
આજે આપડે SBI ના એક એવા મ્યુચૂલ ફંડ વિશે જાણવાના છે જેણે છેલ્લા 5 વર્ષ માં 21% રીટર્ન આપ્યું છે, મતલબ કે તમે આજથી 5 વર્ષ પહેલાં તમે એક લાખ રૂપિયા રોકાણ કર્યા હોત તો આજે તે 2,59,374 થઈ ગયા હોત જ્યારે તે જ લાખ રૂપિયા ની તમે FD કરી હોત તો વધી ને 7.5 % રીટર્ન મળે અને લાખ રૂપિયા ના આજે 1,42,896રું થયા હોત એટલો ફર્ક છે FD મા અને મ્યુચૂલ ફંડ માં
પરંતુ મ્યુચૂલ ફંડ રીટર્ન નું કોઈ ફિક્સ નથી હોતું તેમાં વધઘટ થઈ શકે પરંતુ એટલું જરૂર કહી શકાય કે FD કરતાં તો વધારે જ વ્યાજ મળે છે.
બીજી એક મ્યુંચલ ફંડ ની ખાસિયત એ છે કે તેમાં વ્યાજદર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધે છે મતલબ પાંચ વર્ષમાં એક લાખના અઢી લાખ રૂપિયા થયા હોય તો પછીના પાંચ વર્ષ પછી તે અઢી લાખ રૂપિયાનું વ્યાજ ગણાશે અને એટલ જ રિટર્ન પણ વધારે મળે છે.
આ ફંડ માં ફક્ત એકજ વાર 45000 રોકાણ કરી અમુક વર્ષો સુધી ભૂલી જાઓ તમારી જિંદગી બદલી નાખશે , પરંતુ તમારે ધીરજ રાખવી પડે કારણ કે નાના પૈસા ને મોટા બનાવવા માટે કોઈ શોર્ટકટ રસ્તો નથી અને તે ક્યારેય અપનાવવો પણ ના જોઈએ.
તો ખરેખર તમે 2026 માં પૈસાનું રોકાણ કરવા માંગતા હોય એક સારી જગ્યા એ વધારે વળતર મેળવવા માંગતા હોઈ આજે આપડે SBI ના એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેણે અત્યાર સુધી વાર્ષિક રિટર્ન 17.27% આપ્યું છે
ફંડ નું નામ શું છે ? SBI LARGE & MIDCAP FUND DIRECT PLAN
- તેને SBI દ્વારા 2013 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
- ભારતની સૌથી મોટી અને મિડ-કેપ કંપનીઓમાં રોકાણ કરે છે, સંતુલન જાળવી રાખે છે.
- તેની વર્તમાન NAV ₹701 છે, જે 1 યુનિટની કિંમત છે.
- તેનું AUM (ફંડનું કદ) 37,044 કરોડ છે, મતલબ લાખો લોકોએ રોકાણ કર્યું છે
- અહીં કોઈ લોક નથી.કટોકટીની સ્થિતિમાં તમે ગમે ત્યારે આખી રકમ ઉપાડી શકો છો.
- જો તમે 30 દિવસ પહેલાં ઉપાડ કરો, તો 0.10% નો એક્ઝિટ લોડ ચાર્જ લાગશે
- આ ફંડનો ખર્ચ ગુણોત્તર 0.73% છે. તમારા ફંડ ને મેનેજ કરવા માટે નો આ ચાર્જ હોઈ છે
- લાંબા ગાળાના રોકાણ માં તમને 12.5% ના LTCG ટેક્સ લાગશે જે વાર્ષિક 1.25% લાખ થી વધુ વળતર થાય તો તેના પર
- આ ફંડ એ ભૂતકાળ માં કેટલું વળતર આપ્યું ?
| છેલ્લા 1 વર્ષ માં | 7% રિટર્ન |
| છેલ્લા 3 વર્ષ માં | 20% રિટર્ન |
| છેલ્લા 5 વર્ષ માં | 21% રિટર્ન |
| અત્યાર સુધી વાર્ષિક | 17.27% રિટર્ન |
આ ફંડ કુલ 87 કંપનીઓ માં રોકાણ કરે જેમની અમુક નામ નીચે આપેલ છે
- HDFC બેંક લિમિટેડ
- એક્સિસ બેંક લિમિટેડ
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
- એશિયન પેઇન્ટ્સ લિમિટેડ
- ICIC બેંક લિમિટેડ
- અશોક લેલેન્ડ
- બર્ગર પેઇન્ટ્સ લિમિટેડ
- ભારત ફોર્જ લિમિટેડ
- ટાટા મોટર્સ Ltd
- ટોરેન્ટો પાવર વગેરે
જેમ જેમ આ કંપનીઓ નો ગ્રોથ આગળ વધતો જશે તેમતેમ તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે વધતા રહેશે. તમે આમા દસ હજાર રોક્યા હોઈ તો તે 87 કંપની ઓ માં 114 લેખે રોકાણ થશે માટે જોખમ નું પ્રમાણ ઓછું હોય
આ ફંડ માં તમે બે રીતે રોકાણ કરી શકો છો 1.SIP પ્લાન જેમાં તમે દર મહિને પૈસા જમા કરાવવા પડે ફક્ત 100 રું મહિને થી શરૂઆત કરી શકો છો
2. લમ્પસમ પ્લાન જેમાં તમે ફક્ત એક જ વાર જમાં કરવાના હોઈ છે તમે ₹5000 થી લમ્પસમ શરૂ કરી શકો છો.
•મિત્રો તમે આજ આ ફંડ માં 45000રુ રોકાણ કરો અને વાર્ષીક રિટર્ન 17% મળે તો ભવિષ્ય માં નાનું ફંડ કેટલું મોટું થઈ શકે તે જુઓ.
| સમય અવધિ | અંદાજિત વળતર | અંદાજિત રકમ |
| 5 વર્ષ માટે રોકાણ | ₹ 53,660 | 98,660રું |
| 10 વર્ષ | ₹ 1,71,307 | 2,16,307 |
| 15 વર્ષ | ₹ 4,29,242 | 4,74,242 |
| 20 વર્ષ | ₹ 9,94,752 | 10,39,752 |
| 25 વર્ષ | ₹22,34 602 | 22,79,602 |
| 30 વર્ષ | ₹49,52,909 | ₹49,97,909 |
તો તમને ખ્યાલ આવી ગયો હશે કે મ્યુસચલ ફંડ માં એક નાનું રોકાણ ભવિષ્ય માં કેટલું મોટું બની શકે છે ફાલતુ માં ઘણા પૈસા વાપરી નાખીએ છીએ તો તેમાંથી અમુક રકમ રોકાણ કરી ભૂલી જો તો તમારી જિંદગી બદલી શકે છે
DISCLAIMER :- અહી આપેલ માહીતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણ આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. આ બજારના આધારે વધી કે ઘટી શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપતા નથી, અમે ફક્ત ઉદાહરણો સાથે સચોત માહિતી સમજાવીએ છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…