સપ્ટેમ્બર મહિનામાં છ નવા ફેરફારો અત્યારે જાણી લો તમારા ખીચા ઉપર ભાર પડી શકે છે

સપ્ટેમ્બર મહિનો એટલે કે ચાલુ મહિનામાં કુલ છ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં કોમર્શિયલ ગેસ સસ્તો થશે બેંકોમાં મોટી રજા આવશે એટીએમ માં વારંવાર પૈસા ઉપાડવાથી ચાર્જ લાગી શકશે અને પ્રાઇવેટ બેન્કોમાં ફિક્સ ડિપોઝિટમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે
સપ્ટેમ્બર મહિનામાં બેંકો સાત આઠ દિવસ સુધી બંધ રહેશે
સપ્ટેમ્બરમાં દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. ચાલુ મહિનાનો પહેલો રવિવાર 7 સપ્ટેમ્બરે છે . ત્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ બીજો શનિવાર અને 14 સપ્ટેમ્બરના રોજ બીજો રવિવાર છે માટે બેંકો બે દિવસ બંધ રહેશે.
તે જ પ્રમાણે 27 સપ્ટેમ્બર (ચોથો શનિવાર) અને 28 સપ્ટેમ્બર (રવિવાર) ના રોજ ફરીથી બે દિવસ બેંકો મા રજા રહેશે. સપ્ટેમ્બર 2025 માં ઈદ-એ-મિલાદ, ઓણમ નવરાત્રી સ્થાપના અને દુર્ગા પૂજા જેવા ઘણા મોટા તહેવારો પણ ઉજવવામાં આવશે. આ પ્રસંગોએ વિવિધ રાજ્યોમાં તહેવારો હશે તે પ્રમાણે બેંકો બંધ રહેશે.
પરંતુ બેંકોના કામકાજ બંધ રહેશે પણ ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે જેમકે phonepe google pay મોબાઇલ બેન્કિંગ આ બધું સેવાઓ ચાલુ રહેશે પરંતુ તમારે ચેક ક્લિયરિંગ હોય બેંકની મુલાકાત લેવાની હોય તો તે કામ અત્યારે જ પતાવી લેવું જોઈએ
(2) આવકવેરાની અંતિમ તારીખ 31 જુલાઈ થી 15 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.
નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2025 છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યાવસાયિક સંસ્થાઓની વારંવાર માગણીઓને પગલે આ સમયમર્યાદા મે મહિનામાં 31 જુલાઈથી લંબાવવામાં આવી હતી.
બીજી તરફ, જે કરદાતાઓનાં ખાતાંનું ઓડિટ કરાવવું જરૂરી છે તેમણે હજુ પણ 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરવાના રહેશે, કારણ કે આ સમયમર્યાદામાં કોઈ ફેરફાર થયો નથી.
(3)કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹51.50નો ઘટાડો
1 સપ્ટેમ્બર થી 19 કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ-સિલિન્ડર 51.50 રૂપિયા સસ્તું થયું છે. દિલ્હીમાં એની કિંમત 1580 રૂપિયા થઈ ગઈ છે. પહેલાં એ 1631.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. કોલકાતામાં એ 50.50 રૂપિયા સસ્તું થયું છે અને 1684 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પરંતુ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ ભાવ ફેરફાર થયો નથી તે હજુ પણ 853 રૂપિયા જ છે
(4) હવે એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડશો તો ચાર્જ લાગશે
ATMમાંથી રોકડ ઉપાડવી મોંઘી પડશે ઘણી બેંકો સપ્ટેમ્બરથી ATM ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કરી રહી છે. જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમણે વધુ ચાર્જ ચૂકવવા પડશે. બેંકિંગ ક્ષેત્ર હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેથી જરૂર હોય ત્યારે સિવાય વારંવાર ATMમાંથી પૈસા જરૂર વગર ના ઉપાડવા
(5) પોસ્ટ ઓફિસમાં હવે તમે સાદું કુરિયર નહીં કરી શકો . એની જગ્યાએ હવે સ્પીડ પોસ્ટ જ માન્ય રહેશે ભારતીય પોસ્ટ નિયમો પોસ્ટ વિભાગ 1 સપ્ટેમ્બર, 2025થી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાને સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહ્યું છે, જેનો અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે, સામાન્ય પોસ્ટ થશે નહીં, તેથી જો તમે 1 સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલો છો તો એ સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે.
(6) ફિક્સ ડિપોઝિટ વ્યાજ દર ઘટાડવાની તૈયારીઓ
કેટલીક બેંકો સપ્ટેમ્બરમાં ફિક્સ ડિપોઝિટ ના વ્યાજ દરની સમીક્ષા કરી શકે છે. હાલમાં 6.5%થી 7.5% વ્યાજ મળે છે, પરંતુ દર ઘટે તો રોકાણ પર ઓછું રિટર્ન મળશે. જો તમે FD કરાવવાનું વિચારી રહ્યા છો, તો વર્તમાન દરે રોકાણ કરવું ફાયદાકારક રહી શકે જોકે આ ફક્ત માહિતી માટે જ છે રોકાણ કરવાની સલાહ નથી .
આ ફેરફારો તમારા બજેટ, બચત અને રોકાણ પર સીધી અસર કરશે. સમયસર પ્લાનિંગ કરીને નાણાકીય નિર્ણયો લો અને આ નવા નિયમોની તૈયારી રાખો!