
ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ક્વાર્ટર એટલે કે 1 ઓક્ટોબર 2026થી 31 ડિસેમ્બર 2026 માટે નાની બચત યોજનાઓના વ્યાજદર જાહેર કર્યા છે.
નાણા મંત્રાલયના Department of Economic Affairs દ્વારા 30 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ તમામ Small Savings Schemesના વ્યાજદર અગાઉના ક્વાર્ટર જેવા જ રાખવામાં આવ્યા છે. એટલે કે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 દરમિયાન કોઈ વ્યાજદર વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.
કઈ કઈ સ્કીમો ના વ્યાજદર જાહેર થયા ?
- 1.પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF)
- 2. સુકન્યા સમૃદ્ધિ યોજના
- 3.સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ
- 4.નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC),
- 5.પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD)
- 1-Year Time Deposit
- બે વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ
- ત્રણ વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ
- પાંચ વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ
- 6.પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ
- 7.પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS)
- 8.કિસાન વિકાસ પત્ર (KVP)અમા
- 9 રિકરિંગ ડિપોઝિટ (Rd)
(૧) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ): વાર્ષિક વ્યાજ દર 7.1%, જે લાંબા ગાળાની બચત માટે લોકપ્રિય છે આ યોજના માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે 180 મહિના સુધી ખાતાની મૂળ મુદત 15 વર્ષ છે બાદ માં વ્યાજ સહિત રકમ પરત મળી જશે ખાસ વાત એ છે કે PPF માં નાણાકીય વર્ષ દરમિયાન નક્કી કરેલી મર્યાદા મુજબ જમા કરી શકાય છે.
વાર્ષિક ઓછામાં ઓછું ₹500 જમા કરવાના હોય છે. PPFમાં કર સંબંધિત લાભો લાગુ પડતા Income Taxના નિયમો અને વ્યક્તિની કર પરિસ્થિતિ પર આધારિત હોય છે.
(૨) સુકન્યા સમૃદ્ધિ યોજના (એસ.એસ.વાય): 8.2%નો આકર્ષક વ્યાજ દર, જે દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે છે. સામાન્ય રીતે એક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખાતું ખોલી શકાય છે,
જોકે લાગુ નિયમો અને અપવાદો તપાસવા જરૂરી છે ઓછામાં ઓછા ₹250 થી લઈ અને ₹1.5 લાખ રૂપિયા વાર્ષિક ભરી શકો
સુકન્યા સમૃદ્ધિ ખાતાની મુદત ખાતું ખોલ્યાની તારીખથી 21 વર્ષ છે. ખાતામાં સામાન્ય રીતે પ્રથમ 15 વર્ષ સુધી જમા કરી શકાય છે.
(૩) સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): 8.2% વ્યાજ દર, જે SCSS પાત્ર વરિષ્ઠ નાગરિકો માટેની સરકારી નાની બચત યોજના છે. સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પાત્ર વ્યક્તિઓ માટે આ યોજના છે અને ખાસ વાત એ છે કે દર ત્રણ મહિને વ્યાજ તમારા ખાતામાં જમા થાય છે.
- મહત્તમ જમા મર્યાદા: ₹30 લાખ
- ન્યૂનતમ જમા: ₹1,000
- વ્યાજદર: 8.2% વાર્ષિક
- વ્યાજ ચુકવણી: દર 3 મહિને
- મુદત: 5 વર્ષ
- પાત્રતા: સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ
(૪) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): 7.7% વ્યાજ દર, જે 5 વર્ષની બચત માટેની યોજના એકવાર પૈસા જમા કરાવવાના હોય છે પાંચ વર્ષ પછી વ્યાજ સહિત તમને પરત પૈસા મળી શકે છે ઓછામાં ઓછા ₹1000 રોકાણ થી શરૂઆત કરી શકો છો
(૫) પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (એફડી): 01 થી 05 વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 6.9% થી 7.5% સુધીનું હોય છે
- પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (1 વર્ષ) 6.9%
- 1.પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (2 વર્ષ) 7% વાર્ષિક વ્યજદર મળે છે ઓછામાં ઓછા ₹100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો
- 2.પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (3 વર્ષ) 7.1% વાર્ષિક વ્યાજદર
- પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (5 વર્ષ) 7.5% વાર્ષિક વ્યાજદર
ખાસ નોંધ વ્યાજદર 1 ઓક્ટોબર 2026 થી 31 ડિસેમ્બર 2026 અપડેટ થયેલા છે સમય સમયે વ્યાજદર બદલાતા રહેતા હોય છે તેથી પોસ્ટ ઓફિસ તપાસ કરી પછી આગળ વધવું
(૬) કિસાન વિકાસ પત્ર (KVP): 7.5% વ્યાજ દર, જે 115 મહિના (9 વર્ષ 7 મહિના) માં રોકાણ માટે લાગુ પાત્રતા અને નિયમો મુજબ ખાતું ખોલી શકાય છે મિનિમમ ₹1,000 થી શરૂઆત કરી શકો છો.
(૭) પોસ્ટ ઓફિસ બચત ખાતું 4% વાર્ષિક વ્યાજ દર મળે છે
ઇન્ડિયા પોસ્ટમાં તમામ સ્કીમોમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોવાથી તે વ્યાજમાં ફેરફાર થતા હોય છે માટે તાજા અપડેટ માટે નજીકની પોસ્ટ ઓફિસ જઈ તપાસ કરવી અથવા ઇન્ડિયા પોસ્ટ ની ઓફીસીયલી વેબસાઈટ ઉપર જય અને તપાસ કરી લેવી
(૮) પોસ્ટ ઓફિસ Recurring Deposit (RD)
- સમયગાળો 5 વર્ષ
- વ્યાજદર 6.7 વાર્ષિક
- દર મહિને પૈસા ભરવાના
- ઓછામા ઓછા ₹100 થી સરૂવાત
8) પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (MIS)
- સમયગાળો 5 વર્ષ
છેલ્લે અપડેટ: 3 ઓક્ટોબર 2026
વ્યાજદરનો સમયગાળો: 1 ઓક્ટોબર 2026થી 31 ડિસેમ્બર 2026
સ્રોત: ભારત સરકાર, Ministry of Finance, Department of Economic Affairs
નોટિફિકેશન તારીખ: 30 સપ્ટેમ્બર 2026
ઇન્ડિયા પોસ્ટ ની ઓફિશ્યલી વેબસાઈડ
| યોજના | વ્યાજદર |
|---|---|
| Savings Account | 4.0% |
| 1-Year TD | 6.9% |
| 2-Year TD | 7.0% |
| 3-Year TD | 7.1% |
| 5-Year TD | 7.5% |
| 5-Year RD | 6.7% |
| MIS | 7.4% |
| SCSS | 8.2% |
| PPF | 7.1% |
| NSC | 7.7% |
| KVP | 7.5% |
| Sukanya Samriddhi | 8.2% |

નમસ્તે મિત્રો!
મારું નામ ભરતભાઈ આહિર છે. હું છેલ્લા છ વર્ષથી YouTube અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર માહિતીપ્રદ કન્ટેન્ટ સાથે કામ કરું છું.
હું “RB Online” અને “કાયદાની વાતો” નામની બે YouTube ચેનલ ચલાવું છું. આ ઉપરાંત, બ્લોગિંગ દ્વારા પણ ફાઇનાન્સિયલ વિષયો અંગે સરળ ભાષામાં માહિતી શેર કરું છું.
આ બ્લોગનો મુખ્ય હેતુ સામાન્ય વાચકો સુધી, સરકારી યોજનાઓ, નાણાકીય માહિતી અને અન્ય ઉપયોગી વિષયો અંગે સચોટ અને સમજવામાં સરળ માહિતી પહોંચાડવાનો છે.