
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનો આગ્રહ રાખે છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા દેશના નાગરિકો માટે સુરક્ષિત અને વધુ સારું વળતર આપતી યોજનાઓ રજૂ કરવામાં આવે છે. આમાં LIC જીવન લાભ પ્લાન (Plan 736) એ અત્યંત લોકપ્રિય અને સુરક્ષિત યોજનાઓમાંથી એક છે.
તો આજે આપડે LIC નો નવો પ્લાન LIC જીવન લાભ પ્લાન 736 વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે.
- આ પ્લાન કોના માટે યોગ્ય છે
- કેટલા વર્ષ પ્રીમિયમ ભરવાનુ
- ઉંમર ની મર્યાદા શું છે
- કોણ કોણ આ પ્લાન લઈ શકે છે
- ઓછા માં ઓછો અને વધારે માં વધારે કેટલો વીમો લઈ શકીએ
- આ પ્લાન માં પોલીસી ધારકને પાકતી મુદતે પૈસા મળી જશે
- અને વચ્ચે મૃત્યું થયું હોઈ તો તેનો લાભ પણ મળશે
- પોલિસી વચ્ચેથી બંધ કરવી હોઈ તો કરી શકાય
- લોન મળી શકે કે નહીં
- મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ્સ તેમજ અન્ય ફાયદાઓ વિશે ચર્ચા કરીશું.
LIC જીવન લાભ પ્લાન શું છે (lic-jeevan-labh-plan) ?
LIC જીવન લાભ પ્લાન (ટેબલ નં. 736) એ એક નોન-લિંક્ડ (Non-linked), પાર્ટિસિપેટિંગ (Participating) અને લિમિટેડ પ્રીમિયમ પેઇંગ (Limited Premium Paying) ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ્સ પ્લાન છે
- નોન-લિંક્ડ: આ પ્લાન શેરબજાર (Stock Market) સાથે જોડાયેલો નથી. જેથી બજારના ઉતાર-ચઢાવની અસર તમારા રોકાણ કે મળવાપાત્ર વળતર પર પડતી નથી.
- પાર્ટિસિપેટિંગ: આ પ્લાન અંતર્ગત LIC દ્વારા જાહેર કરવામાં આવતા બોનસમાં પોલિસીધારક ભાગીદાર બને છે
- લિમિટેડ પ્રીમિયમ: આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારે સમગ્ર પોલિસી સમયગાળા (Policy Term) દરમિયાન પ્રીમિયમ ભરવું પડતું નથી. પ્રીમિયમ અમુક ચોક્કસ વર્ષો માટે જ ભરવાનું રહે છે, જ્યારે વીમા કવચ અને લાભો આખી પોલિસી મુદત દરમિયાન ચાલુ રહે છે
પોલિસી સમયગાળો અને પ્રીમિયમ ચુકવણીના વિકલ્પો.
આ પ્લાનમાં ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ 3 મુખ્ય વિકલ્પો (Options) મળે છે.
| પોલિસી ટર્મ (મુદત) | પ્રીમિયમ પેઇંગ ટર્મ (PPT) | પ્રીમિયમમાં છૂટ (વર્ષ) |
|---|---|---|
| ૧૬ વર્ષ | ૧૦ વર્ષ | ૬ વર્ષ |
| ૨૧ વર્ષ | ૧૫ વર્ષ | ૬ વર્ષ |
| ૨૫ વર્ષ | ૧૬ વર્ષ | ૯ વર્ષ |
ઍક ઉદાહરણ થી lic-jeevan-labh-plan-736 પૂરા પ્લાન ને સમજીએ
ધારોકે તમે 25 વર્ષની પોલિસી મુદત લેવા માંગો છો, તો તમારે ફક્ત 16 વર્ષ જ પ્રીમિયમ ભરવું પડશે બાકીના 9 વર્ષ દરમિયાન કોઈપણ પ્રીમિયમ ભર્યા વિના પણ તમારી પોલિસી અને વીમા કવચ ચાલુ રહેશે.
કોણ કોણ આ પ્લાન નો લાભ લઇ શકે ?
- ઓછામાં ઓછી ઉંમર: 8 વર્ષ (બાળકોના નામે પણ લઈ શકાય છે)
- વધુમાં વધુ ઉંમર : પોલિસીની પસંદ કરેલી મુદત પર આધાર રાખે છે.
- ઉદાહરણ તરીકે જો તમે 16 વર્ષની મુદત માટે: વધુમાં વધુ 59 વર્ષ સુધીનો વીમો લઈ શકો
- જો તમે 21 વર્ષની મુદત માટે: વધુમાં વધુ ૫૪ વર્ષ
- 25 વર્ષની મુદત માટે: વધુમાં વધુ 50 વર્ષ માટે લઈ શકો
ઓછા માં ઓછો અને વધારે માં વધારે કેટલા નો વીમો લઈ શકો ?
- ઓછામાં ઓછી વીમા રકમ (Minimum Sum Assured): ₹2,00,000 (₹2લાખ) એનો મતલબ એવો નથી કે તમારે 2 લાખ આપવાના છે પરંતુ તેના આધાર બેનિફિટ નક્કી કરવામાં આવે છે
- વધુમાં વધુ વીમા રકમ (Maximum Sum Assured): કોઈ મર્યાદા નથી (તમારી આવકના પુરાવા અને ક્ષમતા મુજબ પસંદ કરી શકાય છે)
એક ઉદાહરણ થી પ્લાન ને સમજીએ
- જો પોલિસીધારકની ઉંમર: 35 વર્ષ હોઈ અને
- વીમા રકમ (Basic Sum Assured): ₹5,00,000 લીધી હોઈ અને
- પોલિસી ટર્મ (સમયગાળો): 25 વર્ષ નો પસંદ કર્યો છે
- પ્રીમિયમ ચુકવણી મુદત (PPT): 16 વર્ષ સુધી પૈસા ભરવાના રહેશે.
પ્રીમિયમ કેટલું ભરવું પડશે ?
| વિગત | ગણતરી / સમયગાળો |
|---|---|
| અંદાજિત વાર્ષિક પ્રીમિયમ (ટેક્સ સિવાય) | ₹24,480 |
| પ્રીમિયમ ચૂકવણીનો સમયગાળો | 16 વર્ષ |
| 16 વર્ષમાં ભરાયેલું કુલ પ્રીમિયમ | ₹3,91,680 |
| પ્રીમિયમ મુક્તિ સમયગાળો | બાકીના 9 વર્ષ (કોઈ પ્રીમિયમ ભરવાનું નથી) |
| કુલ પોલિસી સમયગાળો | 25 વર્ષ |
આ પ્રીમિયમ તમે દર મહિને દર છ મહિને અને વર્ષ પણ ભરી શકો છો
Age: 35 Yrs
Pay Premium: 16 Yrs
| Premium Mode | Amount (₹) |
|---|---|
| Yearly | 24,480 |
| Halfly | 12,370 |
| Quarterly | 6,250 |
| Monthly (ECS) | 2,083 |
મેચ્યોરિટી બેનિફિટ (પાકતી મુદતે મળતી રકમ): તમારા 60 વર્ષે
૨૫ વર્ષ પૂરા થવા પર પોલિસીધારકને નીચે મુજબની રકમો ઉમેરીને મેચ્યોરિટી મળે છે હાલ LIC પર 1000ના વીમા પર અંદાજિત ₹47 નું બોનસ આપે છે તો તે પ્રમાણે ગણતરી કરી છે
| વિગત (Details) | રકમ (₹) |
| બેઝિક સમ એશ્યોર્ડ | ₹5,00,000 |
| સિમ્પલ રિવર્ઝનરી બોનસ (અંદાજિત) | ₹5,87,500 |
| ફાઇનલ એડિશનલ બોનસ (FAB) | ₹2,25,000 |
| કુલ પાકતી મુદતે મળવાપાત્ર રકમ (અંદાજિત) | ₹13,12,500 |
ડેથ બેનિફિટ (અવસાન સમયે મળતા લાભો)
જો ચાલુ પોલિસી મુદત દરમિયાન પોલિસીધારકનું અકાળે અવસાન થાય છે, તો તેના નોમિનીને ડેથ બેનિફિટ આપવામા આવે છે.
- સમ એશ્યોર્ડ ઓન ડેથ (Sum Assured on Death):
- બેઝિક સમ એશ્યોર્ડ (₹5,00,000) અથવા વાર્ષિક પ્રીમિયમના 7 ગણા રકમ (જે બંનેમાંથી વધુ હોય તે,
- વાર્ષિક પ્રીમિયમ 24480*7= 171360 થાય
- એટલે કે ₹5,00,000 મોટી રકમ મળશે)
- બોનસ: જેટલા વર્ષ સુધી પોલિસી ચાલી હોય તેટલા વર્ષનું જમા થયેલું બોનસ મળશે
ઉદાહરણ: જો પોલિસી લીધાના 5મા વર્ષે પોલિસીધારકનું અવસાન થાય છે, તો નોમિનીને ₹5,00,000 (સમ એશ્યોર્ડ) + 5 વર્ષનું જમા બોનસ (₹1,17,500) મળીને કુલ ₹6,17,500 ચૂકવવામાં આવશે
LIC નો નવો જીવન સાથી પ્લાન 889
વધારાની સુવિધાઓ અને રાઇડર્સ (Riders) LIC જીવન લાભ પ્લાનમાં તમે વધારાનું પ્રીમિયમ આપીને નીચે મુજબના રાઇડર્સ પસંદ કરી શકો છો.
- (૧)એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટ રાઇડર: અકસ્માતે અવસાન કે વિકલાંગતાના કિસ્સામાં વધારાની નાણાકીય સહાય
- (૨) એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર: અકસ્માત સામે વધારાનું કવરેજ
- (૩) ટર્મ એશ્યોરેન્સ રાઇડર: સામાન્ય અવસાનના કિસ્સામાં વધારાનું લાઈફ કવર
- (૪) પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર (PWB): જો બાળકના નામે પોલિસી લીધી હોય અને વાલીનું અવસાન થાય, તો ભવિષ્યના તમામ પ્રીમિયમ માફ થઈ જાય છે
લોન અને સરેન્ડર સુવિધા પોલિસી લીધાના 1 વર્ષ પછી જો પૈસા ની જરૂર પડે તો લોન લઈ શકો છો.
સરેન્ડર સુવિધા: જો પોલિસીધારક કોઈ કારણોસર પોલિસી બંધ કરવા માગે, તો 1 વર્ષ પૂરા થયા પછી સરેન્ડર વેલ્યુ મેળવી શકે છે એમાં તમારે અમુક ટકા પેનલ્ટી ભરવી પડશે.
ગ્રેસ પિરિયડ હપ્તો ભરવામાં વિલંબ થાય તો LIC દ્વારા નિશ્ચિત સમય આપવામાં આવે છે
- માસિક (Monthly) હપ્તા માટે: 15 દિવસનો ગ્રેસ પિરિયડ.
- ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક હપ્તા માટે: 30 દિવસનો ગ્રેસ પિરિયડ.
SBI ની 444 દિવસની અમૃત વૃષ્ટિ FD રોકણ કરતા પહેલા જોઈ લો
નિષ્કર્ષ
LIC જીવન લાભ (Plan 736) એ એવા લોકો માટે ઉત્તમ પસંદગી છે જેઓ ઓછા સમય માટે પ્રીમિયમ ભરીને લાંબા ગાળાની બચત અને સંપૂર્ણ વીમા કવચ મેળવવા માગે છે. તે સુરક્ષિત બચત સાથે પરિવાહિક નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું શ્રેષ્ઠ સાધન છે.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…