
નમસ્કાર મિત્રો આજે આપડે વાત કરવાના છે SBI LUMPSUM PLAN વિશે જેમાં તમારે દર મહિને પૈસા કપાવવા ની જરૂર નહિ રહે એમાં તમારે વારંવાર પૈસા ભરવાની પણ જરૂર નહિ રહે આમા ફ્કત તમારે એક જ વખત રોકાણ કરવાની જરૂર પડશે ત્યારબાદ રોકાણ કરવાની જરૂર નહીં પડે
આજ આપણે SBI ના એક એવા ફંડ વિશે વાત કરીશું જેમાં તમે આજે રોકાણ કરો આવનારા સમયમાં અનેક ગણા પૈસા બની શકે છે
આજના સમયમાં ઘણા બધા લોકો SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ) કરે છે જેમાં તમે મહિને થોડા થોડા પૈસા રોકાણ કરી અને મોટી રકમ આવનારા સમયમાં બનાવી શકો, પરંતુ જે લોકો એક જ વખતમાં મોટું રોકાણ કરી અને લાંબા સમય સુધી રોકાણ કરી રાખે તો તેને અનેક ગણું રિટર્ન મળી શકે છે.
lumpSum SIP માં ખાસ બાબત એ છે કે તેમાં તમારે હર મહિને પૈસા નું રોકાણ કરવાની ઝંઝટ નથી હર મહિને કોઈ હપ્તાની કોઈ ઝંઝટ નથી બસ એક વખત તમે રોકાણ કરી અને અમુક વર્ષ સુધી ભૂલી જાવ તમને અનેક ઘણું રિટર્ન મળી શકે છે.
આજે આપડે આટલા મુદ્દા વિશે જાણીશું
- જો તમે SBI માં ₹1 લાખનું રોકાણ કરો છો, તો ભવિષ્યમાં તે કેટલું વધી શકે છે?
- શું આ યોજના તમારા માટે યોગ્ય રહેશે ?
- શું તમને કોઈ ગેરંટી મળે છે ?
- શું તેમાં કોઈ જોખમ સામેલ છે કે નહિ ?
- આ બધા પ્રશ્નોના જવાબો તમને આગળ મળી જશે.
- આગળ આસાન ભાષામાં કેલ્ક્યુલેશન કરી અને જાણીશું
મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે ઘણા લોકોને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણકારી નહીં હોય
મ્યુચ્યુઅલ ફંડને સરળ ભાષામાં સમજીએ તો તમે કોઈપણ એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તે દેશની શો કંપનીઓમાં રોકાણ કરતો હોય છે ઉદાહરણ તરીકે સમજીએ તો તમે કોઈપણ ફંડમાં 10,000 રૂપિયાનો SIP અથવા LUMPSUM માં રોકાણ કર્યું હોય તો તમારા 100 કંપનીમાં ₹100 ,100 નું રોકાણ થાઈ છે તેને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ.
મતલબ તેમાં શેર બજારના કોઈપણ એક સ્ટોક રોકાણ કરો તે સ્ટોક ડૂબી જાય તો નુકસાની જાય તેવું નથી હોતું, પરંતુ મ્યુચલ ફંડમાં અનેક કંપનીઓમાં રોકાણના કારણે નુકસાની ના ચાન્સીસ બહુ ઓછા હોય છે.
SBI ના આ ફંડ વિશે પણ જાણો તક છેલ્લા 5 વર્ષ માં ગ્રાહકો ને આપ્યું 21% રિટર્ન
- ભૂતકાળ રીટર્ન ?
કોઈ પણ ફંડ માં રોકાણ કરતા પહેલા તેના ભૂતકાળમાં તેણે ગ્રાહકોને કેટલું રિટર્ન આપ્યું તે ચેક કરવું પણ જરૂરી છે પરંતુ તેના પેલા જાણીએ કે આપણે આજે SBI ના કયા ફંડ વિશે વાત કરવાના છે
આજે આપડે વાત કરવાના છે SBI LARGE CAP DIRECT PLAN GROWTH આ ફંડ લાર્જ કેપ ફંડ છે જે દેશની મોટી મોટી કંપનીઓમાં રોકાણ કરે છે
પહેલા જાણીએ કે છેલ્લા પાંચ વર્ષમાં તેણે લોકોને કેટલું રિટર્ન આપેલું છે ?
- છેલ્લા 6 મહિનામાં રિટર્ન – 8%
- છેલ્લા 1 વર્ષમાં રિટર્ન – 7%
- છેલ્લા 3 વર્ષમાં રિટર્ન – 15%
- છેલ્લા 5 વર્ષમાં રિટર્ન – 19%
- સરેરાશ એવરેજ અત્યાર સુધી 16% રિટર્ન આપ્યું છે
- પરંતુ એ પણ યાદ રાખો કે મ્યુચલ ફંડમાં રિટર્ન નુ કોઈ ફિક્સ નથી હોતું ઓછા વધારે થાય છે
જો તમે આ ફંડમાં 5 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લમ્પસમ રોકાણ કર્યા હોત તો તે આજે લગભગ 2,35,000 રૂપિયા થઈ જાત જે FD ફિક્સ ડિપોઝિટ કરતા અનેક ઘણા વધારે કહી શકાય
ફિક્સ ડિપોઝિટ પણ તમને 6 થી 7% વ્યાજ દર મળે છે તેના સામે મ્યુચલ ફંડમાં અનેક ગણો રિટર્ન તમને આપે છે, મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું તમે વધારે વર્ષ સુધી રોકાણ કરી રાખશો એટલું તમને વ્યાજ દર વધારે મળશે કારણ કે આમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાસ સાથે મળે છે
SBI LARGE CAP DIRECT PLAN GROWTH દેશની મોટામાં મોટી 43 કંપનીઓમાં રોકાણ કરે છે તેમાં અમુક નામ નીચે મુજબ છે.
- HDFC બેંક લિમિટેડ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
- ICICI બેંક લિમિટેડ
- લાર્સન અને ટર્બો લિમિટેડ
- આઇશર મોટર્સ લિમિટેડ
- એશિયન પેઇન્ટ લિમિટેડ
- ટેક મહિન્દ્રા લિમિટેડ
- હિન્દુસ્તાન યુનિલિવર
SBI ના આ ફંડ વિશે પણ જાણો ત્રણ વર્ષ માં 15% રીટર્ન આપ્યું
આવી ઘણી બધી ભારતની મોટી મોટી કંપનીઓમાં તમારા પૈસા આ ફંડ દ્વારા રોકાણ થાય છે જેમ જેમ કંપનીઓનો ગ્રોથ થશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે
આ ફંડ માં ખાસ શું છે ?
- તેની NAV (Net Asset value) 105 (1 યુનિટની કિંમત) છે.
- FUND SIZE – ₹52,829 કરોડ નું છે મતલબ લખો લોકોએ રોકાણ કર્યું છે
- ભવિષ્યમાં પૈસા ની જરૂર પડે 24 કલાકમાં પૈસા તમારા ખાતામાં જમા કરાવી શકો
- રોકાણ કર્યાના એક મહિનાની અંદર જ પૈસા ઉપાડી લેશો તો 0.25 ટકા ચાર્જ લાખ છે
- ત્યારબાદ કોઈ ચાર્જ લાગતો નથી
- EXPENSE RATIO – (ખર્ચ )0.81% છે જે ઓછો જ હોવો જોઈએ.
HDFC ના આ ફંડ વિશે પણ જાણો જેને માત્ર ત્રણવર્ષ માં 22% રીટર્ન આપ્યું
તમે આ ફંડ માં કેવી રીતે રોકાણ કરી શકો ? તમે બે રીતે રોકાણ કરી શકો છો એક SIP દ્વારા જેમાં તમે હર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયા રોકી અને રોકાણ કરી શકો છો બીજું Lumpsum SIP જેમાં એક જ વાર રોકાણ કરવાનો હોય છે મિનિમમ 5000 રૂપિયા થી શરૂઆત કરી શકો છો
આજ આપડે Lumpsum વિશે વાત કરીશું
Zerodha અથવા તો grow Ap મા ડિમેટ એકાઉન્ટ ખોલાવી તમે ઘરે બેઠા રોકાણ કરી શકો છો
વીડિયોમાં માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
એક ઉદાહરણથી સમજીએ જો આજ તમે આ ફંડ માં એક લાખ રૂપિયા રોકાણ કર્યા હોઈ અને સરેરાશ રીટર્ન 15% મળે તો ભવિષ્ય મા કેટલા રૂપિયા બની શકે
- LUMPSUM INVESTMENT – ₹1,00,000
- EXEPECTED RETURN – 15%
| વર્ષ | અપેક્ષિત વળતર | અંદાજિત રાશિ |
| 5 વર્ષ જમાં | 1,01136રું | 2,0,1136રું |
| 10 વર્ષ જમાં | 3,0,4556રું | 4,0,4556રું |
| 15 વર્ષ જમાં | 7,13,706રું | 8,13,706 |
| 20 વર્ષ જમાં | 15,36,654રું | 16,36,654રું |
| 25 વર્ષ જમાં | 31,91,895રું | 32,91,895રું |
મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું વધારે વર્ષો સુધી રોકાણ રાખશો એટલું વ્યાજ વધારે મળશે પરંતુ મ્યુચલ ફંડમાં વ્યાજ રીટર્નની કોઈ ગણતરી નથી હોતી ઓછા વત્તા થઈ શકે છે
પરંતું આજ તમે એક નાની નોકરી કરતા હોઈ અને નાની રકમ રોકાણ કરી લાંબા સમય સુધી રહેવા દો તો જિંદગી બદલી શકે છે એક દિવસ માં કોઈ અમીર નથી બની જતું તેના માટે સમય લાગે ……..આભાર
Disclaimer :- અહી આપેલ માહિતી ફકત નોલેજ પર્પસ માટે જ આપવામાં આવી છે અહીં કોઈ રોકાણ કરવા માટેની સલાહ આપવામાં આવતી નથી જેમાં તમે રોકાણ કરો તેના માટે યોગ્ય વિગતો મેળવી સલાહકાર પાસેથી સલાહ લઈ અને રોકાણ કરવું

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…