LIC વીમા લક્ષ્મી યોજના પ્લાન 881 સંપુર્ણ વિગતો | LIC Bima Lakshmi Plan 881

Spread the love

15 ઓક્ટોબર 2025 ના રોજ LIC એ નવી સ્કીમ લોન્ચ કરી છે જેનું નામ છે વીમા લક્ષ્મી યોજના આ યોજનામાં તમને ગેરેન્ટેડ એડિશન મળે છે મતલબ શરૂવાત થી તમને એક નિશ્ચિત બોનસ વિશે જણાવી દેશે

  • બોનસ સુવિધા
  • વીમા કવસ
  • સેવીંગ કરી શકશો
  • ઓછામાં ઓછું 7 વર્ષનું પ્રીમિયમ ચૂકવવું

કોણ કોણ આ પ્લાન લઈ શકે

  • આ પ્લાન ફક્ત મહિલાઓ માટે જ છે
  • આપની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • પોલિસી મુદત 25 વર્ષ
  • 7 વર્ષ થી 15 વર્ષ સુધી પૈસા ભરવાના પ્લાન પસંદગી પર નિર્ભર
  • ઓછામાં ઓછી વીમા પોલિસી બે લાખ રૂપિયાની લેવાની રહેશે આનો મતલબ એ નથી કે તમારે બે લાખ રૂપિયા ભરવાના છે પરંતુ તે પ્રમાણે તેના બેનિફિટ તમને મળશે
  • વધારામાં વધારે પોલિસી ની કોઈ લિમિટ નથી

પ્લાન ને સમજવા માટે એક ઉદાહરણ થી આપણે સમજીએ

  • માની લો કોઈ મહિલા ની ઉંમર 30 વર્ષની છે
  • આપણે ખ્યાલ છે કે પોલીસી મુદત 25 વર્ષની છે
  • માની લો તમે પ્રીમિયમ ચુકવણી મુદત 10 વર્ષ સિલેક્ટ કરી છે
  • કેટલો વીમો લેવા માંગો છો… 2 લાખ

સર્વાઇવલ વિકલ્પ બેનિફિટ ચુકવણીઓ

વિકલ્પ A પ્રીમિયમ ચુકવણી મુદતના અંતે, જો બધા બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય, તો મૂળભૂત વીમા રકમના 50% સર્વાઇવલ બેનિફિટ તરીકે ચૂકવવાપાત્ર રહેશે.

વિકલ્પ B પોલિસી વર્ષના અંતે, જો બધા બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય, તો મૂળભૂત વીમા રકમના 7.5% ના દરે કુલ બાર સર્વાઇવલ બેનિફિટ્સ ચૂકવવાપાત્ર રહેશે.

વિકલ્પ 4 પોલિસી વર્ષના અંતે, જો બધા બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય, તો મૂળભૂત વીમા રકમના 15% ના દરે કુલ છ સર્વાઇવલ બેનિફિટ્સ ચૂકવવાપાત્ર રહેશે.

ઉપર ના વિકલ્પો માંથી માની લો તમે વિકલ્પ A પસંદ કર્યો તો

  • હાલ તમારી ઉમર 30 વર્ષ ની છે અને
  • વાર્ષીક ભરવા પાત્ર રકમ 33590
  • પ્રીમિયમ પોલિસી તમે 10 વર્ષની લીધી છે 10 વર્ષ માટે પૈસા ભરવાના રહેશે
  • તો દસ વર્ષમાં કુલ રકમ ₹3,35,900 ભરવાની થશે
  • પ્રીમિયમ પોલીસી ના 10 વર્ષ પૂરા થયા બાદ પોલીસી ના 50%. રકમ મળી જશે મતલબ આપડે 2 લાખ નો વીમો લીધો તો 1 લાખ મળી જશે

ત્યારબાદ તમને કોઈ પ્રીમિયમ નહીં મળે અને તમારે કોઈ પૈસા ભરવાના નથી 15 વર્ષ સુધી રાહ જોવાની છે કારણ કે તમારી પોલિસી સમય 25 વર્ષનો છે

25 વર્ષ પૂરા થયા પછી ત્યાર બાદ તમને વીમા પોલિસી ની જે નક્કી કરી હોઈ તે રકમ મળશે આપડે 2 લાખ રું અને બોનસ મળશે

LIC તરફ થી કહેવામાં આવ્યું છે કે એક ચાલુ પોલિસી હેઠળ (જેમાં બધા બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા છે), પોલિસી મુદત દરમિયાન ગેરેન્ટેડ બોનસ દરેક પોલિસી વર્ષના અંતે જમા થશે.ચાલુ પોલિસી માટે ગેરેન્ટેડ બોનસ દર ચૂકવેલ પ્રીમિયમના સંદર્ભમાં કુલ વાર્ષિક પ્રીમિયમના 7% રહેશે.

  • પહેલા વર્ષમાં પ્રીમિયમ સૂકવણી 33590રું
  • 33590 નાં 7% વ્યાજ ગણીએ 2351 થશે
  • બીજા વર્ષ માં પ્રીમિયમ સૂકવણી 33590રું
  • તો 2 વર્ષ માં 67180રું સૂકવણી કર્યા
  • તેના 67180ના 7% વ્યાજ 4702રું થાય
  • તો કુલ વ્યાજદર 2 વર્ષ નું 7053રું થશે

તો આમ 25 વર્ષ માં મળવા પાત્ર કુલ રકમ પોલિસી રકમ 2 લાખ અને ગેરેન્ટેડ બોનસ 335900 10 વર્ષ ભરેલી રકમ મળશે

પોલિસી રકમગેરેન્ટેડ બોનસકુલ
2 લાખ રું4,82,017રું6,82,017રું મલશે

ચાલુ પોલીસી દરમિયાન policy ધારક નું મૃત્યુ થઈ જાય તો

મૃત્યુ પર વીમા રકમ + ગેરંટીકૃત બોનસ મળે છે

  • તો માની લો પોલિસી ધારક નું પોલિસી ના છઠ્ઠા વર્ષ માં મૃત્યુ થયું
  • તો અહી પોલિસી ધારક ને વીમા પોલીસી રકમ મળશે અને સાથે ગેરેન્ટેડ બોનસ મળશે તેના માટે કેલ્ક્યુલેશન કરીએ
  • તો સૌપ્રથમ તમારું વાર્ષિક પ્રીમિયમ ના 10 ગણા મળી મતલબ 33590*10= 335900 રું
  • સાથે સાથે 6 વર્ષ ગેરેન્ટેડ બોનસ મળશે જે 49377
  • આમ કુલ રકમ 385277રું મળશે

નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારા નોલેજ માટે છે એમાં કોઈ રોકાણ કરવા માટેની સલાહ નથી આપવામાં આવતી માટે તમારે રોકાણ કરવા માટે lic ની ઓફિસે તપાસ કરો અથવા તો તેના એજન્ટો ને મળી અને તમને યોગ્ય લાગે તો રોકાણ કરી શકો.

આ પ્લાન વિશે પણ જાણો LIC જન સુરક્ષા પ્લાન ખાસ નાના લોકો માટે

એલ.આઇ.સી જીવન શાંતિ યોજના વિશે જાણો


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *