LIC જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ (પ્લાન નં.883) LiC નો નવો પ્લાન એકવાર રોકાણ આજીવન પૅન્શન અને વીમો પણ

શેર કરો

LIC દ્વારા તાજેતરમાં જ જીવન ઉત્સવ (સિંગલ પ્રીમિયમ) – પ્લાન નં. 883 લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ એક જ વાર રોકાણ કરીને આજીવન (Life Time) ગેરંટીડ આવક અને આજીવન જીવન વીમો મેળવવા માંગે છે.

LIC Jeevan Utsav Plan- 883 Non Linked પ્લાન છે મતલબ કે તમારા પૈસા શેરબજારમાં વધઘટને આધીન નથી હોતા. જોખમ ખૂબ ઓછું છે કારણ કે આમા LIC કંપની તમને ગેરંટીકૃત વળતર અથવા બોનસનું વચન આપે છે.

Non Participating મતલબ તમે જ્યારે પોલીસ લેશો ત્યારે તમને જણાવી દેવામાં આવશે કે તમને કેટલા કેટલા લાભો મળશે

પ્લાન તમારા 100 વર્ષ સુધી તમારી સાથે હશે જેમાં તમને જીવન વીમા ની સાથે સાથે આજીવન પેન્શન પણ મળશે , તે પણ ફક્ત એક જ વખત રોકાણ બદલામાં આજીવન પેન્શન અને વીમો

આ પ્લાનમાં નવી સુવિધાઓ શું છે ?

  • 1. એક જ વખતનું રોકાણ સાથે ગેરેન્ટેડ વળતર
  • 2.ગેરંટીકૃત વધારાનો સમયગાળો 7 થી 17 વર્ષ સુધીનો જેમાંથી કોઈ એક પસંદ કરવાનો રહેશે
  • 30 દિવસ લઈ અને 65 વર્ષની કોઇપણ વ્યક્તિ આ વીમો લઈ શકે છે.
  • 2.આજીવન ગેરેન્ટેડ પેન્શન ૧૮ થી ૧૦૦ વર્ષ સુધી
  • 3. ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ (Flexi Income Benefit) મતલબ કે તમે દર વર્ષે મળતું વળતર ને અમુક વર્ષો સુધી જમા રહેવા દો અને તેને ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમે ઉપાડી શકો

આ પ્લાન કોણ કોણ લઈ શકશે ?

  • તમારી ઉંમર 30 દિવસથી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • તમને મળવા પાત્ર લાભ તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ એ ત્યારબાદ જ મળશે
  • ફક્ત એક જ વખત પ્રીમિયમ ભરવાનો રહેશે
  • ઓછામાં ઓછો વીમો પાંચ લાખનો લઈ શકશો.. વધારે કોઈ લિમિટ નથી.
  • પોલિસી મુદત 100 વર્ષે સુધી
  • માની લો તમારી ઉંમર 30 વર્ષની છે તો તમે 70 વર્ષનો વીમો લઈ શકો

આવક લાભ બે વિકલ્પો મળશે (income benefit)

  • (૧) રેગ્યુલર આવક આ ઓપ્શન સિલેક્ટ કર્યું હોઈ તો તમે જેટલા લાખનો વીમો લીધો તેના 10% વાર્ષીક લાભ ખાતા માં જમાં થશે
  • દાખલા તરીકે દસ લાખ રૂપિયા નો વીમો લીધો હોય તો ગેરંટીકૃત વર્ષ પૂરા થયા પછી દર વર્ષે તમારા ખાતામાં એક રૂપિયા જમા થશે તે પણ આજીવન
  • 2. મૃત્યુ લાભ (Death Benefit) જો પોલિસી ધારકનું ચાલુ પોલિસી દરમિયાન અવસાન થાય, તો તેના વારસદાર (Nominee) ને નીચેનામાંથી જે વધારે હોય તે રકમ મળે છે:
  • 1. મૂળ વીમા રકમ(Basic Sum Assured).
  • 2. સિંગલ પ્રીમિયમના 1.25 ગણા (દા.ત. જો તમે ₹5 લાખ ભર્યા હોય, તો ₹5.25 લાખ).
  • 3. આની સાથે જમા થયેલ ગેરંટીડ એડિશન (Guaranteed Additions) પણ ચૂકવવામાં આવે છે.
  • ગેરેન્ટેડ એડિશન પર 1000 રું એ ચાલીસ રૂપિયા વાર્ષિક મળશે તો 5 લાખનો વીમો લીધો હોઈ વાર્ષીક 20,000 જમાં થશે જેટલા વર્ષ પોલિસી ચાલુ રહી હોઈ તેટલા વર્ષનું ગેરંટેડ એડિસન ઉમેરાશે
  • ઉદાહરણ તરીકે તમે 5 લાખ નો વીમો લીધો છે હર વર્ષે ગેરંટેડ એડિસન 20000 જમાં થશે. માની લો પોલિસી ધારક નું પોલિસી ના 10 માં વર્ષે મૃત્યુ થયું હોઈ તો 20000*10= 200000+500000= 7 લાખ કુલ મળે પોલીસી ધારક ના પરિવારને.

આ પ્લાન કામ કેવિરીતે કરે છે? નીચેના ઓપ્શન થી કોઈ એક સમય ગાળો પસંદ કરો અને તેની વર્ષ આપેલ છે તેટલા વર્ષે લાભ સરું થશે.

ગેરંટીકૃત વધારાનો સમયગાળોલાભ શરૂઆતનું વર્ષ
7 વર્ષ પોલિસી ના 8 વર્ષ પછી
8 વર્ષપોલિસી ના 9 વર્ષ પછી
9 વર્ષપોલિસી ના 10 વર્ષ પછી
10 વર્ષપોલિસી ના 11 વર્ષ પછી
11 વર્ષપોલિસી ના 12 વર્ષ પછી
12 વર્ષપોલિસી ના 13 વર્ષ પછી
13 વર્ષપોલિસી ના 14 વર્ષ પછી
14 વર્ષપોલિસી ના 15 વર્ષ પછી
15 વર્ષપોલિસી ના 16 વર્ષ પછી
16 વર્ષપોલિસી ના 17 વર્ષ પછી

નોંધ: પોલિસી લાભ તમને તમારા 18 વર્ષ પછી જ મળશે માટે ત્રણ મહિનાના બાળકની પોલીસી લો તો તમારા 17 વર્ષનું ઓપ્સિશન જ સિલેક્ટ કરવું પડશે ફરજિયાત 18 મે વર્ષ તેને ઇન્કમ શરૂ થઈ જશે

બાળકોના શિક્ષણ માટે SBI ની આ બેસ્ટ સ્કીમ વિશે પણ જાણો

વીડિયોમાં માહિતી માટે અહીં ક્લિક કરો

ઉપર દર્શાવેલ ઓપ્શન માંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે માની લો તમે સાત વર્ષનો ઓપ્શન સિલેક્ટ કર્યું છે સાત વર્ષ મા એકજ વાર પૈસા ભરવાના રહેશે આઠમા વર્ષે તમને તેનો લાભ મળવો શરૂઆત થઇ જશે

લાભ કેટલો મળશે ? તમે જેટલા નો વીમો લીધો છે તેના 10%. દર વર્ષ મળશે માની લો તમે 10 લાખ નો વીમો લીધો ગેરંટી પીરીયડ સાત વર્ષ સિલેક્ટ કર્યા તો આઠમા વર્ષથી 10% મતલબ દર વર્ષ 1 લાખ રૂપિયા તમને આજીવન મળતા રહેશે.

આમાં જેટલા વર્ષ વધારે સિલેક્ટ કરશો તો પ્રીમિયમ પણ એટલું ઓછું ભરવાનું રહેશે

  • ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ (Flexi Income Benefit) મતલબ કે તમને દર વર્ષે મળતું વળતર જે વીમા રકમ ના 10% ને અમુક વર્ષો સુધી જમા રહેવા દો તમને 5.5% વાર્ષીક ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો પણ મળશે. અને તેને ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમે ઉપાડી શકો છો 75% વાર્ષીક ઉપાડી શકો છો પરંતુ જ્યાં સુધી જમાં રહેવા દો ત્યા સુધી તેની સાથે લાભ મળતો રહેશે .

ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ એક ઉદાહરણ થી સમજીએ

  • માનીલો તમે 10 લાખનો વીમો લીધો
  • 10 વર્ષ ના સમયગાળા માટે
  • તો પોલીસી ના 11 મે વર્ષ લાભ મળવો સરું થઈ જશે
  • પોલિસી રકમ ના 10% મતલબ વાર્ષિક એક લાખ રૂપિયા
  • તે એક લાખ રૂપિયા તમે ન ઉપાડો અને કંપનીમાં જમા રહેવા દો
  • તો તેના ઉપર સાડા પાંચ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ દર તમને મળશે તે કોષ્ટક માં જોઇ શકો છે
જમા રકમવર્ષવ્યાસ સહિત કુલ રકમ 5.5%
1 લાખ5 વર્ષ જમાં1,30,696રું
આટલા રૂપિયા5 વર્ષ પછીમળશે

આ ફ્કત 1 લાખની જ ગણતરી છે બીજા વર્ષે બીજા લાખ રૂપિયા જમા થશે તે પ્રમાણે પાંચ વરસના પાંચ લાખ જમા થશે તો તેનો કુલ રકમ અંદાજિત 6,09000 થાય છે તો એ પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજ દર સાથે તમારા પૈસા વધતા રહેશે

Maturity Benefit (પરિપક્વતા લાભ) આ એક ‘હોલ લાઈફ’ પ્લાન હોવાથી, તેની પરિપક્વતા (Maturity) ત્યારે જ ગણાય છે જ્યારે પોલિસીધારક 100 વર્ષની ઉંમર પૂર્ણ કરે.રકમ: જો પોલિસીધારક 100 વર્ષની ઉંમર સુધી જીવિત રહે, તો તેમને મૂળ વીમા રકમ (Basic Sum Assured) + જમા થયેલ ગેરંટીડ એડિશન્સ (Accrued Guaranteed Additions) ચૂકવવામાં આવે છે.

ગેરંટીડ એડિશન્સ (Guaranteed Additions)પ્રીમિયમ ભરવાના ગાળા દરમિયાન, LIC દર વર્ષે દર હજારની વીમા રકમ પર ₹40 ઉમેરે છે.ઉદાહરણ: જો તમારી વીમા રકમ ₹10 લાખ હોય, તો દર વર્ષે ₹40,000 ગેરંટી સાથે તમારી પોલિસીમાં જમા થશે.

એક ઉદાહરણ થી પ્લાન ને સમજીએ કોઈ 30 વર્ષની વ્યક્તિ 5,00000 લાખ નો વીમો કેટલા વર્ષે માટે કેટલા ભરવા પડશે કોષ્ટક જુઓ

ઉપર ના કોષ્ટકમાં તમે જોઈ શકો છો માની લો તમારા સાત વર્ષનો ડેપ્યુમેન્ટ પિરિયડ પસંદ કર્યો છે તો 494850રું ભરવા પડશે અને સાત વર્ષ પછી તમને હર વર્ષે ₹50,000 મળશે પરંતુ તે સમયે તમારી ઉંમર 18 વર્ષ પૂરી હોવી જોઈએ. એમા મૃત્યુ લાભ 7,58000 મળશે

મત્યું લાભ પણ કોષ્ટક માં લાસ્ટ માં વર્ષ પ્રમાણે આપેલ છે.

જેટલા વર્ષ વધારે સિલેક્ટ કરશો તેટલા રૂપિયા ઓછા ભરવા પડશે તમે નીચે જોઈ શકો છો 17 વર્ષ સિલેક્ટ કરશો તો તમારે 271825રું ભરવા પડશે પરંતુ લાભ 50,000 જ મળશે પરંતુ ક્યારે મળશે પોલિસી ના 17 વર્ષ પૂરા થઈ ગયા પછી આજીવન મળશે.

તેજ પ્રમાણે 30 વર્ષની વ્યક્તિ 10લાખ નો વીમો લે કેટલું પ્રીમિયમ ભરવુ પડશે ? નીચેના કોષ્ટક માં જોઈ શકશો

અમૃતબાલ યોજના (LIC યોજના પ્લાન નં 874)LIC Amritbaal Plan 874 benefits and features

Disclaimer :- આ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. અમે આ આર્ટિકલ મારફત રોકાણ કરવા અથવા ટિપ્સ તરીકે ભલામણ કરતા નથી, હંમેશા રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. અમે કોઈપણ પ્રકારના નફા-નુકસાન માટે જવાબદાર નથી.


શેર કરો

Leave a Comment