
તમારા બાપ દાદાની જમીનમાં તમારા ભાઈઓ તમને જમીનમાં ભાગ ન આપતા હોય એના માટે શું પ્રોસેસ કરવી એના વિશે વિગતવાર વાત કરીશું
કોઈપણ વ્યક્તિએ તમારી જમીન પર દબાણ કર્યું હોય તો આ રીતે અરજી કરો
જો તમારી બાપદાદાની જમીનમાં તમારા ભાઈઓ ભાગ ન આપે તો તમે એના સામે લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરી શકો છો જેમાં સો ટકા સંતરી અને ૧૦ થી ૧૪ વર્ષની જેલ પડી શકે છે.
તો સૌ પ્રથમ તમારા હકની જમીન મેળવવા માટે તમારે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવાની હોઈ છે અને કોર્ટ માં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એની પૂરેપૂરી તૈયારી કરી લેવી જરૂરી છે તૈયારી કરવા માટે સૌપ્રથમ તમારે (પાર્ટીશન) દ્વારા તમારી તમામ માહિતી એકઠી કરી લેવી જોઇએ.
હવે (પાર્ટીશન) એટલે શું એના વિશે જાણવું જરૂરી છે .ક્યારેક ઉતાવળ માં કોર્ટ માં અરજી કરી દઈએ છીએ..પરંતુ એમાં ઘણા ડોક્યુમેન્ટ્સ,અને પ્રૂફ ના હોવાના ને લીધે આપડે ચાચા હોવા છતા પુરાવાના અભાવે કેસ આપડા તરફેણ માં નથી આવતો. અને કેસ આપડે હારી જઈએ છીએ અરજી કરતાં પહેલાં તમારી પૂરેપૂરી તૈયારી કરી લો
તો પાર્ટીશન એટલે તમારા હિસ્સા ની જમીન ક્યાં આવેલી છે કેટલી આવે તેના સર્વે નંબર ખાતા નંબર કેટલા છે તેવી બેઝિક માહિતી મેળવી લેવી જરૂરી છે
(પાર્ટીશન) કરવા માટે નિયમ સૌપ્રથમ તમારી મિલકત સંયુક્ત અને પૂર્વજોની હોવી જોઈએ..જે તમારે કોર્ટ માં ડોક્યુમેન્ટ્સ મારફત સાબિત કરવાનું રહશે ત્યાર બાદ તમારી જમીન માં તમારો હિસ્સો પણ સાબિત કરવો પડશે .
માનીલો કે તમે ત્રણ ભાઈ છો.. તો ત્રીજા ભાગની જમીન તમારા હકક ની છે એવું સાબિત કરવું પડશે જમીન કોને ખરીદેલી છે,અથવા બાપ દાદા ની છે અને એમાં કોની કોની ભાગીદારી છે એ પણ તમારે કોર્ટમાં દર્શાવવું જરૂરી છે એ પણ દર્શાવવું જરૂરી છે
સીધી લીટીના વારસદાર હક કોને કહેવાય ?
સીધી લીટીને વારસદાર હક એટલે તમારા પિતાશ્રી અથવા તો તમારા ભાઈઓ તમારી મંજૂરી વગર જમીન વેચી નાખતા હોય તો એ જમીન વેચાવી રોકાવી શકો છો, તેના માટે કોર્ટ માં અરજી દાખલ કરી અને સ્ટે લઈ લો તમારી મંજૂરી વગર આજીવન જમીન વેચી શકશે નહીં.
ડોક્યુમેન્ટ શું શું જોશે
- તમે જે જમીન પર તમારી હિસ્સેદારી માંગી રહ્યા છો તેના ડોક્યુમેન્ટ્સ પણ ફાઈલ સાથે જોડવાના રહશે.
- જો ઓરિજનલ ના હોઈ તો ઝેરોક્ષ પણ જોડી શકો છો
- તમે તાલુકા પંચાયત માં જઈ 7/12 કઢાવી શકો છો દસ્તાવેજ વગેરે
લેન ગ્રેબિંગ ના કાયદામાં શું જોગવાઈઓ છે ? હવે આવી રીતે કોઈપણ વ્યક્તિએ જમીનમાં કબજો કર્યો હોય તો તેને લેન્ડ ગ્રેબીંગ કાયદો 2020 મુજબ સજા 10 વર્ષ થી 14 વર્ષ થઈ શકે અથવા 100 % જંત્રી ભરવાનો દંડ પણ થઈ શકે.
માટે તમારી કોઈ જમીનમાં દબાણ કર્યું હોય તેના વિરુદ્ધ લેન્ડ ક્રાબિંગ નો કેસ કરી શકો છો
લેન્ડ ગ્રીબિંગ માટે અરજી કયાં કરવી ? આ વેબસાઇડ પર અરજી કરવી https://iora.gujarat.gov.in/
આવે છે ઓપન કરી અને ઓનલાઇન અરજી ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ ન્યુ રજીસ્ટ્રેશન અને પછી આરતીનો હેતુ પસંદ કરવાનો તેમાં ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ પસંદ કરવાનું ત્યાર પછી તમારી માહિતી અને સામે વ્યક્તિ કે તેના વિરુદ્ધ તમે કેસ કરો છો એ બંનેની માહિતી ભરી અમુક ફી ભરીને સબમિટ કરવાનું રહેશે

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…