
SBI નો આ મિડકેપ ફંડ એક લોકપ્રિય મ્યુચ્યુઅલ ફંડ છે જે મધ્યમ કદની કંપનીઓમાં રોકાણ કરે છે. ડાયરેક્ટ પ્લાન હોવાથી, તે ઓછા ખર્ચ ગુણોત્તર સાથે વધુ સારું વળતર આપે છે.
SBI એક સરકારી કંપની છે એટલા માટે આજે કરોડો લોકો sbi મા રોકાણ કરે છે આજે SBI મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં પહેલા નંબરનું મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં લગભગ ₹11 લાખ કરોડ રૂપિયા આ એકલો SBI મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરે છે
કોઇપણ મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરતાં પહેલાં કઈ કંઈ બાબતો નું ધ્યાન રાખવું ?
આ ફંડ ખાસ કરીને મુખ્ય ક્ષેત્રો: ઓટો સેક્ટર માં (14.07%), ફાઇનાન્સ (11.31%), ઔદ્યોગિક ઉત્પાદનો (7.55%) રોકાણ કરે છે જો તમે 5 વર્ષ કરતા વધારે સમય સુધી રોકાણ નો પ્લાન હોઈ તો એક સારૂ વળતર મળી શકે છે.
આ છેલ્લા પાંચ વર્ષ 22% રિટર્ન આપ્યું છે મતલબ આજથી 5 વર્ષ પહેલાં
- ✅તમે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત
- ✅તો આજે તે 1 લાખ રૂપિયા ₹2,70,000 થઈ ગયા હોત
- ✅તે જ 1 લાખ રૂપિયા ની FD કરી હોત તો તેમાં 7.5 % ફિકસ રિટર્ન મળે છે
- ✅આજે તે એક લાખ ના થયા હોત ₹1,43000 રું
- ✅તો એટલો ફર્ક છે Fd અને મ્યુચલ ફંડ માં
પરંતુ એ પણ યાદ રાખો કે મ્યુચલ ફંડમાં રીટર્ન કોઈ ફિક્સ હોતું નથી ઓછા વત્તા થાય પરંતુ FD ફિક્સ ડિપોઝિટ કરતા તો વધારે રિટર્ન મળી શકે છે.
ફંડનું નામ શું છે SBI Mid Cap Direct Plan Growth
- ✅આ એક એવો ફંડ છે જેણે Midcap કંપનીઓ માં રોકાણ કરી અને ગ્રાહકોને સારુ એવું વળતર આપ્યું છે
- ✅આ ફંડ ને SBI એ 2013 માં લોન્ચ કર્યો હતો
- ✅તેની વર્તમાન NAV ₹263 (1 યુનિટ ની કિંમત) છે.
- ✅તેનું ફંડ કદ (AUM) ₹23,359 કરોડ છે. મતલબ કે લખો કરોડો લોકો એ તેમાં રોકાણ કર્યું છે
- ✅કટોકટીમાં તમે આખી રકમ ઉપાડી શકો છો.
- કોઈ લોક નથી.
- ✅આ ફંડનો ખર્ચ ગુણોત્તર – 0.85% છે જે તમારા ફંડ ને મેનેજ કરવાનો ચાર્જ હોઈ છે
એક્ઝિટ લોડ કેટલો લાગશે ?
- ✅જો તમે રોકાણ કર્યાના 1 મહિનાની અંદર પૈસા પાછા ઉપાડી લો છો, તો તમારે કુલ રકમના 0.25% ફી તરીકે ચાર્જ આપવો પડશે.
- ✅જો તમે 1 થી 3 મહિનાની વચ્ચે પૈસા ઉપાડો છો, તો 0.10% ચાર્જ લાગશે.
- ✅90 દિવસથી વધુ સમય માટે રોકાણ રાખો છો, તો તમારે કોઈ પણ પ્રકારનો એક્ઝિટ લોડ ચાર્જ નહિ લાગે
ટેકસ કેટલો લાગશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG)
- ✅તમે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર પૈસા ઉપાડો છો, તો તેને શોર્ટ ટર્મ ગણવામાં આવે છે.
- ✅ટેક્સનો દર: નફા પર 20% ટેક્સ લાગે છે.
- ✅ગણતરી: ધારો કે તમે ₹1,00000 રોકાણ કર્યા અને 11 મહિનામાં તે ₹1,40,000 થયા.
- ✅તો ₹40,000 ના નફા પર 20% લેખે ₹8000 ટેક્સ ભરવો પડશે.
લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) રોકાણ કર્યા ના 1 વર્ષથી વધુ સમય માટે રોકાણ રાખો છો, તો તેને લોન્ગ ટર્મ ગણવામાં આવે છે, જેમાં LTCG 12.5% ચાર્જ લાગશે પરંતું તેમાં તમને 1.25 લાખ ની આવક સુધી કોઈ ટેકસ નહિ લાગે
- ✅ટેક્સનો દર: નફા પર 12.5% ટેક્સ લાગે છે.
- ✅ખાસ છૂટ: દર વર્ષે કુલ ₹1.25 લાખ સુધીના નફા પર કોઈ ટેક્સ લાગતો નથી. ₹1.25 લાખથી વધારાના નફા પર જ 12.5% ટેક્સ લાગશે.
ઉદાહરણ સાથે ગણતરી જુઓ :- ધારો કે તમે ₹5,00000 નું રોકાણ અને 3 વર્ષ પછી તેની કિંમત ₹7,00000 થઈ ગઈ.
- ✅કુલ નફો: ₹2,00000 કરમુક્ત નફો
- ✅₹1,25000 ટેક્સપાત્ર નફો:
- ✅2,00,000 – 1,25,000 = ₹75,000 ટેક્સ (12.5%): 75,000 \ 12.5% = ₹9,375 ટેકસ ભરવો પડશે.
ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું ?
| સમય ગાળો | કેટલું રિટર્ન |
| છેલ્લા એક વર્ષમાં | 1% રીટર્ન |
| છેલ્લા ત્રણ વર્ષમાં | 19% રીટર્ન |
| છેલ્લા પાંચ વર્ષમાં | 22% રીટર્ન |
| અત્યાર સુધી વાર્ષીક | 19% રીટર્ન |
આ ફંડ ભારત ભારતની કુલ 55 કંપનીઓમાં રોકાણ કરે છે જેમાં અમુક ના નામ આ પ્રમાણે છે.
- ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિ
- ટોરેન્ટ પાવર લિ
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
- મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિ
- બજાજ ફાઇનાન્સિયલ
- ક્રિસિલ લિ.
- jk સિમેન્ટ
- સુંદરમ ફાઇનાન્સ લિ
- AIA એન્જિનિયરિંગ લિ
- ધ ફેડરલ બેંક લિ
- ભારત ફોર્જ લિ
- શ્રી સિમેન્ટ લિ
આ ફંડ માં તમે બે રીતે રોકાણ કરી શકો છો ?
- (1) SIP જેમાં તમે દર મહિને પૈસા જમાં કરવાના હોઈ છે મહિને ₹500 થી શરૂવાત કરી શકો છો.
- (2) Lumpsum Plan જેમાં તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું હોઈ છે મિનિમમ ₹5000 થી શરૂઆત કરી શકો છો.
- આમાં મેક્સિમમ રોકાણની કોઈ લિમિટ નથી
* એક ઉદાહરણથી પુરા પ્લાન ને સમજીએ કે માની લો આજ આ ફંડમાં માત્ર ₹50,000 રોકાણ કર્યું હોઈ અને ભવિષ્ય માં 19% રીટર્ન આપે તો તમારા ₹50,000 આવનારા સમયમાં કેટલા મોટા પૈસા બની શકે જુઓ કોષ્ટકમાં.
| સમયગાળો (વર્ષ) | અંદાજિત વળતર | અંદાજિત રકમ |
| 05 વર્ષ માટે | ₹69,318 | ₹1,19,318 |
| 10 વર્ષ માટે | ₹2,34,734 | ₹2,84,734 |
| 15 વર્ષ માટે | ₹6,29,476 | ₹6,79,476 |
| 20 વર્ષ માટે | ₹15,71,471 | ₹16,21,471 |
| 25 વર્ષ માટે | ₹38,19,404 | ₹38,69,404 |
આ છે લાંબા ગાળાના રોકાણની વાસ્તવિક તાકાત. પરંતુ આ વળતર નિશ્ચિત કે ગેરંટીકૃત નથી ભવિષ્યમાં તે વધી કે ઘટી શકે છે.
એજ પ્રમાણે જો તમે આ ફંડ માં SIP મહિને ₹1000 ની કરાવી હોત અને વાર્ષીક 19% રિટર્ન આપે તો કેટલા બને જુઓ
| કુલ રોકાણ રકમ | ₹3,00,000 |
| અંદાજિત વળતર | ₹50,07,843 |
| કુલ રકમ | ₹53,07,843 |
એકવાત ખાસ ધ્યાન રાખો અહી આપેલ અંદાજિત વળતર છે જે ભૂતકાળ ના દેતા પ્રમાણે છે પરંતુ એટલું રિટર્ન ભવિષ્ય માં પણ મળશે એની કોઈ ગેરંટી નથી હોતી

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…