આજે મોંઘવારી ના સમય માં લોકો પોતાની જીવન જરૂરિયાત અને જીવન ચલાવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે તે પોતાની આર્થિક વિકાસ અને પોતાની જરૂરિયાતોને પહોંચી વળે છે પરંતુ આવા સમયમાં પોતાની હયાતી ન હોય ત્યારે પોતાના પરિવારને સુરક્ષિત રાખવું પણ એટલું જ જરૂરી છે જો તમે કોઈ જીવન વીમો લીધો હોય તો જ્યારે તમારી હયાતી ન હોય ત્યારે તમારા પરિવારને આજીવિકા ચલાવવા માટે એ વીમા રકમ કામ આવે છે, જેથી તેને બીજા ની આગળ પૈસા માટે હાથ લંબાવવા ના પડે.LIC Jeevan Raksha Plan 894
આજે આપણે LIC ના એક એવા પ્લાન વિશે વાત કરવાના છે, જેમાં ઓછા પ્રીમિયમમાં વધારે વીમો મળી શકશે ખાસ કરીને નાના લોકો માટે આ પોલિસી બનાવવામાં આવી છે આ પ્લાન નું નામ છે LIC ‘જીવન રક્ષા પ્લાન 894’ (LIC Jeevan Raksha Plan 894) જે 7 સપ્ટેમ્બર 2026 ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો છે.
આ આર્ટિકલમાં આપણે આ નવી યોજનાની તમામ વિગતો, પાત્રતા, પ્રીમિયમ વિકલ્પો, બેનિફિટ્સ અને તેના ઉદાહરણ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
૧. જીવન રક્ષા પ્લાન (894) શું છે? (પ્યોર રિસ્ક ટર્મ પ્લાન)
જીવન રક્ષા પ્લાન એક પ્યોર રિસ્ક પ્લાન છે અથવા તો લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન કહી શકાય (મુદત વીમા યોજના) સામાન્ય રીતે એન્ડોપમેન્ટ પોલીસી વિપરીત છે, જેમાં પાકતી મુદત કોઈ વળતર મળવા પાત્ર રહેશે નહીં, રોકડ પર કોઈ વળતર અથવા વ્યાજ મળશે નહીં ફક્ત જેટલા વર્ષનો વીમો તમે લીધો છે તે તેટલા વર્ષ ની વચ્ચે પોલિસીધારકનું કોઈ કારણસર અવસાન (આત્મહત્યા વગર)કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને વીમા રકમ અને બીજા બેનિફિટ મળશે.
આ વિમાની સૌથી મહત્વની બાબત એ છે કે તમારે ખૂબ જ ઓછા પ્રીમિયમમાં વધારે વીમો અને વધારે વર્ષ સુધી વીમો લઈ શકશો, જ્યારે પાકતી મુદતે તમને જે વળતર મળે છે તેમાં પ્રીમિયમ પણ વધારે ભરવું પડતો હોય છે.
મુખ્ય વિશેષતાઓ અને પાત્રતાના નિયમો
કોઈપણ પોલીસીની ખરીદી પહેલા તેના નિયમો વિશે જાણી લેવું જરૂરી છે આ પોલીસી ના નિયમો અને પાત્રતા નીચે મુજબ છે
- પ્લાન લેવા માટે ઓછા માં ઓછી ઉંમર 18 વર્ષ
- પ્લાન લેવા માટે વધારે માં વધારે 45 વર્ષ
- વીમા કવર ઓછા માં ઓછું ₹5 લાખ
- વીમા કવર વધારે માં વધારે ₹24 લાખ
- પાકતી મુદતે તમારી ઉંમર 60 વર્ષ થી વધુ ન હોવી જોઈએ
- મતલબ ઉમર 25 વર્ષ હોય તમે 35 વર્ષથી વધારે વીમો ના લઈ શકો
આ યોજના 18 થી 45 વર્ષની વય જૂથના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે, જેથી તેમની યુવાવસ્થામાં જ પોતાના પરિવાર માટે સુરક્ષા કવચ સુનિશ્ચિત કરી લે છે ખાસ કરીને આ ઉંમરે જ મહત્વની હોય છે ત્યારબાદ ધીરે ધીરે જવાબદારીમાંથી મુક્ત થતા જતા હોય છે.
પ્રીમિયમ ચુકવણીના કુલ ચાર વિકલ્પો છે
LIC એ જીવન રક્ષા પ્લાન (નંબર 894) નો લાભ લેવા મટે પ્રીમિયમ ભરવા ગ્રાહકોની સગવડ માટે અલગ અલગ ચાર વિકલ્પો આપેલા છે નીચે મુજબ છે.
- (1) સિંગલ પ્રીમિયમ:- જો તમે વારંવાર પ્રીમિયમ ભરવા ના માગતા હોય તો તમે એક જ વખતમાં પુરા પંદર વીસ વર્ષના પૂરા વિમાનો પ્રીમિયમ ભરી શકો છો.
- (2) લિમિટેડ પ્રીમિયમ : તમારા શરૂઆતના દસ વર્ષ પ્રીમિયમ ભરવાનું રહેશે ત્યાર પછી કોઈ પ્રીમિયમ ભરવાનું નહીં રહે વીમો ચાલુ રહેશે
- (3)બીજું ઓપ્શન: તમારે શરૂઆતના 15 વર્ષ પ્રીમિયમ ભરવાનું રહેશે ત્યાર પછી કોઈ પ્રીમિયમ ભરવાનો નહીં રહે
- (4)રેગ્યુલર પ્રીમિયમ: જ્યાં સુધી તમારો વીમો ચાલશે ત્યાં સુધી તમારે હર વર્ષે પ્રીમિયમ ભરવાનું રહેશે
- ઉપરના ચાર ઓપ્શનમાંથી કોઈપણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને એ જ પ્રમાણે તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે
પ્રીમિયમ તમે મહિને છ મહિને અથવા તો વરસ દિવસે એક સાથે પ્રીમિયમ ભરી શકશો (સિંગલ પ્રીમિયમ નો ઓપ્શન સિવાય)
કેટલા વર્ષનો વીમો લઈ શકાય (Policy Term)
| પ્રિમિયમ ચુકવણીનો પ્રકાર | ન્યૂનતમ પોલિસી ટર્મ (વર્ષ) | મહત્તમ પોલિસી ટર્મ (વર્ષ) |
|---|---|---|
| સિંગલ પ્રિમિયમ | 15 | 42 |
| લિમીટેડ પ્રિમિયમ: 10 વર્ષ | 15 | |
| લિમીટેડ પ્રિમિયમ: 15 વર્ષ | 20 | |
| રેગ્યુલર | 15 |
પોલીસી નો સમયગાળો તમે પસંદ કરેલા પ્રીમિયમ વિકલ્પ ઉપર આધાર રાખે છે દાખલા તરીકે સિંગલ પ્રીમિયમ પસંદ કર્યું છે તો 15 થી 42 વર્ષની વચ્ચેનો વીમો લઈ શકશો
અન્ય વિકલ્પોમાં પણ 15 વર્ષ 20 વર્ષ અને મહત્તમ 42 વર્ષનો વીમો તમે લઈ શકશો
એક ઉદાહરણ થી ગણતરી કરી પ્લાન ને સમજીએ
માની લો કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષની છે ₹20 લાખનો વીમો લેવા માંગે છે અને રેગ્યુલર પ્રીમિયમ નો વિકલ્પ પસંદ કર્યો છે 30 વર્ષનો વીમો લેવા માંગે છે તો અંદાજિત પ્રીમિયમ ₹9,823 આવશે જે સતત 30 વર્ષ સુધી ભરવું પડશે.
- 30 વર્ષમાં ભરેલી કુલ રકમ ₹2,94,690
- મળતો બેનિફિટ : 30 વર્ષ સુધી ₹20 લાખનો વીમા કવર
- ખાસ વાત આ ₹2,94,690 રકમ એક સાથે નહિ પણ હપ્તા માં ભરવાની છે
હવે જ્યારે 30 વર્ષ પૂરા થઈ જશે ત્યારે વીમા ની મુદત પણ પૂરી થઈ જશે કારણ કે ટર્મ પ્લાન હોવાથી મેચ્યોરિટી પર કોઈ રોકાણ રકમ પરત મળતી નથી મતલબ આનો લાભ ત્યારે જ મળે જ્યારે પોલિસી ધારક નું ચાલુ પોલિસી દરમિયાન અવસાન થયું હોઈ તો તેના વારસદાર ને લાભ મળે.
મૃત્યુ લાભ કેટલો મળશે ?
30 વર્ષ દરમિયાન પોલિસી ધારક નું અવસાન થયું હોઈ તો તેના વારસ ને પૂરા ₹20 લાખ મળશે વારસદાર ને મળનારી આ રકમ વાર્ષિક પ્રીમિયમના 7 ગણા અથવા બેઝિક સમ એશ્યોર્ડ – (મુળ વીમા રકમ) આ બંનેમાંથી જે વધુ હોય તે મળવા પાત્ર રહેશે.
તો આપડા ઉદાહરણ પ્રમાણે વાર્ષિક પ્રીમિયમ ₹9823 છે
- વાર્ષિક પ્રીમિયમ 9823*7= ₹68,761
- વીમા રકમ ₹20 લાખ છે
- માટે વાર્ષિક પ્રીમિયમ થી વીમા રકમ વધારે છે માટે ₹20 લાખ મળવા પાત્ર રહેશે.
અન્ય વિશેષ લાભો અને મર્યાદાઓ (ઓપ્શનલ) તમે તમારું વાર્ષિક પ્રીમિયમ સાથે થોડું વધારે એક્સ્ટ્રા પ્રીમિયમ ભરી અને બીજા અલગથી લાભો લઈ શકો છો
એકસીડન્ટ રાઇડર પોલીસી ધારકનું મૃત્યુ એક્સિડેન્ટ થયું હોય તો તેને ₹20 લાખ રૂપિયા તો મળવા પાત્ર રહેશે પરંતુ એક્સિડન્ટ રાઇડર લીધું હોય તો તેને અલગથી બીજા પૈસા મળે છે.
પ્રીમિયમ મોડ: તમે તમારી સગવડ મુજબ વાર્ષિક (Yearly) અથવા અર્ધવાર્ષિક ધોરણે પ્રીમિયમ ભરી શકો છો.
સરેન્ડર વેલ્યુ અને લોન: આ એક શુદ્ધ ટર્મ પ્લાન હોવાથી તેમાં કોઈ સરન્ડર વેલ્યુ (સરેન્ડર વેલ્યુ) મળતી નથી અને આ પોલિસી માં કોઈપણ પ્રકારની લોન સુવિધા ઉપલબ્ધ નથી.
ઉપસંહાર
LIC નો જીવન રક્ષા પ્લાન (894) એવા લોકો માટે એક શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ છે જેઓ બચતની અપેક્ષા રાખવાને બદલે માત્ર પોતાના પરિવાર માટે એક સુરક્ષિત આર્થિક છત્ર છાયા ઈચ્છે છે. જો તમે પણ તમારા પરિવારને સુરક્ષિત કરવા માંગતા હોવ, તો આ યોજના વિશે વધુ માહિતી માટે તમારા નજીકના LIC એજન્ટ કે શાખાનો સંપર્ક કરી શકો છો.
LIC ઓફિસિયલ વેબસાઈટ
કેટલા વર્ષનો વીમો લઈ શકાય (Policy Term)
| પ્રિમિયમ ચુકવણીનો પ્રકાર | ન્યૂનતમ પોલિસી ટર્મ (વર્ષ) | મહત્તમ પોલિસી ટર્મ (વર્ષ) |
|---|---|---|
| સિંગલ પ્રિમિયમ | 15 | 42 |
| લિમીટેડ પ્રિમિયમ: 10 વર્ષ | 15 | |
| લિમીટેડ પ્રિમિયમ: 15 વર્ષ | 20 | |
| રેગ્યુલર | 15 |

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…