
પોસ્ટ ઓફિસની હોલ લાઈફ ઈન્સ્યોરન્સ (Whole Life Insurance) સ્કીમ, જેને ‘સુરક્ષા’ (Suraksha) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમને બહુ ઓછા પૈસા માં વધારે જીવન વીમો આપે છે આ સ્કીમ ખાસ કરીને નાના લોકો માટે ખૂબ ઉપયોગી છે
એક ઘરના મોભી જેના ઉપર તેના પૂરા પરિવાર ની જવાબદારી હોય છે ભગવાન ન કરે કોઈ કારણોસર તેનું મૃત્યુ થઈ જાય તો પાછળ કમાવા વાળું કોઈ નથી હોતું અને તેના બાળકો અને પરિવાર મુશ્કેલી માં મુકાય જાય છે પરંતુ તેવા સમય માં જો કોઈ જીવન વીમો હોય તો તેના પરિવાર ને ઘણી રાહત મળી જાય છે
તેથી માર્કેટ માં તો ઘણી વીમા કંપનીઓ છે પરંતુ તેનું પ્રીમિયમ નાના લોકોને પરવડે તેમ નથી હોતું અને ક્લેમ મેળવવા સમયે પણ ઘણા ધાંધિયા કરે માટે નાના લોકો માટે પોસ્ટ ઓફિસની હોલ લાઈફ ઈન્સ્યોરન્સ (Whole Life Insurance)સ્કીમ, ‘સુરક્ષા’ બહુ સારી રહેશે જેમા 100% ની ગેરંટી મળશે અને ઓછા પ્રીમિયમ મા વધારે વીમો મળશે તો આજે મિત્રો તેના વિશે સંપૂર્ણ માહિતી તમને અહી થી મળી જશે.
આ પોસ્ટમાં આપણે શું જાણીશું?
- પોસ્ટ ઓફિસ‘સુરક્ષા (PLI) યોજના શું છે?
- આ યોજનાનો લાભ કોણ લઈ શકે? (પાત્રતા)
- ઓછામાં ઓછો અને વધુમાં વધુ કેટલો વીમો મળે?
- આ યોજનામાં વાર્ષિક બોનસ કેટલું મળે છે?
- નિયમો, લોન અને ટેક્સના ફાયદા
- ઉદાહરણ દ્વારા સમજીશું ગણતરી (મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ)
- વચ્ચે પોલીસી બંધ કરવી હોય તો કરી શકાય
- જરૂરી ડોક્યુમેન્ટ
- પોલીસી ક્યાંથી મેળવવી
પોસ્ટ ઓફીસની આ એક શાનદાર યોજના છે જો તમે તમારા પરિવાર ને ઓછા પ્રીમિયમ માં વધારે વીમો આપવા માંગતા હોય પોસ્ટ ઓફિસની હોલ લાઈફ ઈન્સ્યોરન્સ (Whole Life Insurance)સ્કીમ, સારી છે
આ સ્કીમ માં વિમા ની સાથે સાથે બોનસ પણ મળે છે
- પર ₹1000 દીઠ ₹60 (નવા નિયમ પ્રમાણે) બોનસ મળે છે
- તમે ₹10 લાખ નો વીમો લીધો હોઈ તો વાર્ષિક ₹60,000
- જમા થશે પરંતુ તે તમને હમણાં મળી શકશે નહીં
- મૃત્યુ બાદ તેના પરિવારને બોનસ સાથે વીમા રકમ મળે છે
- પોલીસી દ્વારા 80 વર્ષ સુધી જીવંત રહેશે તો તેને તમામ રકમ મળી જશે.
- ખાસ સુવિધા (Conversion): જો તમે આજીવન વીમો ન રાખવા માંગતા હોવ, તો પોલિસી લીધાના 6 વર્ષની અંદર (અને વીમા ધારકની ઉંમર 57 વર્ષ થાય તે પહેલાં) આ પોલિસીને તમે નોર્મલ એન્ડોવમેન્ટ પોલિસી (મુદતી વીમા) માં બદલી શકો છો.
- જેથી 60 વર્ષે બોનસ સાથે પૈસા મળી જશે
પોસ્ટ ઓફિસ ‘સુરક્ષા’ (PLI) યોજના શું છે?
પોસ્ટ ઓફિસ હોલ લાઈફ સુરક્ષા યોજના એક એવી યોજના છે જે વીમો લેનાર વ્યક્તિ ને પોતાના 80 વર્ષ સુધી વીમો મળે છે જો વીમા ધારક 80 વર્ષ સુધી જીવિત રહે તો તે વીમા રકમ સાથે એટલા વર્ષ નું જમાં થયેલ બોનસ પણ મળે છે પરંતુ જો મૃત્યુ થાય તો તેના પરિવાર નોમીની ને બોનસ વીમા રકમ આપવામાં આવે છે
આ યોજના ની એક વિશિષ્ટ બાબત એ છે બજારમાં અન્ય કંપનીઓ કરતા ઘણું ઓછું પ્રીમિયમ આપવું પડે છે અને વધારે બોનસ સાથે વીમો આપે છે.
પોસ્ટ ઓફિસ હોલ લાઈફ સુરક્ષા વીમા નો લાભ કોણ લઇ શકે ?
શરૂઆતમાં આ હોલ લાઈફ સુરક્ષા નો લાભ ફક્ત સરકારી કર્મચારીઓ લઈ શકતા હતા પરંતુ હવે તેનો વ્યાપ વધારી દીધો છે તેનું માપદંડ નીચે મુજબ છે
- NRI વિદેશ ભારતીય આનો લાભ નથી લઈ શકતા
- સંરક્ષણ દળો અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ
- સ્થાનિક સંસ્થાઓ અને સરકારી અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફ
- પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય અને તમારું પીએફ કપાતું હોય એટલે તમામ કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- ઉંમર 19 વર્ષથી લઈને 55 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
- સામાન્ય નાગરિકો માટે પોસ્ટ ઓફિસની બીજી સ્કીમ RPLI (Rural Postal Life Insurance) છે તેનો લાભ લઈ શકે છે
ઓછામાં ઓછો અને વધારામાં વધારે કેટલો વીમો લઈ શકો.
- પોસ્ટ ઓફિસમાં હોલ લાઈફ ઇન્સ્યોરન્સ માં ઓછામાં ઓછું ₹20000 હજાર રૂપિયા નો વીમો લઈ શકો છો
- અને વધારામાં વધારે ₹50 લાખ રૂપિયા નો વીમો લઈ શકો છો
આ યોજના માં વાર્ષિક બોનસ કેટલું મળે છે ?
- આ યોજના માં વાર્ષિક બોનસ પર ₹1000 દીઠ ₹60 બોનસ મળે છે.
- જે તમારા ખાતા માં દર વર્ષે જમા થતું જાય છે અને જ્યારે પોલિસી અવધિ પૂરી થઈ જાય ત્યારે વીમા રકમ સાથે બોનસ પણ મળી જશે
- પરંતુ પોલિસી ધારકનું ચાલુ પોલિસી દરમિયાન કુદરતી રીતે અથવા અકસ્માત માં મૃત્યુ થઈ જાય તો જેટલા વર્ષનું બોનસ જમા થયું હોઈ તે અને વીમા રકમ સાથે મળી ને જે રકમ થઈ હશે તે તેના પરિવાર ને આપી દેવામાં આવશે
એક ઉદાહરણ થી સમજીએ તમે ₹10 લાખ નો વીમો લીધો હોય પ્રિમિયેમ્ ભરવાની મુદત 20 વર્ષ છે
- કેસ 1: 20 વર્ષ પછી પોલિસી ચાલુ જ રહે (બોનસની ગણતરી)
- 1 વર્ષનું બોનસ: ₹60,000 (₹10 લાખ પર)20 વર્ષનું કુલ બોનસ: ₹60,000 × 20 = ₹12,લાખ
- મૂળ વીમા રકમ: ₹10,લાખ
- 10 લાખ+ 12,લાખ = ₹22 લાખ મળવા પાત્ર રહેશે
- પોલિસી ધારક 80 વર્ષ સુધી જીવંત રહેશે તો તેને ચુકવવામાં આવશે”.
- ચાલુ પોલીસી દરમિયાન પોલીસી ધારક નું મૃત્યુ થયું હોય તો તેના પરિવારને બોનસ સાથે વીમા રકમ મળશે
કેસ 2: ધારોકે ચાલુ પોલિસી ના 5 મા વર્ષે જ વીમા ધારકનું કુદરતી કે અકસ્માતે મૃત્યુ થઈ જાય તો? જો ,તો પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જશે અને પરિવારને (વારસદારને) નીચે મુજબ આર્થિક સહાય મળશે:
- ચાલુ પોલીસીના પાંચમા વર્ષે મૃત્યુ થઈ જાય તો તેની વીમા રકમ ₹10 લાખ રૂપિયા તેને મળશે બીજું
- એક વર્ષના ₹60,000 લેખે પાંચ વર્ષનું તેને બોનસ મળે
- ₹3,લાખ ટોટલ મળશે
- ₹10,00,000+3,લાખ= ₹13,લાખ ટોટલ તેના વારસ ને મળશે.
- ખાસ નોંધ:- જો પોલિસી ધારક એ આત્મ હત્યા કરી હશે તો કોઈ રકમ નહિ મળે
ખાસ સુવિધા (Conversion): જો તમે આજીવન વીમો ન રાખવા માંગતા હોવ, તો પોલિસી લીધાના 1 વર્ષ પછી અને 6 વર્ષની અંદર આ પોલિસીને તમે નોર્મલ એન્ડોવમેન્ટ પોલિસી (સંતોષ – મુદતી વીમા) માં બદલી શકો છો. આ સુવિધાનો લાભ લેવા માટે વીમા ધારકની ઉંમર ૫૫ વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ.
ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તમને અત્યારે પર ₹1000 દીઠ ₹60 રૂપિયા બોનસ મળે છે તેની જગ્યાએ તમને ₹52 રૂપિયા બોનસ વાર્ષિક મળશે
આનાથી શું ફાયદો થશે આનાથી તમને તમારી પસંદગીના વર્ષે (જેમ કે 58 કે 60 વર્ષની ઉંમરે) ગેરંટીડ પૈસા પાછા મળી જશે.
અન્ય મહત્વના નિયમો
લોન સુવિધા પોલીસી લીધા પછી અચાનક તમારે લોન ની જરૂર પડી હોય તો તમે લોન મળી શકશો પોલીસીના ચાર વર્ષ પછી ખૂબ જ ઓછા વ્યાજ માં લોન લઈ શકશો
પોલિસી બંધ કરવી (Surrender): પોલીસી ત્રણ વર્ષ પહેલા બંધ કરશો તો કોઈ રૂપિયા નહીં મળે ત્રણ વર્ષ પછી તમને મૂળ રકમ મળી જશે
તમે પોલિસી 5 વર્ષ પૂરા થયા પછી બંધ (Surrender) કરશો, તો જ તમને ગેરેન્ટેડ રકમની સાથે જમા થયેલું પ્રમાણસર બોનસ પણ મળશે. 5 વર્ષ પહેલાં બંધ કરવાથી બોનસ મળતું નથી.
ટેક્સમાં મોટી બચત આ કિંમત તમે જે પ્રીમિયમ ભરો છો તેમાં 80c હેઠળ ટેક્સ બચત કરી શકો છો આ ઉપરાંત પાકતી મુદત અથવા મૃત્યુ વીમો ની રકમ પણ બિલકુલ ટેક્સ ફ્રી હોય છે જે અન્ય પ્રાઈવેટ કંપનીમાં એવું નથી હોતું.
ઉદાહરણ : જો તમારી ઉંમર 25 વર્ષ હોય ₹10 લાખ નો વીમો લેવો છે (60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ભરવા માટે) કેટલું પ્રીમિયમ ભરવું પડશે વાર્ષિક
જો કોઈ 25 વર્ષનો યુવાન ₹10 લાખનો વીમો લે છે અને 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ભરવાનો વિકલ્પ પસંદ કરે છે, તો તેણે કુલ 35 વર્ષ પ્રીમિયમ ભરવું પડશે
નાની ઉંમર હોવાને કારણે તેનું વાર્ષિક પ્રીમિયમ ઘણું ઓછું, અંદાજે ₹20,000 ની આસપાસ આવશે. એક દિવસના લગભગ ₹55 આવશે
₹10 લાખના વીમા પર કેટલું પ્રીમિયમ ભરવુ પડશે ?
માની લો તમારી ઉંમર હાલ 30 વર્ષ છે તમે ₹10 લાખનો વીમો લેવા માંગો છો તો વાર્ષીક પ્રીમિયમ કેટલું અને કેટલા વર્ષ ભરવુ પડશે
આ યોજના આજીવન (80 વર્ષની ઉંમર સુધી) હોવા છતાં, તમને પ્રીમિયમ ભરવા માટે 4 વિકલ્પો મળે છે. તમે તમારી મરજી મુજબ નક્કી કરી શકો છો કે તમારે કઈ ઉંમર સુધી પ્રીમિયમ ભરવું છે.
₹10 લાખના વીમા માટે પ્રીમિયમની ગણતરી (ઉંમર: 30 વર્ષ)
| વિકલ્પો (પ્રીમિયમ કઈ ઉંમર સુધી ભરવું છે?) | પ્રીમિયમ ભરવાના કુલ વર્ષ | અંદાજિત માસિક પ્રીમિયમ (દર મહિને) | અંદાજિત વાર્ષિક પ્રીમિયમ (દર વર્ષે) |
|---|---|---|---|
| ૧. ૫૫ વર્ષની ઉંમર સુધી | ૨૫ વર્ષ | ₹ ૨,૨૫૦ | ₹ ૨૬,૦૦૦ |
| ૨. ૫૮ વર્ષની ઉંમર સુધી | ૨૮ વર્ષ | ₹ ૨,૦૫૦ | ₹ ૨૪,૦૦૦ |
| ૩. ૬૦ વર્ષની ઉંમર સુધી | ૩૦ વર્ષ | ₹ ૧,૯૫૦ | ₹ ૨૨,૮૦૦ |
| ૪. ૮૦ વર્ષની ઉંમર સુધી | ૫૦ વર્ષ | ₹ ૧,૪૫૦ | ₹ ૧૭,૪૦૦ |
સામાન્ય રીતે બધા લોકો 60 વર્ષમાં પ્રીમિયમ સિલેક્ટ કરતા હોય છે જેથી પ્રીમિયમ ઓછું ભરવુ પડે
₹10 લાખના વીમા માટે પ્રીમિયમ ની ગણતરી (તમારી ઉંમર: 40 વર્ષ)
| વિકલ્પો (પ્રીમિયમ કઈ ઉંમર સુધી ભરવું છે?) | પ્રીમિયમ ભરવાના કુલ વર્ષ | અંદાજિત માસિક પ્રીમિયમ (દર મહિને) | અંદાજિત વાર્ષિક પ્રીમિયમ (દર વર્ષે) |
|---|---|---|---|
| ૧. ૫૫ વર્ષની ઉંમર સુધી | ૧૫ વર્ષ | ₹ ૩,૯૪૦ | ₹ ૪૬,૭૧૦ |
| ૨. ૫૮ વર્ષની ઉંમર સુધી | ૧૮ વર્ષ | ₹ ૩,૩૭૦ | ₹ ૩૯,૯૫૦ |
| ૩. ૬૦ વર્ષની ઉંમર સુધી | ૨૦ વર્ષ | ₹ ૩,૦૭૦ | ₹ ૩૬,૪૦૦ |
| ૪. ૮૦ વર્ષની ઉંમર સુધી | ૪૦ વર્ષ | ₹ ૧,૯૯૦ | ₹ ૨૩,૫૨૦ |
- ઉપર જણાવેલ કોસ્ટક માં તમારે પ્રીમિયમ ભરવાનું: માત્ર 60 વર્ષની ઉંમર સુધી (20 વર્ષ) જો તમે વિકલ્પ-૩ પસંદ કરો તો
- 80 વર્ષે હાથમાં મળતી કુલ રકમ અંદાજે ₹34 લાખ રૂપિયા).
- જો 60 વર્ષની ઉંમરે જ (રિટાયરમેન્ટ વખતે) બધા પૈસા રોકડા લેવા હોય (સંતોષ પ્લાન)
- અંદાજે ₹20.4 લાખ રૂપિયા) મળશે
- પ્રીમિયમ તમે મહિને, 6 મહિને અથવા વર્ષનું એક સાથે ભરી શકો 1 વર્ષનું સાથે ભરશો તો 1% ડિસ્કાઉન્ટ મળશે.
પોસ્ટ ઓફિસ ફોર લાઇફ વીમા ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ ?
- આધાર કાર્ડ (Aadhaar Card)
- પાન કાર્ડ (PAN Card)
- ડ્રાઇવિંગ લાયસન્સ (હોઈ તો)
- વોટર આઈડી
- ચૂંટણી કાર્ડ
- પાસપોર્ટ (Passport)
- તાજેતરના ૩ પાસપોર્ટ સાઇઝના ફોટા.
- બેંક પાસબુક ઓટો-ડેબિટ માટે (કોઈપણ)
ક્યા ખાતું ખોલાવવું ? (નજીકની મુખ્ય પોસ્ટ ઓફિસ (Head Post Office) ખાતે જરૂરી ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે
- PLI એજન્ટ (Agent) અથવા સ્ટાફ દ્વારા
- PLI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને “Request an Agent” વિકલ્પ પસંદ કરી શકો
- સૌથી સરળ ઉપાય તમારી નજીક પોસ્ટ ઓફિસ જઈ ખાતું ખોલાવી શકાય .

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…