
આજે આપણે વાત કરવાના છે LIC ના નવા પ્લાન વિશે જે 10 ઓગસ્ટ 2026 રોજ લોન્ચ કર્યો છે.જેનું નામ છે, LIC ન્યુ બીમા જ્યોતિ પ્લાન (નંબર 890) સામાન્ય રીતે LIC ના મોટાભાગના પ્લાન્સ શેરબજારની વધ-ઘટ અથવા કંપનીના નફા (બોનસ) પર આધારિત હોય છે, જેના કારણે ભવિષ્યમાં કેટલું વળતર મળશે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ બને છે.
પરંતુ LIC ન્યુ બીમા જ્યોતિ પ્લાન એવા લોકો માટે એક આદર્શ વિકલ્પ છે જેઓ પોતાના રોકાણ પર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી અને પાકતી મુદતે (Maturity) ચોક્કસ અને ગેરંટીડ રકમ મેળવવા ઈચ્છે છે.
આ આર્ટિકલમાં આપણે આટલી બાબતો જાણીશું.
- આ પ્લાનની વિશેષતાઓ,
- પાત્રતાની શરતો,
- ગેરંટીડ એડિશનની ગણતરી
- ડેથ બેનિફિટ ઉદાહરણ સાથે સંપૂર્ણ વિગતો સમજીશું.
- કેટલા વર્ષ માટે કેટલું પ્રીમિયમ
- વધારાના ફાયદાઓ શું છે.
- વચ્ચે પોલિસી બંધ કરવી હોઈ તો કરી શકાય
LIC ન્યુ બીમા જ્યોતિ પ્લાનની મુખ્ય વિશેષતાઓ
ન્યુ બીમા જ્યોતિ પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત, લાઈફ ઈન્સ્યોરન્સ સેવિંગ્સ પ્લાન છે. આ પ્લાનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
- ✅ગેરંટીડ એડિશન (ચોક્કસ વળતર): આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મળતું વળતર ગેરંટીડ હોય છે. LIC તમારા દ્વારા ચૂકવવામાં આવતા વાર્ષિક પ્રીમિયમ પર ચોક્કસ ટકાવારી મુજબ ‘ગેરંટીડ એડિશન’ આપે છે, જે પોલિસીના ખાતામાં દર વર્ષે જમા થાય છે.
- ✅મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી: ગ્રાહકોને રાહત આપવા માટે LIC એ આ પ્લાનમાં પ્રીમિયમ ચૂકવવાની મુદત ટૂંકી રાખી છે. તમે જે પણ પોલિસી ટર્મ પસંદ કરશો, તેના કરતા ૫ વર્ષ ઓછું પ્રીમિયમ તમારે ભરવાનું રહેશે.
- ✅ દાખલા તરીકે તમે 15 વર્ષનો વીમો લીધો છે તો પૈસા તમારે 10 વર્ષ સુધી જ ભરવાના છે
- ✅હાયર સમ એશ્યોર્ડ ઈન્સેન્ટિવ: જો તમે 5 લાખ થી ઉપરનો વીમો (Sum Assured) લો છો, તો LIC તમને ગેરંટીડ એડિશનના દર માં વધારાનું પ્રોત્સાહન (બોનસ) આપે છે.
- ✅લોન અને સરન્ડર સુવિધા: આ પોલિસીમાં રોકાણ કર્યા પછી જો અચાનક પૈસા ની જરૂર પડી હોઈ તો પોલિસી ના એક વર્ષ પછી જ લોન પણ મળશે અને પોલિસી બંધ પણ કરાવી શકો છો
પોલિસી લેવા માટેની પાત્રતા અને શરતો (Eligibility Conditions)
આ LIC New Bima Jyoti Plan (No. 890)
LIC New Bima Jyoti Plan (No. 890)
પ્લાન ખરીદવા માટે LIC એ નીચે મુજબના માપદંડો નક્કી કર્યા છે:
| પરિમાણ | લઘુત્તમ (MINIMUM) |
મહત્તમ (MAXIMUM) |
|---|---|---|
| પ્રવેશ ઉંમર | 30 દિવસ (સંપૂર્ણ) | 60 વર્ષ (નજીકનો જન્મદિવસ) |
| પાકતી મુદતે ઉંમર | 18 વર્ષ | 75 વર્ષ |
| પોલિસી મુદત (Policy Term) |
15 વર્ષ | 20 વર્ષ |
| પ્રીમિયમ ચૂકવવાની મુદત (PPT) |
10 વર્ષ (15 વર્ષની પોલિસી માટે) |
15 વર્ષ (20 વર્ષની પોલિસી માટે) |
| બેઝિક સમ એશ્યોર્ડ (વીમાની રકમ) |
₹1,25,000 | કોઈ મર્યાદા નથી |
ખાસ નોંધ (હાયર સમ એશ્યોર્ડ ઈન્સેન્ટિવ) ₹1.25 લાખથી ₹4.75 લાખ સુધીનો વીમો: કોઈ વધારાનું ઈન્સેન્ટિવ નહીં (માત્ર બેઝિક 6% વળતર).₹5 લાખ કે તેથી વધુનો વીમો: 1.1% નું વધારાનું ઈન્સેન્ટિવ (એટલે કે કુલ 7.1% વળતર મળશે).
પ્રીમિયમ ચૂકવણીના વિકલ્પો આ LIC New Bima Jyoti Plan (No. 890) પ્લાનમાં ગ્રાહકો પોતાની સગવડ મુજબ પ્રીમિયમ ભરી શકે છે. પ્રીમિયમ ચૂકવવા માટે 4 વિકલ્પો ઉપલબ્ધ છે:
- વાર્ષિક (Yearly),
- અર્ધ-વાર્ષિકત્રિમાસિક (Quarterly), અને
- માસિક (Monthly)
ગેરંટીડ એડિશન ની ગણતરી
LIC આ પ્લાન હેઠળ તમારા કુલ વાર્ષિક પ્રીમિયમના 6% (6%) લેખે બેઝિક ગેરંટીડ એડિશન આપે છે. આ ઉપરાંત, જો તમારો બેઝિક સમ એશ્યોર્ડ (વીમાની રકમ) વધારે હોય, તો LIC નીચે મુજબ વધારાનું વળતર આપે છે:
- ₹1.25 લાખથી ₹4.75 લાખ સુધી: 6% (કોઈ એક્સ્ટ્રા બેનિફિટ નહીં)
- ₹5 લાખથી ₹9.75 લાખ સુધી: વધારાનું 1.1% (કુલ વળતર = 7.1%)
- ₹10 લાખ કે તેથી વધુ: વધુ વિગતો માટે સ્લેબ રેટ લાગુ પડે છે.
આ વળતર દર વર્ષે તમારા પ્રીમિયમની રકમના આધારે ગણવામાં આવે છે અને પોલિસીના અંતે મેચ્યોરિટી સાથે ચૂકવવામાં આવે છે.
મેચ્યોરિટી બેનિફિટ (પાકતી મુદતે મળતો લાભ) જો પોલિસીધારક પોલિસીની સંપૂર્ણ મુદત (15 થી 20 વર્ષ) દરમિયાન જીવિત રહે છે, તો પોલિસી પાકતી મુદતે તેમને બેઝિક સમ એશ્યોર્ડ (વીમા રકમ + પોલિસી દરમિયાન જમા થયેલું કુલ ગેરંટીડ એડિશન ચૂકવવામાં આવે છે.)
ઉદાહરણ દ્વારા પૂરા પ્લાનને સમજીએ:
ધારો કે 36 વર્ષની કોઈ એક વ્યક્તિ ₹5 લાખનો સમ એશ્યોર્ડ (વીમાની રકમ) લે છે અને 20 વર્ષની પોલિસી મુદત પસંદ કરે છે.
15 વર્ષ
પ્રીમિયમ બંધ
5 વર્ષ
પાકતી મુદત (Maturity)
- વાર્ષિક (Yearly) ₹ 42,550
- અર્ધ-વાર્ષિક (Half Yearly) ₹ 21,658
- ત્રિમાસિક (Quarterly) ₹ 10,927
- માસિક (Monthly) ₹ 3,664
- કુલ વળતર દર: 6% + 1.1% (હાયર સમ એશ્યોર્ડ ઈન્સેન્ટિવ) = 7.1%દર વર્ષે જમા થતું ગેરંટીડ એડિશન: પોલિસીના વર્ષો વધવાની સાથે આ રકમ કમ્પાઉન્ડિંગ ઈફેક્ટ સાથે વધતી જાય છે.
- 20 માં વર્ષે મેચ્યોરિટી: 20 વર્ષના અંતે ₹5,00,000(સમ એશ્યોર્ડ) અને આશરે ₹5,89,104 (ગેરંટીડ એડિશન) મળીને કુલ ₹10,89,104 જેવી મસમોટી રકમ ગેરંટીડ ટેક્સ-ફ્રી મેચ્યોરિટી તરીકે મળી શકે છે.
| બેઝિક સમ એશ્યોર્ડ (વીમા રકમ) | ગેરંટીડ એડિશન દર (વાર્ષિક પ્રીમિયમ પર) | વધારાનો ફાયદો / ઈન્સેન્ટિવ |
|---|---|---|
| ₹ 1.25 લાખ થી ₹ 4.75 લાખ સુધી | 6.0% | બેઝિક વળતર |
| ₹ 5.00 લાખ થી ₹ 9.75 લાખ સુધી | 7.1% | + 1.1% એક્સ્ટ્રા ઈન્સેન્ટિવ |
| ₹ 10.00 લાખ કે તેથી વધુ | સ્લેબ રેટ મુજબ વધુ | મહત્તમ ફાયદો |
ડેથ બેનિફિટ (મૃત્યુના કિસ્સામાં મળતો લાભ)
પોલિસી મુદત દરમિયાન પોલિસીધારકનું અકાળે અવસાન થાય છે, તો તેના નોમિની (વારસદાર) ને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ‘સમ એશ્યોર્ડ ઓન ડેથ’ (Sum Assured on Death) + મૃત્યુની તારીખ સુધી જમા થયેલું ગેરંટીડ એડિશન ચૂકવવામાં આવે છે.
સમ એશ્યોર્ડ ઓન ડેથ’ ની ગણતરી નીચેના બેમાંથી જે વધારે હોય તે મુજબ થાય છે:
- (૧) બેઝિક સમ એશ્યોર્ડના 125% (1.25 ગણા)
- (૨) વાર્ષિક પ્રીમિયમના 7 ગણા (7 Times)
એક ઉદાહરણ થી સમજીએ ડેથ બેનિફિટ
માની લો પોલિસી લીધાના છઠ્ઠા વર્ષે પોલિસી ધારક નું અવસાન થઈ ગયું, તેની ગણતરી કરીએ તો
- બેઝિક સમ એશ્યોર્ડ (વીમાની રકમ): ₹5,00,000
- વાર્ષિક પ્રીમિયમ: ₹42,550
નિયમ (૧): બેઝિક સમ એશ્યોર્ડના 125% (1.25 ગણા)
- 5,00,000 × 125% = 6,25,000
- મુજબ મળવાપાત્ર રકમ ₹6,25,000 થાય
નિયમ (૨): વાર્ષિક પ્રીમિયમના 7 ગણા
- 42,550 × 7 = ₹2,97,850 મળવાપત્ર રકમ
બંને માંથી ₹6,25000 મોટી રકમ છે માટે આ રકમ મળશે. સાથે સાથે 6 વર્ષ ગેરેન્ટેડ બોનસ પણ મળશે જે ₹63442 થાય છે
- કુલ રકમ 625000+63442= ₹6,88,442 થાય
LIC જીવન લાભ (736): ઓછા વર્ષો પ્રીમિયમ ભરો, પૂરી મુદતનો લાભ મેળવો!
લોન, સરન્ડર અને ટેક્સ બેનિફિટ્સ
લોન સુવિધા: પોલિસી સફળતાપૂર્વક ૧ વર્ષ પૂર્ણ કરે અને પ્રીમિયમ ભરેલું હોય, ત્યાર બાદ પોલિસીની સરન્ડર વેલ્યુના ચોક્કસ ટકા સુધીની લોન ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે.
સરન્ડર સુવિધા: જો કોઈ કારણસર પોલિસીધારક પ્રીમિયમ ભરી શકે તેમ ન હોય, તો ૧ વર્ષ પછી પોલિસી સરન્ડર કરીને તેનું રોકાણ પાછું ખેંચી શકે છે (જોકે સમય પહેલાં સરન્ડર કરવાથી નુકસાન થઈ શકે છે).
ટેક્સ બેનિફિટ: આ પ્લાનમાં રોકાણ કરવાથી ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ પ્રીમિયમમાં છૂટ મળે છે અને કલમ 10(10D) હેઠળ મેચ્યોરિટી કે ડેથ બેનિફિટની રકમ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી (કરમુક્ત) રહે છે.
વૈકલ્પિક રાઈડર્સ વધારાની સુવિધાઓ
(૧) Accidental Death and Disability Benefit Rider: અકસ્માતને કારણે મૃત્યુ કે વિકલાંગતા આવે તો વધારાની રકમ મળે છે.
(૨)Accident Benefit Rider: અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં નોમિનીને વધારાનો વીમો મળે છે.
(૩) Term Assurance Rider: કુદરતી મૃત્યુના કિસ્સામાં લાઈફ કવરની રકમ વધારવા માટે.
(૪) Premium Waiver Benefit Rider: જો આ પોલિસી બાળકના નામે લેવામાં આવી હોય, તો પ્રસ્તાવક (માતા-પિતા) ના મૃત્યુ પછી આગળના તમામ પ્રીમિયમ માફ થઈ જાય છે અને પોલિસી ચાલુ રહે છે. (બાળકો માટે પોલિસી લેતા હોય તો આ એક જરૂર લેજો)
(૫) Critical Illness Rider: કેન્સર કે હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીઓ સામે આર્થિક સુરક્ષા.
નિષ્કર્ષ :- LIC ન્યુ બીમા જ્યોતિ (પ્લાન ૮૯૦) એ સુરક્ષા અને નિશ્ચિત બચતનો એક ઉત્કૃષ્ટ સમન્વય છે. જે રોકાણકારો શેરબજારના જોખમોથી દૂર રહીને પોતાના બાળકોના શિક્ષણ, લગ્ન અથવા પોતાના ભવિષ્ય માટે એક ચોક્કસ ભંડોળ (Corpus) ઊભું કરવા માંગે છે, તેમના માટે આ પ્લાન સર્વશ્રેષ્ઠ છે. ટૂંકા ગાળાની પ્રીમિયમ વિન્ડો (૫ વર્ષ ઓછું પ્રીમિયમ) અને ગેરંટીડ રિટર્ન્સ આ યોજનાને ભારતીય પરિવારો માટે એક અત્યંત વિશ્વસનીય અને આકર્ષક રોકાણ વિકલ્પ બનાવે છે.
નોંધ: પોલિસી ખરીદતા પહેલાં તમારા નજીકના LIC એજન્ટનો સંપર્ક કરો અથવા સત્તાવાર વેબસાઇટ પરથી પ્રીમિયમ અને નિયમોની સંપૂર્ણ ચકાસણી કરી લેવી હિતાવહ છે.)

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…