LIC ની સૌથી વધારે વ્યાજ આપવાનારી યોજના LIC નવ જીવન શ્રી પ્લાન નં 912 જુવો સંપુર્ણ માહિતી

Spread the love

LIC નવજીવન શ્રી પ્લાન નંબર 912

LIC નવજીવન શ્રી પ્લાન 912 યોજના બચત ની સાથે સાથે વીમા કવચ પણ આપે છે આ પ્લાનમાં તમને મર્યાદિત પ્રીમિયમ પણ સુવિધા આપે છે

આ યોજનાને સમજવા માટે એક ઉદાહરણ આપણે સમજીએ

માની લો કે તમે નીચેના માંથી કોઈપણ એક પ્રીમિયમ પસંદ કરો તો

પ્રીમિયમ પસંદગી વળતર કેટલું મળશે
5000તમને કેટલું વળતર મળશે
10,000અને વીમો (insurance)
50,000કેટલુ મળશે ?
5,00,000

lic નવ જીવન શ્રી પ્લાન 912 યોજના

તેના પહેલા આ પ્લાનની ખાસ સુવિધાઓ વિશે જાણી લઈએ

  • આ પ્લાન ની ખાસ વાત એ છે કે આમા ગેરંટેડ રિટર્ન તમને મળે છે મતલબ કે પહેલાં જે એક નિશ્ચિત રાશિ નક્કી કરેલી હોય એ તમને મળે છે
  • જેમાં જેમાં તમને વાર્ષિક 8.50 થી 9.50 વ્યાજ મળી શકે
  • બીજી એક ખાસ બાબત એ છે કે આમાં તમે ઓછા સમય માટે પ્રીમિયમ ભરી શકો છો ઓછા મા ઓછા 6 વર્ષ 8/10/12 વર્ષ તમને અનુરૂપ પ્રિમયમ ભરી શકો અમુક વર્ષ સુધી જ પૈસા ભરવાના હોઈ છે પછી ના વર્ષોમાં તમારું વિમા કવચ ચાલુ રહેશે
  • ઓછામાં ઓછું વીમા કવચ (Sum Assured) 5 લાખ નું લઈ શકો મતલબ તમારે પાંચ લાખ રૂપિયા પુરા નથી ભરવાના
  • અને વધારામાં વધારે ગમે તેટલા નું વીમા કવચ લઈ શકો

આમા પ્રીમિયમ ચુકવણી મુદત ઉંમર ની મર્યાદા જાણો

પ્રીમિયમ ચુકવણી મુદતન્યૂનતમ પોલિસી મુદત મહત્તમ પોલિસી
મુદત
ઓછામાં ઓછી ઉંમર વધારામાં વધારે ઉંમર
6 વર્ષ 10 વર્ષ20 વર્ષ 30 દિવસ 60 વર્ષ
8 વર્ષ15 વર્ષ20 3060
10 વર્ષ15 વર્ષ203060
12 વર્ષ16 વર્ષ203059

LIC નવજીવન શ્રી પ્લાન 912

એક ઉદાહરણ ના માધ્યમથી સારી રીતે સમજીએ

માની લો તમારી ઉંમર અત્યારે 20 વર્ષ છે અને તમે 12 વર્ષનું પ્રીમિયમ પેમેન્ટ ટર્મ (પ્રીમિયમ ચુકવણી મુદત) અને 20 વર્ષ ની પોલીસી ટર્મ પસંદ કરી શે

અને તમે Basic Sum Assured: 5,00,000 (મૂળભૂત વીમા રકમ: ૫,૦૦,૦૦૦) પસંદ કરી છે એનો મતલબ એવો નથી કે તમારે પાંચ લાખ રૂપિયા ભરવાના છે પરંતુ એના આધારે પોલીસીના ફાયદાઓ નક્કી કરવામાં આવે છે

હવે મહત્વની જાણકારી સમજીએ આ પ્લાનમાં તમારે બાર વર્ષ પ્રીમિયમ ભરવું પડશે તે પછીના આઠ પર એક પણ રૂપિયો ભરવાનો નથી પરંતુ તમારી પોલીસી ચાલુ રહેશે જ્યારે પોલીસી ના 20 વર્ષ અને તમારા 40 વર્ષ પૂરા થઈ જાય ત્યારે પરિપક્વતા રકમ મતલબ ( મૂળભૂત વીમા રકમ પાંચ લાખ ) મળે સાથે guaranteed edition મળશે.

હવે તે કેટલા મળશે અને બાર વર્ષ સુધી તમારે કેટલા પૈસા ભરવાના છે એ કેલ્ક્યુલેશન સમજીએ

વર્ષ દરમિયાન ભરવાની રકમ બાર વર્ષે થતી કુલ રકમ
47300 દર વર્ષે 5,67,600

LIC નવજીવન શ્રી પ્લાન 912

તો હવે પોલીસી ના 20 વર્ષ પૂરા થાય ત્યારે તમને કેટલા પૈસા મળવા પાત્ર રહેશે સૌપ્રથમ Basic Sum Assured: 5,00,000 ત્યારબાદ ગેરેન્ટેડ એડિસન તમે દર વર્ષે 47300 રૂપિયા ભર્યા છે તેના દર વર્ષે 9.5% મળશે (20 વર્ષ સુધી) ભલે તમે પૈસા બાર વર્ષ સુધી જ ભર્યા છે પરંતુ તેનું વ્યાજદર 20 વર્ષ સુધી મળશે

આ કોષ્ટક ને આધારે સમજો કેટલું વ્યાજ દર મળશે?

પોલિસી મુદત વર્ષોમાંચૂકવેલા પ્રીમિયમના આધારે કુલ madva Patra varshik પ્રીમિયમના % તરીકે)
10 થી 13 વર્ષ8.50%
14 થી 179.00%
18 થી 209.50%

LIC નવજીવન શ્રી પ્લાન 912

તો આપડે 12 વર્ષ માટે પોલીસી લીધેલી છે અને અને મૂળભૂત વીમા રકમ પાંચ લાખ રૂપિયા પસંદ કરી છે તોં તો તમારા 5 લાખ રુ ની સામે 20 વર્ષે વ્યાજ સહિત 781870 + 5,0,0000 કુલ રકમ 1281870 રુ મળશે.

જે તમે LIC ના ચાર્ટમાં પણ જોઈ શકો છો. આ એક ગેરેન્ટેડ રિટર્ન રકમ મળે છે

પોલીસી પિરિયડ દરમિયાન પોલીસ ધારક નું મૃત્યુ થઈ જાય તો?

મૃત્યુ પર વીમા રકમ + ગેરંટીકૃત ઉમેરાઓ (પૂર્ણ વર્ષો માટે) જ્યારે તમે પોલીસી લેશો ત્યારે તમને બે વિકલ્પ આપવામાં આવશે જેમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો

વિકલ્પ મૃત્યુ પર વીમાની રકમ
વિકલ્પ 1વાર્ષિક પ્રીમિયમનો ગુણાકાર મોડલ ગોઠવણ પરિબળ દ્વારા); ના 7 ગણા; અથવા બેઝિક સમ એશ્યોર્ડ.
વિકલ્પ 2કોષ્ટક વાર્ષિક પ્રીમિયમને મોડલ એડજસ્ટમેન્ટ ફેક્ટર દ્વારા ગુણાકાર કરીને) 10 ગણો; અથવા બેઝિક સમ એશ્યોર્ડ

તેને આ કોષ્ટક દ્વારા સમજો ઓપ્શન 1

વાર્ષિક પ્રીમિયમ47300* 7 = 331100રુ
મૂળભૂત વીમા રકમ5 લાખ બે માંથી વધારે હશે તે મળશે
મતલબ 5 લાખ રુ મળશે

LIC નવજીવન શ્રી પ્લાન નંબર 912

હવે જાણીએ ઓપ્શન 2

મૂળભૂત વીમા રકમ5,00,000 +
LIC નું ગેરેન્ટેડ રિટર્ન 247142 = 747142 કુલ રકમ મળશે

આનો મતલબ એ થયો કે 10 મા વર્ષે પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો એને 747142 લાખ મળશે

નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારા નોલેજ માટે જ છે એમાં કોઈ પણ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી વિશેષ માહિતી તમે lic ની ઓફિસે જઈ અથવા તો એના અધિકારીઓની પાસેથી મેળવી શકો અને ત્યાર પછી તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે કરી શકો છો આભાર.


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *