કાયદેસર નો રસ્તો બંધ કરી દીધો હોઈ તો ખુલ્લો કેવીરીતે કરવો | રસ્તા બાબતની અરજી | રસ્તા માટે હકો જાણો | ફકત 30 દિવસ માં રસ્તો ખુલ્લો.

Spread the love

જો તમારો રસ્તો કોઈએ બંધ કરી દીધો હોઈ તો તેને ખુલ્લો કરાવવા માટે અરજી કયાં કરવી

  • 6 મહિનાની અંદર રસ્તો બંધ થયો હોઈ તો અરજી કયાં કરવી ?
  • વર્ષો જૂનો રસ્તો બંધ હોય દસ વર્ષ 15 વર્ષ તો ક્યાં અરજી કરવી ?

સૌપ્રથમ અરજી કરતા પહેલા ધારા ધોરણ જાણી લેવા જરૂરી છે…. રસ્તો ખુલ્લો કરવા માટેની સત્તા મામલતદાર શ્રી ને આપેલી છે પરંતુ મામલતદાર ત્યારે સત્તાનો ઉપયોગ કરી શકે જ્યારે જે કોઈ અસર પામતી વ્યક્તિ હોઈ જેનો રસ્તો બ્લોક કરી દીધો હોય.માલિકી હક ધરાવતો હોવો જોઈએ રસ્તા પરથી નીકળવો માં એને અડચણરૂપ થવી જોઈએ.

એવા કિસ્સા માં મામલતદાર કોર્ટ એક્ટ કલમ નંબર 5 મુજબ મામલતદાર શ્રી આવા રસ્તાઓ ખુલ્લા કરાવી શકે છે.ઘણી વખત રસ્તા આડે બાવળીયા નો ઢગલો કરીને પણ રસ્તો બંધ દેવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને રસ્તો બંધ કરી દેવામાં આવે છે અથવા પથ્થરથી જાણીને રસ્તો બંધ કરવામાં આવે છે, આવા સમયે જેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ,તેવો આર્થિક અને શારીરિક રીતે નબળો ખેડૂત હોઈ અને રસ્તો બંધ કરનાર માથાભારે હોઈ છે.

આવા રસ્તા બંધ થતાં ખુલ્લો કરાવવા માટે ફરિયાદ કયા કરવી ?

તો આવા નાના ખેડૂત વિરુદ્ધમાં આ રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરીમાં ફરિયાદ દાખલ કરી શકે છે. મામલતદાર આ બાબતે ‘મામલતદાર કોર્ટ એક્ટ 1906′ ની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરતાં હોય છે.

મામલતદાર કોર્ટ એક્ટ એક ખૂબ નાનો પરંતુ અસરકારક અને ખેડૂતોને ઉપયોગી કાયદો છે. મામલતદાર દ્વારા દાવો દાખલ થાય કે તરત આ કાયદાની અમલવારી શરૂ કરી અને તાત્કાલિક નિર્ણય આપી દેવો જોઈએ. કારણકે ઘણા ખેડૂતો વર્ષોથી આ સમસ્યાઓથી પીડાતા હોવાનું ધ્યાને આવેલ છે.

  • કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું ?

અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવર જવર શરૂ રહે તેને કોઈ અવરોધે નહીં તે માટે તાત્કાલિક કામચલાઉ મનાઈ હુકમ મળવા બાબતની માંગણી કરવી જોઈએ.

  • દાવા અરજી કરતી વખતે આટલા મુદ્દા જરૂર ટાંકો.

(1) મામલતદાર કોર્ટમાં દાવા અરજી દાખલ કરવામાં પ્રથમ તમારું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની માહિતી આપવાની રહે છે.

(2) પ્રતિવાદી (સામેવાળી) વ્યકિત પ્રથમ તમારું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની માહિતી આપવાની રહે છે.

(3) અવરોધ કરવામાં આવેલ હોય તે પ્રકાર અને ક્યાં સ્થળે કરવામાં આવ્યો છે તે સ્થળ અને એકબીજાને લગોલગ આવેલ જમીનોનું સ્થાન અને

(4) તારીખે દાવાનું કારણ ઉદ્ભવ્યું હોય તે તારીખ તથા જે હકીકત પરથી દાવાનું કારણ ઊભું થયું હોય તે હકીકત.

(5) રસ્તાના દસ્તાવેજો તથા તેના સાક્ષીઓની યાદી અને ક્યો સાક્ષી શું પુરાવો આપશે તે પણ ઉલ્લેખ કરવાનો રહે છે.

(6) રસ્તો તમારો બંધ કર્યો હોય એના 6 મહિનાની અંદર જ અરજી કરવાની રહેશે…6 મહિના પછી જૂનો બંધ થયેલ હોઈ તો પ્રાંત કોર્ટ માં અરજી નહિ ચાલે. તેનાં માટે સિવિલ કોર્ટ માં જવું પડે અને તે થોડું ખર્ચાળ પણ છે માટે જ્યાં સુધી પ્રાંત કોર્ટ માં કામ થઈ જાય ત્યાં સુધી સિવિલ કોર્ટ માં જવું નહિ.

કોર્ટ કમિશ્નર નું માંગણી જરૂર કરવી

પરંતુ આ બધી બાબતો ની સાથે સાથે બીજુ એક કોર્ટ માં કરવાનું છે..તમારે મનાઈ હુકમ ની સાથે સાથે કોર્ટ કમિશનરની માંગણી કરવાની . છે તેની માંગણી કરશો એટલે 21 દિવસ માં તેની કોર્ટ દ્વારા તપાસ થશે…માટે કોઈ અટકાવી પણ નહિ શકે કારણ કે કોર્ટ નો આદેશ હોઈ એટલે કોઈ રસ્તો અટકાવી નહિ શકે, કોર્ટ કમિશનર નો પાવર જજ જેટલો હોય છે અને એટલા માટે તેનો જે નિર્ણય હોય એ કોર્ટ માન્ય રાખતા હોય છે.

તેથી 21 દિવસમાં તમારા રસ્તાની પોલીસ પ્રોડક્શન સાથે માપણી થશે પંચનામું કરશે અને તમારો કાયદેસર નો રસ્તો હશે તો તે ખુલ્લો પણ કરી આપશે .

તપાસ થયા બાદ બધી પ્રોસેસ પૂરી થયા બાદ તમારો ખરેખર રસ્તો હશે તો ખુલ્લો પણ કોર્ટ દ્વારા કરી આપશે… કોર્ટ કમિશનરની માંગણી માટે તમારા વકીલ ને જાણ કરવી એ બધું કરી આપશે…


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *