LIC નો નવો જીવન સાથી પ્લાન 889 | LIC New Jeevan Sathi Plan Details in Gujarati

શેર કરો

આજ ભાગદોડ ભરી જિંદગી માં માણસ માણસ માટે સૌથી જરૂરી હોય તો તે પોતાની સુરક્ષા છે કારણ કે ઘરની અંદર એક જિમ્મેદાર વ્યક્તિ કાલે સવારે કુદરત ન કરીને કાંઈ થઈ ગયું હોય તો તેના પરિવારને સંભાળી શકે એવું કોઈ આયોજન હોવું જોઈએ તો આજે આપણે વાત કરવાના છીએ lic ની એક એવી નવી સ્કીમ જેમાં ફક્ત એક જ પ્રીમિયમમાં બંને જણા નો વીમો ચાલુ રહેશે જેનું નામ છે LIC New Jeevan Sathi Plan 889

LIC New Jeevan Sathi Plan 889

ભારતીય જીવન વીમા નિગમ LIC ભારતીય પરિવારો માટે એક ભરોસાપાત્ર સ્થળ કહી શકાય કારણ કે અહીંયા તમને કોઈ રિસ્ક વગર ગેરંટી બોનસ સાથે વીમા કવર પણ મળે છે જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે જીવનસાથી નહીં પ્રથમ સુરક્ષા નો વિચાર આવે છે અત્યાર સુધી ઘણા બધા કંપનીઓના પ્રીમિયમ હોય છે પરંતુ તેમાં બંનેના અલગ અલગ પ્રીમિયમ વીમા લેવા પડે છે પરંતુ આ lic ની આ સ્કીમ માં એવું નથી આમાં તમારે પ્રીમિયમ એક જ ભરવાનું રહેશે પરંતુ વીમો બંનેનો રહેશે.

LIC New Jeevan Sathi Plan 889 મુખ્ય હાઈલાઈટ્સ

  • LIC એ આ નવો પ્લાન 1 જૂન 2026 ના દિવસે શરૂ કર્યો છે
  • (૧) એક જ પ્રીમિયમ હેઠળ મળશે પતિ પત્ની બંનેને વીમા કવચ મળશે
  • (૨) અમુક વર્ષો સુધી પ્રીમિયમ ભરી 25 વર્ષ સુધી નો વીમો મેળવી શકશો
  • (૩) ચાલુ પોલીસ દરમિયાન બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તે પછીના પ્રીમિયમ માફ થઈ જશે (વીમાની રકમ)તરત મળી જશે એકનો વીમો ચાલુ રહેશે
  • (૪) પોલીસીના અંતમાં દર વર્ષે જમા થયેલું ગેરેન્ટેડ બોનસ મળે છે
  • (૫) કલમ 80C હેઠળ ટેક્સ માં છૂટ મળે છે.
  • (૬) લોન મળી શકશે / પોલીસી બંધ કરવી હશે તો કરી શકશો
  • (૭) બજાર ના ઉતાર ચડાવ આ સ્કીમ ને કોઈ અસર નહીં કરે ગેરંટેડ બોનસ મળશે

કોણ કોણ આ પ્લાન લઈ શકશે ?

  • પ્લાન કેવા માટે ઉંમર 18 વર્ષ થી નીચે ના હોવી જોઇએ
  • કેટલા વર્ષ નો વીમો લઈ શકો તેમા તમને 4 ઓપ્શન મળશે (૧) 10 વર્ષ ,20 વર્ષ 15 વર્ષ, 25 વર્ષ (કોઈપણ એક પસંદ કરવું)
  • પ્રીમિયમ ભરવા માટે સમયગાળો જેમા તમને ત્રણ ઓપ્શન મળશે (૧) 5 વર્ષ (૨) 10 વર્ષ (૩) 15 વર્ષ
  • ત્રણ માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી તમે 10 થી 25 વર્ષનો વીમો લઈ શકો.
  • ઉદાહરણ તરીકે તમારે 20 વર્ષનો વીમો લેવો છે તો તેના પૈસા ફક્ત પાંચ વર્ષમાં ભરી શકો છો પછીના વર્ષમાં તમારે એક રૂપિયે ભરવાનો નથી

વધારામાં વધારે કેટલી ઉંમર હોવી જોઈએ ?

PPT Policy Term Option -1 Option-2
5 10,15 & 20 45 40
5 25 45 35
10 15 & 20 50 40
10 25 50 35
15 20 50 40
15 25 50 35

આ પ્લાન લેવા માટેની વધારામાં વધારે (મહત્તમ) ઉંમર તમારા દ્વારા પસંદ કરાયેલા ઓપ્શન પર આધાર રાખે છે:

  • ​ઓપ્શન-1 પ્લાન લેવા માટેની મહત્તમ ઉંમર 50 વર્ષ છે (જ્યારે પ્રીમિયમ મુદત 10 કે 15 વર્ષ હોય). જો પ્રીમિયમ મુદત 5 વર્ષ હોય, તો મહત્તમ ઉંમર 45 વર્ષ રહેશે.
  • ​ઓપ્શન-2 પ્લાન લેવા માટેની મહત્તમ ઉંમર 40 વર્ષ છે. જો પોલિસી મુદત 25 વર્ષની પસંદ કરવામાં આવે, તો મહત્તમ ઉંમર 35 વર્ષ રહેશે.
  • અહી ઓપ્શન 1 અને ઓપ્શન 2 શું છે તે આપણે આગળ સમજીશું.

ટૂંકમાં: આ પોલિસીમાં જોડાવા માટે વ્યક્તિની ઉંમર વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ. તેનાથી મોટી ઉંમરની વ્યક્તિ આ પ્લાન લઈ શકશે નહીં.

મિનિમમ કેટલા રૂપિયાનો વીમો લઇ શકશો ? LIC New Jeevan Sathi Plan 889

  • આ યોજનામાં ઓછામાં ઓછો ₹3 લાખનો વીમો લઈ શકશો
  • વધારામાં વધારે કોઈ લિમિટ નથી તમારી આવક પ્રમાણે તમને વીમો મળી શકે.

એક ઉદાહરણ થી પૂરા પ્લાન વિશે સમજીએ માનીલો એક કપલ પતિ પત્ની બન્ને સાથે મળી આ પ્લાન લેવા માંગે છે

  • તેમા પતિની ઉંમર 30વર્ષ અને પત્ની ની ઉંમર 28 વર્ષ છે
  • કેટલાનો વીમો લેવા માંગે છે તો ₹5 લાખ નો
  • કેટલા વર્ષ માટે વીમો લેવા માંગે છે 25 વર્ષ માટે
  • કેટલા વર્ષ સુધી પ્રીમિયમ ભરવા માંગો છો 15 વર્ષ માટે
  • તો કેલ્ક્યુલેશન પ્રમાણે તમારું વર્ષનું પ્રીમિયમ ₹37,250 આવશે
  • તમારે આવનારા 15 વર્ષ સુધી ₹37,250 વાર્ષિક ભરવાના રેહશે કારણ કે તમે પ્રીમિયમ વર્ષ 15 વર્ષ માટે પંસદ કર્યું છે
  • 15 વર્ષ માં તમારી કુલ જમા રકમ ₹5,58,750 થશે ત્યાર બાદ 10 વર્ષ માં તમારે કોઈ પૈસા ભરવાના નથી પરંતુ પોલીસી ચાલુ રહેશે

25 વર્ષ (પરિપકવતા)પૂરા થયા બાદ શું લાભ મળશે ?

  • જેટલા નો વીમો લીધો હોય તે રકમ
  • વાર્ષિક જમા થયેલું ટોટલ બોનસ મળશે
  • આપડે ₹5 લાખ નો વીમો લીધો તો ₹5 લાખ મળશે
  • અને 25 વર્ષ નું જમા થયેલ બોનસ મળશે

બોનસ રકમ કેવીરીતે મળશે ? : જો તમે તમારી પોલિસી ચાલુ રાખશો અને નિયમિત પ્રીમિયમ ભરતા રહેશો, તો કંપની દર વર્ષના અંતે તમે ભરેલા વાર્ષિક પ્રીમિયમના 7% જેટલી રકમ ગેરંટી સાથે બોનસ તરીકે તમારી પોલિસીમાં ઉમેરતી જશે, જે પોલિસી પાકતી વખતે (Maturity પર) તમને મળશે.

બોનસ ની ગણતરી કેવીરીતે કરવી ? ​તમે કેટલા રૂપિયાનો વીમો લીધો છે (Basic Sum Assured) અને કેટલા વર્ષ માટે લીધો છે (Policy Term), તેના આધારે વધારાનું બોનસ નક્કી થાય છે:

  • ₹5 લાખથી ઓછી રકમનો વીમો લીધો હોય તો તેમાં કોઈ બોનસ મળતું નથી ભલે તમે 15, 20, 25 વર્ષનો વીમો લીધો હોય .
  • પાંચ લાખ થી દસ લાખની વચ્ચે લીધો હોય વીમો
  • પોલીસી 10 કે 15 વર્ષની હશે તો 0.15% વધારાનું બોનસ મળશે
  • પોલીસી, 20 વર્ષ માટે લીધેલ હશે 0.20% બોનસ મળશે
  • પોલીસી 25 વર્ષ માટે લીધી હોય 0.40% સૌથી વધારે બોનસ મળશે

₹10 થી ₹15 લાખ ની વચ્ચે વિમો લીધો હોય તો વધારે બોનસ મળે

  • સમયગાળા પ્રમાણે અનુક્રમે 0.30%, 0.30%, 0.45% અને ૨૫ વર્ષ માટે 0.80% વધારાનું બોનસ મળશે.
  • ₹15 લાખ કે તેથી વધુ રકમનો મોટો વીમો:
  • ​આમાં સૌથી વધુ ફાયદો થાય છે. સમયગાળા પ્રમાણે 0.35% થી શરૂ કરીને 25 વર્ષની પોલિસી માટે પૂરા 1.00% સુધીનું વધારાનું બોનસ મળી શકે છે.

તો આપડે ₹5 લાખ નો વીમો 25 વર્ષ માટે લીધો તો આપડે કુલ વ્યાજ 7.4% મળશે તેની ગણતરી જોઈએ.

1 થી 15વર્ષનું બોનસ તમને આ પ્રમાણે મળશે જે પોલીસીના અંતે મળશે

LIC ન્યુ જીવન સાથી (પ્લાન 889) – 15 વર્ષની ગેરંટીડ એડિશન ગણતરી

વર્ષ (Year) વાર્ષિક પ્રીમિયમ (₹) ગણતરીની રીત (Formula) જમા થતું ગેરંટીડ એડિશન (₹)
વર્ષ 1 ₹37,250 ₹37,250 × 1 વર્ષ × 7.40% ₹2,756
વર્ષ 2 ₹37,250 ₹37,250 × 2 વર્ષ × 7.40% ₹5,513
વર્ષ 3 ₹37,250 ₹37,250 × 3 વર્ષ × 7.40% ₹8,269
વર્ષ 4 ₹37,250 ₹37,250 × 4 વર્ષ × 7.40% ₹11,026
વર્ષ 5 ₹37,250 ₹37,250 × 5 વર્ષ × 7.40% ₹13,782
વર્ષ 6 ₹37,250 ₹37,250 × 6 વર્ષ × 7.40% ₹16,539
વર્ષ 7 ₹37,250 ₹37,250 × 7 વર્ષ × 7.40% ₹19,295
વર્ષ 8 ₹37,250 ₹37,250 × 8 વર્ષ × 7.40% ₹22,052
વર્ષ 9 ₹37,250 ₹37,250 × 9 વર્ષ × 7.40% ₹24,808
વર્ષ 10 ₹37,250 ₹37,250 × 10 વર્ષ × 7.40% ₹27,565
વર્ષ 11 ₹37,250 ₹37,250 × 11 વર્ષ × 7.40% ₹30,321
વર્ષ 12 ₹37,250 ₹37,250 × 12 વર્ષ × 7.40% ₹33,078
વર્ષ 13 ₹37,250 ₹37,250 × 13 વર્ષ × 7.40% ₹35,834
વર્ષ 14 ₹37,250 ₹37,250 × 14 વર્ષ × 7.40% ₹38,591
વર્ષ 15 ₹37,250 ₹37,250 × 15 વર્ષ × 7.40% ₹41,347
15 વર્ષના અંતે ભેગું થતું કુલ ગેરંટીડ એડિશન (બોનસ): ₹3,30,780

બીજા 10 વર્ષનું બોનસ કેટલું જમા થશે ? તમે 15 વર્ષ માં ટોટલ ₹5,58,750 જમા કર્યા છે તેના 7.4% મળશે

  • 5,58,750*7.4% = ₹41,348 વર્ષના બોનસ મળશે
  • 10 વર્ષનું ટોટલ બોનસ 41,348*10= ₹4,13,480 ટોટલ બોનસ મળશે
  • કુલ 25 વર્ષનું બોનસ ₹3,30,780 +4,13,480 = ₹7,44,260 કુલ બોનસ મલશે.

આમ 25 વર્ષે કુલ બોનસ 5,00,000+7,44,260= ₹12,44,260 મળવા પાત્ર રહશે.

હવે ₹5 લાખના વીમા પર મૃત્યુ વીમો કેટલો મળશે ?

તેના માટે 2 વિકલ્પો હશે જે તમે પસંદ કર્યો હશે એ પ્રમાણે લાભ મળશે

  • વિકલ્પ 1
  • (૧) વાર્ષિક પ્રીમિયમના 7 ગણા તમે વર્ષે જે બેઝિક પ્રીમિયમ ભરો છો તેને 7 વડે ગુણતા આવતી રકમ.
  • પોલિસી લેતી વખતે નક્કી કરેલી મૂળ વીમાની રકમ.
  • (૨) અથવા પોલિસી લેતી વખતે નક્કી કરેલી મૂળ વીમાની રકમ. જે વધારે હશે તે મળશે
  • વિકલ્પ 2
  • 1.વાર્ષિક પ્રીમિયમના 10.5 ગણા / તમે વર્ષે જે બેઝિક પ્રીમિયમ ભરો છો તેને 10.5 વડે ગુણતા આવતી રકમ.
  • 2.પોલિસી લેતી વખતે નક્કી કરેલી મૂળ વીમાની રકમ.
  • જે વધારે હશે તે મળશે
  • તો આપડે અહી વધારે લાભ મેળવવા માટે વિકલ્પ 2 પસંદ કર્યો છે તેની ગણતરી નીચે મુજબ છે 👇

ઉદાહરણ :- માની લો ચાલુ પોલીસી દરમિયાન પોલિસીધારકનું પાંચમા વર્ષે મૃત્યુ થઈ જાય તો તેને શું શું લાભ મળશે ?

  • તમે જે વીમો લીધો હશે ₹5 લાખ અને વાર્ષિક પ્રીમિયમ ₹37250 ના 10.5 ગણા જે વધારે હશે તે મળશે
  • ₹37250*10.5= ₹3,91,125
  • વીમા રકમ ₹5 લાખ વધારે છે
  • તો ₹5,00,000 મળશે

મહત્ત્વ ની વાત પતિ પત્ની બંને માંથી કોઈ એક નું મૃત્યુ થઈ જાય તો ત્યાંથી બધા પ્રીન્યેમ બંધ અને જીવિત વ્યક્તિ ની પોલીસી ચાલુ રહેશે અને જ્યારે પોલીસી મુદત પૂરી થશે ત્યારે ફરી જીવિત વ્યક્તિ ને વીમા રકમ અને જમા બોનસ મલશે

LIC’s New Jeevan Anand plan 915 Gujarati 2026 LIC ન્યૂ જીવન આનંદ (915): 5 લાખના વીમા પર મળશે ₹10 લાખથી વધુની મેચ્યોરિટી!

પોલિસી લેતી વખતે સામાન્ય પ્રીમિયમ ઉપરાંત નજીવું (થોડુંક) વધારે પ્રીમિયમ ભરીને આ રાઈડર્સ ખરીદી શકાય છે, જે મુશ્કેલ સમયમાં બહુ મોટો આર્થિક સહારો આપે છે.(ફરજિયાત નથી)

​૧. Accident Benefit Rider (અકસ્માત લાભ રાઈડર). પોલિસી ચાલુ હોય તે દરમિયાન પોલિસીધારક (અથવા તેના પાર્ટનર) નું કોઈ અકસ્માત (Accident) ના કારણે મૃત્યુ થાય, તો આ રાઈડર કામ આવે છે.

નોમિનીને મૂળ વીમાની રકમ (Sum Assured – ₹5 લાખ) તો મળે જ છે, પરંતુ તેની સાથે બીજા વધારાના ₹5 લાખ અકસ્માત લાભના મળે છે. એટલે કે નોમિનીને ડબલ રકમ (કુલ ₹10 લાખ + જમા થયેલું બોનસ) મળી શકે છે.

(૨) Critical Illness Rider (ગંભીર બીમારી રાઈડર) ​શું ફાયદો થાય?: આવી કોઈ ગંભીર બીમારી ડિટેક્ટ (નિદાન) થાય કે તરત જ LIC આ રાઈડરની રકમ (દા.ત. ₹5 લાખ) એકસાથે હાથમાં રોકડી આપી દે છે. આ રકમનો ઉપયોગ હોસ્પિટલના ખર્ચા કે સારવાર માટે કરી શકાય છે અને તે માટે પોલિસીધારકના મૃત્યુ સુધી રાહ જોવી પડતી નથી.

આ રાઇડર લેવા માટે તમારે થોડું વધારે પ્રીમિયમ ભરવું પડશે અને લાભ પણ અલગ થી મળશે

અન્ય ફાયદાઓ વાર્ષિક પ્રીમિયમ અથવા 30 દિવસ લેટ પ્રીમિયમ ભરશો તો પણ કોઈ અલગ પેનલ્ટી નહિ લાગે

લોન સુવિધા પોલીસી ના 1 વર્ષ પછી મળી શકશે

પોલીસી વચ્ચે બંધ કરવી હોય તો કરી શકશો પોલીસી ના એક વર્ષ પછી ગમે ત્યારે બંધ કરી શકશો પરંતુ તમને પૈસા કાપી ને આપશે પૂરા પૈસા નહિ મળે.

LIC જીવન સાથી પ્લાન 889 પ્લાન કોના માટે બેસ્ટ છે ?

  • જે મેરિડ કપલ (પરિણીત યુગલ) હોય તેમના જીવનની સુરક્ષા માટે.
  • થોડા વર્ષ પૈસા ભરી આવનારા ભવિષ્ય ને સુરક્ષિત કરવા માંગતા હોય તેના માટે
  • સુરક્ષા ની સાથે બચત કરવા માગતા હોય તેના માટે
  • જેઓ સુરક્ષાની સાથે ગેરંટીડ બોનસ મેળવવા માંગતા હોય તેમના માટે આ પ્લાન ઉત્તમ છે.

lic official wabsite


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment