NSC યોજનામાં ₹5 લાખ રોકો તો 5 વર્ષ પછી કેટલા મળે? સાચી ગણતરી જુઓ

શેર કરો

આજે પોસ્ટ ઓફીસની એક એવી યોજના વિશે વાત કરીશું જેમાં 5 વર્ષનો ટાઈમ પિરિયડ છે પાંચ લાખના રોકાણ પર અંદાજિત કેટલું વળતર મળશે તેના વિશે વાત કરીશું જે યોજના નું નામ છે NSC નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

પોસ્ટ ઓફિસની આ યોજનામાં, તમને 7.7% વ્યાજ મળી રહ્યું છે અને તેની સાથે, આ યોજનામાં રોકાણ પર 80C હેઠળ ટેક્સ લાભ મળે છે.

આ યોજના માં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે તેથી આજે હરેક સામાન્ય માણસ પોતાની આવકમાંથી કેટલાક પૈસા બચાવીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેના પૈસા સુરક્ષિત હોય અને તેને એક સંતુલિત વળતર મળી રહે. જો તમે પણ આમ વિચારી રહ્યા છો આ સ્કીમ (NSC) નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે.

સામાન્ય રીતે સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બઘી યોજનાઓ ઉંમર આધારિત ચલાવી રહી છે, પોસ્ટ ઓફિસ ની દરેક સ્કીમ સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તેનું મેનેજ ખુદ કેન્દ્ર સરકાર કરે છે, આ ખાસ યોજના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) છે, આ યોજનામાં રોકાણ કરીને, તમે નિયમ પ્રમાણે પાંચ વર્ષમાં સારું એવું વળતર મેળવી શકો છો, ચાલો તેના વિશે વિગતવાર વાત કરીએ.

હાલમાં, NSC યોજનામાં 7.7% વ્યાજ આપવામાં આવી રહ્યું છે; પોસ્ટ આ ઓફિસની (રાષ્ટ્રીય બચત યોજના) તેના વળતર અને ફાયદાઓને કારણે સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે, અને એટલા માટે જ લોકો આ યોજનામાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે.

ઓછામાં ઓછું અને વધારામાં વધારે કેટલું રોકાણ કરી શકો . ?

આ યોજનામાં ઓછામાં ઓછા ₹1,000 ના રોકાણ સાથે ખાતું ખોલાવી શકાય છે, અને વધારામાં વધારે કોઈ લિમિટ નથી તે રોકાણ પર 7.7 ટકા વાર્ષિક વ્યાજ દર આપે છે અને આ વ્યાજ દર ચક્રવૃદ્ધિના આધારે આપવામાં આવે છે.

જરૂર પડ્યે વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહિ?

આ ઘણા રોકાણકારોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું આપણને કટોકટીના સમયે પાંચ વર્ષ પહેલાં પૈસા મળી શકે?

આ યોજનામાં રોકાણના પૂરા ૫ વર્ષ પછી જ વ્યાજની રકમ સહિત કુલ રકમ ખાતાધારકને મળે છે. NSC માં સામાન્ય સંજોગોમાં 5 વર્ષ પહેલાં પૈસા ઉપાડવાની (Pre-mature withdrawal) મંજૂરી હોતી નથી, જો કે ખાતાધારકનું દુર્ભાગ્યવશ અવસાન થાય, કોર્ટનો વિશેષ આદેશ હોય અથવા સરકારી જપ્તીના કિસ્સામાં જ સમયપૂર્વે ઉપાડ શક્ય બને છે.

• ટેકસ માં છૂટછાટ કેટલી મળે ?

NSC રોકાણ પર 80C હેઠળ ₹1.5 લાખ સુધી કપાત મળે (જૂની વ્યવસ્થામાં). પણ વ્યાજ પૂરું કરપાત્ર છે. દર વર્ષનું વ્યાજ ફરી રોકાણ ગણાય તેથી 80C કપાત મળે, પણ છેલ્લા વર્ષનું વ્યાજ પૂરું ટેક્સમાં ઉમેરાય.

NSC (રાષ્ટ્રીય બચત યોજના) નો ટાઈમ ડિપોઝિટ પીરીયડ શું છે ?

NSC નો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો છે. તમે 5 વર્ષ સુધી જમા કરેલા પૈસા રાખો તો તમને 7.7% વ્યાજ મળી શકશે

​ખાતું કોણ ખોલાવી શકે?

  • સૌપ્રથમ ભારતીય નાગરિક હોવો જોઈએ
  • વિદેશી ભારતીય ખાતુ ખોલાવી શકશે નહીં (NRI)
  • ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ
  • સગીર (Minor) વતી: માતા-પિતા કે વાલી સગીર બાળક વતી અથવા માનસિક રીતે અક્ષમ વ્યક્તિ વતી આ ખાતું ખોલાવી શકે છે.
  • સગીર ભાઈના દસ વર્ષ કે તેથી વધુ વર્ષના બાળકો પોતાના નામે ખાતુ ખોલાવી શકે છે
  • કેટલા રૂપિયા ના રોકાણ પર કેટલા મળે ?
રોકાણની રકમ (₹) સમયગાળો કુલ વ્યાજ (₹) ૫ વર્ષ પછી કુલ રકમ (₹)
₹50,000 5 વર્ષ ₹22,452 ₹72,452
₹1,00,000 5 વર્ષ ₹44,903 ₹1,44,903
₹3,00,000 5 વર્ષ ₹1,34,710 ₹4,34,710
₹5,00,000 5 વર્ષ ₹2,24,517 ₹7,24,517

નોંધ: આ માહિતી ભારત સરકારના અધિકૃત સ્રોતો (India Post, RBI) પરથી લેવામાં આવી છે 21 સપ્ટેમ્બર 2026 આમા સમય સમયે વ્યાજદર અને નિયમો બદલાતા રહે છે


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment