પોસ્ટ ઓફિસ Small Savings ના નવા નિયમ: Maturity પછી 3 વર્ષ સુધી ખાતું બંધ ન કરાવ્યું તો Freeze થઈ શકે, જાણો નિયમ

શેર કરો

કયાં કયાં ખાતાઓ Freeze/INOP થઈ શકે ?

પોસ્ટ ઓફીસ એ મહત્ત્વ ની સૂચના તાજેતર માં બહાર પાડી છે ,India Postના order મુજબ નીચેની Small Schemesમાં maturity પછી 3 વર્ષ સુધી account બંધ ન થયું હોય અથવા જ્યાં જરૂરી હોય ત્યાં extend ન થયું હોય તો તે account freeze પ્રક્રિયા હેઠળ આવી શકે છે:

  • (૧)Senior Citizen Savings Scheme (SCSS)
  • (૨)Recurring Deposit (RD),
  • (૩)Time Deposit (TD),
  • (૪) Monthly Income Scheme (MIS)
  • (૫)National Savings Certificate (NSC)
  • (૬) Kisan Vikas Patra (KVP) અને
  • (૭) Public Provident Fund (PPF) સંબંધિત maturity પછીની સ્થિતિ અંગે આ નિયમ મહત્વનો છે.

પરંતુ જો આવી કેટલીક યોજનાઓનું ખાતું અથવા રોકાણ maturity પછી પણ બંધ ન કરવામાં આવે અથવા જ્યાં લાગુ પડે ત્યાં extend ન કરવામાં આવે, તો લાંબા સમય સુધી પડેલા ખાતાઓ માટે Department of Posts દ્વારા “INOP – Inoperative more than 3 years” freeze પ્રક્રિયા લાગુ કરવામાં આવે છે.

15 જુલાઈ 2025ના India Postના SB Order No. 10/2025 મુજબ આ પ્રકારના accountsને ઓળખીને freeze કરવાની પ્રક્રિયા હવે વર્ષમાં બે વખત — 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી શરૂ કરવામાં આવે છે.

1 જાન્યુઆરી અને 1 જુલાઈએ શું થાય છે?

15 જુલાઈ 2025ના Department of Postsના order મુજબ આ freeze activity હવે વર્ષમાં બે વખત continuous cycle તરીકે કરવામાં આવે છે.

  • (૧) 1 જાન્યુઆરીથી શરૂ થતી પ્રક્રિયામાં 31 ડિસેમ્બર સુધી maturity પછી ત્રણ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા સંબંધિત accounts ઓળખવામાં આવે છે.
  • (૨) 1 જુલાઈથી શરૂ થતી પ્રક્રિયામાં 30 જૂન સુધી ત્રણ વર્ષ maturity પૂર્ણ થયેલા સંબંધિત accounts ઓળખવામાં આવે છે.
  • (૩) Accountsની ઓળખ અને freezingની પ્રક્રિયા શરૂ થયાની તારીખથી 15 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ છે. તેના પહેલા તમે પ્રોસેસ પૂરી કરો તો freezingની પ્રકિયા ના થાય અને નોર્મલ ખાતું રહી શકે છે

સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ.

ઉદાહરણ તરીકે, કોઈ eligible accountની maturity 30 જુલાઈ 2024ના રોજ થઈ હોય અને maturity પછી ત્રણ વર્ષ સુધી તે બંધ કરવામાં આવ્યું ન હોય અથવા જ્યાં લાગુ પડે ત્યાં extend ન કરવામાં આવ્યું હોય, તો તે જુલાઈ 2027થી freeze પ્રક્રિયા હેઠળ આવી શકે છે.

આ freeze પ્રક્રિયા શા માટે લાગુ પડે છે ?

Department of Postsના સંબંધિત order મુજબ maturity પછી ત્રણ વર્ષ સુધી બંધ ન થયેલા અથવા જ્યાં લાગુ પડે ત્યાં extend ન થયેલા સંબંધિત Small Savings accountsને “INOP – Inoperative more than 3 years” તરીકે freeze કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે

INOPનો અર્થ ‘Inoperative more than 3 years’ થાય છે.

ખાતું Freeze થવાથી ગ્રાહકો ને શું ફેર પડશે ?

“Account freeze થયા પછી સંબંધિત account પર સામાન્ય રીતે કાર્યવાહી/ઉપાડ માટે વધારાની પ્રક્રિયા લાગુ પડી શકે છે. Freeze થવું એટલે account કાયમ માટે બંધ થઈ ગયું એવું નથી.

ખાતું ફરી ચાલુ કરાવવા શું કરવું પડશે ?

જો તમારું account “INOP – Inoperative more than 3 years” તરીકે freeze થયું હોય, તો ગભરાવાની જરૂર નથી. Accountને handle કરવા માટે Department of Posts દ્વારા Standard Operating Procedure નક્કી કરવામાં આવી છે.

સંબંધિત કાર્યવાહી માટે સામાન્ય રીતે જરૂરી account documents અને KYC documents સાથે રાખવા જોઈએ. ચોક્કસ documents accountના પ્રકાર અને કરવામાં આવતી કાર્યવાહી પ્રમાણે અલગ હોઈ શકે છે.

દસ્તાવેજ વિગત આ પ્રમાણે છે

  • (૧) ઓરીજનલ પાસબુક
  • (૨) સર્ટિફિકેટ હોય તો ઓરીજનલ
  • (૩) તાજા અપડેટ થયેલા કેવાયસી
    દસ્તાવેજ
    કેવાયસી જેમ કે આધારકાર્ડ ,પાનકાર્ડ ચૂંટણીકાર્ડ ,લાઈટ બિલ વગેરે,
  • (૪)
    સાથે એ પણ જણાવવું કે પૈસા કયા ખાતામાં જમા કરાવવાના છે.જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના હોય એ ખાતાનો કેન્સલ ચેક અથવા તો પાસબુક ની ઝેરોક્ષ આપવી.
  • નોંધ: તમારા accountના પ્રકાર અને કાર્યવાહી પ્રમાણે documents અલગ હોઈ શકે છે. તેથી અંતિમ requirement માટે સંબંધિત Post Office પાસેથી ચકાસણી કરવી યોગ્ય છે.

“જો account અંગે closure/paymentની કાર્યવાહી કરવાની હોય, તો સંબંધિત Post Officeમાં જઈ જરૂરી form અને documents રજૂ કરવા પડે છે. ચોક્કસ પ્રક્રિયા accountના પ્રકાર અને કેસ પર આધારિત હોઈ શકે છે.”

દસ્તાવેજોની ચકાસણી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંબંધિત રકમની ચુકવણી અથવા ટ્રાન્સફર લાગુ નિયમો મુજબ કરવામાં આવે છે.

Freeze થયેલું account એટલે પૈસા ખતમ થઈ ગયા એવું નથી.

ઘણા લોકોનો પ્રશ્ન હોય કે અકાઉન્ટ Freeze થઈ જાય તો પૈસા મળે કે ના મળે તો Freeze થવું એટલે accountમાં રહેલી રકમ આપોઆપ ખતમ થઈ જાય છે એવું નથી. Account અંગેની આગળની કાર્યવાહી માટે લાગુ પ્રક્રિયા પૂર્ણ કરવી પડી શકે છે.

આ સમસ્યા ન આવે તેના માટે ખાતાધારક કે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

  • (૧)તમારા Small Savings ખાતાની પાકતી મુદત ની તારીખ ખાસ નોંધો
  • (૨)પાકતી મુદત એકાઉન્ટ બંધ કરવું અથવા તો નિયમ મુજબ આગળ લંબાવવું તે નક્કી કરો
  • (૩)Small Savings account ઉપર સમયસર કાર્યવાહી કરો
  • (૪) લાગુ પડતી KYC અને account details સમયસર અપડેટ રાખો.
  • (૫)એકાઉન્ટ ફ્રીજ થયેલું દેખાય લગતી પોસ્ટ ઓફિસ જઈ અને આગળની કાર્યવાહી માટેની માહિતી મેળવો

આવી પરિસ્થિતિથી બચવા માટે ખાતાની maturity date ધ્યાનમાં રાખવી અને maturity પછી લાગુ પડતા સમયગાળા દરમિયાન ખાતું બંધ કરવું અથવા જ્યાં નિયમ મુજબ જરૂરી હોય ત્યાં તેને extend કરાવવું મહત્વનું છે.”

મહત્વપૂર્ણ નોંધ: Post Officeની યોજનાઓના નિયમો સમયાંતરે બદલાઈ શકે છે. ઉપરની માહિતી Department of Postsના ઉપલબ્ધ 2025ના official orderના આધારે આપવામાં આવી છે. કોઈ ચોક્કસ account માટેની કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત Post Office પાસેથી તાજી માહિતી મેળવી લેવી.

સત્તાવાર સંદર્ભ

Department of Posts, Government of India — SB Order No. 10/2025, dated 15 July 2025, “Freezing of Small Savings Schemes accounts matured but not closed after 3 years.”


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment