LIC ન્યૂ જીવન આનંદ પ્લાન: “ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી” સાચે જ સાર્થક કરતી પોલિસી! LIC New Jeevan Anand Plan 715

શેર કરો

ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની સૌથી લોકપ્રિય અને ભરોસાપાત્ર પોલિસીઓમાંથી એક એટલે ‘LIC ન્યૂ જીવન આનંદ પ્લાન 715 “ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી” વિશે સંપૂર્ણ માહિતી આપડે આજે જાણીશું. LIC New Jeevan Anand Plan 715

LIC નો ન્યૂ જીવન આનંદ પ્લાન (ટેબલ નં.715) એ LIC ના સૌથી લોકપ્રિય પ્લાનમાંથી એક છે. આ એક એન્ડોવમેન્ટ પ્લાન છે, જેનો અર્થ એ છે કે તમને મેચ્યોરિટી પર પૈસા તો પાછા મળે જ છે, સાથે સાથે પોલિસી પૂરી થયા પછી આજીવન (Life-long) ડેથ રિસ્ક કવર પણ ચાલુ રહે છે.

LIC ન્યૂ જીવન આનંદ પ્લાન 715 મુખ્ય હાઇલાઇટ્સ.

  • ​(૧)પોલિસી લેવા માટેની યોગ્યતા (ઉંમર અને મુદત)​
  • (૨)પ્લાનની મુખ્ય ખાસિયતો અને ફાયદા (મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ)​
  • (૩)આજીવન રિસ્ક કવર કેવી રીતે કામ કરે છે? (એક ઉદાહરણ સાથે)​
  • (૪)મળવાપાત્ર રાઈડર્સ અને લોનની સુવિધા

પોલિસી લેવા માટેની જરૂરી યોગ્યતા (Eligibility Criteria) LIC New Jeevan Anand Plan 715

  • પ્રવેશ શરત (ઉંમર): ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ.​
  • પોલિસી મુદત (Term): તમે
  • 15 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની મુદત માટે આ પ્લાન પસંદ કરી શકો છો.​
  • મહત્તમ મેચ્યોરિટી ઉંમર: પોલિસી પૂરી થાય ત્યારે વીમાધારકની ઉંમર 75 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ​ન્યૂનતમ વીમા રકમ (Sum Assured): ઓછામાં ઓછો ₹2,00,000 નો વીમો લેવો ફરજિયાત છે.(એનો મતલબ એવો નથી કે તમારે બે લાખ રૂપિયા ભરવાના છે પરંતુ એના અનુસંધાને તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે)
  • મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી (તે તમારી આવક પર નિર્ભર કરે છે).

પ્લાનની મુખ્ય વિશેષતાઓ અને ફાયદા મેચ્યોરિટી બેનિફિટ (Maturity Benefit)​જ્યારે તમારી પોલિસીની મુદત (દા.ત. 20 કે 25 વર્ષ જે તમે નક્કી કરી હોય) પૂરી થશે, ત્યારે તમને નીચે મુજબની રકમ મળશે

  • વીમા રકમ
  • ચાલુ પોલીસી દરમિયાન જમા બોનસ
  • ફાઇનલ કુલ રકમ
  • બોનસ દર વર્ષે જમા થશે પરંતુ મળશે પાકતી મુદતે જ

પ્રીમિયમ પેઇંગ ટર્મ (PPT): જેટલા વર્ષ તમારી પોલીસી ચાલુ રહેશે તેટલા વર્ષ તમારે વાર્ષિક…અથવા મંથલી પૈસા ભરવાના રહશે તમે જેટલા નો વીમો લો છો તેના પર આધાર રાખે.

એક ઉદાહરણ થી પૂરા પ્લાન ને સમજીએ LIC NEW JIVAN ANAND 715

​ધારો કે 35 વર્ષની વ્યક્તિ આ પોલિસી લે છે, જેની વિગતો નીચે મુજબ છે:

  • મૂળ વીમા રકમ (Basic Sum Assured): ₹5,00,000 (5 લાખ રૂપિયા)​
  • પોલિસી મુદત (Policy Term): 21 વર્ષ​
  • પ્રીમિયમ ભરવાની મુદત: 21 વર્ષ (તમારે 21 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે)

પ્રીમિયમની ચૂકવણીના વિકલ્પો (Premium Options) ​તમે તમારી અનુકૂળતા મુજબ નીચેનામાંથી કોઈ પણ એક રીતે પ્રીમિયમ ભરી શકો છો (અહીં અંદાજિત પ્રીમિયમ દર્શાવેલ છે):

  • ​વાર્ષિક (Yearly): ₹29,753​
  • અર્ધ-વર્ષિક (Half-Yearly): ₹15,032
  • માસિક (Monthly): ₹2,531
  • ​ત્રિમાસિક (Quarterly): ₹7,594​

મેચ્યોરિટી બેનિફિટ: 56 વર્ષની ઉંમરે શું મળશે? (Maturity Benefits) જ્યારે તમારી પોલિસીના 21 વર્ષ પૂર્ણ થશે, ત્યારે તમારી ઉંમર 56 વર્ષ (35 + 21) થશે. આ સમયે તમારી પોલિસી પાકશે અને તમને નીચે મુજબ આકર્ષક વળતર મળશે:

  • મૂળ વીમા રકમ (Basic Sum Assured): ₹5,00,000
  • ​21 વર્ષનું કુલ બોનસ (Bonus): (LIC ના પાછલા વર્ષોના સરેરાશ બોનસ રેટ ₹46 પ્રતિ હજાર મુજબ વાર્ષિક ₹23000 થાય ગણતરી)​
  • 23000*21=₹4,83,000 થાય
  • ફાઇનલ એડિશનલ બોનસ (F.A. Bonus): ₹50,000
  • નોટ :- બોનસ અને ફાઇનલ એડિસન બોનસ એ ફિક્સ નથી હોતા એમાં ફેરફાર થતા રહેતા હોય છે
  • 5,00,000+4,83,000+50,000 = ₹10,33,000

LIC નો નવો જીવન સાથી પ્લાન 889 | LIC New Jeevan Sathi Plan Details in Gujarati

કુલ અંદાજિત રીટર્ન (Total Maturity): ₹10,33,000 (દસ લાખ તેત્રીસ હજાર રૂપિયા)

​56 વર્ષની ઉંમરે તમને આ આખી રકમ રોકડી (ટેક્સ ફ્રી) મળી જશે અને તમારું પ્રીમિયમ ભરવાનું કાયમ માટે બંધ થઈ જશે.

આ પ્લાનનો સૌથી મોટો ફાયદો ! આજીવન વીમા કવચ

સામાન્ય પોલિસીઓમાં મેચ્યોરિટીના પૈસા મળી ગયા પછી પોલિસી બંધ થઈ જાય છે, પરંતુ ન્યૂ જીવન આનંદ પ્લાન 715 માં એવું નથી અહીં જ પ્લસ પોઈન્ટ ધરાવે છે:

  • 56 વર્ષની ઉંમરે ₹10,33,000 મળી ગયા પછી પણ, તમારો ₹5,00,000 (₹5 લાખ) નો વીમો આજીવન (Lifetime) ફ્રીમાં ચાલુ રહેશે.
  • આ માટે તમારે ભવિષ્યમાં એક પણ રૂપિયો પ્રીમિયમ ભરવાનું નથી.
  • 56 વર્ષ પછી ગમે ત્યારે (ભલે તે 80 કે 90 વર્ષની ઉંમરે હોય), જ્યારે પણ પોલિસીધારકનું અવસાન થાય છે, ત્યારે તેમના નોમિની (વારસદાર) ને
  • બીજા ₹5,00,000 ડેથ બેનિફિટ તરીકે રોકડા આપવામાં આવે છે.

​આ પ્લાન કોના માટે બેસ્ટ છે? LIC ન્યુ જીવન આનંદ 715 ?

  • જેઓ પોતાના ભવિષ્ય (જેમ કે બાળકોનું ભણતર, લગ્ન કે રિટાયરમેન્ટ) માટે સુરક્ષિત ફંડ બનાવવા માંગે છે.
  • જેઓ એવું ઈચ્છે છે કે તેમને જીવતેજીવ મેચ્યોરિટીના પૈસા પણ મળે અને તેમના ગયા પછી પરિવારને આર્થિક સપોર્ટ (લાઇફટાઇમ કવર) પણ મળે.

ચાલુ પોલીસી દરમિયાન પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો શું બેનિફિટ મળશે (એક ઉદાહરણ)

​જો પોલિસીધારકનું અવસાન 39 વર્ષની ઉંમરે, પોલિસીના 5મા વર્ષમાં થાય છે.​આ સ્થિતિમાં નોમિની (વારસદાર) ને મળવાપાત્ર રકમ (Death Benefits) કેટલી મળશે .

  • ડેથ સમ એશ્યોર્ડની ગણતરી (Sum Assured on Death)
  • LIC ન્યૂ જીવન આનંદ પ્લાન નિયમ મુજબ મૃત્યુ સમયે નીચેના બેમાંથી જે રકમ વધુ (Higher) હોય તે આપે છે:
  • નિયમ 1: મૂળ વીમા રકમના 1.25 ગણા
  • મૂળ રકમ ₹5,00,000 *1.25= ₹6,25,000
  • નિયમ 2: વાર્ષિક પ્રીમિયમના 7 ગણા
  • વાર્ષિક પ્રીમિયમના (29,753 *7 = ₹2,08,271)

​અહીં વધુ રકમ ₹6,25,000 હોવાથી તેને “Sum Assured on Death” તરીકે નક્કી કરવામાં આવેલ છે.

(2). 5 વર્ષનું બોનસ (5 Years Bonus) પોલિસી 5 વર્ષ ચાલુ રહી હોવાથી, વારસદારને 5 વર્ષનું સંચિત બોનસ પણ મળશે:

  • અગાઉના વર્ષે ગણતરી રેટ મુજબ દર વર્ષનું બોનસ ₹23,000 હતું.​
  • 5 વર્ષનું કુલ બોનસ = 23,000*5 = ₹1,15,000

​3. કુલ મળવાપાત્ર ડેથ બેનિફિટ

  • Sum Assured on Death: ₹6,25,000​
  • 5 વર્ષનું બોનસ: ₹1,15,000​
  • F.A. Bonus (FAB): ₹0 (5 વર્ષની ટૂંકી મુદતમાં સામાન્ય રીતે FAB મળતું નથી)

કુલ અંદાજિત ચૂકવણી: 6,25,000 + 1,15,000 = ₹7,40,000 મળશે.

અકસ્માત મૃત્યુ લાભ (In case of Accidental Death)

પોલિસીધારકે પોલિસી લેતી વખતે ADDB Rider (Accidental Death and Disability Benefit Rider) નો વિકલ્પ પસંદ કર્યો હોય, તો અકસ્માત દ્વારા થતા મૃત્યુના કિસ્સામાં પરિવારને ઘણો મોટો આર્થિક ટેકો મળે છે.

  • સરળ ભાષામાં સમજીએ:
  • અકસ્માતથી મૃત્યુ તો તેના વારસદાર ને ડેથ બેનિફિટની રકમ તો મળશે જ, સાથે વધારાના ₹5,00,000 (મૂળ વીમા રકમ જેટલા જ બીજા પૈસા) અકસ્માત લાભ તરીકે ચૂકવવામાં આવશે.

ઉદાહરણ તરીકે કુલ ચૂકવણી 5મા વર્ષે અકસ્માતથી મૃત્યુ થાય, તો પરિવારને 7,40,000 + 5,00,000 = ₹12,40,000 (બાર લાખ ચાલીસ હજાર રૂપિયા) નો ક્લેમ મળવાપાત્ર થાય છે.

પરંતુ તેના માટે અલગ થી પ્રમિયેમ ભરવું પડે ₹5 લાખના વીમા પર અંજાજીત ₹500 થી ₹600 વાર્ષિક

વધારાના ફાયદાઓ (ઓપ્સનલ)

  • અકસ્માત મૃત્યુ અને વિકલાંગતા લાભ)
  • LIC’s Accident Benefit Rider (અકસ્માત લાભ)
  • ​LIC’s New Term Assurance Rider (વધારાનું લાઈફ કવર)

લોનની સુવિધા (Loan Availability): પોલિસી શરૂ થયાના 1 વર્ષ પછી તમે આ પોલિસી પર લોન લઈ શકો છો.

પોલિસી બંધ કરવાની સુવિધા (Surrender Value): જો તમારે પોલિસી ચાલુ ન રાખવી હોય, તો 1 વર્ષ પછી પોલિસી સરેન્ડર કરીને (બંધ કરીને) જમા રકમ પરત મેળવી શકો છો.

આ કોષ્ટક માં તમામ માહિતી જોઈ શકશો જે LIC WABSITE પર થી લીધેલ છે.

વર્ષ કુલ ભરેલ પ્રીમિયમ મૂળ ડેથ બેનિફિટ ગેરંટીડ સરેન્ડર વેલ્યુ અંદાજિત ડેથ બેનિફિટ (4%) અંદાજિત ડેથ બેનિફિટ (8%)
129,2526,25,00006,29,0006,40,000
258,5046,25,00017,5516,33,0006,55,000
387,7566,25,00030,7156,37,0006,70,000
41,17,0086,25,00058,5046,41,0006,85,000
51,46,2606,25,00073,1306,45,0007,00,000
61,75,5126,25,00087,7566,49,0007,15,000
72,04,7646,25,0001,02,3826,53,0007,30,000
82,34,0166,25,0001,22,4146,57,0007,45,000
92,63,2686,25,0001,43,7976,61,0007,60,000
102,92,5206,25,0001,66,5026,65,0007,75,000
113,21,7726,25,0001,90,5866,69,0007,90,000
123,51,0246,25,0002,16,0206,73,0008,05,000
133,80,2766,25,0002,42,6066,77,0008,20,000
144,09,5286,25,0002,70,9036,81,0008,35,000
154,38,7806,25,0003,00,3896,85,0008,52,500
164,68,0326,25,0003,31,2266,89,0008,67,500
174,97,2846,25,0003,63,4156,93,0008,85,000
185,26,5366,25,0003,96,9036,97,0009,02,500
195,55,7886,25,0004,31,7927,01,0009,20,000
205,85,0406,25,0005,26,5367,05,0009,37,500

Lic Oficiale Wabside Clic Here


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment