રોકાણ માટે બેસ્ટ: HDFC Multi Cap Fund: એક જ ફંડમાં સ્મોલ, મિડ અને લાર્જ કેપનો પાવર!

શેર કરો

હેલ્લો મિત્રો આજે આપડે HDFC ના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જે થોડા વર્ષો પહેલાં જ લોન્ચ થયો હતો અત્યાર સુધીમાં તેનો ઘણો બધો ગ્રોથ જોવા મળ્યો છે, એટલા માટે એ ફંડ વિશે આપણે વિગતવાર ઉદાહરણ સાથે વાત કરવાના છે.

આ ફંડમાં તમે આજના સમયમાં ફક્ત 20,000 રૂપિયા રોકી અને અમુક વર્ષો સુધી ભૂલી જાવ તમે સારું એવું રિટર્ન મળી શકે છે, જો તમે લાંબા સમય સુધી રોકાણ કરો તેની તાકાત અનેક ઘણી વધી જાય છે

તમે જોયું હશે કે જે પૈસાદાર લોકો છે તે દિવસે દિવસે અમીર લોકો બનતા જાય છે તેનું કારણ શું તેનું કારણ એક જ કે તે પૈસાને સારી જગ્યાએ રોકાણ કરે છે આજે તમે 20,000 ની નોકરી કરતા હોય તો તેમાંથી કમસેકમ 2000 રૂપિયાની બચત કરવી જોઈએ જે ભવિષ્યમાં તમને એક મોટું ફંડ ભેગું કરી આપશે

ભલે તમારી આવક ઓછી હોય પરંતુ તમારું મેનેજમેન્ટ સચોટ હશે તો તમે ભવિષ્યમાં એક સારી મૂડી જમા કરી શકશો, કારણ કે આજ મોંઘવારીના જમાનામાં જો તમે થોડી ઘણી બચત નહીં કરો તો આવનારા સમયમાં તમારા પગારમાંથી કશું થવાનું નથી એટલા માટે બચત કરવી એ આપડા ભવિષ્ય માટે જરૂરિયાત છે.

પરિવાનાં પણ અમુક સ્વપ્ન હોઈ જેમ કે બાળકોને સારું શિક્ષણ, એક પોતાનું મકાન, બાળકોના લગ્ન, આ બધી વસ્તુ કોઈ એક આવકથી નથી થઈ જતી તેના માટે તમારે શરૂઆતથી વિચારવું પડે

તેના માટે આજથી થોડું ઘણું રોકાણ કરી અને તમે અમુક વર્ષો સુધી તમે ભૂલી જાવ તે મોટી રકમ તમને બનાવી આપી શકે છે અને એટલે જ આજે એચડીએફસી ના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેનું લોન્ચિંગ 2021 માં થયું હતું પાછલા વર્ષોમાં લોકોને સારુ એવુ રિટર્ન આપ્યું છે.

ફંડનું નામ શું છે HDFC MULTICAP FUND DIRECT GROWTH આ ફંડ માં ખાસ શું છે ?

  • 2021 માં HDFC દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો
  • તેની NAV (Net Asset Value) માત્ર 20 રૂપિયા છે (આ એક યુનિટની કિંમત છે)
  • તેનું ફંડ સાઈઝ (AUM) Assets under management રૂ.19932 કરોડ છે. (મતલબ લાખો લોકોએ તેમાં રોકાણ કર્યું છે)
  • તેનો ખર્ચ ગુણોત્તર – 0.74% છે. (જેટલો ઓછો તેટલો સારો)
  • રોકાણ કર્યાના એક વર્ષની અંદર પૈસા ઉપાડો તો 1% ચાર્જ લાગશે.
  • આમાં કોઈ ફિક્સ નથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો.
  • આમાં, લાંબા ગાળાના રોકાણ પર તમારી પાસેથી 12.5% LTCG (Long-Term Capital Gains) ટેક્સ વસૂલવામાં આવે છે.
  • આ ફંડ દેશની 196 કંપની માં રોકાણ કરે છે

SBI ના આ ફંડ વિશે પણ જાણો જેને માત્ર ત્રણ વર્ષમાં 15% રીટર્ન આપ્યું

છેલ્લા ત્રણ વર્ષમાં કેટલું રીટર્ન આપ્યું છે ? ફંડ લોન્ચ થયો 2021 માં ત્યાર બાદ

છેલ્લા એક મહિનામાં2% રીટર્ન
છેલ્લા છ મહિનામાં7% રીટર્ન
છેલ્લા એક વર્ષમાં8% રીટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં22% રીટર્ન આપ્યું
અત્યાર સુધી વાર્ષીક20% રીટર્ન આપ્યું

HDFC MULTICAP FUND DIRECT GROWTH અથવા કોઈપણ ફંડ માં રિટર્ન કોઈ ફિકસ નથી હોતું તેમાં ઓછાવત્તા મળી શકે માટે અહી આપેલ માહિતી ફક્ત છેલ્લા ત્રણ વરસમાં આપેલ રિટર્ન પ્રમાણે અંદાજિત આપેલી છે.

આ ફંડ કઈ કઈ કંપનીઓમાં પોતાનું રોકાણ કરે છે ? આ કંપની હમારા પૈસા કુલ 196 કંપનીઓ માં રોકાણ કરે છે જેમાં અમુક કંપનીઓના નામ નીચે મુજબ છે

  • (૧) HDFC બેંક લિમિટેડ
  • (૨) ICICI બેંક લિમિટેડ
  • (૩) એક્સિસ બેંક લિમિટેડ
  • (૪) ભારતી એરટેલ લિમિટેડ
  • (૫) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
  • (૬) બજાજ ફાઇનાન્સ લિમિટેડ
  • (૭) ટાટા સ્ટીલ લિમિટેડ
  • (૮) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
  • આવી 196 કંપનીઓ માં રોકાણ કરે છે.

SBI ના આ ફંડ વિશે પણ જાણો જેણે માત્ર પાંચ છેલ્લા પાંચ વર્ષમાં 19% રીટર્ન આપ્યું છે

જેમ જેમ આ કંપનીઓ નો ગ્રોથ વધશે તેમ તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે

આમા રોકાણ કેવિરીતે કરવું ? તો રોકાણ કરવા માટે તમારી પાસે બે ઓપ્શન છે

  • (૧) SIP જેમાં તમે હર મહિને થોડા થોડા પૈસા રોકી ભવિષ્ય માં મોટું ફંડ બનાવી શકો
  • (૨) lumpsum sip જેમાં તમે એકજ વાર મોટું રોકાણ કરી શકો છો
  • આ રોકાણ ફક્ત 100 રું થી શરૂવાત કરી શકો છો
  • ગ્રો અથવા ઝેરોધા માં ડિમેટ ખાતું ખોલાવી સરું કરી શકો છો

આ ફંડવિશે વીડિયોમાં માહિતી માટે અહી ક્લિક કરો

એક ઉદાહરણ થી સમજીએ આજ તમે આ ફંડ માં 20,000 રોકાણ કરો અને વાર્ષીક 20 % રીટર્ન મળે તો ક્યારે કેટલું મળે

કેટલા વર્ષ જમાંઅંદાજિત રિટર્નકુલ રાશિ
5 વર્ષ માટે જમાં29,766 રું.49,766રું.
10 વર્ષ માટે જમાં1,03,8351,23,835રું
15 વર્ષ માટે જમાં2,88,1403,08,140રું
20 વર્ષ માટે જમાં7,46,7527,66,752રું
25 વર્ષ માટે જમાં18,87,924રું19,07,924રું

આ છે ચક્રવૃદ્ધિ વ્યાજદરની તાકાત.. પરંતુ એ પણ યાદ રાખો કોઈ પણ ફંડ માં કોઈ ફિક્સ રિટર્ન નથી હોતું તેમાં ઓછાવત્તામાં થઈ શકે છે


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment