હેક્ટર..આરે ..અને.. ચોરસ મીટરને વીઘા માં કેવી રીતે ફેરવવું જમીનના ક્ષેત્રફળને વીઘામાં ફેરવતા શીખો

શેર કરો

નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના ક્ષેત્રફળને વીઘામાં કેવી રીતના ફેરવવું મતલબ કે હેક્ટર આરે અને ચોરસ મીટર ને ગુઠા કેવી રીતે કાઢવા અને ત્યારબાદ ગુંઠા ને વિઘામાં કેવી રીતે કન્વર્ટ કરવા

તો તેના માટે એક ઉદાહરણ લઈએ ઉદાહરણથી સમજશું

હેક્ટર આરે અને ચોરસ મીટર થકી જ જમીનના ક્ષેત્રફળ ની ગણતરી થઈ શકે છે અને આ માહિતી તમારી 8અ માં જોવા મળશે

  • હેક્ટર 1
  • આરે 98
  • ચોરસ મીટર 30

એક હેક્ટર દીઠ કેટલા ગુઠા થાય છે

  • એક હેક્ટર દીઠ 98.84 ગુઠા થાય
  • એક આરે બરાબર 0.98 ગુઠા થાય
  • એક ચોરસ મીટર બરાબર 0.0099 ગુઠા થાય
  • આ સૂત્ર ના માધ્યમથી ક્ષેત્રફળની ગણતરી થશે યાદ રાખો

હવે તમારી જમીનમાં જેટલા હેક્ટર આરે અને ચોરસ મીટર હોઈ તેના ગુણ્યા ઉપર દર્શાવેલી રકમ સાથે કરો

તો આપડે હેક્ટર 1 આરે 98 અને ચોરસ મીટર 30 છે.

  • હેક્ટર 1*98.84 =98.84 ગુઠા
  • આરે 98*0.98= 96.04 ગુઠા
  • ચોરસ મીટર 30*0.0099= 0.297 ગુઠા થાય
  • હવે જેટલા ગુઠા છે તેનો સરવાળો કરો
હેક્ટર98.84 +
આરે96.04 +
ચો.મી 0.297 +
195.177 કુલ 195.177 કુલ ગુઠા જમીન થાય

તમારી જમીન નું કુલ ક્ષેત્રફળ 195.177 થાય હવે આપડે ગુઠા નું માપ મળી ગયું છે એને વીઘા માં ફેરવવાના છે તો વીઘા માં કેવી રીતે ફેરવવું એ હવે જોઈએ

તો ગુજરાતમાં કેટલા ગુઠાએ વીઘો થાય એનું કોઈ ચોક્કસ માપ નથી અલગ અલગ એરિયા માં વિઘા નું માપ અલગ હોઈ ગુથાનું માપ હોય છે

સૌરાષ્ટ્રમાં 16 ગુઠા નો એક વિઘો થાય છે જ્યારે ગાયકવાડ સરકાર હતી ત્યાં 24 ગુઠા નો એક વિઘો થાય છે તો તમારા વિસ્તાર માં જેટલા ગુઠાનો વિઘો થતો હોય એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે.

તમારે 24 ગુઠા વિઘો થતો હોય તો કેવી રીતે ગણતરી કરવી

તમારા કુલ ગુઠા નાં ભગ્ય ચોવીસ કરો જે જવાબ આવશે એ તમારા વીઘા હશે ઉદાહરણ લઈ આપણે

કુલ ગુઠાવીઘા
195.177 / 24= 8.13 કુલ વીઘા

તમારે 16 ગુઠા વિઘો થતો હોય તો કેવી રીતે ગણતરી કરવી

કુલ ગુઠાવીઘા
195.177 / 1612.19 વિઘા

તમારે 23.5 ગુઠા વિઘો થતો હોય તો કેવી રીતે ગણતરી કરવી

કુલ ગુઠાવીઘા
195.177 / 23.58.3 વીઘા

આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી ગુઠા ના આધારે વિઘાનું માપ કાઢી શકો છો આમાં તમને જે પ્રથમ સૂત્ર જણાવ્યું છે સૂત્ર તમારે યાદ રાખવું જરૂરી છે

એક હેક્ટર દીઠ 98.84ગુઠા થાય
એક આરે બરાબર 0.98ગુઠા થાય
એક ચોરસ મીટર બરાબર 0.0099ગુઠા થાય

શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment