
નમસ્કાર મિત્રો આજે આપડે SBI ના એવા ફંડ વિશે વાત કરવામાં છે જેણે છેલ્લા 5 વર્ષ માં 25% રીટર્ન આપ્યું છે આપડે બધા જાણીએ છીએ આજ SBI મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરતી પેલા નંબરની કંપની બની ગઈ છે
SBI આજે 11 લાખ કરોડ રૂપિયા નું મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરે છે મતલબ SBI ના અલગ અલગ ફંડમાં લોકોએ આટલા પૈસા રોકેલા છે SBI એક સરકારી કંપની હોવાથી લોકોનો આ બેંક ઉપર ભરોસો વધારે છે
આજના મોંઘવારીના સમયમાં બચત કરવી ખૂબ જ જરૂરી છે જેથી આવનારા સમય માં બાળકોના શિક્ષણ ફી મકાનના હપ્તા કાર લોન હપ્તા અને સારું જીવન જીવવામાં તમને મદદરૂપ થશે
માટે આજે SBI ના જે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે તે રિટર્ન ની સાથે સાથે રિસ્કને પણ મેનેજ સારી રીતે કરે છે
આ ફંડ એ ભૂતકાળ માં લોકોને કેટલું રિટર્ન આપ્યું છે ?
| વર્ષ સમયગાળો | કેટલું રિટર્ન |
| છેલ્લા એક વર્ષમાં | 7% રિટર્ન |
| છેલ્લા ત્રણ વર્ષમાં | 21.5 રિટર્ન |
| પાંચ વર્ષમાં | 25% રીટર્ન |
| અત્યાર સુધી વાર્ષિક રિટર્ન | 17% રીટર્ન |
અત્યાર સુધીમાં વાર્ષીક 17% રિટર્ન આપ્યું છે મતલબ તમે આજથી પાંચ વર્ષ પહેલા એક લાખ રૂપિયા નો રોકાણ કર્યું હોત તો આ છે એ એક લાખ રૂપિયા ₹2,19000 રૂપિયા થઈ ગયા હોત
પરંતુ એ બાબતનું પણ ધ્યાન રાખવું મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી, ઓછા વત્તા થતું હોય છે પરંતુ ફિક્સ ડિપોઝિટ કરતા અનેક ઘણું વધારે રિટર્ન મળી શકે છે.
ફંડ નું નામ શું છે SBI CONTRA DIRECT PLAN GROWTH
- આ SBI નું ફંડ છે
- SBI એ તેને 1 જાન્યુઆરી 2013 માં લોન્ચ કર્યું હતું.
- તે એક ઇક્વિટી કેટેગરી ફંડ છે.
- આ ફંડની વર્તમાન NAV ₹437 (1 યુનિટ) છે.
- તેનું AUM (ફંડનું સાઇઝ) ₹49,800 કરોડ છે.
- કટોકટીની સ્થિતિમાં તમે ગમે ત્યારે આ ફંડમાંથી પૈસા ઉપાડી શકો છો.કોઈ લોક-ઇન પીરિયડ નથી.
- પરંતુ રોકાણ કર્યાના 30 થી 90 માં પૈસા ઉપાડી લેશો તો 0.10% નો એક્ઝિટ લોડ ચાર્જ લાગશે.
- આ ફંડનો ખર્ચ ગુણોત્તર 0.68% છે.તમારા પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માટેનો એક નાનો ચાર્જ હોય છે
- મુખ્યત્વે રોકાણ ફાઈનાન્શિયલ્સ, એનર્જી, હેલ્થકેર સેક્ટર્સમાં. લાર્જ, મિડ અને સ્મોલ કેપનું મિશ્રણ છે.
- ફંડ મેનેજર Mr. Kesavan જેનું શિક્ષણ B.Com, MBA (Finance) and CFA
આ ફંડ કુલ 95 કંપનીઓ માં રોકાણ કરે છે
- HDFC બેંક લિ.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.
- પંજાબ નેશનલ બેંક
- કોટક મહિન્દ્રા બેંક લિ.
- ITC લિ.
- બાયોકોન લિ.
- ઇન્ડસ ટાવર્સ લિ.
- ડાબર ઇન્ડિયા લિ.
- ગેઇલ (ઇન્ડિયા) લિ.
- ટાટા સ્ટીલ લિમિટેડ
- ICICI બેંક લિમિટેડ
- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
જેમ જેમ આ કંપનીઓનો ગ્રોથ આગળ વધતો રહેશે તેમ તેમ તમારા પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે
આ ફંડ ક્યાં ક્યાં રોકાણ કરે છે ?
- FINANCIAL – 33.5%
- ENERGY AND UTILITIES- 17.3%
- TECHNOLOGY – 12.4%
- MATERIALS – 11.4%
- HEALTHCARE – 8.4%
- CONSUMER DISCRETIONARY – 8%
- CONSUMER STAPLES – 7.4%• INDUSTRIAL – 4%
- REAL ESTATE – 0.6%
આ ફંડમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો
- (૧) SIP જેમાં હર મહિને 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી
- (૨) લમસમ investment જેમાં તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે મિનિમમ 5000 રૂપિયા થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી.
એક ઉદાહરણથી તમને કેટલું રિટર્ન મળી શકે તે સમજીએ આજે આપણ માં તમે 50000 રૂપિયાનું રોકાણ કરો અને આવનારા સમય માં 17% રીટર્ન આપે તો તમારા 50000 રૂપિયા કેટલું મોટું ફંડ બને તે સમજીએ
| સમય ગાળો (વર્ષ | અંદાજિત રિટર્ન | કુલ રકમ |
| 05 વર્ષ માટે | ₹59,622 | ₹1,09,622 |
| 10 વર્ષ માટે | ₹1,90,341 | ₹2,40,341 |
| 15 વર્ષ માટે | ₹4,76,936 | ₹5,26,936 |
| 20 વર્ષ માટે | ₹11,05,280 | ₹11,55,280 |
| 25 વર્ષ માટે | ₹24,82,891 | ₹25,32,891 |
| 30 વર્ષ માટે | ₹55,03,233 | ₹55,53,233 |
તો આ છે લમસદ મ્યુચ્યુઅલ ફંડ અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર ની તાકાત એક અંદાજિત રિટર્ન છે એમાં રિટર્ન ની કોઈ ગેરંટી નથી હોતી ઓછા વત્તા થઈ શકે છે
તેજ તે જ પ્રમાણે તમે ફક્ત 1000 રૂપિયા 30 વર્ષ સુધી SIP કરાવ્યું હોય અને 17% વાર્ષિક વ્યાજ મળે તો તમને ટોટલ
| રોકાણ કરેલી રકમ | ₹3,60,000 |
| અંદાજિત વળતર | ₹81,07,536 |
| કુલ રકમ | ₹84,67,536 |
બાળકોના શિક્ષણ માટે SBI બેસ્ટ સ્કીમ વિશે પણ જાણો
ડિસ્ક્લેમર
આ ફક્ત શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે છે. બતાવેલ રોકાણ ઉદાહરણો ઉદાહરણરૂપ છે અને ગેરંટીકૃત વળતર અથવા નાણાકીય સલાહ નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…