SIR હવે ગુજરાતમાં લાગુ, તમારું નામ ન કપાય એના માટે કરજો આ કામ

શેર કરો

તો આખીર કાર ગુજરાતમાં પણ SIR લાગુ ગયું છે , માટે તમારું નામ વોટર લિસ્ટમાંથી ન કપાય જાય એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે , ઘણા લોકોનો પ્રશ્ન એ હશે કે મારું નામ વોટર લિસ્ટમાંથી કપાય તો નહીં જાય ને પરંતુ એવું ન બને એના પહેલા આપણે અમુક તૈયારીઓ કરી લેવી જોઈએ શું તૈયારીઓ કરી લેવી જોઈએ ?

પ્રોપર ડોક્યુમેન્ટ અને પ્રોપર ડિટેલ આપી આપણે આમાંથી બચી શકીએ છીએ તો આ SIR મા કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે એના વિશે તમામ ડીટેલ આપડે જાણીશું

SIR નો મતલબ શું છે (SPECIAL INTENSIVE REVISION) પુનરાવર્તન કરવું જેના માધ્યમથી ભારતના 12 રાજ્યોમાં 51 કરોડ જેટલા ઇલેક્શન કાર્ડ કવર કરવામાં આવશે , જેમાં તમારું ચુંટણીકાર્ડ જૂનો થઈ ગયું હોય તો એને અપડેટ કરી Re issue કરવામાં આવશે, બોગસ ચૂંટણી કાર્ડ હશે તો તેને કાયમ માટે ડી એક્ટિવ કરવામાં આવશે , જે લોકોના મૃત્યુ થયા હશે તો તેવા ચૂંટણી કાર્ડ પણ હંમેશા બંધ કરવામાં આવશે.

BLO (બુથ લેવલ ઓફિસર ) દ્રારા 18 વર્ષથી ઉપરના જે પણ વ્યક્તિઓ છે નામ ઉમેરવામાં આવશે તેના ચૂંટણી કાર્ડ બાદમાં આવી જશે, બોગસ ચુંટણીકાર્ડ અથવા મૃત્યુ પામનાર વ્યક્તિના ચૂંટણી કાર્ડ બંધ કરવામાં આવશે એટલા જ માટે બિહારમાં એક રિપોર્ટ અનુસાર કુલ 68 લાખ લોકોના વોટર યાદી માંથી નામ ડીલીટ કરી નાખવામાં આવ્યા છે.

તો હવે વારો છે ગુજરાતનો કારણ કે ગુજરાતમાં પણ SIR લાગુ પડી ગયું છે તો આપણે કયા કયા ડોક્યુમેન્ટ ની તૈયારી રાખવી એના વિશે વાત કરીએ , જેથી કરીને આપણા વોટર આઇડી ની ડિટેલ નવી યાદીમાં ચડી જાય અને આપણું નામ પણ ડીલીટ ન થાય, સૌપ્રથમ તમારા ઘરે BLO મતલબ કે (બુથ લેવલ ઓફિસર) આવશે તમને (unique enumeration) એક ફોર્મ આપશે.

શુ બધા ને ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત છે ? તો તેનો જવાબ છે ના બધા ને ડોક્યુમેન્ટ આપવા જરૂર નથી, જો તમારું નામ 2003 ની જૂની મતદાર યાદીમાં હતું અથવા તમારા માતા-પિતાનું નામ તેમાં હતું, તો તેમને કોઈ કાગળ આપવાની જરૂર રહેશે નહીં. એટલે કે, જે લોકોનું નામ જૂની કે હાલની SIR મતદાર યાદીમાં નોંધાયેલું છે, તેઓ આપોઆપ પાત્ર ગણાશે. માત્ર ફોર્મ માં ખૂટતી વિગત ભરવાની રહેશે .

કોને ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત છે ? તેવા લોકોને પોતાના દસ્તાવેજો આપવા પડશે, જેનું નામ હજી સુધી મતદાર યાદીમાં સામેલ નથી. આ ઉપરાંત, જે મતદારોનું નામ BLO દ્વારા જૂની યાદી માં લિંક થઈ નથી શક્યું , માત્ર તેમને જ દસ્તાવેજો આપવા પડશે.

SIR માટે ફોર્મ કેવીરીતે ભરવુ બિલકુલ સચોટ માહિતી જુઓ

SIR મા ક્યાં કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે કોઈ પણ એક ?

  • (૧) કેન્દ્ર અથવા/રાજ્ય સરકાર/PSU નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખકાર્ડ/પેન્શન ચૂકવણી ઓર્ડર (કોઈ પણ એક)
  • (2) 1 જુલાઈ 1987 પહેલાં સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ, બેંક/પોસ્ટ ઓફિસ/LIC/PSU દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખકાર્ડ, પ્રમાણ
  • (3) સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર
  • (4) પાસપોર્ટ
  • (5) માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્ર (10/12 ધોરણ નું માર્કશીટ)
  • (6) સક્ષમ રાજ્ય સત્તાવાળાઓ દવારા જારી કરાયેલ કાયમી રહેઠાણ પુરાવો
  • (7) વન અધિકાર પ્રમાણપત્ર ( લાગુ પડતું)
  • (8) ઓબીસી/એસસી/એસટી કોઈપણ જાતિ પ્રમાણપત્ર
  • (9) રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (જો હોઈ તો )
  • (10) રાજ્ય/સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજીસ્ટર
  • (11) સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
  • મતદાર યાદી 2002 PDF All Gujarat

કયા ફોર્મની ક્યારે જરૂર પડશે ? કુલ ત્રણ પ્રકાર ના ફોર્મ


શેર કરો

Leave a Comment