ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ ડાયરેક્ટ ગ્રોથ : એક વર્ષમાં 23% રિટર્ન

શેર કરો

ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ ડાયરેક્ટ ગ્રોથ: આ એક થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ છે આ ફોન્ટ ભારતમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં રોકાણ કરે છે જો તમે લાંબા ગાળા માટે અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં રોકાણ કરવા માગતા હોય તો આ ફંડ તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થઈ શકે છે.

આ ફંડમાં શા માટે રોકાણ કરવું જોઈએ ? ICICI Prudential Manufacturing Fund માં રોકાણ કરવા પાછળ કેટલાક મજબૂત કારણો છે, ખાસ કરીને અત્યારના ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં:

  • Make in India’ સરકારી પ્રોત્સાહન ભારત સરકાર અત્યારે મેન્યુફેક્ચરિંગ કંપની ઉપર વધારે ભાર મૂકી રહી છે
  • PLI (Production Linked Incentive) સ્કીમ જેવી યોજનાઓ દ્વારા લોન આસાનીથી મળે છે , જેમાં મોબાઈલ, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્મા ક્ષેત્રની કંપનીઓને સીધો આર્થિક ફાયદો મળી રહ્યો છે. આ ફંડ આવી કંપનીઓમાં રોકાણ કરે છે જેનો સીધો લાભ રોકાણકારોને મળે છે.
  • હમણાં હમણાં યુરોપ અને અમેરિકા ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) થઈ છે તેનો સૌથી વધારે ફાયદો મેન્યુફેક્ચરિંગ કંપનીઓને થશે તેઓ માલ બનાવી અને વિદેશ પણ એક્સપોર્ટ કરે છે.
  • વિકાસનું આગામી એન્જિન ઉત્પાદન ક્ષેત્ર છે.
  • વિશ્વ માટે ચીન નો વિકલ્પ હવે ભારત બનશે આજે એપલ (Apple) થી લઈને ટેસ્લા જેવી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે, જે લાંબા ગાળ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓના ગ્રોથમાં વધારો કરશે.
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિમાન્ડમાં વધારો ભારતમાં રસ્તાઓ, રેલ્વે અને પોર્ટ્સનું બિલ્ડીંગ્સ, કામ ઝડપથી ચાલી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ ઝડપથી વધી રહ્યું છે ત્યારે સિમેન્ટ, સ્ટીલ અને કેપિટલ ગુડ્સની પણ માંગ વધે છે. આ ફંડના પોર્ટફોલિયોમાં આવી જ કંપનીઓનો સમાવેશ થાય છે જે દેશના વિકાસ સાથે જોડાયેલી છે.
  • સેક્ટરનું વૈવિધ્યકરણ ઓટોમોબાઈલ (ગાડીઓ) કેમિકલ્સડિફેન્સ (સંરક્ષણ સાધનો) ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ)આ અલગ-અલગ પેટા-ક્ષેત્રો હોવાને કારણે જો કોઈ એક સેક્ટરમાં મંદી હોય, તો બીજું સેક્ટર તેને સંતુલિત કરી શકે છે. મંદી આવવાના ચાન્સીસ ઘણા ઓછા રહે છે

ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ ડાયરેક્ટ ગ્રોથ વિશે માહિતી

  • આ ફંડ 18 ઓક્ટોમ્બર 2018 નાં દિવસે લોન્ચ થયો હતો
  • હાલની NAV (નેટ એસ્ટેટ વેલ્યુ) ₹40 છે જે એક યુનિટની કિંમત હોઈ છે
  • AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) ₹6,315 Cr છે મતલબ લાખો કરોડો લોકો એ આ ફંડ માં રોકાણ કર્યું છે
  • એક્સપેન્સ રેશિયો 0.78% છે જે તમારા ફંડને મેનેજ કરવા માટેનો ચાર્જ હોય છે
  • ફંડ મેનેજર અંત્રિક્ષ બેનર્જી
  • શિક્ષણ PGDM (એમબીએ) એસ.પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ અનુભવ તેઓ ICICI પ્રુડેન્શિયલ AMC માં જોડાયા, તેઓ AMC ની સંશોધન ટીમનો ભાગ રહ્યા છે.

ટેક્સ કેટલો લાગશે ? તમે રોકાણ કર્યાના (૧ વર્ષ) ની અંદર તમે ખરીદી ને વેચો છો, તો તેને શોર્ટ ટર્મ ગણવામાં આવશે.

  • ટેક્સનો દર: નફા પર 20% લાગશે
  • ઉદાહરણ: જો તમને ₹1,00000 નો નફો થયો હોય, તો તમારે ₹20,000 ટેક્સ ભરવો પડશે.
  • જો વાર્ષીક 20000 નો નફો થયો હોઈ તો ₹4000 ટેકસ લાગશે

એક વર્ષ પછી ગમે ત્યારે પૈસા ઉપાડશો તો 1.25 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે ત્યારબાદ જેટલો પણ નફો થયો હશે તેના ઉપર LTCG 12.5% ટેક્સ લાગશે, જે દરેક મ્યુચલ ફંડમાં લાગતો હોય છે.

ગણતરી કેવી રીતે થાય? (ઉદાહરણ સાથે)

  • ધારોકે તમે આજે એક લાખ રૂપિયા નો રોકાણ કર્યું છે
  • બે વર્ષ પછી એક લાખના તે અઢી લાખ રૂપિયા થઈ ગયા
  • તો તેમાં કુલ નફો ₹1,50,000 થયો
  • તો તેમાં ₹1,25,000 ટેક્સ ફ્રી હશે
  • અને 25000 પર ટેકસ 12.5% લાગશે
  • ચૂકવવાપાત્ર ટેક્સ: ₹25,000 ના 12.5% = ₹3,125

આ ફંડમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો (1) SIP જેમાં તમે હર મહિને મિનિમમ ₹100 થી શરૂઆત કરી શકશો. મેક્સિમમ આમાં કોઈ લિમિટેડ નથી.

(2) લમસમ ઇન્વેસ્ટમેન્ટ એમાં તમારે ફિક્સ ડિપોઝિટ ની જેમ એક જ વખત રોકાણ કરવાના હોય છે મિનિમમ માં ₹5000 રૂપિયા થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ આમાં પણ કોઈ લિમિટ નથી.

રોકાણ ક્યાં કરવું ? સૌપ્રથમ તમારે ડિમેટ એકાઉન્ટ ઓપન કરાવવાનું હોય છે આમાંથી તમે કોઈપણ એક એપ્લિકેશનમાં ડિબેટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો

Groww ,Zerodha, Angel, અકાઉન્ટ ઓપન કરાવવા માટે પાનકાર્ડ ની જરૂર પડશે તમારા મોબાઇલમાં કોઈ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રોકાણ કરી શકો છો. (નોંધ આમા કોઈ રોકાણ કરવાની સલાહ નથી ફક્ત નોલેજ હેતુ માટે જ છે)

તમારા પૈસા ક્યાં ક્યાં રોકાણ થશે. ICICI Prudential Manufacturing Fund કુલ 100 કંપનીઓમાં રોકાણ કરે છે જેમાંની ટોપ ટેન નીચે મુજબ છે.

  • 1.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.
  • 2.કમિન્સ ઇન્ડિયા લિ.
  • 3.અલ્ટ્રાટેક સિમેન્ટ લિ.
  • 4.બજાજ ઓટો લિ.
  • 5.ભારત ફોર્જ લિ.
  • 6.JSW સ્ટીલ લિ.
  • 7.મારુતિ સુઝુકી ઇન્ડિયા લિ.
  • 8.જિંદલ સ્ટેનલેસ લિ.
  • 9.સીમેન્સ એનર્જી ઇન્ડિયા લિ.
  • 10.વેદાંત લિ.

જેમ જેમ જેમ ભવિષ્યમાં આ કંપનીઓ આગળ વધતી રહેશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આગળ વધતા રહેશે

આ ફંડ એ ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું છે ?

સમય ગાળોરીટર્ન
છેલ્લા 1 વર્ષ માં 23%
છેલ્લા 3 વર્ષ માં 27%
છેલ્લા 5 વર્ષ માં23%
અત્યાર સુધી વાર્ષિક 21%

છેલ્લા પાંચ વર્ષમાં 23% રીટન આપ્યું છે મતલબ તમે આજથી પાંચ વર્ષ પહેલા 01 લાખ રૂપિયા નું રોકાણ કર્યું હોત તો એ એક લાખ રૂપિયા આજે થઈ ગયા હોત ₹2,81000 હજાર રૂપિયા

પરંતુ મ્યુચલ ફંડમાં રિટર્ન ની કોઈ ગેરંટી નથી હોતી આજે એવરેજ અત્યાર સુધી 21% આપ્યું છે તો તે ઘટી પણ શકે છે અને આવનારા સમયમાં વધી પણ શકે છે..

પોસ્ટ ઓફિસની RPLI(ગ્રામ સંતોષ) વીમા સાથે બચત કરો Rural Postal Life Insurance(2026 અપડેટ)

એક ઉદાહરણ થી આ ફંડના ભવિષ્યના રિટર્ન વિશે જાણીશું માની લો તમે આજ આ ફંડ માં ₹50,000 નું રોકાણ કર્યું અને ભવિષ્ય માં 21% રીટર્ન આપે જે અત્યારે સુધી આપ્યું છે તો તમારા ₹50,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે.

વર્ષ (સમયગાળો)અંદાજિત વળતર કુલ રકમ
5 વર્ષ માટે ₹79,687₹1,29,687
10 વર્ષ માટે ₹2,86,375₹3,36,375
15 વર્ષ માટે₹8,22,470₹8,72,470
20 વર્ષ માટે₹22,12,963₹22,62,963
25 વર્ષ માટે₹58,19,543₹58,69,543

તો આ છે મ્યુચ્યુઅલ ફંડ અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર નો પાવર જેટલો લાંબો સમય સુધી તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો SIP માં પૈસા જમા રહેવા દેશો એટલું જ તમને વધારે રિટર્ન મળશે.

આ ફંડ માં મહિને ફક્ત ₹1000 ની SIP કરો 25 વર્ષ સુધી અને રિટર્ન 21% આપે તો કેટલા મળવા પાત્ર રહેશે કોષ્ટક માં જુઓ.

કુલ રોકાણ રકમ₹3,00,000
ટોટલ અંદાજિત વળતર ₹70,85,427
કુલ રકમ ₹73,85,427

અહી આપેલ વળતર તે ભૂતકાળ માં આપેલ રિટર્ન ના કેલ્ક્યુલેશન ઉપર આધારિત છે ભૂતકાળ નું રિટર્ન ભવિષ્યની ગેરંટી નથી આપતું. આમાં ઓછા વત્તા થઈ શકે છે.

ICICI Prudential Manufacturing Fund ના ફાયદા અને જોખમો

  • ફાયદાઓ ભવિષ્યમાં વધારે વળતર ની સંભાવના કારણ Mack in India ના સરકારના અભિયાન થી મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ વધતો જવાનો છે,
  • ડાયરેક્ટ પ્લાન હોવાથી એક્સપેન્સ રેશિયો ઘણો ઓછો છે જેથી લાંબા ગાળાના પ્રોફિટ ઉપર તમને ઘણું બેનિફિટ મળી શકે
  • આ ફંડ માત્ર એક જ ઉદ્યોગમાં નહીં, પરંતુ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ, કેમિકલ્સ અને મેટલ્સ જેવા વિવિધ ઉત્પાદન ક્ષેત્રોમાં રોકાણ કરે છે.જેનો ફાયદો ગ્રાહકો ને થશે
  • મજબૂત કંપનીઓમાં રોકાણ: આ ફંડમાં Mahindra & Mahindra, Cummins India અને UltraTech Cement જેવી બ્લુ-ચિપ કંપનીઓનો સમાવેશ થાય છે.

આમા રોકાણ કરવાના જોખમ શું છે ?

  • મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખરાબ પ્રદર્શન કરે, તો આખા ફંડના રિટર્ન પર તેની સીધી અસર પડે છે.
  • આ ફંડ ટૂંકા ગાળા માટે યોગ્ય નથી.જો તમે 1-2 વર્ષ માટે રોકાણ કરવા માંગતા હોવ, તો આ ફંડમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે.
  • જેઓ ઓછામાં ઓછું 5 થી 10 વર્ષ માટે રોકાણ કરવા માંગતા હોય અને બજારની વધઘટ સહન કરવાની ક્ષમતા ધરાવતા હોય તેના માટે આ ફંડ બેસ્ટ સાબિત થઈ શકે.
  • તમારા પોર્ટફોલીઓની કુલ રકમ ના 15 થી 20% રોકાણ કરવું જોઈએ.

Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને જાણકારીના હેતુ માટે છે. આ કોઈ વ્યાવસાયિક રોકાણ અથવા નાણાકીય સલાહ (Financial Advice) નથી.અહીં રજૂ કરવામાં આવેલી વિગતો કોઈ પણ શેર કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અથવા વેચવાની ભલામણ (Recommendation) નથી.


શેર કરો

Leave a Comment