલા પૈસા ઉપાડી લો છો તો એક્ઝિટ લોડ ચાર્જ – 1% લાગશે
  • એક વર્ષ પછી કોઈ ચાર્જ નહિ લાગે
  • ટેકસ કેટલો લાગશે ?
  • લાંબા ગાળાના રોકાણ પર જો વાર્ષીક 1.25 લાખ થી વધારે રિટર્ન મળશે તો તેના ઉપર LTCG ટેક્સ – 12.5% લાગશે જે બધા મ્યુચ્યુઅલ ફંડ પર લાગતો હોય છે

આ ફંડ માં તમે બે રીતે રોકાણ કરી શકો (1) SIP જેમાં તમે હર મહિને 100 રૂપિયા થી શરૂઆત કરી શકો છો.

(2) LUMPSUM INVESTMENT PLAN જેમાં તમારે ફક્ત એકજ વાર રોકાણ કરવાનું હોય છે મિનીમમ, 100રું થી શરૂવાત કરી શકો છો, મેક્સિમમ કોઈ લિમિટ નથી.

આ ફંડ દેશની નાના મોટી 56 કંપનીઓમાં રોકાણ કરે છે જેમાંની અમુક નીચે મુજબ છે

  • ICICI બેંક લિ 8.93%
  • HDFC બેંક લિ. 8.44%
  • એક્સિસ બેંક લિ. 7.12%
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 4.50%
  • SBI લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિ 4.37%
  • કોટક મહિન્દ્રા બેંક લિ.
  • મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.
  • સિપ્લા લિ.
  • HCL ટેકનોલોજીસ લિ.
  • પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.

કેટેગરી વાઈઝ રોકાણ

કેટેગરી ટકાવારી રોકાણ
Financial40.5%
Consumer Discretionary15.30%
Technology13.47%
Healthcare07.87%
Materials05.20%
Energy & Utilities4.03%

ઉપર દર્શાવેલ જેમ જેમ કંપનીઓ આગળ ગ્રોથ કરતી રહેશે તેમ તેમ તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે.

હવે એક ઉદાહરણ આ ફંડ માં કેટલું રિટર્ન મળશે તે સમજીએ મનીલો આજ તમે આ ફંડ માં 50,000 નું રોકાણ કરો તો આવનારા સમયમાં 17% રીટર્ન આપે તો તમારા 50,000 કેટલું મોટું ફંડ બની શકે છે

કુલ વર્ષ અંદાજિત વળતર કુલ રકમ
05 વર્ષ માટે જમાં₹59,622₹1,09,622
10 વર્ષ ₹1,90,341₹2,40,341
15 વર્ષ ₹4,76,936₹5,26,936
20 વર્ષ11,05,280₹11,55,280
25 વર્ષ24,82,891₹25,32,891
30 વર્ષ₹55,03,233₹55,53,233

આ મ્યુચ્યુઅલ ફંડની તાકાત અને ચક્રવૃદ્ધિ વ્યાજ દરની તાકાત પરંતું આ વ્યાજદર અંદાજિત ભૂતકાળ રિટર્ન પર છે રિટર્ન કોઈ ફિક્સ નથી હોતું ઓછાવત્તા વત્તા થાઈ છે.

આ જ ફંડ માં મહીને 1000રું ની SIP 30 વર્ષ સુધી કરો અને 17% રીટર્ન મળે તો કુલ કેટલા મળી શકે ?

રોકાણ કરેલી રકમ ₹3,60,000
અંદાજિત વળતર₹81,07,536
કુલ રકમ ₹84,67,536

રોકાણ ક્યાં કરવું ? રોકાણ કરવા માટે

  • Grow App
  • zerodha app
  • Angela App

કોઈ પણ એક ખાતું ખોલાવી કોઈ પણ ફંડ માં રોકાણ કરી શકો ત્રણ એપ માં થી grow Ap સારી રહેશે

Disclaimer :- અહી આપેલ મહીતી ફ્કત નોલેજ પર્પજ માટે જ છે રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી બતાવેલ રોકાણ ઉદાહરણો ઉદાહરણરૂપ છે અને ગેરંટીકૃત વળતર કે નાણાકીય સલાહ નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.


શેર કરો

Leave a Comment