
ગુજરાત સરકારનો જન્મ અને મરણ પ્રમાણપત્રો માં સુધારાને લઇ નવો પરીપત્ર જાહેર કર્યો છે જેમાં તમે નવ પ્રકારના સુધારા કરી શકશો અને ગમે તેટલી વાર કરી શકશો
પહેલાનો નિયમ જન્મના પ્રમાણ પત્રમાં અટક આગળ મિડલ માં નામ અને લાસ્ટ માં પિતા નું નામ હોવું ફરજિયાત હતું પરંતુ હવે એ નિયમ કાઢી નાખવામાં આવ્યો છે ગમે તે પ્રમાણે નામ લખવશો તો પણ ચાલશે
બીજો નિયમ પહેલા જન્મ મરણ ના પ્રમાણપત્રો માં ફકત એક વાર સુધારો કરી શકતા હતા પરંતુ એ નિયમ પણ હવે કાઢી નાખવામાં આવ્યો છે હવે તમે ગમે તેટલીવાર સુધારો કરી શકો જરૂરી પુરાવા સાથે…. આ મુખ્ય નિયમ મો બદલાવ કર્યા છે
હવે નવા નવ સુધારા વિશે જાણીએ
| (૧)બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામના કોલમમાં માતાનું નામ દાખલ કરવું હોઈ તો | બાળકના જૈવિક(Biological)પિતાનું નામ રીમુવ કરી શકાશે નહિં. એટલે કે પિતાના નામની કોલમમાં ફરજિયાત પિતાનું નામ લખવાનું રહેશે. |
| (૨) છૂટાછેડાના કેસમાં બાળકનો કબ્જો માતાની પાસે હોય ત્યારે બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોઈ તો | જો બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોને આધારે જરૂરી સુધારા/વધારા કરી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક |
| (૩) જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મિડલ નામ તરીકે પિતાનું નામ | અને લાસ્ટ નામ તરીકે અટક બંને લખાવવા માંગતા ન હોય તો | મિડલ નામ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નામ તરીકે અટક બંને (વૈકલ્પિક) કરી શકાશે. દા.ત.એકલું (બાળકનું નામ) |
| (૪) માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા | હોય તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના પુરા નામમાં માતાનું નામ દાખલ કરવું હોઈ તો | જો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોય તો જરૂરી દસ્તાવેજોને આધારે સુધારા/વધારા કરી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ. માતાની અટક) |
| (૫) બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પુરા | નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ તેમજ છેલ્લે પિતાનું નામ કરવું હોઈ તો | જરૂરી આધાર/પુરાવા સાથે બાળકના નામમાં પ્રથમ અટક કરી શકાશે. દા.ત. (અટક, બાળકનું નામ, પિતાનું નામ) |
| (૬) જન્મના પ્રમાણપત્રમાં બાળકના પુરા | નામમાં મિડલ નામ તરીકે પિતાનું નામ લખાવવા ન માંગતા હોય તો | મિડલ નામતરીકે પિતાનું નામ (વૈકલ્પિક) રાખી શકાશે. દા.ત. ફક્ત (બાળકનું નામ,અને અટક) |
| (૭) મરણના પ્રમાણપત્રમાં મરનારના પુરા | નામમાં મધ્યમ નામ ( તરીકે પિતા/પતિનું નામ લખાવવા ન માંગતા હોય તો કરી શકે | મધ્યમ નામ તરીકે પિતા/પતિનું નામ (વૈકલ્પિક) રાખી શકાશે. દા.ત. ફ્કત(મરનાર નું નામ, અટક) |
| (૮) મરણના પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ મધ્યમ નામ તરીકે પિતા/પતિનું નામ કે અટક બંને લખાવવા માંગતા ન હોય તો | મધ્યમ નામ તરીકે પિતા/પતિનું નામ અને અટક બંને (વૈકલ્પિક) કરી શકાશે. |
| (૯) જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા માટે | સરકારી ગેઝેટ અને બાળકનું અલગ અટક વાળું ફોટો ઓળખપત્ર તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજોને આધારે સુધારો કરી શકાશે. |
જન્મ મરણના પ્રમાણપત્ર સુધારો કરવા બાબત પરિપત્ર PDF

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…