ભાયો ભાગની જમીન માં ભાયો ભાગ ના આપે તો શું કરવું |તમારા હક્કની જમીન પર બીજાનો કબ્જો હોઈ તો શું કરવું આ રીતે કરો અરજી

Spread the love

ઘણી વખત આપણા હકની જમીન 7/12 માં તમારું નામ તમારા બાપ દાદા ની જમીન હોવા છતાં પણ ભાઈઓ તેમાં ભાગ નથી આપતા અથવા તો કોઈ ખોટી રીતે આપણી જમીન ઉપર પાડીશું એ દબાણ કર્યું હોય તો એના માટે શું કરવું એના વિષે વિડિયો માં સંપુર્ણ માહિતી જાણીશું આ રીતે અરજી કરશો એટલે કોઈ પણ વ્યક્તિ તમારી જમીન ખાલી કરી આપશે.

બાપદાદાની જમીનમાં ભાઈઓ ભાગ ન આપે તો શું કરવું ?

તો સૌ પ્રથમ તમારા હકની જમીન મેળવવા માટે તમારે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવાની હોઈ છે… અને કોર્ટ માં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એની પૂરેપૂરી તૈયારી કરી લેવી જરૂરી છે

* તૈયારી કરવા માટે સૌપ્રથમ તમારે (પાર્ટીશન) દ્રવારા તમારી તમામ માહિતી એકઠી કરી લેવી જોઇએ.

હવે (પાર્ટીશન) એટલે શું ? એના વિશે જાણવું જરૂરી છે ક્યારેક ઉતાવળ માં કોર્ટ માં અરજી કરી દઈએ છીએ પરંતુ એમાં ઘણા ડોક્યુમેન્ટ્સ,અને પ્રૂફ ના હોવાના ને લીધે આપડે ચાચા હોવા છતા પુરાવાના અભાવે કેસ આપડા તરફેણ માં નથી આવતો.

તો (પાર્ટીશન) કરવા માટે . સૌપ્રથમ .તમારી મિલકત સંયુક્ત અને પૂર્વજોની હોવી જોઈએ..જે તમારે કોર્ટ માં ડોક્યુમેન્ટ્સ મારફત સાબિત કરવાનું રહશે ત્યાર બાદ તમારી જમીન માં તમારો હિસ્સો પણ સાબિત કરવો પડશે .

* માનીલો કે તમે 4 ભાઈ છો તો ચોથા ભાગની જમીન તમારા હકક ની છે એવું સાબિત કરવું પડશે જમીન કોણે ખરીદેલી છે,અથવા બાપદાદા ની છે અને એમા કોની કોની ભાગીદારી છે એ પણ દર્શાવવું જરૂરી છે.

  • તમારી મંજૂરી વગર જમીન વેચી નાખે તે પહેલાં આ કરો

સીધી લીટીના વારસદાર હક એટલે તમારા પિતાશ્રી અથવા તો તમારા ભાઈઓ તમારી મંજૂરી વગર જમીન વેચી નાખતા હોય તો એ જમીન વેચાવી રોકાવી શકો છો, તેના માટે કોર્ટ માં અરજી દાખલ કરી અને સ્ટે લઈ લો ત્યાર બાદ તે તમારી મંજૂરી વગર જમીન વેચી શકશે નહીં.

  • હવે વાત કરીએ ડોક્યુમેન્ટ વિશે

તમે જે જમીન પર તમારી હિસ્સેદારી માંગી રહ્યા છો તેના ડોક્યુમેન્ટ્સ પણ ફાઈલ સાથે જોડવાના રહશે જો ઓરિજનલ ના હોઈ તો ઝેરોક્ષ પણ જોડી શકો છો તમે તાલુકા પંચાયત માં જઈ 7/૧૨ કઢાવી શકો છો દસ્તાવેજ વગેરે.

લેન્ડ ગ્રેબિંગ ના કાયદામાં શું જોગવાઈઓ છે?.

* હવે આવી રીતે કોઈપણ વ્યક્તિએ જમીનમાં કબજો કર્યો હોય તો તેની લેન્ડ ગ્રેબીંગ કાયદો 2020 મુજબ સજા 10 વર્ષ થી 14 વર્ષ થઈ શકેઅથવા 100 % જંત્રી ભરવાનો દંડ પણ થઈ શકે.

લેન્ડ ગ્રીબિંગ માટે અરજી કયાં કરવી?

* આ વેબસાઇડ પર અરજી કરવી https://iora.gujarat.gov.in/


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *