Postal Life Insurance (PLI): પોસ્ટ ઓફિસની જીવન વીમા યોજના વિશે સંપૂર્ણ માહિતી

શેર કરો

પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ એટલે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા ચલાવવામાં આવતી લોકપ્રિય જીવન વીમા યોજના છે PLI ની શરૂઆત એક ફેબ્રુઆરી 1884 માં થઈ હતી શરૂઆતમાં ફક્ત પોસ્ટર અધિકારીઓ લઈ શકતા હતા પરંતુ સમય જતા લોકપ્રિયતા વધી અને અન્ય સરકારી કર્મચારીઓ માટે પણ તેના દ્વાર ખુલી ગયા ત્યારબાદ અમુક પ્રાઇવેટ નોકરી કર્મચારીઓને પણ આનો લાભ મળે છે

PLI માં અલગ અલગ લોકોની સગવડતા મુજબ અલગ અલગ પ્લાન ઉપલબ્ધ છે તેથી કોઈ એક પ્લાન બધા માટે સારો સેમ કહી શકાય નહીં જેની જે જરૂરિયાત હોય એ પ્રમાણે પ્લાન લઈ શકે

પોસ્ટ ઓફિસમાં PLI ની મુખ્ય કઈ કઈ યોજનાઓ છે

પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ની મુખ્ય છ યોજનાઓ છે તે નીચે મુજબ છે

  • (૧) ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ (સુરક્ષા)
  • (૨) કન્વર્ટેબલ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ (સુવિધા)
  • (૩) એન્ડોવમેન્ટ એશ્યોરન્સ (સંતોષ)
  • (૪) જોઈન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ (યુગલ સુરક્ષા)
  • (૫) એન્ટિસીપેટ એન્ડોમેટ ઇન્સ્યોરન્સ (શું મંગલ)
  • (૬) ચિલ્ડ્રન પોલિસી (બાળ જીવન વીમા)

દરેક પોલિસીના રચના અને લાભો અલગ અલગ છે તેથી દરેક પોલિસી લેતા પહેલા તેની શરતોને સમજવી જરૂરી છે

હોલ લાઈફ ઇન્સ્યોરન્સ સુરક્ષા

હોલ લાઈફ વીમો એક આજીવન વીમો છે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારો વીમો ચાલુ રહેશે, અને પોલીસીની શરતો મુજબ મૃત્યુ પછી અથવા તો અન્ય ક્લેમ સમયે લાભ મળી શકે છે

જે લોકો લાંબા ગાળાનું જીવન વીમો લેવા માગતા હોય તેના માટે આ વીમો વિકલ્પો ઉપલબ્ધ છે.

(૨) કન્વર્ટેબલ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ (સુવિધા)

આ સુવિધા શરૂઆતમાં આજીવન વીમા તરીકે લેવામાં આવે છે ત્યારબાદ નિયમ અનુસાર પરંતુ પોલીસે ના પાંચ વર્ષ પૂરા થયા બાદ અને છ વર્ષ પહેલાં એન્ડોવમેન્ટ એશ્યોરન્સ પોલિસી એટલે કે ‘સંતોષ’ યોજનામાં) રૂપાંતરિત કરવાનો વિકલ્પ મળે છે.

(૩) એન્ડોવમેન્ટ એશ્યોરન્સ (સંતોષ)

આ યોજનામાં પોલીસી ની પાકતી મુદત પૂરી થયા બાદ પાકતી મુદતે લાભ મળી શકે છે પોલિસીની અવધિ દરમિયાન પોલિસીધારકનું મૃત્યુ થાય તો પોલિસીની શરતો મુજબ nominee/કાયદેસર હકદારને death claim મળી શકે છે.

એન્ડોવમેન્ટ એશ્યોરન્સ માં લોન ની સુવિધા પણ મળે છે India Postની હાલની માર્ગદર્શિકા મુજબ Endowment Assurance પોલિસી સામે 3 વર્ષ પૂર્ણ થયા પછી loan લઈ શકાય છે.

(૪) જોઈન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ (યુગલ સુરક્ષા)

યુગલ સુરક્ષા યોજના ખાસ કરીને પતિ પત્ની બંને માટે છે યોજનાની શરતો પૂરી થતી હોય તો પતિ પત્ની બંને સંયુક્ત વીમો મળી શકે છે.

(૫) એન્ટિસીપેટ એન્ડોમેટ ઇન્સ્યોરન્સ (શું મંગલ)

એન્ટિસીપેટ એન્ડોમેટ ઇન્સ્યોરન્સ (શું મંગલ) યોજન છે આ પ્રકારની યોજનામાં પોલિસીની શરતો અનુસાર Survival બેનિફિટ મળી શકે છે , અને પોલીસીની મુદત પૂરી થતાં બાકીનો લાભ મળી શકે છે આ પોલીસીમાં લોન ની સુવિધા ઉપલબ્ધ નથી

(૬) ચિલ્ડ્રન પોલિસી (બાળ જીવન વીમા)

Bal Jeevan Bima બાળકો માટેની PLI સંબંધિત યોજના છે. India Postની FAQ મુજબ એક બાળક માટે એક પોલિસી લઈ શકાય છે અને વધુમાં વધુ બે બાળકોને આવરી લેવાની જોગવાઈ છે.

PLI કોણ લઈ શકે ?

PLI લેવા માટે તમ નીચે મુજબની કેટેગરી માં આવતા હોવા જોઇએ

  • રાજ્ય સરકારના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ
  • ડિફેન્સ કર્મચારીઓ પેરામિલેટરી કર્મચારીઓ
  • પબ્લિક સેક્ટર અન્ડર ટ્રેકિંગ કર્મચારીઓ
  • બેંકના કર્મચારીઓ
  • એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કર્મચારીઓ
  • ડોક્ટર એન્જિનિયર ચાર્ટ એકાઉન્ટર
  • NSC/BSC લીસ્ટેડ કંપનીના કર્મચારીઓ

પાત્રતા સમયાંતરે લાગુ નિયમો અને સંબંધિત શ્રેણી પર આધારિત હોઈ શકે છે, તેથી પોલિસી લેતા પહેલાં India Postના અધિકૃત વેબસાઈટ પરથી યોગ્યતા ચકાસવી જરૂરી છે.

PLIમાં Bonus કેટલો મળે છે?

PLI બોનસ કોઈ ફિક્સ હોતો નથી પહેલા ₹52 થી ₹58 હતો જે હવે વધી ગયો છે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા સારી કરાયેલા 2025 26 ના બોનસ રેટ નીચે મુજબ છે

  • (૧) ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ (સુરક્ષા) ₹76 પ્રતિ ₹1000 વીમા દીઠ
  • (૨) કન્વર્ટેબલ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ (સુવિધા)
  • (૩) એન્ડોવમેન્ટ એશ્યોરન્સ (સંતોષ) ₹52 પ્રતી ₹1000 દીઠ
  • (૪) જોઈન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ (યુગલ સુરક્ષા) ₹52 પ્રતી ₹1000 દીઠ
  • (૫) એન્ટિસીપેટ એન્ડોમેટ ઇન્સ્યોરન્સ (શું મંગલ) ₹48 પ્રતી ₹1000 દીઠ
  • (૬) ચિલ્ડ્રન પોલિસી (બાળ જીવન વીમા) ₹52 પ્રતી ₹1000 દીઠ.

આ ફેબ્રુઆરી 2025 /26 માટે એક એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવ્યા હતા ભવિષ્ય બદલાઈ શકે છે

નોમીની ને મૃત્યુ પછી શું લાભ મળે ?

PLI ની સત્તાવાર FAQ મુજબ વધુમાં વધુ ત્રણ વ્યક્તિને નવમીની બનાવી શકાય છે નોમિનેશન કરવા અવસાન બાદ ક્લેમ રકમ મેળવવા માટેની પ્રક્રિયામાં મદદ મળે છે.

PLIમાં Surrender Value શું છે ? જો પોલીસી ધારક પહેલા જ policy બંધ કરવા માગતા હોય તેના માટે નીચે મુજબનો વિકલ્પો છે

  • હાલની સત્તાવાર માર્ગદર્શિકા મુજબ WLA(Whole Life Assurance / સુરક્ષા), EA, CWLA (Convertible Whole Life Assurance / યુગલ સુરક્ષા – અગાઉ સંયુક્ત જીવન વીમો) અને Yugal Suraksha પોલિસીમાં 3 વર્ષ પછી
    surrender facility ઉપલબ્ધ છે.
  • AEA અને Children Policyમાં surrender facility ઉપલબ્ધ નથી.

ખાસ નોંધ સરેન્ડર પોલીસી કરવાથી જમા રકમ બધી મળી જાય એવું ગેરંટી નથી હોતી ઇન્ડિયા પોસ્ટ સ્પષ્ટ જણાવે છે કે કોઈપણ પોલીસી વચ્ચે બંધ કરવી તે નુકસાનકારક હોય છે તેમાં પાંચ વર્ષ પહેલા તો તમે બંધ કરાવો તો તમને બોનસ નો લાભ મળતો નથી

પીએલઆઈ નું પ્રીમિયમ કેટલું હશે PLI નું પ્રીમિયમ દરેક વ્યક્તિ માટે એક સરખું નથી હોતું. પ્રીમિયમ ભરવા સમયે દરેક વ્યક્તિની ઉંમર પ્લાન, વીમો રકમ, maturity/premium ceasing date વગેરે વિગતો લેવામાં આવે છે.

India Postના સત્તાવાર PLI portal પર ઉંમર, Product Type, Product Name, Sum Assured અને અન્ય વિગતો દાખલ કરીને quote મેળવી શકાય છે.

PLIમાં Tax Benefit મળે છે?

ઇન્ડિયા પોસ્ટ ની એફએ ક્યુ મુજબ પીલાઈ માટે ભરવામાં આવેલા પ્રીમિયમ પર ટેક્સ એક્ટ સેક્શન 80c ટેક્સ બેનિફિટ વિશે બતાવવામાં આવ્યું છે જોકે અહીં જે તે વ્યક્તિનો વાસ્તવિક ટેક્સ બેનિફિટ તેનો પોતાનો ટેક્સ બેનિફિટ અને તેના tax benef ક્રાઈટેરિયા પર આધાર રાખે છે

Premium સમયસર ન ભરાય તો શું થાય ? PLI પોલિસી કંટીન્યુ રાખવા માટે સમયસર પ્રીમિયમ ભરવું અતિ આવશ્યક છે ઇન્ડિયા પોસ્ટ ની ગાઈડલાઈન મુજબ 3 વર્ષ સુધીની પોલિસીમાં 6 મહિના સુધી premium ન ભરાય અથવા 3 વર્ષથી જૂની પોલિસીમાં 12 મહિના સુધી premium ન ભરાય તો પોલિસી lapse થઈ શકે છે.

PLI લેતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. PLI યોજનાઓને માત્ર વધુ વળતર ની અપેક્ષા એ જોવાના બદલે તેને જીવન વીમા પોલિસી તરીકે જો વધારે સારું રહેશે, કયો પ્લાન યોગ્ય છે તે વ્યક્તિની ઉંમર, આવક, પરિવારની જરૂરિયાત, પોલિસીની અવધિ અને જરૂરી insurance cover પર આધારિત છે.

પોલિસી લેતા પહેલાં:

  • Policyની સંપૂર્ણ શરતો વાંચો.
  • Sum Assured અને premiumની ગણતરી તપાસો.
  • Bonusનો હાલનો દર ચકાસો.
  • Loan અને surrenderની શરતો સમજો.
  • Nomineeની વિગતો યોગ્ય રીતે આપો.
  • Premium સમયસર ભરવાની વ્યવસ્થા કરો.
  • કોઈ એજન્ટ દ્વારા આપવામાં આવેલી “ચોક્કસ આટલા લાખ મળશે” જેવી ગણતરીને official quote વગર માનશો નહીં.

નિષ્કર્ષ

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે premium અને maturity/death benefitની ચોક્કસ ગણતરી માટે India Postના અધિકૃત PLI portal પરથી current quote મેળવવો જોઈએ, કારણ કે premium અને bonus સંબંધિત દરો તથા નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment