પોસ્ટ ઓફિસ MIS + RD ધમાકેદાર ટ્રીક | Post Office MIS 8.80% Returns

શેર કરો

નમસ્કાર મિત્રો! જો તમે તમારા કષ્ટોની કમાણીને એવી જગ્યાએ રોકવા માંગો છો જ્યાં 1% પણ રિસ્ક ન હોય અને દર મહિને ગેરંટીડ કમાણી થાય, તો સાચી જગ્યા પર આવ્યા છો, આજે આપણે પોસ્ટ ઓફિસની એક એવી ધમાકેદાર સ્કીમ વિશે વાત કરીશું, જેમાં ઓફિશિયલ વ્યાજ તો 7.4% છે, પણ જો તમે એક નાનકડી અને સ્માર્ટ ટ્રીક વાપરો, તો તમારો નેટ પ્રોફિટ 8.80% જેટલો થઈ શકે છે! Post Office MIS

આપણે કોઈ હવા-હવાઈ વાતો નહીં કરીએ. હું તમને લાઈવ કેલ્ક્યુલેટર સાથે ગણતરી કરીને બતાવીશ કે આ ટ્રીક કેવી રીતે કામ કરે છે, સિંગલ એકાઉન્ટ પર કેટલો ફાયદો થાય અને જોઈન્ટ એકાઉન્ટ પર કેટલા લાખની કમાણી થાય.

આ સ્કીમનું નામ છે Post Office MIS (Monthly Income Scheme)

  • સલામતી: બેંકોમાં ફક્ત 5 લાખ સુધીનો જ વીમો (DICGC) હોય છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં તમારો એક-એક રૂપિયો ભારત સરકારની ગેરંટીસાથે સુરક્ષિત હોય છે.
  • સમયગાળો અને સત્તાવાર વ્યાજ: આ સ્કીમ 5 વર્ષ માટેની હોય છે અને અત્યારે સરકાર આના પર 7.4% વાર્ષિક વ્યાજ આપે છે, જે તમને દર મહિને ચૂકવવામાં આવે છે.

કોણ કોણ ખાતું ખોલાવી શકે છે ?

  • ભારતીય નાગરિક હોવો જોઈએ
  • ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
  • સિંગલ ખાતું અને જોઈન્ટ ખાતું ખોલાવી શકે છે
  • વધારામાં વધારે ત્રણ વ્યક્તિ સતુક્ત આ ખાતું ખોલાવી શકે છે.
  • 10 વર્ષથી મોટી ઉંમરના બાળકોના નામ ઉપર પણ વાલી ખાતું ખોલાવી શકે છે અને બાળક પોતે તેને ઓપરેટ કરી શકે છે.
  • નિયમ: NRI (વિદેશી ભારતીય) આ સ્કીમમાં ખાતું ખોલાવી શકતા નથી.

MIS સ્કીમમાં રોકાણની મર્યાદા (Investment Limits)

  • ​સિંગલ એકાઉન્ટમાં તમે વધુમાં વધુ ₹9 લાખ રોકી શકો છો.​
  • જોઈન્ટ એકાઉન્ટમાં તમે વધુમાં વધુ ₹15 લાખ રોકી શકો છો.
  • પરંતુ એક વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે
  • પરંતુ એક વ્યક્તિ દીઠ વધારેમાં વધારે તમે નવ લાખ રૂપિયા રોકી શકશો તેનાથી વધારે નહીં રોકી શકો, ગમે તેટલા ખાતા હોય.
  • સમયગાળો અને સત્તાવાર વ્યાજ: આ સ્કીમ 5 વર્ષ માટેની હોય છે અને અત્યારે સરકાર આના પર 7.4% વાર્ષિક વ્યાજ આપે છે, જે તમને દર મહિને ચૂકવવામાં આવે છે.”

તમને વાર્ષિક 8.8% વ્યાજ કેવીરીતે મળશે ? (MIS + RD કોમ્બિનેશન)

​જો તમે MIS ખાતું ખોલાવો છો, તો પોસ્ટ ઓફિસ દર મહિને તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા કરી દે છે. જો તમે એ પૈસા એમનેમ પડ્યા રેવા દેશો , તો એના પર કોઈ વધારાનું વ્યાજ નહીં મળે.

અહીંયા આપણે ટ્રિક લગાવવાની છે માસ્ટરસ્ટ્રોક ટ્રીક!તમારે જે દિવસે MIS ખાતું ખુલે, એ જ દિવસે પોસ્ટ ઓફિસમાં એક RD (Recurring Deposit) એકાઉન્ટ ખોલાવી દેવાનું છે અને ઓટો-ડેબિટ સેટ કરી દેવાનું છે. આનાથી શું થશે? દર મહિને MIS માંથી જે વ્યાજ આવશે, તે આપોઆપ આરડી (RD) માં જમા થઈ જશે.

અત્યારે આરડી પર આશરે 6.70% વ્યાજ મળે છે. એટલે કે તમને વ્યાજની ઉપર પણ વ્યાજ (Compound Interest) મળવાનું શરૂ થઈ જશે!”

એક ઉદાહરણ થી સમજીએ કે તમને 8.8% વ્યાજ કેવીરીતે મળશે.

ઉદાહરણ નંબર 1: ₹15 લાખનું રોકાણ (જોઈન્ટ એકાઉન્ટ)

MIS માં સિંગલ એકાઉન્ટમાં વધારેમાં વધારે ₹9 લાખનું રોકાણ કરી શકો છો પરંતુ પતિ પત્ની બંને મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું હોય તો ₹15 લાખ રૂપિયા રોકાણ કરી શકો છો

  • તેની સામે માસિક આવક (MIS વ્યાજ): 7.4% ના હિસાબે તમને દર મહિને ₹9,250 નું વ્યાજ મળશે.
  • ​આરડી ટ્રીક (RD Trick): આ ₹9,250 ને આપણે ઘરે લઈ જવાના બદલે દર મહિને 5 વર્ષ (60 મહિના) માટે આરડી એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવાના છે.

પોસ્ટ ઓફિસ ધમાકા ઓફર ૨૦૨૬: માત્ર ₹૧૭૦ માં મેળવો ₹૧૦ લાખનો આજીવન વીમો

5 વર્ષ પછી તમને ₹15 લાખના કુલ કેટલું વળતર મળશે

  • તમે આરડી સ્કીમ માં કુલ જમા કરેલી રકમ (જે વ્યાજમાંથી આવી): ₹5,55,000
  • ​તેના પર ત્રિમાસિક ચક્રવૃદ્ધિ (Quarterly Compounding) ના લીધે મળેલું ચોખ્ખું વ્યાજ: ₹1,05,000
  • એટલે કે 5 વર્ષ પૂરા થતાં આરડીમાંથી તમને કુલ ₹6,60,000 પાછા મળશે.​
  • અને તમારા મૂળ ₹15,00,000 તો પાછા મળવાના જ છે!

​કુલ વળતર: ₹15 લાખના મૂળ રોકાણ સામે તમને કુલ ₹6.60 લાખ વ્યાજ તરીકે મળ્યા. આ આખા વળતરને ગણીએ તો આ રિટર્ન સીધું 8.8% ની આસપાસ પહોંચી જાય છે!”

બીજું ઉદાહરણ – ₹9 લાખનું રોકાણ કરો સિંગલ એકાઉન્ટ

ઘણા મિત્રો વિચારતા હશે કે અમારે જોઈન્ટ એકાઉન્ટ નથી ખોલવું, સિંગલ ખાતામાં ₹9 લાખ રોકવા છે તો કેટલો ફાયદો થાય? ચાલો તેનું પણ ગણિત સમજી લો.

  • ધારો કે તમે સિંગલ એકાઉન્ટમાં ₹9,00,000 જમા કર્યા.
  • ​7.4% મુજબ તમને દર મહિને ₹5,550 નું વ્યાજ મળશે.​
  • આ ₹5,550 ને આપણે દર મહિને આરડી (RD) એકાઉન્ટમાં ઓટો-ટ્રાન્સફર કરી દો.
  • તમારી RD માં ટોટલ રકમ ₹3,33,000 જમા થશે
  • તેની સામે વ્યાજ ₹63,000 જમા થશે
  • 5 વર્ષ પછી આરડી સ્કીમમાંથી કુલ મળશે: આશરે ₹3,96,000 (લગભગ ₹4 લાખ).​અને તમારા મૂળ ₹9,00,000 તો પાછા મળવાના જ છે.
  • તો આ પ્રમાણે થોડી ટ્રીક લગાવવા થી મોટો ફાયદો થાય છે.

જોયું ને? સિંગલ ખાતામાં પણ આ ટ્રીકથી આશરે ₹4 લાખ જેવો જંગી નફો ગેરંટી સાથે મળી જાય છે.”

સમય મર્યાદા પૂરી થતા પહેલા ખાતું બંધ કરો તો

હવે રોકાણ કરતા પહેલા આ સ્કીમના અમુક કડક નિયમો પણ જાણી લો જેથી પાછળથી કોઈ તકલીફ ન પડે.

  • 1. 1 વર્ષનો લોક-ઈન: તમે ખાતું ખોલાવ્યાના 1 વર્ષ સુધી પૈસા પાછા ખેંચી શકતા નથી.
  • (2) ​1 થી 3 વર્ષમાં બંધ કરો તો: જો તમે 1 વર્ષ પછી અને 3 – વર્ષ પહેલા ખાતું બંધ કરશો, તો તમારા મૂળ ધન (Principal Amount) માંથી 2% કાપી લેવામાં આવશે.
  • (3) ​3 થી 5 વર્ષમાં બંધ કરો તો: જો 3 વર્ષ પછી બંધ કરશો, તો 1% નો કાપ લાગશે.
  • (૪) ​5 વર્ષ પછી: જો તમે 5 વર્ષ પૂરા થયા પછી પણ ખાતું બંધ નહીં કરો, તો આગળ જતા ખાલી નોર્મલ સેવિંગ્સ એકાઉન્ટનું 4% વ્યાજ જ મળશે. એટલે 5 વર્ષે પૈસા ઉપાડી લેવા જ હિતાવહ છે.”

“વધુ માહિતી માટે India Post Official Website પર વિઝિટ કરવા અહીં ક્લિક કરો.”

ખાતું કેવી રીતે ખોલાવવું તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને Form-1 (ખાતું ખોલવાનું ફોર્મ) લેવું પડશે. સાથે

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ,
  • પાસપોર્ટ સાઇઝના ફોટા અને
  • જેટલા પૈસા રોકવા હોય તેનો ચેક આપવો પડશે.
  • યાદ રાખજો, ખાતું ખોલાવતી વખતે જ ઓટો-ડેબિટ ફોર્મ સબમિટ કરી દેવું જેથી દર મહિને ધક્કા ખાવા ન પડે.

​જે લોકોને દર મહિને ઘર ચલાવવા પૈસાની જરૂર નથી અને સેફ્ટી સાથે મોટું ભંડોળ બનાવવું છે, તેમના માટે આ MIS + RD નું કોમ્બિનેશન બેસ્ટ છે.

ટેક્સ બેનિફિટ અને નિયમો

આ સ્કીમમાં આપણને કોઈ ટેક્સ બેનિફિટ એટલે કે આવકવેરામાં છૂટછાટ મળશે? તો આના ટેક્સના નિયમો ખૂબ જ ધ્યાનથી સમજી લેજો:

  • 80C હેઠળ કોઈ છૂટ નહીં: પોસ્ટ ઓફિસની MIS સ્કીમના મૂળ રોકાણ પર ઇનકમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ કોઈ ટેક્સ છૂટ મળતી નથી.
  • વ્યાજ પર ટેક્સ (Taxable Interest): MIS માંથી તમને દર મહિને જે વ્યાજ મળે છે, તે સંપૂર્ણપણે ‘ટેક્સેબલ’ છે.
  • એટલે કે, એ વ્યાજની રકમ તમારી વાર્ષિક આવકમાં ઉમેરાશે અને તમે જે પણ ટેક્સ સ્લેબ (Tax Slab) માં આવતા હશો તે મુજબ તમારે ટેક્સ ચૂકવવો પડશે.
  • TDS ના નિયમો: પોસ્ટ ઓફિસ વ્યાજ પર સીધું કોઈ TDS કાપતી નથી, પરંતુ તમારે ITR માં આ આવક દર્શાવવી ફરજિયાત છે.
  • નવા નિયમ મુજબ સ્માર્ટ ટિપ (Form 15G / 15H): જો તમારી બધી જ સ્ત્રોતોમાંથી થતી કુલ વાર્ષિક આવક નવા નિયમ (New Tax Regime) મુજબ ₹7,00,000 સુધીની હોય, તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.
  • આ સ્થિતિમાં તમે ટીડીએસ કે ટેક્સની ઝંઝટમાંથી બચવા માટે દર વર્ષે એપ્રિલ મહિનામાં Form 15G (60 વર્ષથી ઓછી ઉંમર માટે) અથવા Form 15H (60 વર્ષથી વધુ ઉંમરના સીનિયર સિટીઝન માટે) ભરીને પોસ્ટ ઓફિસમાં સબમિટ કરી શકો છો.

​એક સ્માર્ટ ટિપ: જો તમારી પોતાની કુલ આવક ટેક્સ ભરવા પાત્ર ન હોય, તો તમે ફોર્મ 15G કે 15H સબમિટ કરીને ટેક્સની જવાબદારીમાંથી બચી શકો છો.”

નવા નિયમો (New Tax Regime) પ્રમાણે જો તમારી કુલ વાર્ષિક આવક ₹7,00,00,000 સુધીની હોય, તો તમારી આવક પર ઝીરો ટેક્સ લાગે છે, અને તમે ટીડીએસ (TDS) બચાવવા માટે આ ફોર્મ પોસ્ટ ઓફિસમાં આપી શકો છો.”


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment