વીમા પોલિસી હવે ઝીરો ટકા GST સાથે લઈ શકશો પરંતુ 22 સપ્ટેમ્બર પહેલા રીન્યુ થશે તો લાભ મળશે ?

Spread the love

22 સપ્ટેમ્બર 2025 ના રોજ દરેક વસ્તુમાં જીએસટી ઘટવાની છે પરંતુ આજે આપણે વાત કરવાની છે ઇન્સ્યોરન્સ પોલિસી વિશે પોલીસીમાં અત્યાર સુધી 18% જીએસટી વસૂલવામાં આવતી હતી પરંતુ તે હવે 0% કરી દીધી છે તો સ્વાભાવિક છે કે હવે ઇન્સ્યોરન્સ પોલિસી દરેક કંપનીની સસ્તી મળી જશે તમને

પરંતુ સવાલ એ છે કે જે લોકોની પોલિસી ઓલરેડી ચાલુ છે પહેલેથી જ તેવા લોકોને 22 સપ્ટેમ્બર પછી લાભ મળશે ખરો

અથવા જે લોકોની 22 સપ્ટેમ્બર પહેલા પોલિસી રીન્યુ થવાની છે તો તે લોકોને ઝીરો ટકા જીએસટી નો લાભ મળશે ?

તમે જીએસટી પે કરી છે એ રિફંડ મળશે કે નહીં ?

તમને જણાવી દઈએ કે 22 સપ્ટેમ્બર 2025 ના રોજ individual Life Insurance policy & health insurance policy પર GST ઝીરો થઈ જશે.

વીમા પોલિસી ઉપર જીએસટી ન હોવાના કારણે હવે વીમા પોલિસી તમને સસ્તી મળશે હવે તમને પ્રશ્ન થતો હશે તે ક્યારથી આ જીએસટી નહીં લગાડવામાં આવે જે પહેલાની જૂની પોલિસી ચાલી રહી છે તો એમાં આ નિયમ લાગુ પડશે કે નહીં મતલબ કે 18 % ભરવુ પડશે અથવા તો ઝીરો % લાગુ પડી જશે આગળ વાત કરીશું

પહેલો સવાલ :- હવે જીએસટી કેટલું લાગશે અને પહેલા કેટલું લાગતું હતું ?

ઉપર ટેબલ માં બતાવ્યાં પ્રમાણે 22-09-25 પછી થી

Type of Policies (including riders)૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી અમલમાં આવેલ GST દર (નવો દર)
Term Policies0%
Endowment Policies 0% on premium
ULIP Policies0% on premium all charges
Health Policies (આરોગ્ય વીમો)0% on premium
Riders0% on premium
Annuity (વાર્ષિકી)0% on premium

22 સપ્ટેમ્બર 2025 પછી 0% GST

હવે બીજો સવાલ 22 સપ્ટેમ્બર પહેલા પોલીસી ખરીદશો તેમાં જીએસટી ભરવી પડશે કે પછી ફ્રી હશે ?

તો તેનો જવાબ છે 21 સપ્ટેમ્બર 2025 પહેલા કોઈપણ પોલીસી લેશો તો તેની જે પણ પહેલાની જ જીએસટી હશે એ તમારે ભરવાની રહેશે એમાં કોઈ ફેરફાર નહીં થયો જે પ્રમાણે પહેલા તમે જીએસટી ચૂકવતા હતા એ જ પ્રમાણે તમારે જીએસટી ચૂકવવાની રહેશે

પરંતુ તમે 22 સપ્ટેમ્બર પછી કોઈપણ પોલિસી લેશો અથવા તો 22 સપ્ટેમ્બરને દિવસે કોઈ પોલિસી લેશો તો તમારે કોઈ પણ પ્રકારની જીએસટી નહીં આપવી પડે.

સાથે સાથે એ વસ્તુનો પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી કોઈ પહેલાની પોલિસી જે 22 સપ્ટેમ્બર પહેલા રીન્યુ થતી હોય તો તમારે ઓલ્ડ જીએસટી ભરવી પડશે

માની લો કે તમારી રીન્યુઅલ પોલીસી ની તારીખ 22 સપ્ટેમ્બર પહેલા છે અને તે પોલીસી 22 સપ્ટેમ્બર પછી તમે રિન્યૂ કરો તો જીએસટી ભરવી પડે કે નહીં ?

તો તમને જણાવી દઈએ 22 સપ્ટેમ્બર પહેલા જો તમારી પોલીસી ની તારીખ પૂરી થઈ ગઈ હશે અને 22 સપ્ટેમ્બર પછી તમે રીન્યુ કરાવશો તો પણ તમારે જીએસટી ભરવી ફરજિયાત રહેશે

મતલબ એ થયો તમે ફક્ત 22 સપ્ટેમ્બર ના દિવસે અઠવા 22 સપ્ટેમ્બર પછી કોઈ પોલિસી રીન્યુ થઈ હોય અથવા તો નવી પોલીસી લીધી હોય તેમાં જ જીએસટી ફ્રી હશે

જીએસટી ભરેલી છે એ પાછી મળી શકે કેમ ?

તો તમે 21 સપ્ટેમ્બર પહેલા જેટલી પણ જીએસટી ભરેલી હશે એ કોઈપણ રિફંડ મળવા પાત્ર રહેશે નહીં સાહે કેટલી પણ જીએસટી તમે ભરી હોય

નવી પોલીસી ની શરૂઆત 22 સપ્ટેમ્બર પહેલા જો તમે કરી દીધી હોય તમારી પોલિસી રજીસ્ટર 22 સપ્ટેમ્બર પછી થઈ હોય તો એવા કિસ્સામાં તમને જે પણ જીએસટી કપાયું હશે એ તમને રિટર્ન મળી જશે.

ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ જીએસટી 0 % થઈ જશે કે એક્સ્ટ્રા લાગશે

ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ જીએસટી 0 % લાગશે કે એક્સ્ટ્રા લાગશે તો તમને જણાવી દઈએ કે ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસીમાં જીએસટી જે પ્રમાણે લાગતી હશે એ જ તમારે ભરવી પડશે આ નિયમ એમાં લાગુ કરવામાં આવ્યો નથી

તમારા રેગ્યુલર પ્રીમિયમમાં જીએસટી ઓટોમેટીક હટી જશે કે એના માટે થી અલગથી કોઈ પ્રોસેસ કરવી પડશે તો એના માટે તમારે અલગથી પ્રોસેસ કરવાની જરૂર નથી 22 સપ્ટેમ્બર પછી ઓટોમેટિક જ હટી જશે જે પણ જીએસટી વગર પ્રીમિયમ હશે રકમ એ તમારે ભરવાની રહેશે.


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *