ખેડૂતો માટે સરકાર નો મોટો નિર્ણય વડીલો પાર્જીત જમીન માં ભાઈઓ ભાગ ના આપે શું કરવું

આજે ઘણા એવા કિસ્સા જોયા હશે એક બાપ દીકરા હોઈ પરંતુ જ્યારે બાપદાદા ની જમીન ના ભાગ પડવાની વાત આવે ત્યારે તકરાર થયા વિના રહેતી નથી
ક્યારેક તો એવું પણ બને છે પોતાના જ ભાઈઓ જમીન માં બીજા ભાઈ ને ભાગ નથી આપતા પોતાનો હક હોવા છતાં નથી મળતો તો જો તમારી સાથે પણ આવું થયું હોઈ તો આ પ્રમાણે આગળ વધો તમને ચોક્કચ ન્યાય મળશે જો તમારી સાથે આવું ના થયું હોઈ તો પણ જાણી લો ક્યારેક તમને અથવા તમારા પરિવાર ને કામ આવશે.
ભાઈઓ ભાગ ની જમીન માં ભાગ ના મળ્યો હોઈ તો શું કરવું
સૌપ્રથમ જે જમીનમાં તમારે ભાગ જોઈએ છે એ દાવો તમારો મજબૂત હોવો જોઈએ અહીંયા આપણે વાત કરી રહ્યા છે કે જે બાપદાદાની તમારી જમીન હોય એના વિશે જો વેચાતી ખરીદેલી જમીન હોય તો એ નિયમ અલગ છે જેમાં દસ્તાવેજમાં નામ હોય તેનો હક થાય છે.
દાવો મજબુત કરવા માટે તમારી પાસે એ જમીનના કાયદેસર ના કાગળ હોવા જરૂરી છે
- જેમાં સાત 12 આઠ ની નકલ હોવી જરૂરી છે જેનાથી સાબિત થશે કે આ જમીન કોના નામ ઉપર છે
- પેઢીનામુ હોવું જરૂરી છે જે એ સાબિત કરશે કે તમે એ જમીનના કાયદેસર વારસદાર છો
- સૌપ્રથમ આ ત્રણ દસ્તાવેજ તમારી સાથે હોવા જરૂરી છે
બધા જ જરૂરી કાગળો આવી ગયા પછી આગળ વધવા માટે તમારી પાસે બે રસ્તા હશે
- (૧) મામલતદાર કોર્ટ અને
- (૨) સિવિલ કોર્ટ
- બંનેમાં તફાવત શું છે એ જાણીએ
મામલતદાર કોર્ટ શાંતિનો રસ્તો છે બધા ભાઈઓની સહમતિથી જ બધી વસ્તુ થઈ જતી હોય તો મામલતદાર કોર્ટમાં જ તમારું કામ થઈ જશે જેમાં તમારે બહુ ઓછા પૈસામાં ઓછા સમયમાં નિર્ણય આવી જશે અને ન્યાય પણ તમને મળી જશે
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
મામલતદાર કોર્ટની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે તમારે ફક્ત મામલતદાર કોર્ટમાં એક લેખિત અરજી આપવાની છે ત્યાર પછી મામલતદાર શ્રી તપાસ કરશે જમીનનું માપ લેવામાં આવશે અને છેલ્લે બધા ભાઈઓને સરખા ભાગે જમીન વહેચી દેવામાં આવશે આ એક સરળ રસ્તો થયો પરંતુ આમાં બધા ભાઈઓની સહમતિ જરૂરી છે.
પરંતુ માની લો કે આ પ્રમાણે ન થઈ શકે તો પછી શું કરવું તો પછી તમે તમારો હક મેળવવા માટે સિવિલ કોર્ટ માં તમે જઈ શકો છો.
કોર્ટ માં કેસ લડવો થોડો અઘરો છે કારણ કે કોર્ટમાં કેસ કરો એટલે તમારે ફરજિયાત વકીલ રાખવો પડે તેની ફી અલગ હોય છે કોર્ટ ફી અલગ હોય છે બીજા દસ્તાવેજો અને કાગળિયાની ફી અલગ હોય છે એટલે કુલ મળી અને કોર્ટના દરવાજા થોડા ખર્ચા કહી શકાય
કોર્ટમાં કોઈ પણ કેસની સમય મર્યાદા નથી હોતી તેનો નિર્ણય બહુ લેટ આવે છે કે બે વર્ષ પણ ચાલે ત્રણ વર્ષ પણ ચાલે પાંચ વર્ષ પણ ચાલે કંઈ નક્કી કરી શકીએ નહીં માટે તમને જલ્દીથી જ ચુકાદો નથી મળતો
કોર્ટ માં તમારે વકીલ રોકી અને કોર્ટમાં ભાગ બટવારાનો દાવો કરવો પડશે તમારા સાક્ષીઓ અને દસ્તાવેજ રજૂ કરવા પડશે તમારા હિસ્સાનો ભાગ તમારે પ્રૂફ કરવો પડશે
કોર્ટમાં કેસ લડવાનો ઓછામાં ઓછા એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધી ખર્ચ આવી શકે માટે બને ત્યાં સુધી કોર્ટના દરવાજા પકડવા નહીં,
પરંતુ જો બીજો કોઈ ઉપાય જ ના હોય તો સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં કોઈ વાંધો નથી તમારા હક માટે, વેલા મોડો પણ તમને હક મળી જાય છે ત્યારબાદ બધું તપાસ કરી અને કોર્ટ નિર્ણય આપે છે.
માની લો કે કેસ ચાલી રહ્યો છે અને તમારી જમીન વહેંચી નાખે તેવી શક્યતા હોઈ તો શું કરવું
તો તેના માટે જ્યારે તમે મુખ્ય અરજી કરો છો તો એની સાથે સાથે બીજી એક અરજી કરી દો પ્રતિબંધક ની અરજી આ અરજી કર્યા પછી જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી એ જમીનમાં ખેતી કરતા કોઈ રોકી ન શકે એ વહેંચી ન શકે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી શકે
કોર્ટ માં કેસ જીતી ગયા પછી એટલું જરૂર કરવું
કોર્ટમાં કેસ જીતી જવું એ લડાઈ નો અંત નથી, કેસ જીતી ગયા પછી કોર્ટનો હુકમ લઇ અને તમારે મામલતદાર કોર્ટ માં આપવાનો હોઈ છે અને 7/12 રેકોર્ડ પર તમારું નામ અલગ સર્વે નંબર માં ચડાવવાનું હોય છે, ત્યાર બાદ તામરી જમીન નો ભાગ અલગ થઈ જશે જો તેમ નહિ કરો તો કેસ જીતી ને પણ હારી જવા બરાબર છે.