હવે ₹૫૦૦ માં ખરીદો અસલી સોનું! SBI Gold Direct Plan Growth ગુજરતીમાં

શેર કરો

નમસ્કાર મિત્રો, જો તમે સોનામાં રોકાણ કરવા માગતા હોય અને તેને ઘરમાં વસ્તુના રૂપમાં ન લેવા માંગતા હોય તો તમે ડિજિટલ રીતે સોના માં રોકાણ કરી શકો છો અને આવનારા સમયમાં તમે એક સારુ એવું વળતર મેળવી શકો છો જી હા મિત્રો આજે આપણે SBI ના એવા ફંડ વિશે વાત કરવાના છે જે સોનામાં રોકાણ કરે છે અને આ ફંડમાં રોકાણ કરીને તમે પણ ભાગીદાર બની શકો છો જે ફંડનું નામ છે SBI Gold Direct Plan Growth

આજે ભૌતિક સોનું ખરીદવાને બદલે લોકો ‘ડિજિટલ ગોલ્ડ’ અથવા ‘ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ’ તરફ વળી રહ્યા છે.” જો તમે સોનું ખરીદો અથવા ઘરેણા બનાવો તેને સાચવવા નું જોખમ વધી જાય છે પણ જો તમે ડિજિટલ રીતે સોનું ખરીદો તો તેને સાચવવા ની ઝંઝટ રહેતી નથી

જ્યારે પણ તમારે વેચવું હોય તો તમે તરત વેચાઈ જશે ત્યારે આ શ્રેણીમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં રહેલું ફંડ એટલે SBI Gold Direct Plan Growth. આવો જાણીએ આ ફંડની સંપૂર્ણ વિગતો.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું ?

SBI Gold Fund ને સમજતા પહેલાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ શું છે તે જાણવું જરૂરી છે. આ એક એવું મ્યુચ્યુઅલ ફંડ છે જે સીધું શેરબજારની કંપનીઓમાં રોકાણ કરવાને બદલે Gold ETFs (Exchange Traded Funds) માં રોકાણ કરે છે,

જે આખરે ભૌતિક સોનાના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાવો પર આધારિત હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ફંડમાં રોકાણ કરવાથી તમારા પૈસા સોનામાં જ રોકાણ થાય છે, પરંતુ તમને સોનું ભૌતિક સ્વરૂપે (Physical Form) મળવાને બદલે ડિજિટલ યુનિટ્સ તરીકે મળે છે.

SBI Gold Direct Plan Growth ની મુખ્ય વિગતો

વિગત માહિતી
ફંડનું નામ SBI Gold Direct Plan Growth
NAV (July 2026) ~ ₹44.47
5 વર્ષનું વળતર (CAGR) ~ 23.6%
ઓછામાં ઓછી SIP ₹500
એક્ઝિટ લોડ 15 દિવસની અંદર ઉપાડ પર 1% (15 દિવસ પછી શૂન્ય)
  • આકર્ષક વળતર (Returns): આ ફંડની સૌથી મોટી વિશેષતા તેનું વળતર છે. છેલ્લા 5 વર્ષનો વાર્ષિક ટ્રેક રેકોર્ડ (5Y Annualised Return) જોઈએ તો આ ફંડે 24.04% નું શાનદાર વળતર આપ્યું છે. ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કે પરંપરાગત બચત યોજનાઓની સરખામણીમાં આ વળતર ઘણું વધારે છે.
  • નેટ એસેટ વેલ્યુ (NAV): જુલાઈ 2026 ની સ્થિતિએ આ ફંડની NAV ₹44.47 ની આસપાસ છે.
  • મજબૂત રેટિંગ : લોકોએ આ ફંડ ને 4* રેટિંગ આપ્યું છે
  • ફંડ સાઈઝ ₹16,532 કરોડ થી પણ વધુ છે. આટલું મોટું ફંડ સાઈઝ એ બાબતની સાબિતી છે કે લાખો રોકાણકારોએ SBI ના આ ફંડ પર વિશ્વાસ મૂક્યો છે.
  • ​ફંડ મેનેજર: હાલમાં આ ફંડનું સંચાલન કુશળ ફંડ મેનેજર (જેમ કે વિરલ છાજવા) દ્વારા કરવામાં આવે છે.
  • બેન્ચમાર્ક: આ ફંડ ‘ડોમેસ્ટિક પ્રાઇસ ઓફ ગોલ્ડ’ (ભારતમાં સોનાના હાજર ભાવ) ને બેન્ચમાર્ક તરીકે ફોલો કરે છે.

ભૌતિક સોના (Physical Gold) કરતા આ ફંડ કેમ ચડિયાતું છે?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે “દુકાને જઈને સોનું ખરીદવા કરતાં આ ફંડમાં કેમ રોકાણ કરવું?” તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

SBI ની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરો

કસ્ટડી કે ચોરીનો કોઈ ડર નહીં ભૌતિક સોનું ખરીદ્યા પછી તેને ઘરમાં રાખવું કે બેંકના લોકરમાં રાખવું તે મોટી ચિંતા હોય છે. લોકરનું ભાડું ચૂકવવું પડે છે અને ચોરી થવાનો ભય રહે છે. જ્યારે SBI ગોલ્ડ ફંડ સંપૂર્ણપણે ડિજિટલ હોવાથી ચોરી થવાનો કોઈ ભય નથી.

ઐતિહાસિક પ્રદર્શન અને રિટર્ન ?

  • 1 વર્ષનું રિટર્ન: આશરે 47% થી 48% (તાજેતરમાં સોનાના ભાવમાં આવેલા ભારે ઉછાળાને કારણે).
  • 3 વર્ષનું વાર્ષિક રિટર્ન (CAGR): આશરે 33.8%​
  • 5 વર્ષનું વાર્ષિક રિટર્ન (CAGR): આશરે 23.6%

નોંધ: મ્યુચ્યુઅલ ફંડનું ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં પણ એવું જ રહેશે તેની ગેરંટી આપતું નથી, પરંતુ તે ફંડની સ્થિરતા દર્શાવે છે.

રોકાણની શરૂઆત

  • SIP: દર મહિને માત્ર ₹500 થી શરૂ કરી શકાય.​
  • એકસાથે (Lumpsum): ઓછામાં ઓછા ₹5000 થી શરૂઆત.

રોકાણ કરવાના ફાયદા

  • (1) ડીમેટ એકાઉન્ટ વગર રોકાણ: ગોલ્ડ ETF ની જેમ આમાં કોઈ ડીમેટ એકાઉન્ટની જરૂર નથી. સામાન્ય મ્યુચ્યુઅલ ફંડની જેમ જ સીધું રોકાણ થઈ શકે છે.
  • (2) ગોલ્ડ SIP ની સુવિધા: દર મહિને માત્ર ₹500 જેવી નાની રકમથી નિયમિત બચત (SIP) શરૂ કરી શકાય છે, જેનાથી સોનાના ભાવની વધ-ઘટ સરેરાશ થઈ જાય છે.
  • (3). 100% શુદ્ધતાની ગેરંટી: રોકાણ ડિજિટલ સ્વરૂપે થતું હોવાથી સોનાની ગુણવત્તા કે શુદ્ધતા (99.5% પ્યોરિટી) બાબતે છેતરાવાનો કોઈ ડર રહેતો નથી.
  • (4) ત્વરિત લિક્વિડિટી (સરળતાથી રોકડા પૈસા): સોનીની દુકાને જઈને ભાવતાલ કરવાની કોઈ ઝંઝટ નહીં. ગમે ત્યારે ઓનલાઈન આ ફંડ વેચીને પૈસા સીધા બેંક ખાતામાં મેળવી શકાય છે.
  • ​(5). ઝીરો મેન્ટેનન્સ ખર્ચ: સોનું ડિજિટલ ફોર્મમાં હોવાથી ચોરી થવાનો ભય નથી, જેથી બેંક લોકરનું ભાડું કે ઈન્સ્યોરન્સ જેવા વધારાના ખર્ચ બચી જાય છે.

કોણે આ ફંડમાં રોકાણ કરવું જોઈએ ?

  • સોનામાં રોકાણ કરવાથી જો શેરબજારમાં તમને મોટું નુકસાન થાય, તો સોનાનો વધતો ભાવ એ નુકસાનને સરભર કરી લે છે અને તમારો આખો પોર્ટફોલિયો ડૂબતો બચી જાય છે.
  • નિષ્ણાતોના મતે, તમારા કુલ રોકાણના 5% થી 10% પૈસા સોનામાં હોવા જોઈએ.
  • સોનું એક ‘વીમા’ જેવું કામ કરે છે. સામાન્ય રીતે જ્યારે શેરબજાર (Equity) મોટા કડાકા સાથે નીચે ગબડે છે, ત્યારે સોનાના ભાવ ઝડપથી વધે છે.
  • મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો: જેઓ આગામી 3 થી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે સોનામાં નાણાં રોકવા માંગે છે.
  • લગ્ન કે અન્ય કોઈ સામાજિક પ્રસંગ માટે ભવિષ્યમાં સોનું ખરીદવાનું લક્ષ્ય હોય, તો અત્યારથી જ આ ફંડમાં SIP શરૂ કરી શકાય છે.

એક્ઝિટ લોડ અને ટેક્સના નિયમો

  • રોકાણ કર્યાના 15 દિવસની અંદર તમારા યુનિટ્સ વેચી દો છો (Redeem), તો 1% એક્ઝિટ લોડ લાગશે. 15 દિવસ પછી પૈસા ઉપાડવા પર કોઈ એક્ઝિટ લોડ લાગતો નથી.
  • ​2 વર્ષ પહેલાં વેચો (Short Term): નફો તમારી આવકમાં ઉમેરાશે અને તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે.​
  • 2 વર્ષ પછી વેચો (Long Term): સ્લેબ ગમે તે હોય, નફા પર માત્ર 12.5% ફ્લેટ ટેક્સ લાગશે (ઇન્ડેક્સેશન વગર).

જોખમ અને પોર્ટફોલિયો ગુણોત્તર

આ ફંડ માત્ર એક જ એસેટ ક્લાસ (સોના) માં રોકાણ કરે છે. જો સોનાના આંતરરાષ્ટ્રીય ભાવો ઘટે, તો ફંડનું રિટર્ન પણ ઘટી શકે છે.

મહત્વના રેશિયો: બીટા (Beta): આ ફંડનો બીટા 0.91 છે. 1 થી ઓછો બીટા દર્શાવે છે કે ફંડ માર્કેટના ઉતાર-ચઢાવ સામે થોડું ઓછું અસ્થિર (less volatile) છે.

શાર્પ રેશિયો (Sharpe Ratio): આશરે 1.34, જે દર્શાવે છે કે ફંડ લીધેલા જોખમની સામે સારું વળતર (Risk-adjusted returns) આપી રહ્યું છે.

SBI Gold Direct Plan Growth માં રોકાણ કરવાના ૩ એકદમ ટૂંકા રસ્તા:

મોબાઈલ એપ્સ (સૌથી સરળ): Groww, Coin (Zerodha) કે Paytm Money જેવી એપ ડાઉનલોડ કરો ➔ KYC કરો ➔ “SBI Gold Direct Growth” સર્ચ કરો ➔ UPI/Net Banking થી રોકાણ શરૂ કરો.

સત્તાવાર વેબસાઈટ: સીધા sbimf.com અથવા SBIMF Investap એપ પર જઈને નવું એકાઉન્ટ બનાવી રોકાણ કરો.

ઓફલાઈન (રૂબરૂ): નજીકની SBI બેંક કે SBI મ્યુચ્યુઅલ ફંડની ઓફિસે જઈને ફોર્મ ભરી શકો છો (સાથે PAN, આધાર અને કેન્સલ ચેક આપવો). પરંતુ ધ્યાન રાખવું કે, ફોર્મ ભરતી વખતે એજન્ટ કોડ (ARN) નું ખાનું ખાલી છોડી દેવું અને ફોર્મમાં “Direct Plan” નો વિકલ્પ જ પસંદ કરવો, જેથી તમે એજન્ટના કમિશન ખર્ચથી બચી શકો.

નિષ્કર્ષ (Conclusion)​SBI Gold Direct Plan Growth એ એવા રોકાણકારો માટે એક આદર્શ પ્લેટફોર્મ છે જેઓ ભૌતિક સોનું ખરીદવાની ઝંઝટ વિના સોનાના વધતા ભાવોનો લાભ લેવા માંગે છે. ઓછો એક્સપેન્સ રેશિયો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) નું મજબૂત બેકિંગ અને રોકાણની સરળતા આ ફંડને દેશના શ્રેષ્ઠ ગોલ્ડ ફંડ્સમાંનું એક બનાવે છે. જો કે, રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી હંમેશા હિતાવહ છે.


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment