
આજે આપડે LIC ની એક એવી યોજના વિશે વાત કરવાના છે જેમા તમારી પાકતી મુદતે તમને મળવા પાત્ર રકમ તો મળી જ જશે પરંતુ તમારો વીમો તમારા 100 વર્ષ સુધી રહેશે જી હા મિત્રો તે યોજના નું નામ છે LIC New Jeevan Anand”)
LICની પોલિસીઓ પર ભારત સરકારની ‘સોવરેન ગેરેંટી’ (Sovereign Guarantee) હોય છે, જે ગ્રાહકોના રોકાણને સુરક્ષિત બનાવે છે. વિશાળ નેટવર્ક: દેશના ખૂણે-ખૂણે લાખો એજન્ટો અને હજારો શાખાઓ દ્વારા તે લોકો સાથે જોડાયેલી છે. તેથી જ LIC ૧ સપ્ટેમ્બર ૧૯૫૬ થી અને આજ દિવસ સુધી લોકોનો ભરોસો બરકરાર રહ્યો છે.
LIC ન્યૂ જીવન આનંદ (પ્લાન નં. 915) મુખ્ય હાઈલાઈટ
- ✅જિંદગીની સાથે પણ, જિંદગી પછી પણ – ડબલ ફાયદાવાળી પોલિસી!”
- ✅ પરિપક્વતા (Maturity) પછી પણ આજીવન ફ્રી વીમા કવચ: LIC ન્યૂ જીવન આનંદ.”
- ✅બચત અને સુરક્ષાનું અજોડ સંગમ એટલે LIC પ્લાન નં. 915.”
- ✅મેચ્યોરિટી પર મોટી રકમ અને આખી જિંદગીનું રિસ્ક કવર –
- ✅ મૃત્યુ લાભ વીમા રકમના 125% વત્તા બોનસ મળે છે.
- ✅ લોન સુવિધા ઉપલબ્ધ છે
- ✅ ટેકસ લાભ મળશે
- ✅ (સરેન્ડર સુવિધા) વચ્ચે સ્કીમ બંધ કરવી હોઈ તો કરી શકશો
- ✅ જાણો LIC ન્યૂ જીવન આનંદ વિશે.” સંપુર્ણ માહિતી
પ્લાન લેવા માટે માપદંડ (LIC’s New Jeevan Anand
- ✅તમારી ઉંમર ઓછા મા ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધારામાં વધારે 50 વર્ષ હોવી જોઈએ
- ✅પોલિસીનો સમયગાળો (Policy Term) ઓછામાં ઓછા ૧૫ વર્ષ માટે પોલિસી લેવી પડશે
- ✅વધુમાં વધુ સમયગાળો: ૩૫ વર્ષ (તમે વધુમાં વધુ ૩૫ વર્ષ સુધી આ પોલિસી ચાલુ રાખી શકો છો)
- ✅પાકતી મુદતે મહત્તમ ઉંમર 75 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉંમર વિશે સચોટ માહિતી માટે ઉદાહરણથી જાણીએ. માની લો કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષની છે અને તેને 35 વર્ષની પોલીસી લેવી હશે તો તે નહીં લઈ શકે તે ફક્ત 25 વર્ષની પોલિસી લઈ શકશે કારણ કે 35 વર્ષની પોલીસી લે તો તેની મહત્તમ ઉંમર 85 થઈ જશે અને માપદંડ 75 વર્ષનો છે
ઓછામાં ઓછો વીમો કેટલાનો લઈ શકશો ઓછામાં ઓછો વીમો ₹1,00000 રૂપિયા નો લઈ શકશો વધારામાં વધારે ગમે તેટલો શકો છો તેમાં કોઈ લિમિટ નથી (તમારી આવક ઉપર નિર્ભર રાખે છે) કે LIC તમને કેટલા નો વીમો આપી શકે છે, એક લાખ રૂપિયા નો વીમો મતલબ એવું નથી કે તમારે એક લાખ રૂપિયા ભરવાના છે પરંતુ એના અનુસંધાને તમને બેનિફિટ મળશે અને પ્રીમિયમ ભરવું પડશે
એક ઉદાહરણથી પૂરા પ્લાન ને જાણીએ કે પ્લાન કેવી રીતે કામ કરશે
- માની લો તમારી ઉંમર અત્યારે 35 વર્ષની છે
- અને તમે ₹5 લાખ રૂપિયા નો વીમો લેવા માંગો છો
- તમે 21 વર્ષ માટે વીમો લેવા માંગો છો
- તો તમારે વાર્ષીક પ્રીમિયમ ₹29,041 ભરવાનું રહેશે
- આ પ્રીનિયમ દર છ મહિને પણ ભરી શકો જેમા ₹14,672 ભરવાના રહેશે
- આ પ્રમાણે તમારે 21 વર્ષ સુધી પૈસા ભરવા પડશે કારણ કે તમે 21 વર્ષનો વીમો લીધો છે
- કુલ ભરેલી રકમ: ₹29,041 × 21 = ₹6,09,861 (અંદાજે)
મેચ્યોરિટી બેનિફિટ (21 વર્ષ પૂર્ણ થતા) શું ફાયદો મળશે
- ✅ જે વીમો લીધો હોઈ તે રકમ
- ✅ બોનસ પર ₹1000 દીઠ વાર્ષિક ₹45 LIC એડ કરે છે (21 વર્ષ સુધી મળશે)
- ✅ ગણતરી 45*500= ₹22500 વાર્ષીક જમા
- ✅ ટોટલ 22500*21= ₹4,72,500
- ✅ વધારા નું બોનસ (FBA) Final Additional Bonus (અંતિમ વધારાનું બોનસ).
- ✅ આ બોનસ દર વર્ષે જમા થતું નથી એ અંતિમ સમય માં જમા થાય છે
- ✅આ FBA બોનસ જેણે 15 થી 20 વર્ષની પોલિસી લીધી હોઈ તેને જ મળે છે
- ✅આપડે 21 વર્ષ માટે ₹5 લાખનો વીમો લીધો છે તેમા વધારાનું બોનસ કેવીરીતે મળે છે તે જોઇએ.
- ✅LIC નો દર: અત્યારના અંદાજ મુજબ 21 વર્ષની મુદત અને ₹5 લાખના વીમા માટે LIC દર ₹1,000 દીઠ ₹100 જેટલું FAB આપે છે.
- ગણતરી: (₹5,00,000 / 1,000)* ₹100 = ₹50,000 મળે.
| વિગત | અંદાજિત |
| વીમાની રકમ | ₹5,00,000 |
| અંદાજિત બોનસ | ₹4,72,500 |
| વધારાનું બોનસ FAB | ₹50,000 |
| કુલ મળવા પાત્ર રકમ | ₹10,22,500 |
મેચ્યોરિટી રકમ: ₹10,22,500 (જો રેટ 45 હોય) અથવા ₹10,33000 (જો રેટ 46 હોય) માંથી કોઈ એક આંકડો ‘અંદાજિત’ તરીકે દર્શાવો.
નોંધ: અહીં બોનસની ગણતરી LIC ના વર્ષ 2024-25 ના અંદાજિત રેટ મુજબ કરવામાં આવી છે. દર વર્ષે LIC ના નફા મુજબ આમાં થોડો ફેરફાર થઈ શકે છે.”
Post Office Time Deposit: સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે બેસ્ટ સ્કીમ | Full Review 2026
આપડે હાલ ઉદાહરણ માં 21 વર્ષની ઉંમર થી ગણતરી કરી છે ઉંમર ફેરફાર થાય તો પ્રીમિયેમ માં પણ ફેરફાર થાય
આ ઉદાહરણ ત્યારે લાગુ પડશે જ્યારે પોલિસી ધારક નું પોલીસ દરમિયાન મૃત્યુ ના થાય પરંતુ માની લો કે પોલિસી ધારક નું ચાલુ પોલીસ દરમિયાન મૃત્યુ થઈ જાય તો કુદરતી મૃત્યુ વીમો ( ડેથ બેનિફિટ) કેટલું મળશે ?
કુદરતી મૃત્યુ: લાભ એક ઉદાહરણ થી સમજીએ ચાલુ પોલિસી દરમિયાન પોલિસી ધારક નું પોલિસી ના 15માં વર્ષે મૃત્યુ થાય તો મળવાપાત્ર રકમ (Death Claim)
- ✅વીમાની રકમ (Sum Assured ના 125%): ₹5,00,000 ના 125% એટલે કે ₹6,25,000.
- ✅15 વર્ષનું જમા થયેલું બોનસ (Bonus): અંદાજે ₹45 પ્રતિ હજાર લેખે (500 × 45 × 15 વર્ષ) = ₹3,37,500.
- ✅ FBA બોનસ અંદાજિત ₹10,000
- ✅કુલ સામાન્ય મૃત્યુ લાભ: ₹9,72,500 (અંદાજે)
LIC જીવન આનંદ પ્લાન (915) માં Accident Benefit Rider (અકસ્માત લાભ) લેવો ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેનું પ્રીમિયમ ઘણું ઓછું હોય છે અને ફાયદા મોટા છે અહી વિગતો મુજબ (35 વર્ષની ઉંમર અને ₹5,00,000 નો વીમો), વધારાનું પ્રીમિયમ નીચે મુજબ રહેશે:
- ✅દર (Rate): સામાન્ય રીતે ₹1,000 ના વીમા દીઠ ₹1 નું પ્રીમિયમ હોય છે.
- ✅વાર્ષિક વધારો: ₹5,00,000 ના વીમા માટે તમારે વર્ષે આશરે ₹500 થી ₹550 વધારાના ભરવા પડશે
- રોજનો ખર્ચ: જો ગણીએ તો રોજના માત્ર ₹1.50 ના વધારાના ખર્ચે તમને આ સુરક્ષા મળે છે.
તેના સામે ફાયદાની વાત કરીએ
- ✅સામાન્ય વીમાની રકમ (125% ₹6,25,000) કરી
- ✅વધારાની અકસ્માત વીમાની રકમ (100%)₹5,00,000
- ✅15 વર્ષનું જમા થયેલું બોનસ: ₹3,37,500
- ✅કુલ અકસ્માત મૃત્યુ લાભ: ₹14,62,500 (અંદાજે).
આ પ્લાનની મુખ્ય વિશેષતાઓ શું છે LIC ન્યૂ જીવન આનંદ (પ્લાન નં. 915) આ પ્લાન “જીવનની સાથે પણ અને જીવન બાદ પણ” માટે જાણીતો છે. એટલે કે, ભલે તમે વીમો ફક્ત 21 વર્ષનો જ લીધો છે એટલે 21 વર્ષ પછી તમને મેચ્યોરિટીના નાણા મળી જશે,
પરંતુ તમારો ₹5,00,000 નો વીમો (Risk Cover) આજીવન ચાલુ રહેશે. જો મેચ્યોરિટી પછી પણ વ્યક્તિનું અવસાન 100 વર્ષ ની અંદર ગમે ત્યારે થાય, તો વારસદારને ફરીથી ₹5,00,000 મળે છે. આ એક લોકો માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે જેમા નાના માં નાનો વ્યક્તિ પણ આ વીમો લઈ શકે અને તેના પરિવાર ને તેની હયાતી ના હોઈ ત્યારે તે સુરક્ષિત રાખી શકે.
LIC ન્યૂ જીવન આનંદમાં ટેક્સના ફાયદા
- આ પ્લાનમાં તમને બે રીતે ટેક્સમાં છૂટ મળે છે
- (1) પ્રીમિયમ પર છૂટ (કલમ 80C હેઠળ) તમે વર્ષ દરમિયાન જે પ્રીમિયમ ભરો છો, તે રકમ પર તમે ઇન્કમ ટેક્સમાં છૂટ મેળવી શકો છો.
- મર્યાદા: આવકવેરાની કલમ 80C હેઠળ તમે વાર્ષિક ₹1,50,000 સુધીના પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકો છો.
- (2) મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ પર છૂટ (કલમ 10(10D) હેઠળ)
- પોલિસીમાં જ્યારે તમને ૨૧ વર્ષ પછી મેચ્યોરિટીની રકમ (અંદાજે ₹10.33 લાખ) મળે છે, અથવા જો પોલિસી ધારકનું મૃત્યુ થાય અને વારસદારને રકમ મળે, તો તે રકમ પર એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નથી.
LIC જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ (પ્લાન નં.883) રોકાણ આજીવન પૅન્શન અને વીમો પણ
લોન માટેની પાત્રતા (Eligibility for Loan) પોલિસી લીધાના બે વર્ષ પછી તમારે પૈસા ની અચાનક જરૂર પડી હોઈ તો લોન પણ લઈ શકો છો પંરતુ શરત એટલી કે 2 વર્ષના કોઈ પ્રીમિયમ બાકી હોવા જોઈએ નહીં
એક અંદાજિત ઉદાહરણ (₹5 લાખનો વીમો)
- અંદાજિત ભરેલું પ્રીમિયમ (5 વર્ષ): ₹1,40,000 (અંદાજે)અંદાજિત સરેન્ડર વેલ્યુ: ₹40,000 થી ₹50,000
- મળવાપાત્ર લોન: ₹35,000 થી ₹45,000 ની આસપાસ.
- (નોંધ: શરૂઆતના વર્ષોમાં સરેન્ડર વેલ્યુ ઓછી હોય છે, જેમ જેમ પોલિસી જૂની થાય તેમ લોનની રકમ વધતી જાય છે.)
લીધેલ લોનનું વ્યાજદર કેટલું ? વ્યાજ દર: એપ્રિલ 2026 ના અંદાજ મુજબ, LIC લોન પર અંદાજે 9.5% થી 10% (વાર્ષિક) વ્યાજ વસૂલે છે.
પોલિસી સરેન્ડર (બંધ કરવી):
- તમે 2 વર્ષથી ઓછો સમય પ્રીમિયમ ભર્યું હશે અને પોલિસી બંધ કરશો, તો તમને એક પણ રૂપિયો પાછો મળશે નહીં.
- બે વર્ષ પછી ગમે ત્યારે સ્કીમ બંધ કરી શકશો
- ગેરંટીડ સરેન્ડર વેલ્યુ (GSV): તમે ભરેલા કુલ પ્રીમિયમના અંદાજે 30% થી 90% ની વચ્ચે હોય છે (જેમ પોલિસી જૂની થાય તેમ આ ટકાવારી વધે છે).
LIC ની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…