પોસ્ટ ઓફિસ સુરક્ષા યોજના: માત્ર ₹399 માં ₹10 લાખનું અકસ્માત કવચ

શેર કરો

પોસ્ટ ઓફિસની આજે એવી વીમા પોલિસી વિશે જાણવાના છે જેમાં ફક્ત ₹399 રૂપિયામાં ₹10 લાખ રૂપિયા નો વીમો મળી શકશે સાથે સાથે બે બાળકોનું ભણતર પણ ફ્રી થઈ જશે આ વીમા પોલિસી નું નામ છે ગ્રુપ અકસ્માત રક્ષક (Group Accident Guard) જે પોસ્ટ ઓફિસ ચલાવે છે .

પોસ્ટ ઓફિસ કોઈપણ સ્કીમ લાવે છે તો એ હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટેડ હોય છે કારણકે તેનું સંચાલન ખુદ સરકાર કરે છે સાથે સાથે એ પણ તમને જણાવી દઈએ કે આ સ્કીમ ટાટા AIG HEALTH સાથે ટાઈપ કરીને તમને ₹399 માં ₹10 લાખ નો વીમો આપે છે, તમે બધાને ખ્યાલ હશે કે ટાટા કંપની ઘણી બધી ચેરિટી ચલાવે છે

Group Accident Guard ના શું શું બેનિફિટ છે ?

  • (૧) યોજનાનો પરિચય
  • (૨) પ્રીમિયમ પ્લાન કેટલા છે ?
  • (૩) તબીબી ખર્ચ ?
  • (૪) વિશેષ લાભ
  • (૫) ઉંમર મર્યાદા
  • (૬) નિયમ શું છે
  • (૭) વાર્ષીક પૈસા કેટલા ભરવાના
  • (૮) ₹399 અને ₹299 પોલિસીમાં ફર્ક શું છે ?

યોજનાનો પરિચય

આ યોજના પોસ્ટ ઓફિસ (પોસ્ટ બેંક) અને ટાટા AIG દ્વારા પૂરી પાડવામાં આવે છે.ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ વીમા માં બે વિકલ્પો છે તમે બે માંથી એક પસંદ કરી શકો છો.

  • મુખ્ય વિકલ્પ ₹299 વાર્ષીક
  • પ્રીમિયેમ વિકલ્પ ₹399 વાર્ષીક (વધારાના લાભો સહિત)

ટાટા AIG એ ટાટા ગ્રુપ અને અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ (AIG) વચ્ચેનું સંયુક્ત છે.જે કંપની આરોગ્ય વીમો, મોટર વીમો, મુસાફરી વીમો, ઘર વીમો અને અન્ય પ્રકારના વીમા સહિત સામાન્ય વીમો પૂરો પાડે છે.

₹૩૯૯ પ્રીમિયમ પ્લાન – લાભો

  • વીમા લાભો (કવરેજ)
  • આકસ્મિક મૃત્યુ: ₹10લાખ
  • કાયમી કુલ અપંગતા: ₹10 લાખ
  • કાયમી આંશિક અપંગતા: ₹10 લાખ
  • અંગ વિચ્છેદન અથવા લકવો: ₹10 લાખ

તબીબી ખર્ચ ?

  • IPD (hospital માં ભરતી)
  • OPD / આરોગ્ય સારવાર

IPD (ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ) અહીં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ખાસ કરીને ગંભીર બીમારીઓ અથવા સર્જરી માટે IPD હેઠળ આવરી લેવામાં આવતા ખર્ચ: હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ સર્જરી ફી, દવાઓ, ડોક્ટરની ફી નર્સિંગ ફી ICU ફી અને અન્ય તબીબી પ્રક્રિયાઓ આવરી લેવામાં આવે છે.

પ્રીમિયમ યોજનામાં વધારાના લાભો

  • શિક્ષણ ભથ્થું: મહત્તમ ₹1 લાખ – મહત્તમ બે બાળકો માટે 12 પાસ સુધી
  • દૈનિક હોસ્પિટલ રોકડ: દરરોજ ₹1,000, મહત્તમ 10 દિવસ
  • કૌટુંબિક પરિવહન લાભ: ₹25,000 સુધી
  • અંતિમ સંસ્કાર ખર્ચ: ₹5,000 સુધી

આ કોષ્ટક દ્વારા અન્ય લાભો જુઓ

યોજના ઘટકGAG પ્રીમિયમ ₹399GAG Basic ₹299
વાર્ષીક પ્રીમિયમ399₹299
કવર અવધિ 1 વર્ષ (રીન્યુ થઈ શકે)1 વર્ષ
આકસ્મિક મૃત્યુ/કુલ અપંગતા₹10 લાખ₹10 લાખ
શિક્ષણ લાભ1 લાખ ( 2 બાળકોને)ના મળે
હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ1 લાખ સુધી ₹60000 સુધી
આઉટપેશન્ટ (OPD) ખર્ચ₹30000 સુધીના મળે
દૈનિક રોકડ લાભ₹1000 પ્રતિ દિવસ (મહત્તમ 10 દિવસ)ના મળે
પરિવારનો મુસાફરી ખર્ચ₹25000 સુધી₹10000
અંતિમ સંસ્કાર ખર્ચ₹5000₹5000
કોમા લાભ₹1 લાખ ના મળે
ઘટનાકીય લાભ5000₹5000₹

પોસ્ટ ઓફિસ ના નવા વ્યાજદર શું જાણો

લાયકાત શું જોઇએ ?

  • ઉંમર મર્યાદા: 18 થી 65 વર્ષ
  • ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક માં ખાતું હોવું ફરજિયાત
  • એક વર્ષ પછી યોજનાનું નવીકરણ(રીન્યુ) કરવાની જરૂર છે.
  • અરજી પ્રક્રિયા (અરજી કેવી રીતે કરવી)
  • ૧. તમારી નજીકની પોસ્ટ ઓફિસ શાખાની મુલાકાત લો.
  • ૨. પ્લાન ₹399 અથવા ₹299 પસંદ કરો
  • ૩. તમારી વિગતો ચકાસ્યા પછી, તમને SMS દ્વારા તમારો પોલિસી નંબર અને યોજનાની વિગતો પ્રાપ્ત થશે.

શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment