નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે LIC ના એક નવા પ્લાન વિશે જેનું નામ છે LIC વીમા પ્લેટિનમ પ્લાન 770 જે એક (Endowment Plan) છે વિમાની સાથે સાથે બચત પણ કરે છે મતલબ કે પાકતી મુદતે તમને સારો એવો વળતર પણ મળે છે.
આજના આધુનિક યુગમાં માણસનું જીવનમાં જીવન સુરક્ષા સૌથી મહત્વનો ભાગ ભજવે છે, એક એવી સુરક્ષા જ્યારે પોતે હયાત ન હોય તો પોતાના પરિવારને સુરક્ષા કવચ પૂરી પાડે છે સાથે સાથે ભવિષ્યમાં તમે વિમાની સાથે બચત પણ કરી શકો છો.
LIC એ તેવી જ એક નવી સ્કીમ લોન્ચ કરી છે LIC Bima Platinum (Plan No. 770) જો તમે આ પોલીસી લેવા માગતા હોય તો સાત સપ્ટેમ્બર 2026 થી 31 માર્ચ 2027 સુધી લઈ શકશો.
મુખ્ય બાબત આ આર્ટિકલ માં જાણીશું
- પાત્રતાની શરતો
- મેચ્યોરિટી લાભ
- આવક લાભ
- મૃત્યુ લાભ
- અન્ય લાભો
LIC Bima Platinum Plan 770 શું છે?
- આ યોજના શેરબજારના જોખમોથી મુક્ત છે, જેમાં તમને પહેલાથી જ નિશ્ચિત કરેલા લાભો (Guaranteed Additions) મળે છે.
- આ પ્લાનની ખાસિયત એ છે કે તેમાં રોકાણકારોને નિયમિત આવક (Regular Income) અને મોટો ‘બૂસ્ટર બેનિફિટ’ પણ મળે છે.
- જે લોકો ઓછા વર્ષ સુધી જ પ્રીમિયમ ભરી લાંબો સમય વીમો લેવા માંગે તો તે ફક્ત 7 વર્ષ સુધી જ પ્રીમિયમ વિકલ્પ મોજૂદ છે .
પાત્રતાના ધોરણો અને શરતો શું છે ?
LIC વીમા પ્લેટિનમ પોલિસી લેવા માટે પાત્રતા અને શરતો નીચે મુજબ છે
- પ્રીમિયમ ભરવાના વિકલ્પો
- ગ્રાહક પોતાની અનુકૂળતા મુજબ 7, 10, 12, 15 અથવા 18 વર્ષમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકે છે.
- જો તમ 7 વર્ષ ની પોલિસી લો છો તો તમારી ઉમર ઓછામાં માં ઓછી 11 વર્ષ થી 55 વર્ષ ની વચ્ચે હોઈ જોઈએ
- જો તમે 18 વર્ષની પોલિસી લો તો તમારી ઉંમર ફક્ત 30 દિવસ થી લઇ મહતમ 47 વર્ષની વચ્ચે હોઈ જોઈએ
- એજ પ્રમાણે પ્રીમિયમ સમય અને ઉંમર મર્યાદા નીચે કોષ્ટક માં આપેલ છે
ઉંમર મર્યાદા માપદંડ
| પ્રીમિયમ ટર્મ (PPT) | ન્યૂનતમ પ્રવેશ ઉંમર (છેલ્લા જન્મદિન મુજબ) |
મહત્તમ પ્રવેશ ઉંમર (નજીકના જન્મદિન મુજબ) |
|---|---|---|
| 7 વર્ષ | 11 વર્ષ (છેલ્લા જન્મદિન મુજબ) | 55 વર્ષ (નજીકના જન્મદિન મુજબ) |
| 10 વર્ષ | 8 વર્ષ (છેલ્લા જન્મદિન મુજબ) | 55 વર્ષ (નજીકના જન્મદિન મુજબ) |
| 12 વર્ષ | 6 વર્ષ (છેલ્લા જન્મદિન મુજબ) | 53 વર્ષ (નજીકના જન્મદિન મુજબ) |
| 15 વર્ષ | 3 વર્ષ (છેલ્લા જન્મદિન મુજબ) | 50 વર્ષ (નજીકના જન્મદિન મુજબ) |
| 18 વર્ષ | 30 દિવસ (પૂર્ણ થયેલ) | 47 વર્ષ (નજીકના જન્મદિન મુજબ) |
ઓછા માં ઓછો વીમો કેટલા નો લઈ શકો
એલ.આઇ.સી વીમા પ્લેટિનમ ઓછામાં ઓછો ત્રણ લાખનો વીમો લઈ શકો મહત્તમ કોઈ મર્યાદા નથી તમારી આવક પર નિર્ભર રાખે છે
ઉદાહરણ દ્વારા સમજીએ: પ્લાનની ગણતરી અને ફાયદા
આ પોલીસીને નાણાકીય લાભોને સમજવા આપણે એક ઉદાહરણથી સમજ શું
- કોઈ એક વ્યક્તિની ઉંમર 30 વર્ષ છે જે આ પોલિસી લેવા માંગે છે
- વીમા રકમ 10 લાખનો વીમો લીધો છે
- પ્રીમિયમ ભરવાની મુદત 10 વર્ષ
- પોલીસી નો સમયગાળો 20 વર્ષ રાખ્યો છે
- તો તેને વાર્ષિક પ્રીમિયમ અંદાજિત ₹1,83,300 આવશે (ટેકસ સિવાય)
- આ ઉદાહરણ મુજબ, ગ્રાહકે 10 વર્ષ સુધી દર વર્ષે પ્રીમિયમ ભરવાનું રહેશે અને 10 વર્ષમાં કુલ અંદાજે ₹18,33,000 નું પ્રીમિયમ ચૂકવવું પડશે.
- આમા 10 વર્ષ પ્રીમિયમ રાખેલું છે એટલા માટે દસ વર્ષ સુધી તમારે એટલા પૈસા દર વર્ષે ભરવાના રહેશે
- 10 વર્ષમાં ટોટલ પ્રીમિયમ ₹18,33,000 રૂપિયા થશે
- આ પછી પોલિસીમાં નીચે મુજબના ફાયદાઓ મળવાના શરૂ થાય છ
વીમા સમયગાળો
| PPT (વર્ષ) | ન્યૂનતમ પૉલિસી ટર્મ | મહત્તમ પૉલિસી ટર્મ |
| 7 | 17 years | 40 years |
| 10 | 20 years | 40 years |
| 12 | 22 years | 40 years |
| 15 | 25 years | 40 years |
| 18 | 28 years | 40 years |
આ પ્લાનમાં મળતા મુખ્ય લાભો
- પ્રીમિયમ ભરવાની મુદત પૂરી થયા પછી (એટલે કે 10 વર્ષ પછી), પોલિસીની મેચ્યોરિટી(20 વર્ષ) સુધી દર વર્ષે બેઝિક સમ એશ્યોર્ડના 10% રકમ
- એટલે કે ₹1,00,000 પ્રતિ વર્ષ નિયમિત આવક તરીકે મળતી રહે છે. દસ વર્ષ સુધી આ લાભ પોલિસીના અંતિમ વર્ષ સુધી ચાલુ રહે છે.
- દસ વર્ષ માં એટલે કે પોલિસી ના 19 માં વર્ષ સુધી માં કુલ ₹10 લાખ મળી જશે.
બુસ્ટર આવકનો ફાયદો:- ખાસ કરીને તમારે આ પ્લાનમાં બુસ્ટર આવો આવકનો ફાયદો પણ થાય છે આ પ્લાનના મધ્યમાં બુસ્ટર ઇન્કમ આપવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો 10 વર્ષની પ્રીમિયમ ટર્મવાળી પોલીસીમાં 15માં વર્ષે કુલ વિમા રકમ ના 70% એટલે ₹7 લાખ તમારા ખાતામાં સીધા જ જમા થાય છે.
LIC ની નવી યોજના જીવન રક્ષા પ્લાન (નંબર 894) ઓછા પ્રીમિયમ માં વધારે વીમો
પાકતી મુદતે મળતા ફાયદાઓ.
- વીમા રકમ ₹10 લાખ
- ગેરેન્ટેડ એડિસન્સ: આ પ્લાનમાં પ્રતિ હજાર દીઠ ₹70 નું વાર્ષિક વધારાનું બોનસ ઉમેરાય છે જે 20 વર્ષ સુધી ઉમેરાય છે
- 10 લાખ થી વધુના વીમા પર ₹9 વધારાનું બોનસ મળે
- એટલે પ્રતી ₹1000 વીમા દીઠ ₹79 નું બોનસ મળે
- આ ઉદાહરણમાં 10 વર્ષનું કુલ ગેરંટીડ એડિશન અંદાજે ₹7,96,438 થાય છે.
આ પ્રકારે મેચ્યોરિટી સમયે સમ એશ્યોર્ડ અને ગેરંટીડ એડિશન મળીને અંદાજે ₹17,96,438 ની માતબર રકમ મેચ્યોરિટી પર પ્રાપ્ત થાય છે.
આમ કુલ રકમ ₹34,96,440 20 વર્ષ માં મળશે જે જમાં રકમ ₹18,33,000 કરી હતી
ડેટ બેનિફિટ: જો પોલિસી દરમિયાન દુર્ઘટના બને તો?
ચાલુ પોલીસી દરમિયાન પોલીસ દ્વારા અચાનક અવસાન થાય તો તેના પરિવારને નીચે મુજબના લાભો મળશે.
- સૌપ્રથમ વીમા રકમ જેટલા વર્ષ પોલીસી ચાલુ રહી હોય તેટલા વર્ષનું બોનસ
- ડેથ સમ એશ્યોર્ડની ગણતરી માટે વાર્ષિક પ્રીમિયમના 11 ગણા અથવા મુળ વીમા રકમ – આ બંનેમાંથી જે વધુ હોય તે રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.
અન્ય વિશેષ સુવિધાઓ અને રાઇડર્સ (ઓપ્શનલ)
- એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટ રાઇડર
- ટર્મ એશ્યોરન્સ રાઇડર
- પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર (બાળકોની પોલિસી માટે અત્યંત ઉપયોગી)
- ક્રિટિકલ ઇલનેસ રાઇડર
સરન્ડર અને લોન સુવિધા: પોલિસી શરૂ થયાના 1 વર્ષ પછી તમે તેને સરન્ડર કરાવી શકો છો અથવા જરૂરિયાતના સમયે પોલિસી પર લોન પણ મેળવી શકો છો.
ગ્રેસ પીરિયડ (Grace Period): પ્રીમિયમ ભરવાની તારીખ ચૂકાઈ જાય તો માસિક મોડ માટે 15 દિવસ અને અન્ય મોડ્સ માટે 30 દિવસનો વધારાનો સમયગાળો લેટ ફી વગર મળે છે.
તમે આ પ્લાન માં પેમેન્ટ દર મહિને દર છ મહિને અથવા વરસ દિવસે એક સાથે કરી શકશો. Lic એ તમારી સગવડ મુજબ ઓપ્શન આપેલા છે.
નિષ્કર્ષ (Conclusion) LIC Bima Platinum Plan (Plan No. 770) એ એવા લોકો માટે ઉત્તમ છે જેવો જીવનની સુરક્ષાની સાથે સાથે આવક અને ગેરેન્ટેડ રિટર્ન પણ મેળવવા માગતા હોય, બાળકોના ભવિષ્ય માટે અથવા નિવૃત્તિ પછીના સમયમાં મેનેજ કરવા માટે આ પ્લાન બહુ ફાયદાકારક છે , આ પ્લાન લેવા માટે તમારે 31 માર્ચ 2027 પહેલા નજીકના lic બ્રાન્ચ નો તપાસ કરો અથવા કોઈ એજન્ટનો તપાસ કરી શકો

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…