SBI ની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરો: મળશે ગેરંટીડ વળતર અને ₹11,000 થી ₹15,000 સુધીની દર મહિને રેગ્યુલર કમાણી SBI great 5 schemes

શેર કરો

આપણે SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) ની 5 એવી સ્કીમ વિશે વાત કરીશું જે તમને ગેરંટેડ રિટર્ન્સ, ₹11,000 થી લઈને ₹15,000 સુધીની રેગ્યુલર મંથલી ઇનકમ, લોંગ ટર્મ વેલ્થ બિલ્ડિંગ પ્લાન અને ટેક્સ બેનિફિટ આપી શકે છે, તમે નોકરી કરતા હોવ, બિઝનેસ કરતા હોવ કે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, આમાંથી કોઈ એક સ્કીમ તમારા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે

કઈ કઈ પાંચ સ્કીમ વિશે જાણવા ના છે ?

  • (૧)SBI Fixed Deposit (FD) Scheme — જેમાં ફિક્સ વ્યાજ અને સામાન્ય તેમજ વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત વળતર મળે છે.
  • (૨) SBI Recurring Deposit (RD) Scheme — જેમાં દર મહિને નાની નાની બચત કરીને તમે મોટું ફંડ બનાવી શકો છો.
  • (૩) SBI Annuity Deposit Scheme — જેમાં એકસાથે પૈસા રોકવાથી દર મહિને નક્કી કરેલી ગેરંટીડ આવક (પેન્શનની જેમ) મળવાનું શરૂ થઈ જાય છે.
  • (૪) Public Provident Fund (PPF) — લાંબા ગાળાની બચત, ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો અને ૧૦૦% ટેક્સ ફ્રી રિટર્ન મેળવવાનો શ્રેષ્ઠ વિકલ્પ.
  • (૫) SBI Life Smart Wealth Assure (ULIP) — જેમાં માત્ર એક જ વાર રોકાણ (Single Premium) કરવાનું હોય છે અને સાથે મોટું લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ મળે છે.

Sbi Annuity deposit scheme સ્કીમ

​સાવ સરળ ભાષામાં કહીએ તો, આ સ્કીમ તમારી રેગ્યુલર ફિક્સ ડિપોઝિટ (FD) કરતાં બિલકુલ ઉંધી કામ કરે છે.

કેટલા વર્ષ રોકાણ કરવાનુ ?

  • અહી તમે 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ અને 10 વર્ષ માટે રોકાણ કરી શકો.

​🏛️ લિસ્ટમાં સૌથી પહેલું નામ: SBI એન્યુઈટી ડિપોઝિટ સ્કીમ (Annuity Deposit Scheme)

  • (૧) SBI એન્યુઈટી સ્કીમમાં ? જેમા તમે બેંકમાં એકસાથે (Lump sum) એક મોટી રકમ જમા કરાવો છો. બેંક એ રકમ પર વ્યાજ ગણીને, તમને દર મહિને એક નક્કી કરેલી રકમ (જેમાં તમારા અસલ પૈસાનો એક ભાગ અને વ્યાજ બંને સામેલ હોય છે) પાછી આપવાનું શરૂ કરે છે.
  • તમે બેંકને એકસાથે ફંડ આપો છો, અને બેંક તમને દર મહિને ‘પગાર’ કે ‘પેન્શન’ની જેમ ફિક્સ આવક આપે છે. જે લોકો રિટાયરમેન્ટ પછી દર મહિનાના ઘરખર્ચ માટે સુરક્ષિત ઓપ્શન શોધે છે, તેમના માટે આ બેસ્ટ છે.

ઓછા માં ઓછા અને વધારા માં વધારે કેટલા પૈસા ભરી શકો ?

  • ઓછામા ઓછા ₹11,000 થી શરૂવાત કરી શકો છો
  • વધારે માં વધારે કોઈ લિમિટ નથી

વ્યાજદર કેટલું મળે છે

  • અહી તમને 6.25% થી લઇ 6.50% મળશે
  • 60 વર્ષ કે તેથી ઉપર ના લોકો ને 6.75% 6.95% મળશે.
  • કોઈપણ ભારતીય નાગરિક આમા રોકાણ કરી શકે છે
  • વિદેશી ભારતીય રોકાણ કરી શકતા નથી

વચ્ચે પૈસ ઉપાડી શકાય કે નહિ તો તેનો જવાબ છે બિલકુલ ઉપાડી શકાય ₹15 લાખ થી ઓછી રકમ હોય તો જ તમે પેનલ્ટી સાથે ઉપાડી શકશો વધારે રકમ હોય તો સમય મર્યાદા પૂરી થયે જ મળી શકશે

કોઈ કારણો સર ખાતાધારકનું આકસ્મિક મૃત્યુ થઈ જાય તો તેમાં કોઈ પણ પેનલ્ટી નથી લાગત ગમે ત્યારે ટોટલ રકમ ઉપાડી શકો છો.

લોન મળે કે નહિ તો બિલકુલ લોન લઈ શકો છો તમે તમારી જમા રકમના બાકી બચેલા બેલેન્સ પર ૭૫% સુધીની લોન અથવા ઓવરડ્રાફ્ટ લઈ શકો છો.

​જો તમે લોન લો છો, તો ત્યારપછી મળવાપાત્ર દર મહિનાના પેઆઉટ (Annuity) ની રકમ સીધી તમારી લોન ચૂકતે કરવા માટે લોન એકાઉન્ટમાં જમા થવા લાગશે.

કેટલા જમા કરાવવાથી કેટલા રૂપિયા મળશે ?

રોકાણની રકમ (મુદ્દલ) સમયગાળો સાચું માસિક પેઆઉટ (વ્યાજ દર) અંતે મળનારી રકમ (Maturity)
₹ 5 લાખ (સામાન્ય નાગરિક) 5 વર્ષ (60 મહિના) ₹ 9,752 (6.40%) ₹ 0 (શૂન્ય)*
₹ 10 લાખ (સામાન્ય નાગરિક) 10 વર્ષ (120 મહિના) ₹ 11,287 (6.40%) ₹ 0 (શૂન્ય)*
₹ 5 લાખ (વરિષ્ઠ નાગરિક) 5 વર્ષ (60 મહિના) ₹ 9,873 (6.90%) ₹ 0 (શૂન્ય)*
₹ 10 લાખ (વરિષ્ઠ નાગરિક) 100 વર્ષ (120 મહિના) ₹ 11,553 (6.90%) ₹ 0 (શૂન્ય)*

* નોંધ: આ સ્કીમમાં દર મહિને મળતા પેઆઉટમાં વ્યાજની સાથે તમારી મુદ્દલ (Principal) નો અમુક ભાગ પણ પાછો આપી દેવાય છે, જેથી સ્કીમ પૂરી થતાં છેલ્લે કોઈ રકમ મળતી નથી. વરિષ્ઠ નાગરિકોને નિયમ મુજબ 0.50% વધુ વ્યાજ મળે છે.

SBI Recurring Deposit (RD – રિકરિંગ ડિપોઝિટ)

આ સ્કીમ એવા લોકો માટે સારી છે જે લોકો એકસાથે રકમ ભરી નથી શકતા પરંતુ દર મહિને પોતાની કમાણી માંથી નાની નાની બચત કરી એક મોટું ભંડોળ બનાવવા માંગતા હોય

આ SBI RD માં વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહિ તો બિલકુલ વચ્ચે પૈસા ઉપાડી શકો છો પરંતુ બેંકના નિયમો પ્રમાણે જો વચ્ચે થી જ પૈસા ઉપાડી લેશો તો 0.50 થી 1% પેનલ્ટી લાગે છે

સ્કીમમાં દર મહિને ફિક્સ તારીખે પૈસા જમા કરાવવાના હોય છે. જો તમે કોઈ મહિને હપ્તો ભરવામાં મોડું કરો છો, તો બેંક દંડ વસૂલ કરે છે.

SBI Recurring Deposit (RD) સ્કીમના મુખ્ય નિયમો અને વ્યાજ દર

નિયમો અને શરતો વિગત / લાયકાતની મર્યાદા
સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર (General) 4.50% થી 6.45% વાર્ષિક
વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર (Senior Citizens) 5.00% થી 6.95% વાર્ષિક
ઓછામાં ઓછું માસિક રોકાણ (Min Deposit) ₹ 100 દર મહિને
વધુમાં વધુ રોકાણ (Max Deposit) કોઈ મર્યાદા નથી (No Limit)
ઓછામાં ઓછી મુદત (Min Tenure) 12 મહિના (1 વર્ષ)
વધુમાં વધુ મુદત (Max Tenure) 120 મહિના (10 વર્ષ)
કોણ ખાતું ખોલાવી શકે? (Eligibility) ભારતીય નાગરિકો (Resident Indians) અને સગીર વયના બાળકો (Minors) પણ
લોન સુવિધા (Loan Facility) RD બેલેન્સના 90% સુધી લોન મળી શકે છે

SBI Fixed Deposit (FD – ફિક્સ્ડ ડિપોઝિટ) સ્કીમ

સ્કીમ એ ભારતમાં રોકાણ માટેનો સૌથી લોકપ્રિય અને સુરક્ષિત વિકલ્પ છે. આ સ્કીમ એવા લોકો માટે બેસ્ટ છે જેઓ પોતાની પાસે રહેલી રકમ એકસાથે (Lump sum) સુરક્ષિત જગ્યાએ મૂકીને નક્કી કરેલું વ્યાજ મેળવવા માંગે છે.

  • ઓછામાં ઓછું રોકાણ: તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા ₹1000 થી રોકાણ શરૂ કરી શકો છો.
  • ​વધારેમાં વધારે રોકાણ: એકસાથે મોટી રકમ જમા કરવા માટેની કોઈ મહત્તમ મર્યાદા નથી.​
  • સમયગાળો (Tenure): તમે ઓછામાં ઓછા ૭ દિવસ થી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધીના કોઈપણ સમયગાળા માટે FD કરાવી શકો છો.

SBI FD મા તમ બે રીતે વ્યાજ મેળવી શકો

  • (1)આમા વ્યાજ અને મૂળ રકમ જ્યારે સમય મર્યાદા પૂરી થયે એકસાથે મળે છે
  • (૨) જો કોઈને દર મહિને કે દર ૩ મહિને નિયમિત આવક જોઈતી હોય, તો તેઓ વ્યાજ પોતાની ઈચ્છા મુજબ માસિક કે ત્રિમાસિક ધોરણે પોતાના સેવિંગ્સ ખાતામા મેળવી શકે છે.

સમય પહેલા પૈસા ઉપાડી શકાય પરંતુ પેનલ્ટી સાથે

  • પેનલ્ટી (દંડ): * ₹5 લાખ સુધીની FD સમય પહેલા બંધ કરવા પર 0.50% વ્યાજ કાપી લેવાય છે.
  • ​₹5 લાખથી વધુની FD પર 1.00% વ્યાજ દંડ તરીકે કાપી લેવામાં આવે છે.

SBI Fixed Deposit (FD) સ્કીમની મુખ્ય વિગતો

SBI FD ના નિયમો વિગત / મર્યાદા
ઓછામાં ઓછું રોકાણ ₹ 1,000
વધુમાં વધુ રોકાણ કોઈ મર્યાદા નથી (No Limit)
રોકાણનો સમયગાળો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી
સામાન્ય વાર્ષિક વ્યાજ દર 4.00% થી 7.10%
વરિષ્ઠ નાગરિક વાર્ષિક વ્યાજ દર 4.50% થી 7.60% (0.50% વધુ)
વ્યાજ મેળવવાની સુવિધા દર મહિને, દર 3 મહિને અથવા મેચ્યોરિટી પર એકસાથે
Box લોન સુવિધા (Loan against FD) તમારી FD ના 90% સુધી લોન મળી શકે

SBI Fixed Deposit (FD) સ્કીમના લેટેસ્ટ વ્યાજ દર

રોકાણનો સમયગાળો
(Tenure)
સામાન્ય નાગરિક
(General)
વરિષ્ઠ નાગરિક
(Senior Citizen)
કુલ વ્યાજ દરની રેન્જ (7 દિવસથી 10 વર્ષ) 3.05% થી 6.45% 3.55% થી 6.95%
અમૃત વૃષ્ટિ સ્કીમ (ખાસ 444 દિવસ) 6.45% 6.95%
2 વર્ષથી 3 વર્ષ સુધીનો સમયગાળો 6.40% 6.90%
ઓછામાં ઓછું રોકાણ ₹ 1,000
લોન સુવિધા (Loan Facility) જમા થયેલી FD ના 90% સુધી લોન મળી શકે

એક ઉદાહરણ થી સામાન્ય અને વરિષ્ઠ નાગરિકો ને કેટલું વળતર મળશે તે જોઈએ

SBI FD ગણતરીનું ઉદાહરણ (5 વર્ષ માટે રોકાણ)

વિગત સામાન્ય નાગરિક (General) વરિષ્ઠ નાગરિક (Senior Citizen)
કુલ રોકાણ રકમ ₹ 1,00,000 ₹ 1,00,000
સમયગાળો (Tenure) 5 વર્ષ 5 વર્ષ
વાર્ષિક વ્યાજ દર 6.40% 6.90%
મળવાપાત્ર કુલ વ્યાજ ₹ 37,359 ₹ 40,798
પાકતી મુદતે મળતી રકમ ₹ 1,37,359 ₹ 1,40,798

Public Provident Fund (PPF) — પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

PPF એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક ખૂબ જ લોકપ્રિય, સુરક્ષિત અને લાંબા ગાળાની બચત યોજના છે. આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે બેસ્ટ છે જેઓ કોઈપણ જોખમ વિના (Risk-free) પોતાના ભવિષ્ય અથવા રિટાયરમેન્ટ માટે મોટું ભંડોળ ભેગું કરવા માંગે છે.

સરકારી સુરક્ષા: આ કેન્દ્ર સરકારની યોજના હોવાથી તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને ગેરંટીડ વ્યાજ મળે છે.

Public Provident Fund (PPF) સ્કીમના મુખ્ય નિયમો

PPF ના નિયમો વિગત / મર્યાદા
વર્તમાન વ્યાજ દર (Interest Rate) 7.10% વાર્ષિક (FY 2026-27 Q1)
વ્યાજની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા દર દર ૩ મહિને (દરેક ક્વાર્ટરમાં) નક્કી થાય છે
ઓછામાં ઓછું વાર્ષિક રોકાણ ₹ 500
વધુમાં વધુ વાર્ષિક રોકાણ ₹ 1,50,000 (દર વર્ષે)
પૈસા જમા કરવાની રીત એકસાથે (Lump-sum) અથવા વર્ષમાં ૧૨ હપ્તા કરીને
ખાતાની મુદત (Lock-in Period) 15 વર્ષ ફરજિયાત
મુદત વધારવાની સુવિધા 15 વર્ષ પછી 5-5 વર્ષના બ્લોકમાં ગમે તેટલી વાર લંબાવી શકાય
અધવચ્ચેથી પૈસા ઉપાડવા (Partial Withdrawal) ખાતું ખોલાવ્યાના 6ઠ્ઠા વર્ષ પછી આંશિક ઉપાડની મંજૂરી મળે છે
PPF પર લોનની સુવિધા ખાતાના 3જા વર્ષથી લઈને 6ઠ્ઠા વર્ષ સુધીમાં જમા રકમના 25% સુધી લોન મળી શકે

ફક્ત ભારતીય નાગરિક આમા ખાતું ખોલાવી શકે છે ફક્ત સિંગલ એકાઉન્ટ ખોલાવવું રહશે એક ઉદાહરણ થી વળતર ની ગણતરી સમજીએ.

PPF ગણતરીનું ઉદાહરણ (નિયમિત વાર્ષિક રોકાણ)

રોકાણનો સમયગાળો કુલ જમા રકમ મળવાપાત્ર વ્યાજ / મેચ્યોરિટી
દર વર્ષે રોકાણ રકમ ₹ 1,50,000 વાર્ષિક મહત્તમ લિમિટ
વાર્ષિક વ્યાજ દર 7.10% ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ
15 વર્ષ પૂરા થવા પર
(મેન્ડેટરી મુદત)
₹ 22,50,000 વ્યાજ: ₹ 18,18,209
મેચ્યોરિટી: ₹ 40,68,209
જો વધુ 5 વર્ષ લંબાવો
(કુલ 20 વર્ષ રોકાણ)
₹ 30,00,000 વ્યાજ: ₹ 36,58,288
મેચ્યોરિટી: ₹ 66,58,288

SBI Life Smart Wealth Assure — સ્માર્ટ વેલ્થ એસ્યોર પરિચય.

​આ સ્કીમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા ચલાવવામાં આવતો એક યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (ULIP) છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમારે દર વર્ષે પ્રીમિયમ ભરવાની ઝંઝટ નથી રહેતી, માત્ર એક જ વાર (Single Premium) પૈસા રોકવાના હોય છે.

બેવડો ફાયદો: આ સ્કીમમાં તમને રોકાણ પર વળતર (Returns) તો મળે જ છે, સાથે સાથે લાઈફ ઇન્સ્યોરન્સ (જીવન વીમો) નું કવર પણ મળે છે.

SBI ની ધમાકા ઓફર! દર મહિને મેળવો ₹15,000 વ્યાજ | SBI Monthly Income Scheme 2026

SBI Life Smart Wealth Assure સ્કીમના મુખ્ય નિયમો

નિયમો અને શરતો વિગત / લાયકાતની મર્યાદા
પ્લાનનો પ્રકાર (Plan Type) સિંગલ પ્રીમિયમ ULIP (માત્ર એક જ વાર રોકાણ)
પ્રવેશ માટેની ઉંમર (Entry Age) ઓછામાં ઓછી: 8 વર્ષ
વધુમાં વધુ: 65 વર્ષ
મહત્તમ મેચ્યોરિટી ઉંમર 75 વર્ષ સુધી
પોલિસીનો સમયગાળો (Term) 10 વર્ષથી લઈને 30 વર્ષ સુધી
વીમા કવચ (45 વર્ષથી ઓછી ઉંમર) પ્રીમિયમના 1.25 ગણું (1.25 x Single Premium)
વીમા કવચ (45 વર્ષ કે તેથી વધુ ઉંમર) પ્રીમિયમના 1.10 ગણું (1.10 x Single Premium)
મળવાપાત્ર વળતર (Returns) માર્કેટ આધારિત (Equity / Debt Funds) નો વિકલ્પ
ડેથ બેનિફિટ (Death Benefit) ફંડ વેલ્યુ (Fund Value) અથવા વીમા રકમ (Sum Assured), જે બંનેમાંથી વધારે હોય તે મળે છે

SBI Life Smart Wealth Assure – ગણતરીનું ઉદાહરણ

રોકાણ અને વળતરની વિગત રકમ / સમયગાળો
એકસાથે રોકાણ (Single Premium) ₹ 50,000
પોલિસીનો સમયગાળો (Policy Term) 25 વર્ષ
મળવાપાત્ર વીમા કવચ (Sum Assured) ₹ 62,500
(₹50,000 x 1.25 ગણું)
અંદાજિત વાર્ષિક માર્કેટ ગ્રોથ @ 8% વાર્ષિક
અંદાજિત મેચ્યોરિટી રકમ (Maturity Value) ₹ 3,40,000
(અંદાજિત ₹ 3.4 લાખ)
* નોંધ: આ પ્લાનમાં વળતર માર્કેટ આધારિત (Market-linked) હોવાથી ગેરંટીડ હોતું નથી. માર્કેટના ઉતાર-ચઢાવ મુજબ આ રકમ બદલાઈ શકે છે.


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment