અમૃતબાલ યોજના (LIC યોજના પ્લાન નં 874)LIC Amritbaal Plan 874 benefits and features બાળકો માટે શ્રેષ્ઠ રોકાણ માટેની તક

શેર કરો

LIC Amritbaal Plan 874

LIC અમૃતબાલ યોજના Amrutbaal – Plan No. 874) એ ખાસ કરીને બાળકોના ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી એક ‘નોન લિંક્ડ,વ્યક્તિગત, બચત જીવન વીમા યોજના’ છે.

નોન લિંક્ડ, મતલબ શેરબજારમાં આવતા ઉતાર ચઢાવો આ યોજનાને અસર નહીં કરે જ્યારે તમે સ્કીમ લેશો ત્યારે જ તમને કહેવામાં આવશે કે તમને શું લાભ મળવા પાત્ર રહેશે મતલબ કે ગેરેન્ટેડ લાભ મળી શકશે.

ગેરંટેડ એડિસન્સ (Guaranteed Additions): આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દર વર્ષે રૂ. 1000 ના વીમા દીઠ રૂ. 80 ગેરંટીડ ઉમેરવામાં આવે છે. આ રકમ પોલિસીના અંત સુધી દર વર્ષે ઉમેરાતી રહે છે.મેચ્યોરિટી બેનિફિટ: પોલિસી પૂરી થતા (Maturity) ‘સમ એશ્યોર્ડ’ (વીમાની રકમ) + ‘ગેરંટીડ એડિશન’ એકસાથે મળે છે.

આ સ્કીમમાં તમે એક સાથે પ્રીમિયેમ અને હપ્તા પણ ભરી શક્શો સાથે સાથે તમને આ યોજના માં PWB (Premium Weaver Benefit) રાઇડર ની સુવિધા પણ મળશે મતલબ ચાલુ પોલિસી દરમિયાન બાળક નાં માતા પિતા નું મૃત્યુ થઈ ગયું હોઈ તો બાળક તે પછી ના કોઈ પૈસા ભરવા નથી પડતા પ્રીમિયમ માફ કરી દેવામાં આવશે પોલીસી અવધિ પૂરી થતાં બાળક ને પૂરો લાભ મળશે.

પ્લાન કોણ કોણ લઈ શકશે LIC Amritbaal Plan 874 ?

  • પ્રવેશ માટેની વય મર્યાદા (Age Limit)
  • ન્યૂનતમ વય: 0 વર્ષ (જન્મના 30 દિવસ પૂર્ણ થયેલા હોવા જોઈએ).મહત્તમ વય: 13 વર્ષ

પરિપક્વતાની વય ?

  • (Maturity Age)ન્યૂનતમ વય: 18 વર્ષ.મહત્તમ વય: 25 વર્ષ.
  • (એટલે કે, જ્યારે બાળક 18 થી 25 વર્ષની વચ્ચે થાય ત્યારે જ પોલિસી પાકે છે.)

પ્રીમિયમ ચુકવણી મુદત માં બે વિકલ્પો છે

  • ૧. મર્યાદિત પ્રીમિયમ ચુકવણી (૫, ૬ અને ૭ વર્ષ) આ ઓપ્શન માંથી ગમે તે એક સિલેક્ટ કરી શકો
  • ૨. સિંગલ પ્રીમિયમ ચુકવણી (સિંગલ પે) મતલબ ફક્ત એકજ વાર પ્રિમિયેમ ભરવાનું એકજ વાર માં પુરા પૈસા ભરી શકો

LIC Amritbaal Plan 874 ઓછા માં ઓછો કેટલા વર્ષ નો વીમો લઈ શકો ? તેમાં 2 ઓપ્શન છે જો તમે મર્યાદિત પ્રીમિયમ ચુકવણી પસંદ કરો છો તો તેમાં (5 વર્ષ 6 અને 7 વર્ષ) કોઈ એક સિલેક્ટ કરવાનું રહેશે.

  • મર્યાદિત પ્રીમિયમ ઓછામાં ઓછો દસ વર્ષનો વીમો લઈ શકો છો અને
  • વધારામાં વધારે 25 વર્ષનો વીમો લઈ શકો છો
  • આ સમયગાળાના કોઈપણ વર્ષનો વીમો લઈ શકો છો દા.ત 14 વર્ષ 16 વર્ષ 12 વર્ષ વગેરે.
  • પરંતું તમે સિંગલ પ્રીમિયમ પસંદ કરો તો તમારે મિનિમમ 5 વર્ષ માટે વીમો લેવો પડશે વધારા માં વધારે 25 વર્ષ નો લઈ શકો

ઓછામાં ઓછો કેટલા રૂપિયાનો વીમો લઈ શકો છો ?

  • ઓછામાં ઓછો બે લાખ રૂપિયા નો વીમો લઈ શકો છો
  • વધારામાં વધારે કોઈ લિમિટ નથી (તમારી આવક પર આધાર રાખે છે )
  • આનો મતલબ એવો નથી કે તમારે બે લાખ રૂપિયા ભરવાના છે પરંતુ એના અનુસંધાને તમારો વીમા લાભ નક્કી થશે.

એક ઉદાહરણ થી પૂરા પ્લાન ને સમજીએ

  • માનીલો તમે વીમા કવર 20 વર્ષ માટે લીધું છે અને
  • બાળક ની ઉંમર 5 વર્ષ ની છે
  • વીમા કવર 5 લાખ નો લીધો છે
  • પ્રિમીયેમ્ ભરવાના બે વિક્લ્પ છે (1) મર્યાદિત પ્રીમિયમ (2) સિંગલ પ્રીમિયમ (એકજ વાર પૈસા ભરવાના)
  • તેમાંથી તમે 1. મર્યાદિત પ્રિમીયેમ્ પસંદ કર્યું છે જેમાં તમને ત્રણ ઓપ્શન મળી જશે (પાંચ વર્ષ છ વર્ષ અને સાત વર્ષ)
  • તેમાંથી તમે પાંચ વર્ષનો ઓપ્સન સિલેક્ટ કર્યું છે મતલબ તમે પાંચ વર્ષમાં પ્રીમિયમ ભરશો 20 વર્ષનો.

પાંચ વર્ષ માટે વાર્ષીક પ્રીમિયમ કેટલું ભરવાનું ? હાલ તમારા બાળકની ઉંમર પાંચ વર્ષ છે પાંચ વર્ષ સુધી તમારે પૈસા ભરવાના રહેશે ત્યારે બાળકની ઉંમર થશે 10 વર્ષ હશે નીચે માંથી કોઈ એક સિલેક્ટ કરવાનું રહેશે

વાર્ષીક પ્રીમિયમ ભરવા પાત્ર રકમ
ઓપ્શન 199625રું
ઓપ્શન 21,00,100રું

ઓપ્શન 1 અને ઓપ્શન 2 માં ફર્ક શું છે તો તમને જણાવી દઈએ મૃત્યુ વીમા રકમ માં ફેર પડે છે જે આપડે આગળ જોઈશું

તો માની લો તમે આમાંથી ઓપ્શન વન સિલેક્ટ કર્યું છે મતલબ કે વાર્ષિક પ્રીમિયમ 99,625 રૂપિયા ભરવાના રહેશે(આ રકમ તમે વર્ષમાં ત્રણ વખતના હપ્તા માં પણ ભરી શક્શો)પાંચ વર્ષ સુધી માં ટોટલ રકમ થશે 4,98,125રું કુલ ભરવાના થશે પછી તમારે કોઈ પૈસા ભરવાના નથી તમારે 15 વર્ષ સુધી રાહ જોવાની છે કારણ કે તમે 20 વર્ષની પોલીસી લીધી છે. જ્યારે તમારા બાળકની ઉંમર 25 વર્ષની હશે ત્યારે પોલિસી સમય પૂરો થઈ જશે મેચ્યોરિટી પણ થઈ જશે ત્યારબાદ તમને લાભ મળશે.

પરિપક્વતા(maturity) પર શું લાભ મળશે ? અહી ઉદાહરણ માં પરિપક્વતા સમય 20 વર્ષ છે તો ત્યાર બાદ જેટલા નો વીમો લીધો હોઈ તે રકમ અને ગેરેન્ટેડ એડિસન મળશે

  • તો અહી 5,00000 (5લાખ) રું નો વીમો લીધેલ છે તે મળશે
  • બીજું ગેરેન્ટેડ એડિસન માં LIC કંપની પર 1000 રું પર 80રું વાર્ષીક બોનસ ઉમેરે છે.
  • આપડે 5 લાખ નો વીમો લીધો છે તો વાર્ષીક બોનસ 40,000 થશે તો 40,000*20=8,00000 લાખ તે અને 5 લાખ વીમા રકમ
  • ટોટલ 800000+5,00000=1300000 લાખ 20 વર્ષે મળવા પાત્ર રહેશે

ચાલુ પોલિસી દરમિયાન પોલિસી ધારક નું મૃત્યુ થઈ જાય તો શું બેનિફિટ મળશે ? નીચે આપેલ ઓપ્શન માંથી જે સિલેક્ટ કર્યું હોઈ તે પ્રમાણે મળે છે

વાર્ષીક પ્રીમિયમભરવા પાત્ર રકમ
ઓપ્શન 199625રું
ઓપ્શન 21,00,100રું

આમાં થી તમે ઓપ્શન 1 સિલેક્ટ કર્યું છે કેટલો લાભ મળશે નીચે કોષ્ટક માં જુઓ

પ્રીમિયમ ચુકવણી વિકલ્પમૃત્યુ પર વીમા રકમ
મર્યાદિત પ્રીમિયમ ચુકવણીઓપ્શન 1વાર્ષિક પ્રીમિયમ ના 7 ગણા; અથવા મૂળભૂત વીમા રકમ માંથી વધુ હોઈ તે
ઓપ્શન 2વાર્ષિક પ્રીમિયમના 10 ગણા; અથવા મૂળભૂત વીમા રકમમાંથી વધુ હોઈ તે
સિંગલ પ્રીમિયમ ચુકવણીઓપ્શન 3સિંગલ પ્રીમિયમના 1.25 ગણા અથવા મૂળભૂત વીમા રકમ જે વધુ હોઈ તે
મતલબ 5 લાખનો વીમો હોઈ 6.25 લાખ
ઓપ્શન 4સિંગલ પ્રીમિયમ ના 10 ગણા

કોષ્ટકમાં દર્શાવેલ મર્યાદિત પ્રીમિયમ ચૂકવણીમાં મૃત્યુ પર વીમા માટે તમને બે ઓપ્શન મળે છે જો તમારે ઓછો લાભ જોતો હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું વધારે લાભ જોતો હોય તો તમારે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે જેમાં તમારે પ્રીમિયમ થોડું વધારે ભરવું પડશે જે ઉપર દર્શાવેલું છે 100100રું વાર્ષીક

આપણા ઉદાહરણમાં આપણે ઓપ્શન વન સિલેક્ટ કરેલું છે તેનુ એક ઉદાહરણ થી કેટલો લાભ મળે તે સમજીએ

  • તમે કુલ 20 વર્ષ નો વીમો લીધો છે પરંતુ
  • પોલિસી ના 10 માં વર્ષે પોલિસી ધારક નું (બાળકનું ) મૃત્યુ થઈ જાય તો તેને
  • વાર્ષીક પ્રીમીયમ નાં 7 ગણા 99625*7= 697375રું
  • જે વીમો લીધો હોઈ તે રકમ 500000 લાખ બંને માંથી જે વધારે હોઈ તે મળે અહી 697375રું વધારે છે સાથે
  • 10 વર્ષનું ગેરેન્ટેડ બોનસ જમાં થયું હોઈ તે મળે જે પર 1000 દીઠ 80રું વાર્ષીક મળે
  • આપડે 5 લાખ નો વીમો લીધો છે તો વાર્ષીક 40,000 બોનસ મળે
  • તો 40,000*10= 4,00000 લાખ બોનસ અને 697375 લાખ વીમા રકમ મળે
  • કુલ રકમ 4,00000+697375= 1097375રું મળે
  • તો આ આ પ્રમાણે છે પોલિસી ના જે વર્ષમાં મૃત્યુ થયું હોય એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો.

LIC Amritbaal Plan 874 સિંગલ પ્રીમિયમ પ્લાન માં લાભ કેટલો મળશે કેટલા રૂપિયા ભરવા પડશે ?

  • ઉદાહરણ તરીકે અહી બાળક ની ઉંમર 5 વર્ષની છે
  • વીમો પણ 5 લાખ નો લીધો છે
  • પોલીસી સમયગાળો 20 વર્ષનો છે અને
  • સિંગલ પ્રીમિયમ ટર્મ પસંદ કર્યો છે મતલબ એકજ વાર પૈસા ભરવાના રહેશે
  • એક જ વાર પૈસા ભરવાના તમને મૃત્યુ વીમા માટે 2 ઓપ્શન મળશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું રહેશે જે નીચે કોષ્ટક માં આપેલું છે.
સિંગલ પ્રીમિયમએકજ વાર ભરવાના
ઓપ્શન ત્રણ3,89,225રું
ઓપ્શન ચાર 4,12,600રું

ત્યારબાદ તમારી જેટલી પોલિસી સમય હોય એટલા સમય રાહ જોવાની અહીંયા આપણે 20 વર્ષનો પોલિસી સમય લીધેલો છે તો 20 વર્ષ સુધી રાહ જોવાની

જો તમે ઓપ્શન ત્રણ સિલેક્ટ કર્યો છે તો20 વર્ષ પૂરા થઈ જશે ત્યારે બાળક પણ 25 વર્ષનો થઈ જશે અને સ્કીમ મેચ્યોરિટી થઈ જશે ત્યારે તમને મૂળ વીમા રકમ મળશે સાથે સાથે વીસ વર્ષનો ગેરંટેડ એડિસન્સ મળશે.

મૂળ વીમા રકમ5,00000 લાખ
20 વર્ષનો ગેરંટેડ એડિસનસ8,00000 લાખ
કુલ મળવા પાત્ર રકમ13,00000 લાખ

સિંગલ પ્રીમિયમ માં મૃત્યુ લાભ કેટલો મળશે ? તો માની લો તમે ઓપ્શન ત્રણ સિલેક્ટ કર્યુ છે અને પોલિસી ધારક નું પોલિસી ના 10 વર્ષે મૃત્યું થઈ હોઈ તો. 3,89225*1.25= 486531રું અને મૂળ વીમા રકમ 5,00000 જે વધુ હશે તે મળશે સાથે તો અહી 500000 લાખ વધારે રકમ છે તે મળશે સાથે સાથે દસ વર્ષનું ગેરેન્ટેડ એડિસન 4,00000 લાખ મળશે

LIC જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ (પ્લાન નં.883) LiC નો નવો પ્લાન એકવાર રોકાણ આજીવન પૅન્શન અને વીમો પણ

મૂળ વીમા રકમ 500000 લાખ
10 વર્ષ નું ગેરેન્ટેડ એડિસન400000 લાખ
કુલ રકમ 900000 લાખ મળશે

પ્રીમિયમ વેવર બેનિફિટ (PWB) રાઇડરની માહિતી આ રાઇડર બાળક નાં માતા પિતા એ જરૂર લેવું જોઈએ

મુખ્ય લાભ (મૃત્યુના કિસ્સામાં)જો પોલિસીની મુદત દરમિયાન પ્રપોઝર (બાળક વતી વીમો લેનાર વ્યક્તિ, જેમ કે માતા કે પિતા) નું મૃત્યુ થાય, તો આ રાઇડર હેઠળ.મૃત્યુ પછીના ભવિષ્યના તમામ પ્રીમિયમ માફ કરી દેવામાં આવે છે.પ્રીમિયમ ભર્યા વગર પણ પોલિસી ચાલુ રહે છે અને પાકતી મુદતે (Maturity) બાળકને નક્કી કરેલા તમામ લાભો પૂરેપૂરા મળે છે.

લોન મળી શકે કે નહિ ? ઇન્સ્યોરન્સ પોલીસમાં તમારે ક્યારેય લોનની જરૂર પડી હોય તો લોન પણ તમે લઈ શકો છો.

મર્યાદિત પ્રીમિયમ: પોલીસી સરું થયાના 2 વર્ષ પછી લોન લઈ શકો
સિંગલ પ્રીમિયમ:પોલીસી ના ત્રણ મહીના પછી

પોલીસી બંધ પણ કરાવી શકો છો ?

મર્યાદિત પ્રીમિયમ: પોલીસી સરું થયાના 2 વર્ષ પછી બંધ કરી શકો
સિંગલ પ્રીમિયમ: ગમે ત્યારે બંધ કરી શકો

આ પોલિસી LIC ના એજન્ટ પાસેથી અથવા તો નજીકમાં એલઆઇસી ઓફિસ પરથી ત્યાંથી તમે લઈ શકશો

આપ ફંડ વિશે પણ જાણો Tata Silver ETF FoF Direct Growth | ટાટા સિલ્વર ETF: ચાંદીમાં રોકાણની સુરક્ષિત રીત

જરૂરી ડોક્યુમેન્ટ (Documents Required) ?

  • બાળક માટે: જન્મનો પુરાવો(Birth Certificate):
  • આધાર કાર્ડ: હોઈ તો
  • ફોટોગ્રાફ: બાળકના પાસપોર્ટ સાઈઝના ફોટા.
  • માતા-પિતા (પોલિસી લેનાર) માટે:
  • ઓળખનો પુરાવો (ID Proof): આધાર કાર્ડ, પાન કાર્ડ (PAN Card) અથવા વોટર આઈડી.
  • સરનામાનો પુરાવો (Address Proof): લાઈટ બિલ, રેશન કાર્ડ અથવા ભાડાકરાર.આવકનો પુરાવો (Income Proof):
  • જો વીમાની રકમ મોટી હોય, તો પગારની સ્લિપ અથવા ITR.બેંક વિગતો: પ્રીમિયમ કપાત અને મેચ્યોરિટી ના પૈસા મેળવવા માટે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક.

વીડિયોમાં માહિતી માટે અહીં ક્લિક કરો

Disclaimer :- અહી આપેલ માહિતી ફક્ત નોલેજ પર્પસ થી બતાવવામાં આવ્યું છે તમને રોકાણ કરવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી માટે તમારે રોકાણ કરવું હોય તો તમારા રિસ્ક ઉપર તમે કરી શકો છો.


શેર કરો

Leave a Comment