LIC નો નવો પ્લાન Protection Plus પ્લાન નંબર 886 વીમા ની સાથે રોકાણ પણ

શેર કરો

LIC એ 3 ડીસેમ્બર 25 નાં રોજ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં તમને જીવન વીમા કવર સાથે એક સારૂ વળતર પણ મળશે આ વીમા નું નામ પ્રોટેક્શન પ્લસ પ્લાન નંબર 886 છે.

આમાં તમારા પૈસા બે વિભાગ રોકાણ થશે (૧)એક ભાગ જીવન વીમા કવર માં રોકાણ થશે (૨) અને બીજો ભાગ શેર માર્કેટમાં રોકાણ થશે, જેથી વીમા કવર સાથે એક સારું વળતર પણ મળે છે. આ વીમા કવર માં એક સારી બાબત એ છે કે આમા પોલિસી પ્રીમિયમ તમારી મરજી અનુસાર પસંદ કરી શકો છો પરંતુ મીનીમમ પ્રિમીયેમ તમારે ભરવુ પડે જેની આગળ વાત કરીશું .

આમાં કુલ છ ફંડ આવશે જેમાં થી એક સિલેક્ટ કરવાનો જેમાં વધારે વળતર અને વધારે રિસ્ક વાળો ફંડ હશે અને ઓછું વળતર જેમાં રિસ્ક પણ ઓછું હશે

પ્લાન લેવા માટે શું માપદંડ છે ? સૌપ્રથમ વાત કરીએ Premium Paying Term (PPT) આ પ્લાન લેવા માટે તમારે કેટલા સમય સુધી પૈસા ભરવા પડશે નીચે આપેલ ચાર વિકલ્પો માંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે

પ્રીમિયમ ચુકવણી મુદત પોલિસી વર્ષ
5 વર્ષ 10, 15, 20, 25
7 વર્ષ 10, 15, 20, 25
10 વર્ષ 10, 15, 20, 25
15 વર્ષ 15, 20, 25

ઉંમર મર્યાદા ? તમારી ઉંમર 18 થી 65 ની વચ્ચે હોવી જોઈએ પરંતુ પ્રિમીયેમ ચુકવણી સમય 5 વર્ષ સિલેક્ટ કર્યો તો તમારી ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ બાકીના વિક્લ્પ માં 18 થી 65 વર્ષ હશે તો ચાલશે.

ઓછા માં ઓછું કેટલું પ્રીમિયર ભરવુ પડશે ?

પ્રીમિયમ ચૂકવણી વર્ષમહીને ત્રણ મહીને છ મહીને વાર્ષિક
5,7,10 500015,00030,00060,000
15 વર્ષ3000900018,00036,000

આનાથી વધારે પ્રીમિયમ ભરવુ હોઈ તો ભરી શકો છો, કારણ કે વધારે પ્રીમિયમ ની કોઈ લિમિટ નથી.

LIC ના આ નવા જીવન વીમા કવર વિશે પણ જાણો જેમાં ફક્ત 45 માં 2 કરોડનો વીમો મળે છે

નિચે આપેલ ફંડ માંથી કોઈ એક પસંદ કરો જેમાં low Risk High Risk વાળા ફંડ છે

  • Bond Fund Low Risk
  • Secured Fund Low to Medium Risk
  • Balanced Fund Medium Risk
  • Growth Fund High Risk
  • Flexi Growth Fund Very High Risk(Nifty 100)
  • Flexi Smart Growth Fund Very High Risk(Nifty 50)
  • આમાં વધારે વળતર જોઈતું હોય તો હાઈ રિસ્ક ઓપ્શન પસંદ કરો પરંતુ રિસ્ક પણ એટલું જ છે.
  • ભવિષ્ય માં તમારે ફંડ બદલવો હોઈ તો બદલી શકશો
  • પોલિસી ના પાંચ વર્ષ પછી 15% થી 30% પૈસા ઉપાડી શકો છો.
  • તમારા પૈસા ક્યાં કેટલા % રોકાશે તે નીચે કોષ્ટક માં જોઈ શકો

હવે એક ઉદાહરણ થી પૂરા પ્લાન ને સમજીએ :-

  • માની લો તમારી ઉંમર 18 વર્ષ છે,
  • પોલિસી સમય 15 વર્ષ પસંદ કર્યો છે
  • પ્રીમીયેમ ભરવાનો સમય 10 વર્ષ પસંદ કર્યો છે(10 વર્ષ ભરવાના)
  • મહીને 10000 રું ભરવા માંગો છો
  • મોડ ઓફ પેમેન્ટ માં મંથલી ઓપ્શન સિલેક્ટ કર્યું છે.
  • તો તમારી વાર્ષીક પ્રીમિયમ રકમ 1,20,000 થશે
  • ફંડ ઓપ્શન Growth Fund High Risk select કર્યું

કેટલાનો વીમો લેવા માંગો છો ? જો તમારી ઉંમર 50 વર્ષ થી ઓછી હોઈ તો તમારા વાર્ષીક પ્રીમીયેમ્ ના સાત ગણો વીમો મીનીમમ લઈ શખો , અને જો તમારી ઉંમર 50 વર્ષ થી વધારે છે તો તમારા વાર્ષીક પ્રીમીયેમ્ નો મીનીમમ પાંચ ગણો વીમો લઈ શકો

તો ઉદાહરણ પ્રમાણે તમારી ઉંમર 50 વર્ષથી ઓછી છે અને વાર્ષીક પ્રીમિયમ રકમ 1,20,000 થાય છે તો તમારો વીમો મિનિમમ 1,20,000*7= 8,40,000 રું નો વીમો તમે લઈ શકો છો .

મેક્સિમમ વીમા માટે એક ઉદાહરણ જુઓ (સેમ વિક્લ્પ ) તમારી ઉંમર 50 વર્ષ થી ઓછી હોઈ તો તમારા વાર્ષીક પ્રીમીયેમ્ ના 22 ગણો વીમો મેક્સિમમ લઈ શકો ,

તો આપડું વાર્ષીક પ્રીમિયમ રકમ 1,20,000 થાય છે તો તમારો વીમો વાર્ષીક પ્રીમિયમ રકમ 1,20,000 થાય છે તો તમારો વીમો મેક્સિમમ 1,20,000*22= 26,40,000 રું નો વીમો તમે લઈ શકો છો .

તો 30 વર્ષે 15 વર્ષ માટે વીમો લીધો હોઈ તો 45 વર્ષે પાકતી મુદતે શું બેનિફિટ મળશે ..ત્યારે તમારા પૈસા ની માર્કેટ વેલ્યુ હશે તે મળશે તમારી કુલ રકમનો એક ભાગ શેર માર્કેટ માં રોકાણ થાય છે તે રકમની જે આજ 45 વર્ષે માર્કેટ વેલ્યુ હશે તે મળશે

અંદાજિત રકમ જો તમને સરેરાશ આઠ ટકા વળતર મળે તો 10 વર્ષ માં ભરેલી રકમ 12 લાખ ની સામે 21,49,731રું મળે, પરંતુ ચાલુ પોલિસી વર્ષો માં પોલિસી ધારક નું મૃત્યુ થઈ જાય તો શું બેનિફિટ મળશે?

ડેથ વીમો કેટલો મળશે ? ચાલુ પોલિસી દરમિયાન પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો તેને 26,40,000રું મળે નીચે કોષ્ટક માં પૂરી માહિતી જોઈ શકો છો.

LIC નો નવો પ્લાન Protection Plus પ્લાન નંબર 886 વિષેશ માહિતી માટે LIC એજન્ટને મળો અથવા LIC ઓફિસ તપાસ કરવી

Disclaimer :- આ આપેલ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણ આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. આ બજારના આધારે વધી કે ઘટી શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપતા નથી, અમે ફક્ત ઉદાહરણો સાથે સમજાવીએ છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.


શેર કરો

Leave a Comment