
નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના ક્ષેત્રફળને વીઘામાં કેવી રીતના ફેરવવું મતલબ કે હેક્ટર આરે અને ચોરસ મીટર ને ગુઠા કેવી રીતે કાઢવા અને ત્યારબાદ ગુંઠા ને વિઘામાં કેવી રીતે કન્વર્ટ કરવા
તો તેના માટે એક ઉદાહરણ લઈએ ઉદાહરણથી સમજશું

હેક્ટર આરે અને ચોરસ મીટર થકી જ જમીનના ક્ષેત્રફળ ની ગણતરી થઈ શકે છે અને આ માહિતી તમારી 8અ માં જોવા મળશે
- હેક્ટર 1
- આરે 98
- ચોરસ મીટર 30
એક હેક્ટર દીઠ કેટલા ગુઠા થાય છે
- એક હેક્ટર દીઠ 98.84 ગુઠા થાય
- એક આરે બરાબર 0.98 ગુઠા થાય
- એક ચોરસ મીટર બરાબર 0.0099 ગુઠા થાય
- આ સૂત્ર ના માધ્યમથી ક્ષેત્રફળની ગણતરી થશે યાદ રાખો
હવે તમારી જમીનમાં જેટલા હેક્ટર આરે અને ચોરસ મીટર હોઈ તેના ગુણ્યા ઉપર દર્શાવેલી રકમ સાથે કરો
તો આપડે હેક્ટર 1 આરે 98 અને ચોરસ મીટર 30 છે.
- હેક્ટર 1*98.84 =98.84 ગુઠા
- આરે 98*0.98= 96.04 ગુઠા
- ચોરસ મીટર 30*0.0099= 0.297 ગુઠા થાય
- હવે જેટલા ગુઠા છે તેનો સરવાળો કરો
| હેક્ટર | 98.84 + | |
| આરે | 96.04 + | |
| ચો.મી | 0.297 + | |
| 195.177 કુલ | 195.177 કુલ ગુઠા જમીન થાય |
તમારી જમીન નું કુલ ક્ષેત્રફળ 195.177 થાય હવે આપડે ગુઠા નું માપ મળી ગયું છે એને વીઘા માં ફેરવવાના છે તો વીઘા માં કેવી રીતે ફેરવવું એ હવે જોઈએ
તો ગુજરાતમાં કેટલા ગુઠાએ વીઘો થાય એનું કોઈ ચોક્કસ માપ નથી અલગ અલગ એરિયા માં વિઘા નું માપ અલગ હોઈ ગુથાનું માપ હોય છે
સૌરાષ્ટ્રમાં 16 ગુઠા નો એક વિઘો થાય છે જ્યારે ગાયકવાડ સરકાર હતી ત્યાં 24 ગુઠા નો એક વિઘો થાય છે તો તમારા વિસ્તાર માં જેટલા ગુઠાનો વિઘો થતો હોય એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે.
તમારે 24 ગુઠા વિઘો થતો હોય તો કેવી રીતે ગણતરી કરવી
તમારા કુલ ગુઠા નાં ભગ્ય ચોવીસ કરો જે જવાબ આવશે એ તમારા વીઘા હશે ઉદાહરણ લઈ આપણે
| કુલ ગુઠા | વીઘા |
| 195.177 / 24= | 8.13 કુલ વીઘા |
તમારે 16 ગુઠા વિઘો થતો હોય તો કેવી રીતે ગણતરી કરવી
| કુલ ગુઠા | વીઘા |
| 195.177 / 16 | 12.19 વિઘા |
તમારે 23.5 ગુઠા વિઘો થતો હોય તો કેવી રીતે ગણતરી કરવી
| કુલ ગુઠા | વીઘા |
| 195.177 / 23.5 | 8.3 વીઘા |
આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી ગુઠા ના આધારે વિઘાનું માપ કાઢી શકો છો આમાં તમને જે પ્રથમ સૂત્ર જણાવ્યું છે સૂત્ર તમારે યાદ રાખવું જરૂરી છે
| એક હેક્ટર દીઠ | 98.84 | ગુઠા થાય |
| એક આરે બરાબર | 0.98 | ગુઠા થાય |
| એક ચોરસ મીટર બરાબર | 0.0099 | ગુઠા થાય |

નમસ્તે મિત્રો!
મારું નામ ભરતભાઈ આહિર છે. હું છેલ્લા છ વર્ષથી YouTube અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર માહિતીપ્રદ કન્ટેન્ટ સાથે કામ કરું છું.
હું “RB Online” અને “કાયદાની વાતો” નામની બે YouTube ચેનલ ચલાવું છું. આ ઉપરાંત, બ્લોગિંગ દ્વારા પણ ફાઇનાન્સિયલ વિષયો અંગે સરળ ભાષામાં માહિતી શેર કરું છું.
આ બ્લોગનો મુખ્ય હેતુ સામાન્ય વાચકો સુધી, સરકારી યોજનાઓ, નાણાકીય માહિતી અને અન્ય ઉપયોગી વિષયો અંગે સચોટ અને સમજવામાં સરળ માહિતી પહોંચાડવાનો છે.