
ગુજરાત સહિત ભારતના 12 રાજ્યોમાં 51 કરોડ જેટલા વોટરકાર્ડ ચેક થશે જેમાં 18 વર્ષથી ઉપરના જે લોકો હોય તેના નવા નામ મતદારયાદીમાં ચડાવવામાં આવશે
જે લોકોના મૃત્યુ થયા હશે તેવા લોકોના નામ મતદારયાદી માંથી કાયમી માટે હટાવી દેવામાં આવશે એની સાથે સાથે જેના બોગસ મતદારયાદીમાં નામ છે તો તેને પણ કાયમી માટે હટાવી દેવામાં આવશે
તેના માટે તમારા ઘરે BLO મતલબ કે બુથ લેવલ ઓફિસર આવશે અને ફોર્મ આપશે તે ફોર્મ તમારે ભરવાનું રહેશે ફોર્મ કેવી રીતે ભરવું એની પૂરી માહિતી અગાઉ આપેલી છે તેના માટે અહીં ક્લિક કરો
BLO જ્યારે તમારા ઘરે આવે ત્યારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
- (૧) કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર
- (૨) ૦૧/૦૭/૧૯૮૭ પહેલા સરકાર/સ્થાનિક અધિકારીઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી / પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ.
- (૩) સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર
- (૪) પાસપોર્ટ
- (૫) માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર (૧૦/૧૨/ કોલેજ)
- (૬) સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
- (૭) ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર
- (૮) સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
- (૯) વન અધિકારી પ્રમાણપત્ર
- (૧૦) રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens) (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય)
- (૧૧) સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
- (૧૨) આધાર કાર્ડ માટે ભારતના ચૂંટણી પંચના 9-9-2025 નાં પત્ર નંબર 23/2025 નંબર.૨૩/૨૦૨૫-ERS-/ભાગ.૧ (પરિશિષ્ટ II) આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે
મતદાર યાદી સુધારણા માટે ત્રણ પ્રકાર ના ફોર્મ આવશે
(1) Form 6 તમે નવા મતદાર હોઈ (તમારું નામ હજી સુધી યાદીમાં ન હોય), તો આ ફોર્મ ભરવુ ફોર્મ માટે અહી ક્લીક કરો
(૨) Form 7 મતદાર યાદીમાંથી નામ કમી માટે (ઘર બદલવું, મૃત્યુ સ્થળાંતર તો તેના માટે ફોર્મ માટે અહી ક્લીક કરો
(૩) Form 8 ચૂંટણી કાર્ડમાં સરનામું, નામ કે અન્ય કોઈ ભૂલ હોય અને તેને સુધારવી હોય, તો આ ફોર્મ ભરવું. ફોર્મ મટે અહી ક્લીક કરો
2002 ની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ તેના માટે અહી ક્લિક કરો

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…