
જો તમારો રસ્તો કોઈએ બંધ કરી દીધો હોઈ તો તેને ખુલ્લો કરાવવા માટે અરજી કયાં કરવી
- 6 મહિનાની અંદર રસ્તો બંધ થયો હોઈ તો અરજી કયાં કરવી ?
- વર્ષો જૂનો રસ્તો બંધ હોય દસ વર્ષ 15 વર્ષ તો ક્યાં અરજી કરવી ?
જો તમારા ખેતર, જમીન અથવા મિલકત તરફ જતો કાયદેસરનો રસ્તો કોઈ વ્યક્તિએ અવરોધ ઊભો કરીને બંધ કરી દીધો હોય, તો આવી પરિસ્થિતિમાં કાયદાકીય કાર્યવાહી માટે મામલતદાર કોર્ટનો વિકલ્પ કેટલીક પરિસ્થિતિમાં ઉપયોગી બની શકે છે.
સૌપ્રથમ અરજી કરતા પહેલા ધારા ધોરણ જાણી લેવા જરૂરી છે…. રસ્તો ખુલ્લો કરવા માટેની સત્તા મામલતદાર શ્રી ને આપેલી છે પરંતુ મામલતદાર ત્યારે સત્તાનો ઉપયોગ કરી શકે જ્યારે જે કોઈ અસર પામતી વ્યક્તિ હોઈ જેનો રસ્તો બ્લોક કરી દીધો હોય.માલિકી હક ધરાવતો હોવો જોઈએ રસ્તા પરથી નીકળવા માં એને અડચણરૂપ થતી હોય
મામલતદાર કોર્ટમાં રસ્તા અથવા customary wayના ઉપયોગમાં કરવામાં આવેલા અવરોધ અંગે કાર્યવાહી માટે Mamlatdars’ Courts Act, 1906ની Section 5માં જોગવાઈ કરવામાં આવી છે. જોકે, દરેક રસ્તાના વિવાદમાં એકસરખી પ્રક્રિયા લાગુ પડે એવું નથી. રસ્તાનો હક, જમીનની સ્થિતિ, અવરોધ ક્યારે થયો અને અન્ય હકીકતોના આધારે યોગ્ય કાયદાકીય ઉપાય નક્કી થાય છે.
એવા કિસ્સા માં મામલતદાર કોર્ટ એક્ટ કલમ નંબર 5 મુજબ મામલતદાર શ્રી આવા રસ્તાઓ ખુલ્લા કરાવી શકે છે ઘણીવાર રસ્તા આડે બાવળીયા નો ઢગલો કરીને, અવરોધ ઊભો કરીને, પથ્થરથી ચણી ને રસ્તો બંધ કરવામાં આવે છે, આવા સમયે જેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેવો આર્થિક અને શારીરિક રીતે નબળો ખેડૂત હોઈ અને રસ્તો બંધ કરનાર માથાભારે હોઈ છે.
રસ્તો બંધ થયો હોય તો મામલતદાર કોર્ટમાં અરજી કરી શકાય?
તો રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરીમાં ફરિયાદ દાખલ કરી શકે છે. મામલતદાર આ બાબતે ‘મામલતદાર કોર્ટ એક્ટ 1906′ ની કલમ 5(2) હેઠળ, મામલતદાર કોર્ટ ચોક્કસ પરિસ્થિતિમાં injunction આપી શકે છે.
6 મહિનાનો નિયમ શું છે?
જ્યાર થી તમારો રસ્તો સામેવાળી વ્યક્તિ રસ્તો બંધ કર્યો હોય તેના છ મહિના ની અંદર તમારે અડધી કરવી પડે છે મામલતદાર કોર્ટમાં રસ્તો ક્યારે બંધ થયો અથવા અવરોધ ક્યારે શરૂ થયો તેની તારીખ મહત્વપૂર્ણ બની જાય છે.
એક સરળ ઉદાહરણથી આપડે સમજીએ
તારો કે કોઈ વ્યક્તિએ એક ફેબ્રુઆરી 2026 ના દિવસથી રસ્તો અટકાવ્યો હોય તો તે પછીના છ મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ 2026 પહેલા અરજી કરવાની હોય છે મામલતદાર કોર્ટમાં
સિવિલ કોર્ટનો વિકલ્પ (Civil Court Jurisdiction)
૬ મહિનાનો સમયગાળો પૂરો થઈ જવાનો અર્થ એવો નથી કે તમારો રસ્તાનો હક સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. આવા કિસ્સામાં તમે સિવિલ કોર્ટ (દિવાની અદાલત) માં જઈ શકો છો તે થોડું ખર્ચાળ પણ છે માટે જ્યાં સુધી પ્રાંત કોર્ટ માં કામ થઈ જાય ત્યાં સુધી સિવિલ કોર્ટ માં જવાનું ટાળો
- ઈઝમેન્ટરી રાઈટ્સ (Easementary Rights): સુખાધિકાર કાયદા (Indian Easements Act, 1882) હેઠળ સતત અને લાંબા સમયથી વપરાશના આધારે રસ્તાના હક માટે દાવો દાખલ કરી શકાય છે.
- કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું ?
અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવર જવર શરૂ રહે તેને કોઈ અવરોધે નહીં તે માટે તાત્કાલિક કામચલાઉ મનાઈ હુકમ મળવા બાબતની માંગણી કરવી જોઈએ.
- દાવા અરજી કરતી વખતે આટલા મુદ્દા જરૂર ટાંકો.
- (1) મામલતદાર કોર્ટમાં દાવા અરજી દાખલ કરવામાં પ્રથમ તમારું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની માહિતી આપવાની રહે છે.
- (2) પ્રતિવાદી (સામેવાળી) વ્યકિત પ્રથમ નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની માહિતી આપવાની રહે છે.
- (3) અવરોધ કરવામાં આવેલ હોય તે પ્રકાર અને ક્યાં સ્થળે કરવામાં આવ્યો છે તે સ્થળ અને એકબીજાને લગોલગ આવેલ જમીનોનું સ્થાન ઉમેરો
- (4) જે તારીખે દાવાનું કારણ ઉદ્ભવ્યું હોય તે તારીખ તથા જે હકીકત પરથી દાવાનું કારણ ઊભું થયું હોય તે હકીકત જણાવો
- (5) રસ્તાના દસ્તાવેજો તથા તેના સાક્ષીઓની યાદી અને ક્યો સાક્ષી શું પુરાવો આપશે તે પણ ઉલ્લેખ કરવો
- (૬) કઈ જમીનમાંથી અથવા કઈ દિશામાંથી રસ્તો પસાર થાય છે તેની માહિતી.
- (૭) રસ્તામાં કયા પ્રકારનો અવરોધ કરવામાં આવ્યો છે તેની વિગતો.
કયા દસ્તાવેજો જરૂરી રહેશે તે કેસની હકીકતો અને કાર્યવાહી પર આધાર રાખી શકે છે.
કોર્ટ કમિશ્નર ની માંગણી કરી શકાય
પરંતુ આ બધી બાબતો ની સાથે સાથે બીજુ એક કોર્ટ માં કરવાનું છે..તમારે મનાઈ હુકમ ની સાથે સાથે કોર્ટ કમિશનરની માંગણી કરવાની . છે તેની માંગણી કરશો એટલે 21 દિવસ માં તેની કોર્ટ દ્વારા તપાસ થશે…માટે કોઈ અટકાવી પણ નહિ શકે કારણ કે કોર્ટ નો આદેશ હોઈ એટલે કોઈ રસ્તો અટકાવી નહિ શકે, કોર્ટ કમિશનર નો પાવર જજ જેટલો હોય છે અને એટલા માટે તેનો જે નિર્ણય હોય એ કોર્ટ માન્ય રાખતા હોય છે.
તપાસ થયા બાદ બધી પ્રોસેસ પૂરી થયા બાદ તમારો ખરેખર રસ્તો હશે તો ખુલ્લો પણ કોર્ટ દ્વારા કરી આપશે… કોર્ટ કમિશનરની માંગણી માટે તમારા વકીલ ને જાણ કરવી એ બધું કરી આપશે…

નમસ્તે મિત્રો!
મારું નામ ભરતભાઈ આહિર છે. હું છેલ્લા છ વર્ષથી YouTube અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર માહિતીપ્રદ કન્ટેન્ટ સાથે કામ કરું છું.
હું “RB Online” અને “કાયદાની વાતો” નામની બે YouTube ચેનલ ચલાવું છું. આ ઉપરાંત, બ્લોગિંગ દ્વારા પણ ફાઇનાન્સિયલ વિષયો અંગે સરળ ભાષામાં માહિતી શેર કરું છું.
આ બ્લોગનો મુખ્ય હેતુ સામાન્ય વાચકો સુધી, સરકારી યોજનાઓ, નાણાકીય માહિતી અને અન્ય ઉપયોગી વિષયો અંગે સચોટ અને સમજવામાં સરળ માહિતી પહોંચાડવાનો છે.